________________
અધ્ય૰ ૪/૨૩, પ્રા.નિ.૩૮ થી ૪૦
૧૮૩
છેદન બંધન ઈત્યાદિ તે જે મૃતક હોય તેને લાંછિત કરે, બંધન એટલે અંગુઠાનું
બંધન કરે અથવા સંથારાને પાસ્થિાપનિકા નિમિત્તે દોરડા વડે ઉંચો વહન કરે.
જાગરણ - જેઓ શૈક્ષ, બાલ કે અપરિણત હોય તેઓને દૂર કરાય છે અને જે ગીતાર્થ અને અભીરુ હોય, નિદ્રાવિજેતા, ઉપાય કુશલ, આશુકારી હોય, મહાબલ પરાક્રમી, મહાસત્વી, દુર્ઘર્ષ હોય, કૃતકરણ અને અપ્રમાદી હોય આવા વિશિષ્ટ ગુણવાનો જાગે છે.
કાયિકી માત્ર - જાગતા હોય તે કાયિકી માત્ર ન પરઠવે.
હસ્તપુટ - જ્યારે મૃતક ઉભો થાય ત્યારે કાયિકી માત્રકથી હસ્તપુટ વડે કાયિકી ગ્રહણ કરીને સીંચે છે. જો ફરી ઉભો થાય તો તેનું શરીર છેધા કે બાંધ્યા વિના તે જાગે છે કે સુતો છે તેમ કહે તો આજ્ઞાદિ દોષ લાગે. કઈ રીતે દોષ લાગે? તે કહે છે
-
અન્યાવિષ્ટ શરીર - વિશેષથી ફરી પ્રાંતા કે દેવતા ઉભા થાય. અહીં પ્રાંત એટલે પ્રત્યેનીકો, તે પ્રાંતા દેવતા છળ કરે છે. મૃત ક્લેવરમાં પ્રવેશીને ઉભા થાય છે, નૃત્ય કરે છે કે દોડે છે.
જે કારણે આ બધાં દોષો છે, તે કારણે મૃતકને છેદ કરાય છે કે બાંધવામાં આવે છે. પછી જાગવામાં આવે છે.
જાગવા છતાં કદાચ ઉભો થાય તો આ વિધિ છે –
“કાયિકી વામહસ્તન' કાયિકી એટલે મૂત્ર તેને પાત્રમાં લઈ ડાબા હાથથી ગ્રહણ કરવું. પછી આ પ્રમાણે બોલે કે હે ગુહ્યક! તું બોધ પામ અને આને છોડી દે. અથવા મુક્ત થા. હવે સંચારામાંથી ઉઠતો નહીં. બોધ પામ અને પ્રમાદી ન થા. અહીં ગુહ્યક શબ્દનો અર્થ “દેવ” એવો કર્યો છે. [કેમકે દેવ ગુહ્ય રીતે ત્યાં વસે છે.]
વળી તે જાગૃત થાય અને કથંચિત્ આવા દોષો થાય - કેમકે ત્રાસ પહોંચાડે, હસે વગેરે તે આ પ્રમાણે - વિત્રાસળ - વિકરાળ રૂપ આદિ દેખાડે. સન - સ્વાભાવિક હસવું, ભીમ-ભયાનક, અટ્ટહાસભીષણ રોમ હર્ષજનક શબ્દોને છોડે. આવું કરે ત્યારે શું કરવું?
જરા પણ ડર્યા વિના, જ્યારે તે આવું વિત્રાસન આદિ કરે ત્યારે વિધિપૂર્વક પૂર્વોક્ત પ્રતિપાધમાન એવા વ્યુત્સર્જન - મૂત્રને ત્યાં પરઠવવું [મૃતક ઉપર છાંટવું] જ્યારે સાધુ કાળધર્મ પામેલ હોય ત્યારે જ તેના હાથ અને પગ બંનેને સીધા કરી દેવા, કેમકે પછી જો અક્કડ થઈ જાય તો તેને સીધા કરવાનું સહેલું હોતું નથી.
તેની આંખોને પણ બંધ કરી દેવી જોઈએ.
તેના મુખ ઉપર મુહપતિ બાંધી દેવી જોઈએ.
