________________
૧૦/૧૩
કેમ કે તે અનંત ઇરછાવાળો, મહાભી, મહાપરિગ્રહી અને અધાર્મિક યાવત દક્ષિણ દિશાવતી નરમાં નૈરયિક પણે ઉત્પન્ન થાય છે, અને ભવિષ્યમાં પણ દુર્લભ બોધી થાય છે.
હે આયુષ્યમાન શ્રમણો !
તે નિદાનશલ્યનો જ આ વિપાક છે. તેથી જ તે કેવલિ પ્રરૂપિત ધર્મ શ્રવણ રી શક્તો નથી.
[ પ્રમાણે પહેલું નિયાણું જાણી. [૧૦] હે આયુષ્યમાન શ્રમણ !
મેં ધર્મનું પ્રતિપાદન કરેલું છે. જેમ કે આ જ નિર્ચન્જ પ્રવચન સત્ય છે - ચાવત્ • બધા દુઃખોનો અંત કરે છે.
જે કોઈ શ્રમણી ધર્મની શિક્ષા માટે ઉપસ્થિત થઈને ભૂખ તરસ આદિ પરિગ્રહ સહન કરતા પણ
કદાચિત કામવાસનાનો પ્રબળ ઉદય થઈ જાય તો તે તપ-સંયમની ઉગ્ર સાધના થકિ ક્રમવાસનાના શમન માટે યન રે છે.
તે સમયે તે શ્રમણી એક એવી સ્ત્રીને જુએ છે કે જે– (૧) પોતાના પતિની કેવળ એક માત્ર પ્રાણ પ્રિયા છે. – (૨) તે એક સમાન ઘરેણા અને વસ્ત્ર પહેરેલી છે.
- (૩) તેલની ડબ્બી, વસ્ત્રોની પેટી અને રજાના કંરડીયા સમાન સંરક્ષણીય છે. તેમજ સંગ્રહણીય છે.
શ્રમણી તેને તેણીમાં પ્રાસાદમાં આવતી – જતી જુએ છે. તેની આગળ છત્ર, ઝારી લઈને અનેક દાસી-દાસ, નોક્ર-ચક્ર ચાલે છે. યાવત એકને બોલાવતાં તેની સામે ચાર-પાંચ વણબોલાવેલા જ આવીને ઊભા રહી જાય છે. અને પૂછે છે–
હે દેવાનુપ્રિય ! બોલો અમે શું કરીએ ? ચાવતુ આપના મુખને ક્યા પદાર્થ સારા લાગે છે.
તેને જોઈને શ્રમણી નિદાન ક્રે છે કે
જો માસ સુચરિત તપ, નિયમ, અને બ્રહ્મચર્યનું કોઈ ફળ હોય તો હું પણ આગામી કાળમાં આવા પ્રકારના ઉત્તમ મનુષ્ય સંબંધી કામભોગો અર્થ શબદ, સ્પર્શ આદિ પાંચે વિષયોને ભોગવતી મારા જીવનને વ્યતિત છું.
હે આયુષ્યમાન ! શ્રમણીઓ !
તે શ્રમણી નિદાન કરીને તે નિદાનની આલોચના તેમજ પ્રતિક્રમણ ક્યાં સિવાય
- જીવનની અંતિમ ક્ષણે દેહત્યાગ કરીને કોઈ એક દેવલોમાં દેવરૂપ ઉત્પન્ન થાય છે. યાવત દિવ્ય ભોગ ભોગવતી રહે છે. ચાવતું આયુ, ભવ, સ્થિતિનો ક્ષય થયા પછી
તે દેવલોથી ઔવીને વિશુદ્ધ માતૃ-પિતૃ પક્ષવાળા ઉગ્રવંશી કે ભોગવંશી કુળમાંથી બૅઈ એક કુળમાં બાલિકા - કન્યારૂપે ત્યાં જ ઉત્પન્ન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org