________________
ઉપોદ્ઘાત નિ ૪૬૧
૨૦૧
૨૦૨
આવશ્યક-મૂલસૂત્ર સટીક અનુવાદ/૧
દેવરાજ શક ત્યાં આવ્યો. ગોવાળને નિવાર્યો. પછી દેવેન્દ્રએ ભગવંતને વંદન કરીને કહ્યું – વિનંતી કરી. હે ભગવન! હું આપની બાર વર્ષ વૈયાવચ્ચ કરીશ. પછી. • x* તત્કાળ વ્યંતરવને પામેલ સિદ્ધાર્થને કહ્યું કે- તારે ભગવંતને છોડીને ક્યાંય જવું નહીં.
દેવરાજના ગયા પછી ભગવંતે પણ કોલ્લાક સંનિવેશમાં બહુલ નામે બ્રાહ્મણને ત્યાં છ તપવિશેષના પારણા માટે પ્રવેશ કર્યો. તેણે ખીર વહોરાવી. તેના ઘરમાં ધનની વૃષ્ટિ થઈ, એ ગાથાર્થ છે.
કથાનક. પછી સ્વામી વિચરતા મોરાક સંનિવેશે ગયા. ત્યાં મોસમમાં “દૂઈજ્જત' નામનો પાખંડી ગૃહસ્થ હતો. ત્યાં તેનો આવાસ હતો. તેનો કુલપતિ ભગવંતના પિતાનો મિત્ર હતો.
ત્યારે તે સ્વામીના સ્વાગત માટે આવ્યો. ત્યારે સ્વામીએ પણ પૂર્વ પરિચિતતાથી હાથ ફેલાવ્યા. તેણે ભગવંતને કહ્યું - ઘર છે, હે કુમાર શ્રેષ્ઠ ! અહીં રહો. ત્યાં ભગવંત એક રાત્રિ રહી, પછી નીકળી ગયા. વિચરતા હતા. દૂઈજ્જતે કહ્યું - વસતિ વિવિક્ત છે. જો વર્ષાવાસ કરવો હોય તો પધારજો, મારા ઉપર અનુગ્રહ થશે.
ત્યારે ભગવંત આઠ ઋતુબદ્ધ માસ વિચારીને તે જ દુઈજ્જતના ગામમાં આવ્યા. ત્યાં એક ઝુંપડીમાં ચોમાસુ રહ્યા. પહેલા વરસાદમાં ગાયોને ચારો ન મળવાથી જીર્ણ ઘાસ ખાય છે. તેના ઘરને ઉખેડવા લાગી. પછી તે ગૃહપતિએ તેને વારી, પણ ભણવંત વારતા નથી.
પછી દૂઈજ્જતમે તે કુલપતિને કહ્યું કે આ ગાયોને નિવારતો નથી. ત્યારે તે કુલપતિએ શિક્ષા આપીને કહ્યું - હે શ્રેષ્ઠકુમાર !પક્ષીઓ પણ પોતાના માળાની રક્ષા કરે છે. તો તમે વારતા કેમ નથી ? આ પ્રમાણે શેષ પૂર્વક કહ્યું. ત્યારે ભગવંતે આ વસતિ અપ્રીતિક છે. એમ સમજી ત્યાંથી નીકળી ગયા, પછી ભગવંતે પાંચ અભિગ્રહો ગ્રહણ કર્યા.
(૧) અપીતિક અવગ્રહમાં વસવું નહીં. (૨) નિત્ય કાયોત્સર્ગમાં રહેવું, (3) હંમેશાં મૌન પાળવું. (૪) બે હાથમાં જ ભોજન કરવું. (૫) ગૃહસ્થાનો વંદના - અભ્યત્યાનાદિ વિનય ન કરવો. એ પાંચ અભિગ્રહ.
ત્યાં ભગવંત અર્ધમાસ રહીને પછી અસ્થિકગ્રામે ગયા. વળી તે અસ્થિકગ્રામનું પહેલાં વર્ધમાનક નામ હતું. તો પછી અસ્થિક ગ્રામ કઈ રીતે થઈ ગયું ? ધનદેવ નામે એક વણિક હતો. તે પno ગાડામાં ગણિમ, ધરિમ, મેય, બૃત કરીયાણું આદિ લઈને માર્ગથી આવતો હતો. તેની સમીપમાં વેગવતી નામે નદી આવી. તેમાં ગાડા ઉતાર્યા. ત્યારે એક બળદને તે મૂળધુરિમાં જોડ્યો. તેના વીર્ય-શક્તિથી ગાડા પાર ઉતાર્યા. પણ પાછળથી તે બળદના સાંધા ભાંગી ગયા.
