________________
૨/૩, નિં - ૧૦૭૯
૬૧
અરહંત સિવાય કોઈનું હોતું નથી. [સમાધાન] અરહંત જ વિશેષ્યપણે હોવાથી કોઈ દોષ નથી. [શંકા] જો એમ છે તો ફક્ત 'અરહંત' શબ્દ જ રાખોને, પછી લોકોધોતકર આદિ વિશેષણો નકામા છે. [સમાધાન] ના, તેમ નથી, કેમકે તે વિશેષણોની સફળતા પ્રતિપાદિત કરેલી જ છે.
[શંકા] વળી કોઈ કહે છે, તો વેતિ શબ્દ ન કહેવો. યશોક્ત સ્વરૂપવાળા અરહંતો કેવલિત્વથી જુદા નથી. તેથી વિશેષણ સફળ છે, જો સંભવ હોય તો વિશેષણ અર્થવાળું થાય છે. જેમકે – નીલોત્પલ અને વ્યભિયાના અભાવે, તેના ઉપાદેયમાનતા છતાં પણ જેમ કાળો ભમરો, સફેદ બલાકા ઈત્યાદિવત્ - ૪ - તેથી ‘કેવલી' શબ્દ વધારાનો છે.
[સમાધાન] ના, અભિપ્રાયના અપરિજ્ઞાનથી આમ કહેલ છે. આ કેવલી જ યથોક્ત સ્વરૂપે અરહંત છે, બીજા નહીં, તે નિયમાર્થત્વથી સ્વરૂપજ્ઞાનાર્થે જ આ વિશેષણ અનવધ છે. એકાંતથી વ્યભિચાર સંભવ નથી જ, તેથી વિશેષણનું ઉપાદાન સફળ છે. - ૪ - ૪ - ૪ -
[શંકા] જો કેવલી શબ્દ આટલો સુંદર છે, તો લોકોધોતકરાદિ શબ્દો અનર્થક છે. [સમાધાન] અહીં શ્રુતકેવલી આદિ બીજા પણ કેવલી કહ્યા છે, તેથી તેનો સમાવેશ
ન કરવા આ લોકોધોતરાદિ કહ્યા છે. - ૪ - આટલો વિસ્તાર ઘણો છે.
હવે જે શીતવિદ્યામિ કહ્યું છે, તે કીર્તન કરતાં કહે છે –
• સૂત્ર-૪ થી ૬ ઃ
[૪] ઋષભ અને અજિતને, સંભવ અભિનંદન અને સુમતિને, પદ્મભુ સુપાર્શ્વ તથા ચંદ્રપ્રભુ એ સર્વે જિનને હું વંદુ છું... [૫] સુવિધિપુષ્પદંતને, શીતલ શ્રેયાંસ અને વાસુપૂજ્યને, વિમલ અને અનંતને, તથા ધર્મ અને શાંતિજિનને હું વંદુ છું... [૬] કુથુ અર અને મલિને, મુનિસુવ્રત અને નમિને, અરિષ્ટનેમિ પાર્શ્વ તથા વર્ધમાનને [એ સ] જિનને હું વંદુ છું [એ રીતે ત્રણ ગાથાથી ૨૪
જિનને વંદના કરી છે.
• વિવેચન-૪ થી ૬ ઃ
અહીં અરહંતોના નામને અન્વર્યથી આશ્રીને સામાન્ય લક્ષણ તથા વિશેષલક્ષણથી (અર્થ) કહે છે. તેમાં [અનુક્રમે અર્થ આ પ્રમાણે –]
(૧) સામાન્યલક્ષણ - સમગ્ર સંયમ ભારને વહેવાથી વૃષભ, બધાં જ ભગવંતો
આ સ્વરૂપના હોય તેથી વિશેષ હેતુ પ્રતિપાદન કરતા કહે છે – • નિયુક્તિ-૧૦૮૦/૧-વિવેચન :
જે કારણે ભગવંતના બંને પણ સાથળમાં વૃષભ લંછન હતુ, મરુદેવા-ભગવંતની માતાએ સ્વપ્નામાં સૌદ મહાસ્વપ્નોમાં પહેલા વૃષભનું સ્વપ્ન જોયું, તેથી તેમનું વૃષભ નામ કરાયું. બાકીના તીર્થંકર માતાએ પહેલા સ્વપ્નમાં હાથીને જોયેલો, પછી વૃષભ જોયેલો, ઋષભ-વૃષભ એકાર્થક છે.
હવે (૨) અજિત – તેમાં સામાન્ય અર્થમાં જોતાં - પરીષહ ઉપસર્ગાદિ વડે ન જિતાયેલ તે અજિત. બધાં ભગવંતો શોક્ત સ્વરૂપના છે.
