________________
અધ્ય-૧, નમસ્કાર નિ - ૯૦૨
• વિવેચન-૯૦૨ :
આરોપણા, ભજના, પૃચ્છા, દાયના – દર્શના કે દાપના અને નિષિના, તેમાં શું જીવ જ નમસ્કાર છે ? અથવા નમસ્કાર જ જીવ છે એ પ્રમાણે પરસ્પર અવધારણા આરોપણા છે તથા જીવ જ નમસ્કાર એ ઉત્તરપદ અવધારણ છે. અજીવથી વ્યવસ્છિધ જીવ જ નમસ્કાર અવધારે છે જીવ તો અનવધારિત છે. નમસ્કાર કે અનમસ્કાર છે. આ એપદના વ્યભિચારથી ભજના છે. જીવ નમસ્કાર શું વિશિષ્ટ છે? અથવા અનમસ્કાર શું વિશિષ્ટ છે, તે પૃચ્છા. અહીં પ્રતિ ઉત્તર દાપના - નમસ્કાર પરિણત જીવ છે, નમસ્કાર અપરિણત નથી. નિપિના તો આ જ નમસ્કાર પર્યાય પરિણત જીવ નમસ્કાર છે. નમસ્કાર પણ જીવ પરિણામ જ છે, અજીવ પરિણામ નથી. અહીં આમ સમજવું કે – દા૫ના એ પ્રશ્નાર્થ વ્યાખ્યાન છે, નિર્યાપના એ તેનું નિગમન છે અથવા આ બીજી ચાર ભેદે પ્રરૂપણા છે –
૧૬૩
તેમાં પ્રકૃતિ પ્રજાર, મોજાર ઉભય નિષેધને આશ્રીને ચાર ભેદપણું છે. પ્રકૃતિ - સ્વભાવ, શુદ્ધતા જેમકે નમસ્કાર. તે જ નમ્ ના સંબંધથી અકારયુક્ત છે - તેથી અનમસ્કાર. તે જ નો શબ્દનો ઉપપદથી નો નમાર, ઉભયના નિષેધથી નોઅનમસ્કાર. તેમાં ‘નમસ્કાર’ તે તેમાં પરિણત જીવ, અનમસ્કાર તે તેમાં અપરિણત જીવ,
લબ્ધિ શૂન્ય કે બીજો કોઈ. અથવા નો આદિ યુક્ત નમસ્કાર અને અનમસ્કાર, આના દ્વારા બે ભંગ આક્ષેપ જાણવો. નો શબ્દ વડે આદિ યુક્ત જે નમસ્કાર કે અનમસ્કાર તેની આ અક્ષરગમનિકા કહી.
તેમાં નોનમસ્કાર વિવક્ષાથી દેશ નમસ્કાર કે અનમસ્કાર થાય. કેમકે નો શબ્દ દેશ કે સર્વ નિષેધપરત્વથી છે. નોઅનમસ્કાર પણ દેશ અનમસ્કાર કે નમસ્કાર છે કેમકે દેશથી કે સર્વથી નિષેધત્વ છે. આ ચાર ભેદો કહ્યા. આનો નૈગમાદિનય
અશ્રુપગમ પૂર્વોક્ત અનુસાર કહેવો. નવધા વા - પૂર્વોક્ત પાંચ ભેદ અને આ ચાર ભેદ એ રીતે નવ પ્રકારે પ્રરૂપણા બીજા પ્રકારથી જાણવી. પ્રરૂપણા દ્વાર કહ્યું.
આ નિઃશેષ છે. હવે ગાયાના ખંડ વસ્યું તે કહી છે, તે અવસર પ્રાપ્ત અને વસ્તુદ્વારના વિસ્તારથી વ્યાખ્યા કરે છે. - ૪ - ૪ - તે વસ્તુત્વમાં આ હેતુ છે, તેથી અહીં હેતુ કહે છે, તેની ગાથા –
• નિયુક્તિ-૯૦૩
માર્ગ, અવિષનાશ, આચાર, વિનયતા, સહાયત્વ એ પાંચ હેતુથી હું પાંચ પ્રકારનો નમસ્કાર કરું છું.
• વિવેચન-૯૦૩ :
-
માર્ગ આદિ પાંચ અરહંતાદિના નમસ્કાર યોગ્યતામાં આ હેતુઓ છે. - x - અહીં આ ભાવના છે - અરહંતના નમસ્કાર યોગ્યતામાં માનૢ - સમ્યગ્દર્શનાદિ લક્ષણ હેતુ છે, જે કારણે તેઓએ દેખાડ્યો, તે કારણે મુક્તિ છે, કેમકે તેનાથી પરંપરાએ મુક્તિનો હેતુ હોવાથી પૂજ્ય છે. સિદ્ધોના નમસ્કાર યોગ્યતામાં અવિષનાશ, શાશ્વતત્વ હેતુ છે. તેથી કહે છે – તેના અવિપનાશને જાણીને પ્રાણીઓ સંસારની વિમુખતાથી મોક્ષને માટે ઘટે છે.
