________________
પીઠિકા-નિ ૩૯,૪૦
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
• નિયુક્તિ -૩૯,૪૦ :
ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, ભાષા, શાસોચ્છવાસ, મન અને કર્મ એ દ્રવ્ય વર્મા ક્રમ છે, ક્ષેત્ર અપેક્ષાએ વિપરીત ક્રમ છે. કર્મ ઉપર ધવ, આધવ, શુન્ય, આશુન્ય અનંતી વMણા હોય. ચાર ધુવ પછી તેનું મિત્ર અને અચિત્ત વણાઓ જાણવી. • વિવેચન-૩૯,૪૦ :
દારિકાદિ શરીર પ્રાયોગ્ય દ્રવ્ય વર્ગણા શા માટે પ્રરૂપો છો ? શિષ્યોને મુંઝવણ ન થાય તે માટે. તેના માટે દેટાંત આપે છે–
આ ભરતક્ષેત્રમાં મગધ દેશમાં કુંચીકર્ણ નામે ધનપતિ હતો. તેની પાસે હજારોની સંખ્યામાં ગાયો હોવાથી તેને પાળવા માટે ઘણાં ગોવાળો રાખેલા. પરસ્પર ગાયો મળી જવાથી ન ઓળખી શકતા ગોવાળો પરસ્પર કલહ કરવા લાગ્યા. તે જોઈને તેમને ઓળખ પડે તે માટે લાલ, ધોળી, કાળી, કાબચ્ચીતરી આદિ રંગોવાળી ગાયો જુદી પાડી, વગણા કરી અલગ અલગ ગોવાળોને સોંપી. આ દેટાંતનો ઉપનય • ગાયના માલિક જેવી તીર્થકર છે, ગોવાળો જેવા શિષ્યો, ગાયો જેવા પુદ્ગલાસ્તિકાયો છે, પરમાણુ આદિ વર્મણાના વિભાગ વડે તીર્થંકર શિષ્યોને સમજાવે છે.
પહેલાં દારિક ગ્રહણ કરવાથી દારિક શરીરને ગ્રહણ યોગ્ય વર્ગણા લીધી, તે આ પ્રમાણે - વર્ગણા સામાન્યથી ચાર ભેદે છે - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી. તેમાં દ્રવ્યથી એક પ્રદેશથી અનંત પ્રદેશ પ્રમાણ. ક્ષેત્રથી ચોક પ્રદેશાવગાઢથી અસંખ્યાત પ્રદેશાવગાઢ, કાળથી એક સમય સ્થિતિકથી સંખ્યય સમય સ્થિતિક, ભાવથી કૃષ્ણથી શુક્લ વર્ષ સુધીની, બંને ગંધ, તિક્તાદિ પાંચ રસ, મૃદુ આદિ આઠ સ્પર્શ. એ પ્રમાણે દ્રવ્યાદિ ચાર પ્રકારે વર્ગણા છે. હવે ચાલુ વાત કહે છે -
તેમાં પરમાણુની એક વર્ગણા છે, એ રીતે હિપદેશિકની પણ એક, એ પ્રમાણે એક એક પરમાણુ વૃદ્ધિની સંખ્યાતપ્રદેશિકોની સંખ્યાતી વર્ગણા અને અસંખ્યાત પ્રદેશિકોની અસંખ્યાતી, અનંત પ્રદેશની અનંતી વર્ગણા છે, પણ ગ્રહણ માટે અયોગ્ય છે. તેને ઉલ્લંઘીને વિશિષ્ટ પરિણામવાળી ઔદારિક શરીર ગ્રહણ યોગ્ય અનંતી વર્ગણા છે, તેને પણ ઓળંગીને પ્રદેશની વૃદ્ધિથી ઔદારિક શરીરને પણ કામ ન લાગે તેવી અનંતી વર્ગણા છે, કેમકે ઘણાં દ્રવ્યોથી અને સૂક્ષ્મ પરિણામે પરિણતા થવાથી દારિક શરીરને તે નકામી છે, તેમ આ વર્ગણા અ૫ પરમાણુથી બનેલા અને બાદર પરિણામવાળી હોવાથી વૈક્રિય શરીરને પણ અયોગ્ય છે. પછી પરમાણુ વૃદ્ધિએ બીજી અનંતી વર્ગણા ઉલ્લંઘવાથી તેના પરિણામવાળી વૈક્રિય શરીરને યોગ્ય અનંતી વર્ગણાઓ છે. તે પણ પ્રદેશવૃદ્ધિથી વઘતાં ગ્રહણને અયોગ્ય છતાં અનંતી છે. કેમકે તે આહારક શરીરને અા પરમાણુથી નિવૃત્ત અને બાદર પરિણામથી યુક્ત હોવાથી ગ્રહણ યોગ્ય થતી નથી. એ પ્રમાણે આહારક અને તૈજસની ભાષાથી આનાપાનની, મન અને કર્મની અયોગ્ય યોગ્ય વર્ગણાઓ પ્રદેશ વૃદ્ધિથી અનંતની ત્રણ ત્રણ યોજવી.