• નિયુક્તિ-૧૦૮૦/૨-વિવેચન :
ભગવંતના માતા-પિતા જુગટુ રમતા હતા. પહેલાં રાજા જિતતો હતો. જ્યારે
(31)
(PROOF-1)
E:\Maharajsaheb\Adhayan-33\Book33A\
૬૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૩ ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે રાજાને બદલે રાણી જિતવા લાગ્યા. પછી અક્ષ-પાસામાં કુમારના પ્રાધાન્યથી રાણી ન જિતાયા માટે અજિત નામ.
હવે (૩) સંભવ :- તેમાં સામાન્યથી જેમાં પ્રર્ષ વડે ૩૪-અતિશય ગુણો સંભવે છે માટે સંભવ. બધાં ભગવંતો થોક્ત સ્વરૂપના છે.
• નિયુક્તિ-૧૦૮૧/૧-વિવેચન :
જેઓ ગર્ભમાં હતા ત્યારે ધાન્યની અધિકાધિક નિષ્પત્તિ થઈ, તેથી સંભવ' કહ્યા. ––– હવે (૪) અભિનંદન :- તેનું સામાન્ય નામાર્થ - દેવેન્દ્રો આદિથી જે અભિનંદાયા માટે ‘અભિનંદન' નામ છે. બધાં જ ભગવંતો યથોક્ત સ્વરૂપના હોય છે, તેથી વિશેષ હેતુ બતાવવા કહે છે –
• નિયુક્તિ-૧૦૮૧/૨-વિવેચન :
ભગવંત ગર્ભમાં આવ્યા પછી શક વારંવાર અભિનંદિત થતો હોવાથી તેમનું અભિનંદન નામ કરાયું. ——– હવે (૫) સુમતિ :- તેમનો સામાન્ય નામાર્થ છે – શોભન મતિ જેની છે તે સુમતિ. બધાં ભગવંત સુમતિ જ છે.
• નિયુક્તિ-૧૦૮૨/૧-વિવેચન :
ભગવંત માતાના ગર્ભમાં હતા ત્યારે માતા બધાં જ નિશ્વયોમાં અતીવ મતિસંપન્ન થયા. - બે શોક્યો કે જેનો પતિ, મૃત્યુ પામેલ, તેમની વચ્ચે પુત્ર અને ધન માટે વિવાદ થયો. રાણી બોલી કે મારે પુત્ર ઉત્પન્ન થયો છે, તે મોટો થયા પછી આ અશોકવૃક્ષ નીચે બેસીને તમારો વિવાદ ભાંગશે. ત્યાં સુધી રાહ જુઓ. ત્યારે પરમાતાએ સ્વીકારી લીધું. પણ પુત્રની સાચી માતાએ તે ન સ્વીકાર્યું, તેથી તે સગી માતા જણાતા તેણીને પુત્ર સોંપી દીધો. એવા પ્રકારના ગુણ ગર્ભના પ્રભાવથી થતાં ‘સુમતિ' નામ રાખ્યું.
હવે (૬) પદ્મપ્રભુ :- સામાન્ય નામાર્થથી અહીં નિષ્પકતાને આશ્રીને પાની જેવી પ્રભા જેની છે, તે પાપભ. બધાં ભગવંત આવા જ હોય.
• નિયુક્તિ-૧૦૮૨/૨-વિવેચન :
ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે કમળમાં સુવાનો માતાને દોહલો જન્મ્યો, ત્યારે દેવોએ તેણીને માટે પદ્મ શય્યા સજાવી, વળી પ્રભુનો વર્ણ પણ પદ્મ જેવો હતો. તેથી પદ્મપ્રભ' એવું નામ રાખ્યું. ——– હવે (૭) સુપાર્શ્વ :- તેમનો સામાન્યથી નામાર્થ - શોભન છે. પડખાં જેના તે સુપાર્શ્વ. બધાં જ અરહંતો આવા હોય છે. માટે વિશેષ નામાર્થ કહે છે –
• નિયુક્તિ-૧૦૮૩/૧ -
ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે તેમના અનુભાવથી માતાના બંને પડખાં શોભન થયા, તેથી તેમનું સુપાર્શ્વ નામ રાખ્યું. −– એ પ્રમાણે બધે જ સામાન્ય અને વિશેષ નામાર્થને આશ્રીને નામનો વિસ્તાર જાણવો. અહીં તે સુજ્ઞાતપણાથી છે અને ગ્રંથવિસ્તાર ભયથી પણ કહેતાં નથી [પહેલો અર્થ સર્વ સામાન્ય અને બીજો અર્થ ભગવંતના વિશેષ નામરૂપ સમજી લેવો.]
[૦ ગ્રંથકારશ્રી માફક અમે પણ હવે અહીં પદ્ધતિમાં થોડો ફેરફાર કરી રહ્યા છીએ. બધી નિયુક્તિ અને વૃત્તિ સાથે લઈને ભગવંતના નામના ક્રમાનુસાર પહેલાં સર્વસામાન્ય અને પછી વિશેષ નામાર્થ નોંધીએ છીએ.