________________
ગાથા-૯
૨૧૩
૨૧૪
ચંદ્રવેધ્યકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ
અપાત્રને આપવા યોગ્ય નથી.
કેમકે દુર્વિનીત વિધા અને વિધાદાતા ગુરુ તે બંનેનો પરાભવ કરે છે.
વિધાનો પરાભવ કરતો અને વિધાદાતા આચાર્યના ગુણોને પ્રગટ ન કરતો પ્રબળ મિથ્યાત્વને પામેલો દુર્વિનિત જીવ ઋષિધાતકની ગતિ એટલે કે નકાદિ દુર્ગતિનો ભોગ બને.
[૧૦] વિનયાદિ ગુણોથી યુક્ત પુન્યશાળી પુરુષ વડે ગ્રહણ કરાયેલી વિધા પણ બળવતી બને છે.
જેમ ઉત્તમ કુળમાં જન્મેલી પુગી અસાધારણ પુરુષને પતિ રૂપે પામીને મહાનું બને છે.
[૧૧] હે વત્સ! ત્યાં સુધી તું વિનયનો જ અભ્યાસ કર, કેમકે વિનય વિના - દર્વિનિત એવા તને વિધા વડે શું પ્રયોજન છે ? ખરેખર વિનય શીખવો જ દુષ્કર છે. વિધા તો વિનીતને અત્યંત સુલભ હોય છે.
[૧૨] હે સુવિનીત વસ ! તું વિનયપૂર્વક વિધાશ્રુતજ્ઞાનને શીખ, શીખેલી વિદ્યા અને ગુણ વારંવાર યાદ કર. તેમાં લેશ પણ પ્રમાદ ન કર. કેમકે ગ્રહણ કરેલી અને ગણેલી વિધા જ પરલોકમાં સુખકારી બને છે.
[૧૩] વિનયપૂર્વક શીખેલી, પ્રસન્નતાપૂર્વક ગુરુજનોએ ઉપદેશેલી અને સૂત્ર વડે સંપૂર્ણ કંઠસ્થ કરેલી વિધાઓનું ફળ અવશ્ય અનુભવી શકાય છે.
[૧૪] આ વિષમકાળમાં સમસ્ત શ્રુતજ્ઞાનના દાતા આચાર્ય ભગવંત મળવી અત્યંત દુર્લભ છે, તેમજ કોધ, માન આદિ ચાર કષાયથી રહિત શ્રુતજ્ઞાન શીખનાને શિષ્ય મળવા પણ દુર્લભ છે.
[૧૫] સાધુ કે ગૃહસ્થ કોઈપણ હોય, તેના વિનયગુણની પ્રશંસા જ્ઞાની પુરુષો અવશ્ય કરે છે.
અવિનીત કદી પણ લોકમાં કાર્તિક યશ પ્રાપ્ત કરી શકતો નથી.
[૧૬] કેટલાંક લોકો વિનયનું સ્વરૂપ, ફળ આદિ જાણવા છતાં, તેવા પ્રકારના પ્રબળ અશુભ કર્મોના પ્રભાવને લઈને રાગદ્વેષથી ઘેરાયેલા, વિનયપ્રવૃત્તિ કરવા ઈચ્છતા નથી.
[૧] ન બોલનાર કે વધારે ન ભણનાર છતાં વિનય વડે સદા વિનીતનમ અને ઈન્દ્રિયો ઉપર કાબૂ મેળવનાર કેટલાંક પુરષો કે સ્ત્રીઓની યશકીર્તિ સર્વત્ર પ્રસરે છે.
[૧૮] ભાગ્યશાળી પુરુષોને જ વિધાઓ ફળ આપનારી થાય છે, પણ ભાગ્યહીનને વિધાઓ ફળતી નથી.
[૧૯] વિઘાનો તિરસ્કાર કરનારો તથા નિંદા-અવહેલના આદિ દ્વારા વિદ્યાવાનું આચાર્ય ભગવંતાદિના ગણોનો નાશ કરનાર ગાઢ મિથ્યાત્વથી મોહિત થઈ ભયંકર દુર્ગતિમાં જાય છે.
[૨૦] ખરેખર ! સમસ્ત શ્રુતજ્ઞાનના દાતા આચાર્ય ભગવંત મળવા સુલભ
નથી. તેમજ સરળ અને જ્ઞાનાભ્યાસમાં સતત ઉધમી શિણો મળવા સુલભ નથી.
| [૨૧] આ રીતે વિનયના ગુણ વિશેષો - વિનીત બનવાથી થતાં મહાનું લાભોને ટૂંકમાં કહ્યા.