તેના આંગળાના અંતરમાં જે સાંધા હોય, તેમાં પાઠા ભરાવે, પગના અંગુઠા અને હાથના અંગુઠા સાથે તેને બાંધી દે. દૃષ્ટાંતાદિ કહે. એ પ્રમાણે જાગતા રહે, આ વિધિ કરવી જોઈએ.
કાળદ્વાર પ્રસંગસહિત કહ્યું.
૧૮૮
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
હવે કુશપ્રતિમા દ્વાર કહે છે. તેમાં આ ગાથા છે ♦ પા.નિ.૪૧ :
-
બે સાઈક્ષેત્ર - અઢી ક્ષેત્રમાં, દર્ભમય પુતળા બનાવવા, સમ ક્ષેત્રમાં એક, અપાઈ અને અભિજિમાં પુતળા ન કરવા.
• વિવેચન-૪૧ :
અઢી ક્ષેત્ર નક્ષત્રમાં ઘાસના બે પુતળા બનાવવા, સમક્ષેત્રમાં એક પુતળુ બનાવે. અપાઈ ભોગી નક્ષત્ર અને અભીચિ નક્ષત્રમાં પુતળું ન બનાવે આ ગાથાના
અક્ષરાર્થ કહ્યો.
એ પ્રમાણે બીજાની પણ અક્ષરગમનિકા સ્વબુદ્ધિથી કરવી.
આ ગાથાનો ભાવાર્થ આ પ્રમાણે છે – જે સમયે સાધુકાળ કરે ત્યારે કહ્યું નક્ષત્ર છે, તે જોવું. જો ન જુએ તો તે અસમાચારી છે. જોઈને પીસ્તાળીશ મુહૂર્તવાળા નક્ષત્રમાં બે પુતળા કરવા. જો તેમ ન કરાય તો બીજા બે ને મારી નાંખે છે. તો તે પીસ્તાલીશ મુહૂર્વવાળા નક્ષત્ર કયા છે? તે નક્ષત્રોને હવેની ગાથામાં બતાવે છે— * પા.નિ.૪૨ :
ત્રણે ઉત્તરા, પુનર્વસુ, રોહિણી અને વિશાખા. આ છ નઙ્ગો પીસ્તાળીશ મુહૂર્ત સંયોગવાળા છે.
• વિવેચન-૪૨ :
ત્રણ ઉત્તરા - ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ.
ત્રીશ મુહૂર્તોમાં વળી પંદર નક્ષત્રોમાં એક પુળું કરાય છે. તેમ ન કરવાથી એકનું મૃત્યુ થાય છે. ત્રીશ મુહૂર્વાવાળા નક્ષત્ર આ છે –
* પા.નિ.૪૩,૪૪ :
અશ્વિની, કૃતિકા, મૃગશિર, પુષ્ય, મઘા, ફલ્ગુ, હસ્ત, ચિત્રા, અનુરાધા, મૂલ, અષાઢા, શ્રવણ, ઘનિષ્ઠા, ભાદ્રપદ, રેવતી. આ પંદર નક્ષત્રો ત્રીશ મુર્ત્તવાળા થાય. પારિષ્ઠાપનાવિધિના કુશળ સાધુએ નો જાણવા જોઈએ.
પંદર મુહૂર્તવાળા નક્ષત્રો અને એક અભિજિતમાં એક પણ પુતળું કરવું નહીં. તે નક્ષત્રો આ પ્રમાણે * પા.નિ.૪૫ :
શતભિષર્, ભરણી, આર્દ્રા, આશ્લેષા, સ્વાતિ અને જ્યેષ્ઠા. આ છ નક્ષત્રો પંદરમુહૂર્ત સંયોગવાળા છે.
♦ વિવેચન-૪૫ :
કુશપ્રતિમા દ્વાર કહ્યું. હવે ‘પાનક' દ્વાર કહે છે -
♦ પા.નિ.૪૬ :
સૂત્ર, અર્થ અને તદુભયના જાણકારની આગળ પાનક અને ઘાસ લઈને જાય
અને જે રીતે ઉડ્ડાહણા ન થાય, તે રીતે હાથ-પગની પારિષ્ઠાપના કરી આયમન કરે.
• વિવેચન-૪૬ :
આગમ વિધિજ્ઞ માત્રક વડે સારી રીતે સંસૃષ્ટ પાણી અને ઘાસને સમચ્છેદ કરીને