________________
for
૩૬ વ્યવહાર-છેદસૂત્ર-૩
મૂળ સૂગ અનુવાદ આ વ્યવહાર-છેદસૂત્રમાં દશ ઉદ્દેશાઓ છે. દશે ઉદ્દેશા મળીને કુલ ૨૮૫ સૂત્રો નોંધાયેલા છે. વ્યવહારસૂત્રનું ભાષ્ય હાલ ઉપલબ્ધ છે, તેના ઉપર પૂજ્ય મલયગિરિજીની ટીકા રચાયેલી છે. જે બંને અમારા ગામસુત્તfજ- માં છપાયેલા છે. અમારી ઇચ્છા સંપૂર્ણ અનુવાદની હોવા છતાં, વડીલોમાં સટીક-અનુવાદ પ્રગટ કરવા વિશે એકમતી ન હોવાથી માત્ર સૂત્રનો અનુવાદ ક્રેલ છે.
A ઉદેશો-૧ માં • આ ઉદ્દેશામાં સૂત્ર-૧ થી ૬૫ એટલે કે ક્લ ૬૫-સૂત્રો છે, તેનો ક્રમશઃ અનુવાદ આ પ્રમાણે છે
[૧] જે સાધુ એક વખત માસિક પરિહારસ્થાનની પ્રતિસેવના કરી આલોચના ક્રે તો તેને માયારહિત આલોચના ક્રે તો એક માસનું પ્રાયશ્ચિત્ત આવે, માયા સહિત આલોચના કરે તો બે માસ પ્રાયશ્ચિત્ત.
]િ જે સાધુ એક વખત બેમાસી પરિહારસ્થાનની પ્રતિસેવના કરી આલોચના રે તો તેને માયારહિત આલોચનાથી બે માસનું અને માયાસહિત આલોચના કરે તો ત્રણ માસનું પ્રાયશ્ચિત્ત આવે. | [] જે સાધુ એક વખત માસિક પરિહારસ્થાનની પ્રતિસેવના ફ્રી આલોચના ક્રે તો તેને માયારહિત આલોચના કરતાં ત્રણ માસનું અને માયા સહિત આલોચના જતાં ચાર માસનું પ્રાયશ્ચિત્ત આવે.
૪િ, ૫] ઉપરોક્ત આલાવા મુજબ ચાર માસે – ચાર માસ અને પાંચ માસ તથા પાંચ માસે – પાંચ માસ અને છ માસ પ્રાયશ્ચિત્ત જાણવું પરંતુ તેથી ઉપરાંત માયાસહિત કે માચારહિત લોચના ક્રે તો પણ તે છ માસનું જ પ્રાયશ્ચિત્ત આવે.
દિ જે સાધુ અનેક વખત માસિક પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયારહિત આલોચના કરે તો એક માસનું પ્રાયશ્ચિત્ત આવે, માયા સહિત આલોચના બે માસનું પ્રાયશ્ચિત્ત.
]િ જે સાધુ અનેક વાર બેમાસી પરિહાસ્થાનની પ્રતિસેવના ક્રીને આલોચના કરે તો તેને માયારહિત આલોચના કરતાં બેમાસી પ્રાયશ્ચિત આવે, માયા સહિત કરતાં ત્રિમાસી પ્રાયશ્ચિત્ત આવે.
[૮, ૯, ૧૦) ઉક્ત આલાવા મુજબ માચારહિત અને માયા સહિત આલોચનાથી પ્રાયશ્ચિત્ત અનુક્રમે, અનેક્વાર ત્રણમાસી સેવનમાં ત્રણ માસ અને ચાર માસ, ચારમાસી સેવનમાં ચાર માસ અને પાંચ માસ, પાંચમાસી સેવનમાં પાંચ માસ અને છ માસ એ રીતે આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org