________________
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
આવશ્યક સૂત્ર-ટીકા સહિત-અનુવાદ 9 - X - X - X - X - X - X - X - X - X -
મૂળ સુમનો આરંભ તો છેક નિયુક્તિ-૮૮૬ પછી થાય છે. અમારા આ ભાગ-૧માં આવશ્યકdી નિમુકિરણ-થી ૪૬૩મો જ સમાવેશ કરેલ હોવાથી આ આખા ભાગમાં ક્યાંય મૂળમૂક આવશે જ નહીં. અહીં ફક્ત પીઠિકા અને ઉપોદઘાત નિયુક્તિ તથા તેની વૃત્તિનો જ સમાવેશ કરેલો છે.)
| ભાગ-૩૧૪૦ આવશ્યક-મૂલ સૂત્ર ૧
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
આગમ સટીક અનુવાદ શ્રેણીમાં આ ચાલીશમું આગમ છે. જે ચાર મૂળસૂત્રોમાં પહેલું મૂળ સૂત્ર છે. તે આવશ્યક નામથી પ્રસિદ્ધ છે. તેનું પ્રાકૃતમાં માથાવ એવું નામ છે. પણ ગુજરાતી કે સંસ્કૃતમાં તો તેને “આવશ્યક” નામે જ ઓળખે છે. તેના છ અધ્યયનો છે.
મૂળ આવશ્યક સૂત્રનું કદ તો ઘણું જ નાનું છે. માત્ર-૯૨ સૂત્રોમાં છ એ અધ્યયનો પૂરા થઈ જાય છે, પરંતુ તેની નિયુક્તિની સંખ્યા ૧૬૨૩ છે, વળી તેમાં ભાષ્ય અને હારિભદ્રીય ટીકાને કારણે તેનું કદ ઘણું જ વિસ્તૃત થઈ જાય છે. જો તેના ઉપરની ચૂર્ણિ, પૂ.મલયગિરિજી કૃત વૃત્તિ, બૃહત્ ભાષ્ય આદિ બધું જ સાહિત્ય સાથે રાખવામાં આવે તો તો આ સૂત્રનું કદ ઘણું-ઘણું જ વિસ્તાસ્વાળું થઈ જાય.
મૂળ આવશ્યક સૂત્રમાં તો સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિકમણાદિ છ વિષયો છે, પણ નિયુક્તિ સહિતની ચૂર્ણિ અને વૃત્તિઓ સાથે ગણતાં તો જૈન વાકુમય બની જાય તેટલી વિષય વસ્તુઓ અને કથા-દષ્ટાંત વડે આ આગમ પ્રચુર માહિતીનો સ્રોત બની રહેલ છે.
અહીં અમે અનુવાદમાં નિયુક્તિ, ભાષ્ય, જિનદાસગણીકૃત ચૂર્ણિ અને હાભિદ્રીય વૃત્તિની મુખ્યતા રાખેલ છે. પરંતુ વિશેષાવશ્યક ભાષ્ય, તેની ટીકા, પૂ. મલયગિરિજીની વૃત્તિ આદિ પણ ભૂલવા જેવા નથી.
અમારી રચેલી આગમશ્રેણિમાં મારામસુત્તળ - મૂલ, તેનો ગુજરાતી અનુવાદ, હિન્દી અનુવાદ, 1THસુખ સવજં પણ જોડે રાખી શકાય અને માત્ર મૂળ વિષય જોવા માટે આગમવિષયદર્શન પણ જોવું.
