________________
ગાથા-૧૩૯
રર૩
ચંદ્રવેણકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ
ધર્મધ્યાનના સતત અભ્યાસ વડે શુક્લ ધ્યાનની સન્મુખ થયેલો હોય. તેિવો
મુતિ
મરણકાળમાં સમાધિને ઝીલી શકે છે.
[૧૪] જે મુનિ બાવીશ પરિપહો અને દુસહ એવા ઉપસર્ગોને શૂન્ય સ્થાનો કે ગામ, નગર આદિમાં સહન કરે છે, તે મરણ કાળે સમાધિમાં રહી શકે છે.
[૧૪૧] ધન્ય પુરુષોના કષાયો, બીજાના ક્રોધાદિ કષાયો સાથે અથડાવા છતાં • સરખી રીતે બેઠેલા પાંગળા માણસની જેમ ઉભા થવાને ઈચ્છતા નથી.
[૧૪૨] શ્રમણધર્મનું આચરનારા સાધુને, જો કપાયો ઉત્કટ કોટિના હોય તો, તેનું શ્રમણપણું શેલડીના ફૂલની જેમ નિફલ જાય છે, એમ મારું માનવું છે.
[૧૪]] કંઈક ન્યૂન પૂર્વકોટિ વર્ષ સુધી પાળેલું નિર્મળ સાત્રિ પણ કપાયથી કલુષિત ચિત્તવાળો પુરુષ એક મુહૂર્ત માત્રામાં હારી જાય છે.
[૧૪૪] અનંતકાળથી પ્રમાદના દોષ વડે ઉપાર્જન કરેલ કર્મોને, રાગ-દ્વેષને પરાસ્ત કરી - હણી નાંખનાર મુનિ મમ કોટિ પૂર્વ વર્ષોમાં જ ખપાવી દે છે.
[૧૪પ જો ઉપશાંત કપાયવાળો, ઉપશમ શ્રેણી આરૂઢ થયેલો યોગી પણ અનંતવાર પતન પામે છે, તો બાકી રહેલાં કષાયોનો વિશ્વાસ કેમ કરાય ?
| [૧૪૬] જો ક્રોધાદિ કષાયોનો ક્ષય થયો હોય તો જ પોતાને ક્ષેમકુશળ છે. એમ જાણે. જો કપાયો જીતાયા હોય તો સાચો જય જાણે, જો કષાયો હત-પ્રહત થયા હોય તો અભય પ્રાપ્ત થયો જાણે, જો કષાયોનો સર્વથા નાશ થઈ ગયો હોય તો અવિનાશી સુખ અવશ્ય મળે, તેમ જાણે.
[૧૪] ધન્ય છે, તે સાધુ ભગવંતોને જે હંમેશાં જિનવચનમાં કત રહે છે. કષાયો ઉપર કાબુ મેળવે છે.
બાહ્ય પદાર્થો પ્રત્યે જેને સગ નથી અને નિઃસંગ, નિર્મમવ બની યથેચ્છ રીતે સંયમ માર્ગમાં વિચરે.
[૧૪૮] મોક્ષમાર્ગમાં લીન-તત્પર બનેલા મહામુનિઓ અવિરહિત ગુણોવાળા બનીને..
આ લોક કે પરલોકમાં તથા જીવન કે મરણમાં પ્રતિબંધ કર્યા વિના વિયરે છે, તેમને ધન્ય છે.
[૧૪૯] બુદ્ધિમાન પુરુષે મરણ સમુદ્યાતના સમયે મિથ્યાવને વણીને સમ્યકત્વને પ્રાપ્ત કરવા માટે, પ્રબળ પુરુષાર્થ અવશ્ય કરવો જોઈએ.
[૧૫] ખેદની વાત છે કે – મહાન, ધીરપુરુષો પણ બળવાનું મરણ ઉપસ્થિત થાય ત્યારે, મરણ સમુઠ્ઠાતની તીવ્ર વેદનાથી વ્યાકુળ બનીને મિથ્યાત્વ દશા પામે છે.