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૨
-
તે
આચાર્યની નમસ્કાર યોગ્યતામાં આચાર જ હેતુ છે, તેથી કહે છે આચારવાન્ અને આચાર કહેનારાને પામીને પ્રાણી આચારજ્ઞાન અનુષ્ઠાનને માટે થાય છે. ઉપાધ્યાયોની નમસ્કાર યોગ્યતામાં વિનય હેતુ છે. તેઓ સ્વયં વિનીત થઈને શરીરીના કર્મના વિનયમાં સમર્થ થાય છે. સાધુની નમસ્કાર યોગ્યતામાં સહાયપણું એ હેતુ છે. તેઓ મોક્ષે જવામાં - ૪ - સહાયક બને છે.
એ પ્રમાણે સંક્ષેપથી અરહંતાદિના નમસ્કારપણાથી માર્ગ આદિ ગુણો કહ્યા. હવે પ્રપંચથી ગુણોને દર્શાવવા કહે છે – • નિયુક્તિ-૯૦૪ મ
૧- અટવીમાં માર્ગ બતાવનાર, ૨- સમુદ્રમાં નિયમિક, ૩- છકાય રક્ષણાર્થે
૧૬૪
મહાગોપ તેને કહેવાય છે.
• વિવેચન-૯૦૪ :
અટવીમાં અરહંતે માર્ગ બતાવ્યો, તે પ્રમાણે સમુદ્રમાં નિર્યામક અને ભગવંતે
જ છકાય રક્ષણને માટે જે કારણે પ્રયત્ન કર્યો તેથી મહાગોપ, તેને કહેવાય છે. અવયવાર્થ પ્રતિદ્વારે કહે છે - ૪ -
• નિયુક્તિ-૯૦૫,૯૦૬ :
જેમ વિઘ્નવાળી અટવીને સાર્થવાહ ઓળંગાવી આપે છે અને તેના
માર્ગદર્શનથી મુસાફરો ઈચ્ચિત નગરને પામે છે, તેમ જિનેશ્વરે ઉપદેશેલ માર્ગે સંસારરૂપી અટવીને ઓળંગી જીવો નિવૃત્તિ પુરીને પામે છે. તેથી જિનેશ્વરોને અટવીમાં સાર્થવાહ જાણવા.
• વિવેચન-૯૦૫,૯૦૬ -
અટવી, ‘સપ્રત્યપાય’-વાઘ આદિ ઘણાં વિઘ્નો, ‘વોલેત્ત' - ઉલ્લંઘીને, ‘દેશિકોપદેશ' નિપુણ માર્ગજ્ઞઉપદેશ. ‘ઈષ્ટપુર' - ઈષ્ટ પત્તન. ભવ અટવી પણ ઉલ્લંઘીને. નિવૃત્તિપુરી - સિદ્ધિપુર, જિનોપદિષ્ટ માર્ગથી પણ બીજાના ઉપદેશથી નહીં. ગાથાર્થ કહ્યો છે. હવે વિસ્તાર અર્થ માટે કથાનક –
ઘોષણા કરાવે છે 1
અહીં અટવી બે પ્રકારે – દ્રવ્ય અટવી અને ભાવ અટવી. તેમાં દ્રવ્ય અટવીમાં આ દૃષ્ટાંત છે – વસંતપુર નગર હતું, ધનસાર્થવાહ હતો. તે બીજા નગરે જવા માટે જેમ નંદીફલજ્ઞાતમાં કહ્યું તેમ જાણવું. ત્યારે તેમાં ઘણાં કાર્પટિકાદિ એકઠા થયા. તે તેમને મળીને માર્ગના ગુણોને કહે છે – એક માર્ગ ઋજુ છે, એક માર્ગ વક્ર છે. જે વક્ર છે તેનાથી કંઈક સુખેસુખે જવાય છે, ઘણાં કાળે ઈચ્છિત નગર પ્રાપ્ત થાય છે. પુરો થયા પચી તે માર્ગ પણ ઋજુ માર્ગે જ ઉતરે છે. પણ ઋજુમાર્ગ નાનો અને કષ્ટવાળો છે.
તે કઈ રીતે? તે ઘણો વિષમ છે પણ શ્લણ છે. તેમાં જતાં જ બે મહાઘોર વાઘ અને સિંહ વસે છે. તે બંને તેના પગ પકડી લે છે. તેને મૂક્યા વગર સ્તો મળતો નથી. પુરો થાય ત્યાં સુધી અનુવર્તે છે. અહીંના વૃક્ષો મનોહર છે, તેની છાયામાં વિશ્રામ ન કરવો. તેની છાયા મારણપ્રિય છે પડેલા પાંડુપત્રોની નીચે મુહૂર્ત માટે વિશ્રામ કરવો મનોહરરૂપધારી અને ઘણાં મધુર વચનથી અહીં માર્ગાન્તર સ્થિત