અહીં અનુવાદમાં ક્યાંક કોઈક સંદર્ભો ઉમેરાયા છે, તો ક્યાંક ન્યાય, વ્યાકરણ, વાદ આદિને છોડી પણ દીધા છે. કથા-ન્દષ્ટાંતોમાં પણ ક્યાંક દટાંતની વાક્યપૂર્તિ વડે તે મોટા થયા છે, તો ક્યાંક સંક્ષેપિત પણ કર્યા છે, પુરી કથા જાણવા અમારું “આગમ કથાનુયોગ” જોવું. અમે આ આગમને અહીં ચાર ભાગોમાં નિયુક્તિના આધારે વિભાજીત કરેલ છે. [31/2]
છે આવશ્યક સત્ર-પીઠિકા છે
- X - X - X - X – • જિનવરેન્દ્ર વીરપ્રભુ, શ્રુતદેવતા, ગુરુ અને સાધુઓને નમસ્કાર કરીને હું ગુના ઉપદેશથી આવશ્યક સૂત્રની વૃત્તિને કહીશ..
0 ટીપણાઈ - આના વડે અભિષ્ટ દેવતાની સ્તવના કહી. નિન - અવધિ જિન આદિ, તેમાં શ્રેષ્ઠ તે કેવળી, તેમના ઈન્દ્ર તે જિનવરેન્દ્ર. વિદન દૂર કરવા વડે માન્ય થાય તે અભિમત દેવતા-શાસન દેવતા, શ્રુતદેવતા - શ્રુતની અધિષ્ઠાત્રી દેવતા, શ્રત રૂપા દેવતા તે શ્રુતદેવતા એવો વિગ્રહ કરીએ તો અભિમત દેવતાપણું ન થાય, પણ અધિકૃત દેવતાપણું થાય.
તેમને નમસ્કાર જ્ઞાનાવરણીયના ક્ષયોપસમસાધકવચી અનુચિત નથી. અથવા ઈત્યાદિ વચનથી તે યોગ્ય છે. • x • x • સાધુ શબ્દથી ઉપાધ્યાય, વાયનાચાર્ય, ગણાવચ્છેદક આદિને નમસ્કાર કર્યો છે.
૦ આ આવશ્યકસૂત્રની વૃત્તિ મેં તથા બીજાએ કરેલી છે, તો પણ સંડ્રોપથી તેવી રચિવાળા જીવોના અનુગ્રહ હેતુથી મેં આ પ્રયાસ કરેલો છે.
0 શ્લોકની વૃત્તિ - આ આવશ્યક ટીકાનો પ્રયાસ પ્રયોજનાદિના અભાવથી કાંટાની શાખા મરડવા માફક નકામો છે, ઈત્યાદિ શંકાને નિવારવા પ્રયોજનાદિ પ્રથમ કહે છે. કહ્યું છે – વિદ્વાનોની પ્રવૃત્તિ માટે ખુલ્લી રીતે ફળ વગેરે તથા મંગળ શાસ્ત્રના આરંભી ઈષ્ટાર્થની સિદ્ધિ માટે બતાવવાં જોઈએ ઈત્યાદિ. તેથી પ્રયોજન, અભિધેય, સંબંધ અને મંગલ યથા અવસર કહીશું.
તેમાં પ્રયોજન - પર અને અપર એમ બે ભેદે છે. વળી તે એકૈક કર્તા અને શ્રોતાની અપેક્ષાથી બે ભેદે છે. તેમાં દ્રવ્યાસ્તિકાયના મતે આગમતા નિત્યવથી કતનિો જ અભાવ છે. કેમકે આ દ્વાદશાંગી કોઈ વખત ન હતી તેમ નથી, કદાચિત નહીં હોય તેમ પણ નથી, નહીં હશે તેમ પણ નથી એવો નંદીસૂત્રનો અભિપ્રાય છે. પર્યાયાસ્તિક નયના મતે અનિત્ય હોવાથી કર્તા સંભવે છે.
તવ વિચારણાથી તો સૂત્ર-અર્થ બંને રૂપે આગમના અર્થની અપેક્ષાથી નિત્ય હોવાથી તેનું કતપણું નથી. સૂત્ર સ્થનાની અપેક્ષાથી અનિત્ય હોવાથી તેનું કંઈક કતપણું સિદ્ધ થાય છે.