________________
અધ્ય૰ ૪/૨૧, ધ્યાનશતક-૭૭,૩૮
વિતર્ક સવિચાર છે અને રાગભાવ રહિતને તે થાય છે.
• વિવેચન-૭૭,૮ :
ઉત્પાદાદિ, આર્િ શબ્દથી મૂર્ત અને અમૂર્તને ગ્રહણ કરવા. આના પર્યાયો જે એક જ દ્રવ્યમાં અણુ કે આત્માદિમાં દ્રવ્યાસ્તિકાદિથી અનુસ્મરણ - ચિંતન, જે પૂર્વગત શ્રુત અનુસાથી છે.
૧૫૭
મરુદેવી આદિને અન્યથા છે, તે શું છે ?
સવિચાર - વિચારની સાથે વર્તે છે તે. વિન્નાર - અર્થ, વ્યંજન, યોગ સંક્રમ. તેમાં અર્થ - દ્રવ્ય, વ્યંજન - શબ્દ, યોગ-મન વગેરે. એટલા ભેદે સવિચાર છે. આ આધ શુક્લ કહેવાય. તેને “પૃથકત્વ વિતર્કાવિચાર' કહે છે. તેમાં પૃથકત્વભેદથી, વિતર્ક-શ્રુત અને આ રાગ પરિણામ રહિતને થાય છે.
• ગાથા-૯,૮૦ -
પવન રહિત સ્થાનમાં રહેલ સ્થિર દીવાની જેમ જે ઉત્પત્તિ - સ્થિતિ - નાશ આદિ ગમે તે એક પાયિમાં સ્થિર ચિત્ત છે. તે –
બીજા પ્રકારનું શુકલધ્યાન છે, તે અતિચાર અર્થાત્ અર્થ, વ્યંજન અને યોગના ફેરફારથી થતાં સંક્રમણ વિનાનું, પૂર્વગત શ્રુતના આલંબને થનારું એકત્વ વિતક વિચાર ધ્યાન છે.
• વિવેચન-૭૯,૮૦ :
વળી જે સુનિઘ્રકંપ - વિક્ષેપરહિત છે, વાયુ રહિત એવા ઘરના એક દેશમાં રહેલ દીવાની જેમ અંતઃકરણ ઉત્પાદ-સ્થિતિ-ભંગ આદિ કોઈ એક પર્યાયમાં સ્થિર રહે. પછી શું?
વિચાર - અસંક્રમ, ક્યાંથી ? અર્થ, વ્યંજન, યોગાંતથી, આવા પ્રકારનું તે બીજું શુક્લધ્યાન છે. તેનું નામ એકત્વ-વિતર્ક-અવિચાર છે. જેમાં એકત્વ-અભેદથી, વિતર્ક-વ્યંજનરૂપ કે અર્થરૂપ. આ પણ પૂર્વગત શ્રુતાનુસાર થાય છે.
ગાથા-૮૧,૮૨ :
નિર્વાણગમન કાળે કેવળજ્ઞાનીને કાયયોગ અડધો નિરુદ્ધ થતાં સૂક્ષ્મ કાયક્રિયા રહે, તેથી સૂક્ષ્મક્રિયા અનિવૃત્તિ નામે ત્રીજું (શુકલ) ધ્યાન હોય છે. તેમને જે શૈલેશી પામતાં મેરુવત્ તદ્દન સ્થિર આત્મપદેશ થતાં વ્યુચ્છિન્ન ક્રિયા અપતિપાતી નામે સૌથું શુકલધ્યાન હોય.
• વિવેચન-૮૧,૮૨ -
નિર્વાણગમન કાળ - મોક્ષગમનના નીકટના સમયમાં, સર્વજ્ઞના મન અને
ન
વચનયોગ બંનેનો રોધ થતાં અને કાયયોગ અડધો રુંધાયા પછી સૂક્ષ્મક્રિયા અનિવર્તિ, જેમાં પ્રવર્લ્ડમાનતર પરિણામથી નનિવર્તિ તે અનિવર્તિ, એવું ત્રીજું ઘ્યાન હોય છે તે ‘તનુકાયક્રિય' કહ્યું અર્થાત્ પાતળા ઉચ્છ્વાસ-નિઃશ્વાસાદિ રૂપ કાયક્રિયા જેને છે તેવા પ્રકારનું. એ ગાથાર્થ કહ્યો.
