________________
9{-/૧૩૮૧
પાંચ ઉપવાસ, છઠ્ઠુ કારણવાળાને એકાસણું અને નિષ્કારણીક ને સંવત્સર સુધી વંદન ન કરવા યાવત્ ‘પારંચિત’ કરી ઉપસ્થાપના કરવી.
[૧૩૮૨] પ્રતિક્રમણ ન કરે તેને ઉપસ્થાપના પ્રાયશ્ચિત્ત. બેઠાં બેઠાં કરે તેને ઉપવાસ, શુન્યાશુન્યપણે અર્થાત્ અનુપયોગથી પ્રમતપણે પ્રતિક્રમણ કરે તો પાંચ ઉપવાસ, માંડલીમાં પ્રતિક્રમણ ન કરે તો ઉપસ્થાપના, કુશીલ સાથે કરે તો ઉપસ્થાપના, બ્રહ્મચર્યવ્રતથી ભ્રષ્ટ સાથે કરે તો પારંચિત પ્રાયશ્ચિત્ત આપવું.
સર્વે શ્રમણ સંઘને ત્રિવિધ-ત્રિવિધે ખમે કે ખમાવે નહીં, ક્ષમા ન આપે અને પ્રતિક્રમણ કરે તો ઉપસ્થાપના પ્રાયશ્ચિત્ત. પદેપદ સ્પષ્ટ અને છૂટા ન બોલે, એક બીજા પદમાં ભળેલા અક્ષરોવાળા પ્રતિક્રમણ સૂત્રો બોલે, તો ચોથભક્ત, પ્રતિક્રમણ ર્યા વિના સંથારો કરે, પાટ ઉપર લાંબો થાય, પડખું ફેરવે તો ઉપવાસ, દિવસે સુવે તો પાંચ ઉપવાસ.
૧૫૧
પ્રતિક્રમણ કરીને ગુરુના ચરણમળમાં વસતિની આરપા મેળવીને તે દૃષ્ટિથી અવલોકન ન કરે. વસતિ અવલોકી ગુરુને નિવેદન ન કરે તો છઠ્ઠ, વિધિપૂર્વક રોહરણને પડિલેહીને ગુરુ પાસે મુહપત્તિ પડિલેહ્યા વિના ઉપધિ પડિલેહવાનો ‘સંદિસાઉ’નો આદેશ સ્વયં માગી લે તો પુરમિમo વિધિપૂર્વક રજોહરણને પડિલેહીને ગુરુ પાસે મુહપત્તિ પડિલેહ્યા વિના ઉપધિ પડિલેહવાનો ‘સંદિસાઉ'નો આદેશ સ્વયં માગી લે તો પુરિમટ્ટ ‘ઉપાધિ સંદિસાઉ’ની આજ્ઞા મેળવ્યા વિના ઉપાધિ પડિલેહે તો પુરિમટ્ટ, ઉપયોગ રહિત ઉપધિ કે વસતિનું પ્રતિલેખન કરે તો પાંચ ઉપવાસ,
અવિધિથી વસતિ કે બીજું કંઈપણ પાત્રક માત્રક ઉપણ વગેરે લગીર પણ અનુપયોગ કે પ્રમાદથી પ્રતિલેખન કરે તો લાગલગાટ પાંચ ઉપવાસ, વસતિ પાત્ર માત્રક ઉપકરણને કોઈ પણ પ્રતિલેખન ર્યા વિના કે દુતિલેખન કરીને વાપરે તો પાંચ ઉપવાસ. વસતિ ઉપાધિ, પાત્રાદિ ઉપરણનું પ્રતિલેખન જ ન રે તો ઉપસ્થાપન, એ પ્રમાણે વસતિ, ઉપધિની પ્રતિલેખના કરી હોય તે સ્થાને નિપુણતાથી હળવે હળવે દંડ પુચ્છણક કે રજોહરણથી કાજો એક્કો કરીને દૃષ્ટિથી ન જુએ, કાજામાં જું કે જીવાતને છૂટા પાડીને એકાંત નિર્ભય સ્થાને ન મૂકે તો પાંચ ઉપવાસ, હું કે કોઈ જીવને ગ્રહણ કરીને કાજો પરઠવીને ઇરિયાવહી ન પડિકામે તો એક ઉપવાસ, સ્થાન જોયા વિના કામે પરઠવે તો ઉપસ્થાપના.
કાજામાં જો ૫ર્દિકા હોય અને નથી તેમ ક્હો તો પાંચ ઉપવાસ, એ પ્રમાણે વસતિ, ઉપધિ પડિલેહીને સમાધિપૂર્વક વિક્ષુબ્ધ થયા વિના પરઠવે નહીં તો ચોથ ભક્ત. સૂર્યોદય પહેલાં સમાધિપૂર્વક વિક્ષુબ્ધ થયાં વિના પરઠવે તો પણ આયંબિલ, હસ્તિકાય-વનસ્પતિયુક્ત બીજાયયુક્ત, ત્રસકાય બેઇંદ્રિયાદિ જીવોયુક્ત સ્થાનમાં સમાધિસહ વિક્ષુબ્ધ થયાં સિવાય પણ પરઠવે કે તેવા સ્થાનમાં બીજું કંઈ કે મળ-મૂત્રાદિ પરવે, વોસિરાવે તો પુરિમટ્ટ, એકાસણું, આયંબિલનું પ્રાયશ્ચિત્ત અનુક્રમે જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org