________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૧૮
જોઈએ. બાકી બધું પૂર્વવત્ જાણવું. એ રીતે બંને ભાઈમાં કાળું-ધોળું જાણી લીધું. અહીં ધનશ્રીએ આ માયા વડે અભ્યાખ્યાન દોષથી તીવ્ર કર્મ બાંધ્યું. પછી તે કર્મને પ્રતિક્રમ્યા વિના ભાવથી દીક્ષા લીધી. બંને ભાઈઓ પણ તેણીની સાથે પત્ની સહિત દીક્ષિત થયા. આયુ હતું તે પાળીને બધાં દેવલોકમાં ગયા.
તેમાં પણ હતું તે આયુ પાળીને તેણીના બંને ભાઈઓ પહેલા રચવીને સાકેત નગરમાં અશોકદત્ત શ્રેષ્ઠીના સમુદ્રદત્ત અને સાગરદત્ત નામે પુત્ર રૂપે જન્મ્યા. ધનશ્રી પણ ાવીને ગજપુર નગરમાં શંખશ્રેષ્ઠી શ્રાવકની પુત્રીરૂપે જન્મી. અતિ સુંદર હોવાથી તેણીનું સર્વાંગસુંદરી એવું નામ રાખ્યું. બંને ભાભીઓ પણ ચ્યવીને કૌશલપુરમાં નંદન નામના શ્રેષ્ઠીની શ્રીમતિ અને કાંતિમતિ નામની પુત્રી રૂપે જન્મી.
૧૭૫
બધાં યૌવન પામ્યા. સર્વાંગસુંદરી કોઈ રીતે સાકેતથી ગજપુર આવતા અશોકદત્ત શ્રેષ્ઠી વડે જોવાઈ. તેણે પૂછ્યું – આ કોની કન્યા છે ? શંખ શ્રેષ્ઠીની પુત્રી છે. અશોકદત્તે બહુમાનપૂર્વક સમુદ્રદત્તને માટે તેણીની માંગણી કરી, શંખશ્રેષ્ઠીએ વાત કબૂલી અને વિવાહ પણ કર્યા.
કાલાંતરે તે લેવાને આવ્યો. ઉપચાર-વિનય કર્યો. વાસગૃહને સજાવ્યું. એ અરસામાં સર્વાંગસુંદરીને તે માયા વડે બાંધેલ પહેલું કર્મ ઉદયમાં આવ્યું. ત્યારે તેણીના પતિ [સમુદ્રદત્તે] તેણીને વાસગૃહમાં રહેલ હતી. ત્યારે જતાં એવા દૈવિકી પુરુષની છાયા જોઈ. તયારે તેને વિચાર આવ્યો કે મારી પત્ની દુષ્ટશીલવાળી છે. કોઈપણ જોઈને ગયું.
ત્યારપછી સર્વાંગસુંદરી આવી, તેણે બોલાવી નહીં. તેથી આર્ત અને દુઃખે સ્થિત ભૂમિ ખોતરતા જ રાત્રિ પસાર કરી. પ્રભાતે તેના પતિને પૂછ્યા વિના સ્વજન વર્ગમાંના એક બ્રાહ્મણને કહીને સાકેતનગર ચાલી ગઈ.
આ તરફ સમુદ્રદત્ત કૌશલપુરના નંદન શ્રેષ્ઠીની પુત્રી શ્રીમતીને પરણ્યો અને તેનો ભાઈ સાગરદત્ત શ્રીમતીની બહેન કાંતિમતિને પરણ્યો. સર્વાંગસુંદરીએ સાંભળ્યુ ત્યારે તેણીને ગાઢ અધૃતિ-ખેદ થયો.
ત્યારપછી તેઓનો જવા-આવવાનો વ્યવહાર પણ વિચ્છેદ પામ્યો. તેણી ધર્મ પરાયણા થઈ, પછીથી દીક્ષા લીધી. કાળક્રમે વિચરતી પ્રવર્તિની સાથે સાકેત નગરે પહોંચી. પહેલાની ભાભીઓ ઉપશાંત થઈ, ઈત્યાદિ.
એ અરસામાં સર્વાંગસુંદરીને તેણીએ માયાથી બાંધેલ બીજું કર્મ ઉદયમાં આવ્યું. પારણે ભિક્ષાર્થે પ્રવેશ કર્યો. શ્રીમતીના વાસગૃહમાં રહેલ હાર પહેરતી હતી. સાધ્વીને જોઈને અમ્યુન્થિન થઈ, તેણી હાર મૂકીને ભિક્ષાર્થે ઉપસ્થિત થઈ. એટલામાં ચિત્રકર્મમાંથી ઉતરીને મોર આવ્યો અને તે હારને ગળી ગયો.