[૧૫૧] તે કારણને લઈને બુદ્ધિશાળી મુનિએ ગુરુની પાસે દીક્ષા દિવસથી જ સર્વે પાપો યાદ કરીને,
તેની આલોચના, નિંદા, ગઈ કરવા દ્વારા, તે પાપોની શુદ્ધિ અવશ્ય કરી લેવી જોઈએ.
[૧૫૨] તે સમયે ગુરુ જેને જે ઉચિત પ્રાયશ્ચિત્ત આપે – - તે પ્રાયશ્ચિત્તનો ઈચ્છાપૂર્વક સ્વીકાર કરે. - ગુરનો અનુગ્રહ માનતો આ પ્રમાણે કહે -
ભગવદ્ ! આપને આપેલ પ્રાયશ્ચિત્ત-તપ કરવાને હું ઈચ્છું છું. આપે મને આ પાપથી ઉગારી ખરેખર ! ભવસાગરથી પાર ઉતારેલો છે.
[૧૫]] પરમાર્થથી મુનિઓએ અપરાધ કરવો જ ન જોઈએ, પ્રમાદવશ કદાચ થઈ જાય · અતિચાર સેવાઈ જાય તો તેનું અવશ્ય પ્રાયશ્ચિત કરી લેવું જોઈએ.
[૧૫૪] પ્રમાદની બહુલતાવાળા જીવને પ્રાયશ્ચિત્તથી જ વિશુદ્ધિ થઈ શકે છે. ચારિત્રની રક્ષા માટે તેના કુશભૂત પ્રાયશ્ચિતનું અવશય આચરણ કરવું જોઈએ.
[૧૫૫] “શલ્યવાળા જીવોને કદાપિ શુદ્ધિ થતી નથી.” – એ પ્રમાણે સર્વભાવદર્શી જિનેશ્વરે કહેલ છે.
પાપની આલોચના, નિંદા કરનારા સાધુઓ મરણ અને પુનર્ભવથી રહિત બની જાય છે.
[૧૫] એક વખત પણ શલ્ય સહિત મરણથી મરીને જીવો મહાભયાનક આ સંસારમાં વારંવાર અનકે જન્મ અને મરણ કરતાં ભ્રમણ કરે છે.
[૧૫] જે મુનિ પાંચ સમિતિથી સાવધાન બની, - ત્રણ ગુપ્તિઓ વડે ગુપ્ત થઈને, - યિકાળ સુધી વિચારીને પણ
- જો મરણ સમયે ધર્મને વિરાધે, તો જ્ઞાની પુરષો તેને આરાધના રહિત કહેલ છે.
[૧૫૮,૧૫૯] ઘણાં સમય પર્યન્ત અત્યંત મોહવશ જીવન જીવીને, છેલ્લી જિંદગીમાં જો સંવૃત્ત બની,
મરણ સમયે આરાધનામાં ઉપયુક્ત થાય તો તેને જિનેશ્વરોએ આરાધક કહ્યો છે.
તેથી સર્વભાવથી શુદ્ધ, આરાધનાને અભિમુખ થઈ, ભ્રાંતિ રહિત બની, સંથારો સ્વીકારી રહેલો એવો મુનિ પોતાના હૃદયમાં આ પ્રમાણે ચિંતન કરે.
[૧૬૦ થી ૧૬] મારો આત્મા એક છે, શાશ્વત છે અને જ્ઞાન-દર્શન વડે યુક્ત છે.
શેષ સર્વે દેહાદિ બાહ્ય પદાર્થો છે, જે સંયોગ સંબંધથી ઉત્પન્ન થયેલા છે. હું એકલો છું, મારું કોઈ નથી, હું કોઈનો નથી.
જેનો હું છું, તેને હું જોઈ શકતો નથી, તેમજ એવો કોઈ પદાર્થ નથી, કે જે મારો હોય.
પૂર્વે - ભૂતકાળમાં અજ્ઞાન દોષ વડે અનંતવાર હું દેવ-પણું, મનુષ્ય-પણું, તિર્યંચયોનિ અને નકગતિ એ ચારેને પ્રાપ્ત કરી ચૂકેલ છું, પરંતુ –
દુ:ખના હેતુભૂત એવા પોતાના જ કર્મો વડે હજુ સુધી મને ન તો સંતોષ પ્રાપ્ત