હવે આચાર્ય ભગવંતોના ગુણો હું કહું છું, તેને તમે એકાગ્ર ચિત્તથી સાંભળો.
[૨૨] શુદ્ધ વ્યવહાર માર્ગના પ્રરૂપક, શ્રુતજ્ઞાનરૂપ રનોના સાર્થવાહ અને ક્ષમા વગેરે અનેક • લાખો ગુણોના ધાક એવા આચાર્યના ગુણોને હું કહીશ.
[૨૩ થી ૨૭] પૃથ્વીની જેમ સઘળું સહન કરનારા, મેરુ જેવા નિરૂકંપ-ધર્મમાં નિશ્ચલ, ચંદ્ર જેવા સૌમ્ય કાંતિવાળા, શિષ્યાદિએ આલોચેલા દોષો બીજા પાસે પ્રગટ ન કરનારા, આલોચના યોગ્ય હેતુ, કારણ અને વિધિને જાણનારા -
ગંભીર હૃદયવાળા, પરવાદીઓ વગેરેથી પરાભવ ન પામનાર, ઉચિત કાળદેશ અને ભાવના જાણકાર, વરા વિનાના - કોઈ કાર્યમાં ઉતાવળ ન કરનારા, ભ્રાંતિ સહિત, -
આશ્રિત શિયાદિને સંયમ સ્વાધ્યાયાદિમાં પ્રેક અને માયા વિનાના, લૌકિક, વૈદિક અને સામાજિક - શાસ્ત્રોમાં જેમનો પ્રવેશ છે - તથા -
સ્વ સમય - જિનાગમ અને પર સમય - અન્ય દર્શન શાસ્ત્રોના જ્ઞાતા, જેની આદિમાં સામાયિક અને અંતમાં પૂર્વો વ્યવસ્થિત છે, એવી દ્વાદશાંગીના અર્થો. જેમણે મેળવ્યા છે, ગ્રહણ કર્યા છે, એવા આચાર્યોની.
વિદ્વર્જન પંડિતો સદા પ્રશંસા કરે છે.
[૨૮] અનાદિ સંસારમાં અનેક જન્મોને વિશે આ જીવે કર્મ - કામ, ધંધા, શિલાકળા તથા બીજા ધર્મ આચારોના જ્ઞાતા-ઉપદેટા હજારો આચાર્યો પ્રાપ્ત કર્યા છે.
[૨૯ થી ૩૧ સર્વજ્ઞ કથિત નિર્ણવ્ય પ્રવચનમાં જે આચાર્યો છે, તેઓ સંસાર અને મોક્ષ-બંનેના યથાર્થ સ્વરૂપને જણાવનારા હોવાથી જેમ એક પ્રદીપ્ત દીવાથી સેંકડો દીપક પ્રકાશિત થાય છે. છતાં તે દીવો પ્રદીપ્ત જ રહે છે.
તેમ દીપક જેવા આચાર્ય ભગવંતો સ્વ અને પર આત્માઓના પ્રકાશકઉદ્ધારક હોય છે.
સૂર્ય જેવા પ્રતાપી, ચંદ્ર જેવા સૌમ્ય - શીતલ અને કાંતિમય તથા સંસાર સાગરથી પાર ઉતારનાર આચાર્યોના ચરણોમાં જે પુન્યશાળીઓ નિત્ય પ્રણામ કરે છે, તે ધન્ય છે.
[૩૨] આવા આચાર્ય ભગવંતોની ભક્તિના રાગ વડે આ લોકમાં કીર્તિ, પલોકમાં ઉત્તમ દેવગતિ અને ધર્મમાં અનન્ય બોધિ-શ્રદ્ધા પ્રાપ્ત થાય છે.
[33] દેવલોકમાં રહેલા દેવો પણ દિવ્ય અવધિજ્ઞાન વડે આચાર્ય ભગવંતોને જોઈને હંમેશાં તેમના ગુણોનું સ્મરણ કરતાં પોતાના આસન-શયનાદિ મૂકી દે છે.
[૩૪] દેવલોકમાં રૂપવતી અપ્સરાઓની મધ્યે રહેલા દેવો પણ નિર્ચન્ય પ્રવચનનું સ્મરણ કરતાં તે અારાઓ દ્વારા આચાર્ય ભગવંતોને વંદન કરાવે છે.
[૩૫] જે સાધુઓ છ, અટ્ટમ, ચાર ઉપવાસ આદિ દુષ્કર તપ કરવા છતાં