તે વણિક, ત્યાં ઘાસ પાણી આદિ રાખી, તે બળદને છોડીને ગયો તે પણ ત્યાં રેતીમાં જેઠમાસના અતીવ ઉણ તાપથી તરસ અને ભુખથી પીડાવા લાગ્યો. વર્ધમાનક
નગરના લોકો તે જ માર્ગેથી ઘાસ અને પાણીને વહન કરતા હતા, પણ કોઈ તે બળદને કંઈ આપતું ન હતું. તે બળદને ગ્રામજનો પ્રતિ હેપ થયો અકામ તૃષા અને ભુખથી મરીને તે જ ગામના અગ્ર ઉધાનમાં તે શૂલપાણિ નામે યક્ષ રૂપે ઉત્પણ થયો.
ચો ઉપયોગ મૂકીને જોયું તો બળદના શરીરને પડેલું જોયું. ત્યારે રોષથી મારી-મરકીને વિકુવ. તે ગ્રામજનો મરવા લાગ્યા. ત્યારે અધૃતિ પામેલા લોકો સેંકડો કૌતુકો કરવા લાગ્યા. તો પણ મરવાનું અટકયું નહીં. ત્યારે તેઓ બીજે ગામ જવા લાગ્યા. ત્યાં પણ યક્ષે તેમને ન છોડ્યા. ત્યારે તેઓ વિચારવા લાગ્યા કે અમે પણ હજી જાણતા નથી કે કોઈપણ દેવ અથવા દાનવને અમે ક્યારે વિરાધેલ છે ? તે ત્યાં જઈએ.
પછી ગ્રામજનોએ આવીને નગરદેવતા પાસે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમનો ઉપહાર ધર્યો. બલિના ભેંટણા કર્યા. ચોતરફ અને ઉર્વ મુખ તેમ કરીને “શરણ-શરણ” એમ પોકાર કરે છે. અમારા વડે જે સમ્યક આચરણ ન થયેલ હોય, તેની અમને ક્ષમા કરો.
ત્યારે અંતરીક્ષામાં રહેવા દેવે કહ્યું - તમે દુસભા અને અનુકંપા વગના છો, માર્ગમાં જ આવતા કે જતાં તે બળદને ઘાસ કે પાણી આપતા ન હતા. હવે તમને આમાંથી છુટકારો નહીં મળે. ત્યારે ગ્રામજનોએ સ્નાન કરી, હાથમાં પુષ્પબલિ લઈને કહ્યું કોપને છોડી દો, અમારા ઉપર કૃપા કરો. ત્યારે તે યો કહ્યું - આ માણસોના અસ્થિ છે, તેનો ઢગલો કરીને તેના ઉપર દેવકુલ કરાવો. તેમાં શૂલપાણી ચક્ષને અને એક પડખામાં બળદની તમે સ્થાપના કરો. [યક્ષ મંદિર બનાવો.]
બીજા આચાર્ય કહે છે - બળદનું રૂપ કરવાનું કહ્યું. પછી તેની નીચે તેના હાડકાંને સ્થાપિત કરો. તેઓએ જલ્દીથી યક્ષની આજ્ઞાનું પાલન કર્યું અને ત્યાં ઈન્દ્રશર્મા નામે સેવક મૂક્યો.
ત્યારે લોકો મુસાફર આદિને જોઈને પાંડુર અસ્થિક ગ્રામ અને દેવકુળને વિશે પૂછતાં - x • અથવા કહેતાં કે જ્યાં તે અસ્થિ છે. એ રીતે ‘અસ્થિકગ્રામ’ એવું નામ પડી ગયું.
ત્યાં યંતગૃહમાં જે સગિના વસતા, તેને તે શુલપાણી યક્ષ લઈ જઈને પછી રાત્રિના મારી નાંખતો. તેથી ત્યાં દિવસના લોકો રહેતા પણ પછી બીજે જતાં રહેતા. ઈન્દ્રશર્મા પણ ધૂપ અને દીપ કરીને દિવસના જ ત્યાંથી બીજે ચાલ્યો જતો.
આ તફ ભગવંત દુઈજ્જતના ગામથી ત્યાં પધાર્યા. ત્યાં બધાં લોકો એકઠા થઈને રહેલા હતા. ભગવંતે તે દેવકૃલિકામાં રહેવાથી આજ્ઞા માંગી. તેણે કહ્યું ગામનો મુખી જાણે. ભગવંતે ગ્રામમુખીને મળીને આજ્ઞા માંગી ત્યારે મુખીએ કહ્યું - અહીં રહેવું શક્ય નથી. ભગવંતે કહ્યું - પણ મને તમે અનુજ્ઞા આપો. ત્યારે તેણે રહેવાની આજ્ઞા આપી, પણ એકૈક વસતિને દેખાડી, ભગવંતે તે વસતિમાં રહેવાની અનિચ્છા જણાવી. જેમકે ભગવંત જાણતા હતા કે આ શૂલપાણી યક્ષ બોધ પામશે.