સર્વાંગસુંદરી સાધ્વી વિચારમાં પડ્યા, આ આશ્ચર્ય છે. પછી અર્ધ શાટક વડે બંધ કરીને, ભિક્ષા ગ્રહણ કરી, નીકળ્યા. શ્રીમતીએ જોયું કે હાર નથી. તેણી વિચારવા લાગી કે આવું કેમ થયું ? પરિજનોએ પૂછ્યું, શ્રીમતી બોલી કે એક સાધ્વી સિવાય અહીં બીજું કોઈ આવેલ નથી. તેણીની નિર્ભર્ત્યના કરીને પછી કાઢી મૂક્યા. બીજા પ્રવર્તિનીએ પણ કહ્યું.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
સર્વાંગસુંદરી આર્યા બોલ્યા – કર્મના પરિણામો વિચિત્ર છે. પછી તેણી ઉગ્રતર તપોરત બન્યા. તેઓ પણ અનર્થના ભયથી તેના ઘેર જતાં નથી. શ્રીમતી અને કાંતિમતિ પતિ દ્વારા હાસ્ય કરતા હતા. - X -
સાધ્વીએ પણ ઉગ્ર તપમાં ક્ત બની કર્મોને અલ્પ કરી દીધા. એ અરસામાં શ્રીમતી પતિ સાથે વાસગૃહમાં રહેલ હતી. તેટલાં ચિત્રમાંથી મોર ઉતર્યો અને હારને નિલિત કર્યો - વી નાંખ્યો. તે બંનેને સંવેગ જન્મ્યો. અહો ! તે ભગવતી સાધ્વીનું ગાંભીર્ય, જેણે આપમને આ વાત જ ન કરી. ક્ષમા કરવાને પ્રવૃત્ત થયા.
એ અસ્સામાં સાધ્વીજીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવોએ તેનો મહિમા કર્યો. તેઓએ પણ પૂછ્યું, કેવલી સાધ્વીએ પણ પરભવનો વૃત્તાંત કહ્યો. માયા આટલી દુઃખાવહા હોય છે.
૧૭૬
અથવા પોપટનું દૃષ્ટાંત – એક વૃદ્ધનો પુત્ર, ક્ષુલ્લક સુખશીલ યાવત્ અવિરતિક હતો. તે વૃદ્ધે તેને ઘરમાંથી કાઢી મૂક્યો. લોકોના પ્રેષણના કામ કરતો, ચાલીને આર્ત્ત-વશાર્ત થઈને મૃત્યુ પામ્યો. [પછીની આખી કથામાં અમને કંઈ સમજ પડી નથી, માત્ર અનુવાદ કર્યો છે, તે પણ ક્ષતિયુક્ત છે, માટે મૂળ વૃત્તિ જ જોવી.
માયા દોષથી વૃક્ષની કોટરમાં પોપટ રૂપે જન્મ્યો. તે આખ્યાનક અને ધર્મકથાને જાતિસ્મરણથી જાણતો હતો, બોલતો હતો.
કોઈ વનચરે તેને પકડી લીધો, પગ કુટી નાંખ્યો, આંખ કાણી કરી દીધી, રસ્તામાં ફેંકી દીધો. કોઈ તેને ઈચ્છતું ન હતું. તે શ્રાવકની દુકાનમાં રખાઈને વેંચાઈને ગયો. તેના આત્મો જાણ્યું.
તે ખરીદાયો, પીંજરામાં પુરાયો, સ્વજનો મિથ્યાર્દષ્ટિ હતા. તેમને ધર્મ કહે છે. તેનો પુત્ર માહેશ્વરના દોહિત્રીને જોઈને ઉન્મત્ત થયો. તે દિવસે ધર્મ ન સાંભળ્યો કે પ્રત્યાખ્યાન પણ ન કર્યા. પૂછતાં જવાબ આપ્યો. વિશ્વસ્ત કરાતાં રહ્યો.
તે બાળક બોલ્યો કે સરજસ્કોની પાસે જાઓ, ટિક્કરિકા અર્પણ કરો, ઈત્યાદિ. તેઓએ તે પ્રમાણે કર્યુ. તે અવિત પગે પડીને વિજ્ઞપ્તિ કરે છે. દોહિત્રને વર આપો. પોપટે મહેશ્વરને કહ્યું – જિનદત્તને આપો. આપી તે દેવદત્તા ગર્વ કરે છે.
કોઈ દિવસે તેને મજાકમાં બાંધ્યો. ઈતિ વહન કરવા લાગ્યો.
સંખડીમાં વ્યાક્ષિપ્તોમાં હરાઈ. તેને કહ્યું કે – તું પંડિત છે એટલે પીંછુ ઉખાડી નાંખ્યુ. તે વિચારે છે “હું કાલને હરી લઉં.’’ તેણે કહ્યું હું પંડિત નથી. તે પંડિતા પણ નથી –
એક નાપિતી કૂર ક્ષેત્રમાં લઈ ગઈ. ચોરે ગ્રહણ કરી. હું પણ આ પ્રકારે રાત્રિના શોધ-માર્ગણા કરીશ. આવેલા રૂપિયા લાવીને આપણે જઈશું. તેટલામાં ચોરો આવી ગયા, નાકને છેદીને ગયા. બીજા કહે છે. ક્ષત્રમુખમાં છરાથી નાસિકા છેદાઈ. બીજે દિવસે પકડીને માથુ કુટી નાંખ્યુ. - x - તેની સાથે ચાલી ગઈ. કોઈ એક ગામમાં ભોજન લઈ આવું એમ કહીને કલાલકુલમાં - વેંચી દીધી, તેઓ રૂપિયા લઈને ચાલ્યા ગયા.
રાત્રિના વૃક્ષે વળગી ગયા. તેઓ પણ પલાયિત થઈ ગયા. મહિષી હરણ કરીને ત્યાં જ આવાસ કર્યો. માંસને ખાય છે. એક માંસને ગ્રહણ કરીને વૃક્ષે