તે કેવલીને શૈલેશીપણાને પામીને, નિરુદ્ધયોગત્વથી મેરુની જેમ સ્થિર થયેલને
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ વ્યવચ્છિન્નક્રિય યોગના અભાવથી તે અપ્રતિપાતિ-અનુપરત સ્વભાવ, એવું પરમ શુક્લ ધ્યાન હોય.
આ રીતે ચાર પ્રકારે ધ્યાન કહીને હવે આનાથી પ્રતિબદ્ધ જ શેષ વક્તવ્યતા કહે છે –
૧૫૮
ગાથા-૮૩ :
પહેલું શુક્લ ધ્યાન એક કે બધાં યોગમાં હોય, બીજું એક જ યોગમાં હોય, ત્રીજું સૂક્ષ્મ કાયયોગમાં અને ચોથું અયોગાવસ્થામાં હોય.
• વિવેચન-૮૩ :
પૃથકત્વ વિતર્ક સવિચાર મન આદિ યોગમાં કે બધાં યોગમાં ઈષ્ટ છે, તે અગમિક શ્રુતપાઠીને હોય. બીજા એકત્વ વિતર્ક અવિચારમાં એકયોગ જ હોય કેમકે બીજામાં સંક્રમનો અભાવ છે. ત્રીજું સૂક્ષ્મક્રિયા અનવર્તિ કાયયોગમાં હોય, બીજા યોગમાં ન હોય, ચોથું વ્યુપરત ક્રિયા અપ્રતિપાતી શૈલેશી કેવીલ અયોગીને હોય.
[શંકા] શુક્લધ્યાનના છેલ્લા બે ભેદમાં મનોયોગ હોય જ નહીં કેમકે કેવલીને અમનપણું હોય. જ્યારે ધ્યાન તો મનોવિશેષ છે, તો આ કઈ રીતે બને ?
ગાયા-૮૪ -
જે રીતે છદ્મસ્થને સુસ્થિરમન એ ધ્યાન કહેવાય છે, તેમ કેવલીને સુનિશ્ચલ કાયા એ ધ્યાન કહેવાય છે.
• વિવેચન-૮૪ :
ગાથાર્થ કહ્યો. ચોયા શુક્લધ્યાનમાં નિરુદ્ધત્વથી કાયયોગ પણ હોતો નથી, તો ત્યાં શું કહેશો ? તે કહે છે –
• ગાથા-૮૫,૮૬ ઃ
પૂર્વપયોગને લીધે, કનિર્જરાનો હેતુ હોવાથી, શબ્દના અનેક અર્થ થતા હોવાથી અને જિનેન્દ્ર આગમમાં કહ્યું હોવાથી... ચિત્તનો અભવ હોય તો પણ સદા સૂક્ષ્મક્રિયા અને ન્યુચ્છિન્નક્રિયા થાય છે. આ બે અવસ્થા જીવના ઉપયોગ પરિણામથી ભવસ્થ કેવલીને ધ્યાનરૂપ હોય છે.
• વિવેચન-૮૫,૮૬ ઃ
કાયયોગ નિરોધી, યોગીને કે અયોગીને પણ ચિત્તના અભાવય છતાં સૂક્ષ્મ ઉપરત ક્રિયા ધ્યાન હોય તેમ કહેલ છે. ગાથામાં સૂક્ષ્મ શબ્દથી સૂક્ષ્મક્રિયા અનિવર્તિ લેવું, ઉપસ્ત શબ્દથી વ્યુપરત ક્રિયા અપ્રતિપાતી અર્થ લેવો. પૂર્વપયોગ એ હેતુ છે, તેને કુંભારના ચાકડાના ફરવાના દૃષ્ટાંતથી જાણવું. જેમ ચક્ર ભ્રમણનું નિમિત દંડાદિ ક્રિયાના અભાવમાં પણ ભમે છે, તેમ આના મન વગેરે યોગ અટકી ગયા હોવા છતાં પણ જીવના ઉપયોગના સદ્ભાવથી ભાવમનના ભાવથી ભવસ્થને ધ્યાન હોય. - X - Xx -
વિશેષથી કહ્યું – “કર્મની નિર્જરાના હેતુથી પણ” ક્ષપક-શ્રેણિવત્ થાય છે. અર્થાત્ ક્ષપકશ્રેણીની જેમ આને ભવોપગ્રાહી કર્મની નિર્જરા થાય છે. તથા શબ્દાર્થ બહુત્વથી - જેમ એક ‘રિ' શબ્દના શક્ર, શાખા, મૃગ આદિ અનેક અર્થો છે, એ