________________
અમારા પ્રકાશનો
આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની આગમ-ડીક્ષનેરી” જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો,
५. आगमसइकोसो
૪-પ્રકાશનો
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીથો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે ૧ થી ૬ પર્યંતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાળીશે પીસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
-
૧૧
—
વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું આમમુત્તાળિ – સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીક માં મળી જ જવાના
६. आगमनामक्रोसो
આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ ‘‘આગમ નામકોશ'. આ પ્રકાશન આગમસટીક માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
Jain Education International
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દૃષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો, આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રક્રમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દૃષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂા. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કયા જોવા માટે અમારું આગમસુત્તાળિ-સટી તો છે જ.
For Private & Personal Use Only
www.jainelibrary.org