પ્રશ્ન આ દારિકાદિની વણા ત્રણ ત્રણ કેવી રીતે સમજવી ? (ઉત્તર) તૈજસ ભાષા દ્રવ્યાંતરવર્તી ઉભય અયોગ્ય દ્રવ્ય અવધિજ્ઞાન જોઈ શકે છે માટે... આ દ્રવ્ય વર્ગણાક્રમ છે, તેમાં વMણા એટલે વર્ગ કે સશિ. વિપસ વડે ક્ષેત્ર તે ક્ષેત્ર સંબંધી વગણાનો ક્રમ જાણવો. કહેવા એ માંગે છે કે- એક પ્રદેશાવગાહી પરમાણુ સ્કંધોની એક વર્ગણા, તે પ્રમાણે દ્વિપદેશ અવગાહીની બીજી વણા, એમ કૈક પ્રદેશ વૃદ્ધિએ સંખ્યય પ્રદેશવગ્રાહીની સંખ્યય, અસંખ્યય પ્રદેશાવવાહીની અસંખ્યય છે. પ્રદેશ પ્રદેશોતર અસંખ્યય ઉલંઘીને કર્મને યોગ્ય અસંખ્યય વર્ગણા થાય. પછી પ્રદેશ વૃદ્ધિથી તેને અયોગ્ય એવી અસંખ્યય વર્ગણાઓ થાય છે. શેષ પૂર્વવત ત્રણ ત્રણ વર્ગણા યોજવી. આ પ્રમાણે સર્વત્ર ભાવના કરવી. * * * * *
હવે બીજી ગાથા - પર્વ ગાથામાં કર્મ દ્રવ્યની વર્ષા બતાવી. હવે એકેક પ્રદેશ વૃદ્ધિથી તેને ગ્રહણ યોગ્ય બતાવે છે. “કરાય તે કર્મ." તે કર્મની ઉપર ધવ વણા અનંતી છે. ઘવ-નિત્યકાળ રહેનારી. તેના ઉપર પ્રદેશવૃદ્ધિથી અશાશ્વતી, કદી ન પણ હોય તેવી અનંતી વર્ગણા છે. ત્યારપછી શૂન્ય વર્ગણા - શૂન્યાંતરવાળી વર્ગમા. એટલે એકૈક ઉત્તર વૃદ્ધિએ વ્યવહિત અંતરવાળી અનંતી વર્ગણા છે. તેથી, વિપરીત અશૂન્ય અંતરા તે અવ્યવહિત અંતરવાળી પણ એકૈક પ્રદેશ વધતી અનંતી વગણા છે. પછી ચાર ધૃવાંતરા પ્રદેશ ઉત્તરવાળી જ વર્ગણા થાય. પછી તનુવર્મણા છે. તેનો ભાવાર્થ આ પ્રમાણે -
ભેદ અભેદના પરિણામો વડે ઔદારિકાદિ યોગ્યતા અભિમુખ હોય અથવા મિશ્ર અચિત સ્કંધ દ્વયને યોગ્ય તે ચાર જ વર્ગણાઓ થાય, પછી મિશ્રઢંધ થાય. તે સૂક્ષ્મ જ થોડા બાદર પરિણામાભિમુખ હોય તે મિશ્ર છે. ત્યારપછી અચિત મહારૂંધ છે. તે વિશ્રસા પરિણામને કારણે કેવલી સમુઠ્ઠાત ગતિથી લોકને પૂરતો અને સંકોચાતો હોય છે.
અમિતપણાના અવ્યભિચારથી તેનું અચિત્ત વિશેષણ વ્યર્થ નથી ? ના, નથી કેવલી સમદઘાત સચિત કર્મ પદગલ લોકવ્યાપી મહારૂંધ છે, તેનાથી આ અયિતા જુદો છે. કેટલાંક આને જ સર્વોત્કૃષ્ટ પ્રદેશ કહે છે. પણ તે સ્વીકાર્ય નથી. કેમકે અવગાહના અને સ્થિતિ વડે ઉત્કૃષ્ટ પ્રદેશ અસંખ્યય ભાગ હીનાદિ ભેદથી ચતુઃસ્થાનમાં પડે છે. તેમ કહે છે -
ઉત્કૃષ્ટ પ્રદેશિકના કેટલાં પર્યાયો કહ્યા છે? ગૌતમ! અનંતા. શા માટે એમ કહો છો ? ઉત્કૃષ્ટપદેશી ઉત્કૃષ્ટ પ્રદેશિકના દ્રવ્યપણાથી તુલ્ય છે, પ્રદેશપણાથી પણ તુલ્ય છે. અવગાહનાથી ચતુઃ આદિ સ્થાનમાં પડે છે, સ્થિતિ વડે પણ ચાર છે, વણ-ગંધ-રસ-સ્પર્શથી છ સ્થાન પતિત છે. * * * * * પ્રસંગથી આટલો ગાથાર્થ કહ્યો.
પૂર્વે તૈજસ ભાષા દ્રવ્યના અંતરાલમાં તથા ગુલઘુ, ગુલધુ દ્રવ્ય જઘન્ય અવધિજ્ઞાની જુએ અને જાણે એમ બતાવ્યું, પણ દારિકાદિ દ્રવ્યોનું બતાવેલ નહોતું. તે હવે બતાવે છે -