________________
અધ્ય૪/૧૨ નિ - ૧૨૬૯
જ તેનું લોકોત્તમત્વ કહે છે
• સૂત્ર-૧૩ :
લોકમાં ચાર ઉત્તમ છે -
સાધુ લોકોતમ છે, કેવલિ પ્રાપ્ત • વિવેચન-૧૩ :
૧૧૯
અરિહંત લોકોત્તમ છે, સિદ્ધો લોકોત્તમ છે, ધર્મ લોકોત્તમ છે.
અથવા અહંતાદિની મંગલતા કઈ રીતે છે ? લોકોતમપણાથી, તેથી કહે છે – અનંતરોક્ત કે કહેવાનાર આ ચાર ભાવલોકમાં ઉત્તમ-પ્રધાન છે. આ કોણ ? તે બતાવે છે – અરહંત ઈત્યાદિ.
અરહંત - પૂર્વે શબ્દાર્થ કહેલ છે. તે ભાવલોકમાં ઉત્તમ છે. કહ્યું છે – અહંતો ભાવલોકમાં ઉત્તમ કહ્યા છે. કેમકે તેમની સર્વ પ્રકૃતિ પ્રશસ્ત છે. અનુભાવને આશ્રીને વેદનીય, આયુ, નામ અને ગોત્રનો ભાવ ઔદયિકમાં નિયમથી ઉત્તમ હોય છે. એ પ્રમાણે જ ઉત્તર પ્રકૃત્તિ વિશેષ થકી પણ તેનું વૈશિષ્ટ્ય-ઉત્તમત્વ જાણવું, તે આ રીતે –
સાતા, મનુષ્યાયુ, બે નામ પ્રકૃતિ સમ ને પ્રશસ્ત છે, મનુષ્ય ગતિ, પંચેન્દ્રિય જાતિ, ઔદારિક - તૈજસ-કાર્યણ શરીર, ઔદારિક અંગોપાંગ, સમચતુરસ, સંસ્થાન, વજ્રઋષભનારાય સંઘયણ, વર્ણ-સ-ગંધ-સ્પર્શ, અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, શ્વાસોચ્છ્વાસ, વિહાયોગતિ પ્રશસ્ત છે. ત્રસ, બાદર, પર્યાપ્તક, પ્રત્યેક સ્થિર અને અસ્થિર, શુભ ઉધોત, શુભ સ્વર, આદેય નામ અને યશોકીર્તિ, નિર્માણ અને તીર્થંકરનામ કર્યા. પછી ઉચ્ચગોત્ર, ચોત્રીશ ઔદયિક ભાવોથી તે ઉત્તમ, પ્રધાન અને અનન્યતુલ્ય થાય છે.
ઔપશમિક ભાવ અરહંતને વિધમાન હોતો નથી.
ક્ષાયિક ભાવમાં વળી બેના આવરણ હોય છે. તથા મોહ અને અંતરાય કર્મ.
એ ચારના સંપૂર્ણ ક્ષયથી આની પ્રતીતિ થાય છે.
ક્ષાયિક ભાવમાં તેઓ લોકમાં ઉત્તમ છે, તે નિશ્ચે વાત છે.
સાંનિપાતિક અને ઔદયિક ભાવમાં જે પૂર્વે કહ્યા. અરહંતોના જે ક્ષાયિક ભાવો કહ્યા છે. તેના સદા યોગથી સાંનિપાતિક ભાવ નિષ્પન્ન થાય છે. તેનાથી પણ ભાવલોકની ઉત્તમતા નિયમથી હોય છે.
સિદ્ધોનું લોકોતમપણું તે ક્ષેત્રલોકની ઉત્તમતાથી છે. સર્વે કર્મ પ્રકૃતિ રહિતતાથી જે ક્ષાયિક ભાવ થાય છે, તેના કારણે પણ તેની ઉત્તમતા છે.
સાધુઓની લોકોત્તમતા તે જિનેન્દ્રોએ દર્શન, જ્ઞાન, ચાસ્ત્રિ રૂપ ભાવલોકથી કહેલી છે. તેમાં સાધુ શબ્દ પૂર્વે કહેલો છે. દર્શનાદિ ત્રય ભાવલોકની ઉત્તમતાથી લોકોત્તમ કહ્યા છે.
કેવલિ પ્રરૂપિત ધર્મ પૂર્વે કહ્યો છે – તે ક્ષાયોપશમિક, ઔપશમિક, ક્ષાયિક ભાવલોકમાં ઉત્તમ હોવાથી લોકોત્તમ કહ્યો છે તથા કહ્યું છે કે ધર્મ તે શ્રુત અને
ચાસ્ત્રિ, તે બંને પણ લોકોત્તમ જાણવો.
જે કારણથી લોકોતમ છે, તે કારણે શરણ્ય છે. તેથી કહે છે – ચાર શરણા અંગીકાર કરું છું અથવા કઈ રીતે લોકોતમત્વ છે? આશ્રયણીયપણાથી. હવે તે
૧૨૦
આશ્રયણીયત્વ કહે છે
સૂત્ર-૧૪ :
હું ચાર શરણા આંગીકાર કરું છું. હું અરિહંતનું શરણ સ્વીકારું છું. સિદ્ધનું શરણું સ્વીકારું છું, સાધુનું શરણું સ્વીકારું છું અને કેવલિ ભગવંતે પ્રરૂપિત ધર્મનું શરણુ સ્વીકારું છું.
• વિવેચન-૧૪ :
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩
સંસારના ભયથી રક્ષણને માટે ચાર શરણા સ્વીકારું છું – ચારના આશ્રયે જઉ છું. ભેદ વડે તેને દર્શાવતા કહે છે – અરહંતનું શરણું સ્વીકારું છું. સાંસારિક દુઃખથી રક્ષણ માટે અરહંતના આશ્રયે જાઉ છું અર્થાત્ તેમની ભક્તિ કરું છું. એ પ્રમાણે સિદ્ધાદિનું શરણું સ્વીકારું છું.
આ રીતે મંગલોપચાર કર્યો. હવે પ્રતિક્રમણ સૂત્ર કહે છે –
• સૂત્ર-૧૫ :
હું દિવસ સંબંધી અતિચારોનું પ્રતિક્રમણ કરવાને ઈચ્છું છું. (આ અતિચાર
સેવન)
કાયાથી, વચનથી, મનથી કરેલ હોય.
-
• ઉત્સૂત્રભાષણ કે ઉન્માર્ગ સેવનથી (હોય.)
– અકલ્પ્ય કે અકરણીયથી (થયેલ હોય)
– દુધ્વનિ કે દુષ્ટ ચિંતવનથી (થયેલ હોય)
-
અનાચારથી, અનિચ્છનીયથી, અશ્રમપ્રાયોગ્યથી હોય.
જ્ઞાન, દર્શન કે ચારિત્ર - શ્રુત અને સામાયિકમાં હોય.
-
– ત્રણ ગુપ્તિ, ચાર કષાય, પાંચ મહાવ્રત, છ જીવનિકાય, સાત પિન્કેષણા, આઠ પ્રવચનમાયા, નવ હાચર્ય ગુપ્તિ, દસ પ્રકારે શ્રમણ ધર્મ [તે-તે વિષયમાં પાલન-પાલનથી થયેલ હોય]
સાધુઓના સામાચારીરૂપ કર્તવ્યોમાં પ્રમાદ કરવાથી જે-જે ખંડણા-વિરાધના થઈ હોય, મારું તે પાપ મિથ્યા થાઓ.
• વિવેચન-૧૫ :
ઈચ્છામિ પ્રતિક્રમિનું ઈત્યાદિ પદો કહેવા.
હવે પદાર્થ કહે છે – કૃમિ - હું ઈચ્છુ છું, અભિલાષા કરું છું. પડિક્કમિઉં – નિવર્તવાને, પ્રતિક્રમણ કરવાને. કોનું? અતિચારોનું મે - પોતાને માટે આ નિર્દેશ છે. દિવસથી થયેલ કે દિવસ પરિણામ તેદૈવસિક. અતિચરણ તે અતિચાર અર્થાત્ અતિક્રમ. મૃત - આના વડે ક્રિયાકાળ કહ્યો. 'મિચ્છામિવુપ્તકમ્' - આના વડે નિષ્ઠાકાળ કહ્યો. વળી આ અતિચાર ઉપાધિભેદથી અનેક પ્રકારે છે –
કાયા-શરીર વડે થયેલ તે કાયિક અર્થાત્ કાયકૃત. વાચા વડે નિવૃત્ત તે વાયિક - વાત. મનથી નિવૃત્ત તે માનસિક.
ઉત્સૂત્ર એટલે સૂત્રમાં ન કહેલ. માર્ગ - ક્ષાયોપશમિક ભાવ ઉત્પાર્ગ - ક્ષાયોપસમિક ભાવના ત્યાગથી ઔદયિક ભાવ સંક્રમ.