________________
ગાયા-૩૬
૧૫
૧૯૬
ગચ્છાચારપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ
જેનો આશ્રય કરાય તે ઉપાશ્રય, તેને જો પ્રમાર્જે તો મુનિને જીવોમાં દયા નથી. તે સમ્યક્ જાણ.
• ગાથા-૭૭,૩૮ -
સીમાદિમાં તૃપાથી પ્રાણ સોસાઈ જાય, મરણ આવે તો પણ બહારના સચિત્ત પણીનું બિંદુ માત્ર પણ ગ્રહણ ન કરે વળી જેમાં અપવાદ માર્ગે પણ હંમેશા અચિત્ત-નિજીવ પાણી સમ્યફ રીતે આગમ વિધિથી ઈચ્છાય તેને ગચ્છ જાણવો.
• વિવેચન-૭૦,૭૮ -
જે ગચ્છમાં તળાવ, કૂવા, વાવ, નદી આદિનું સચિત જળ, બિંદુ માગ પણ ગીમાદિ કાળમાં આ શબ્દથી શીત અને વષકાળમાં તૃણા પરિષહથી ગળું સોસાઈ જાય, ઉવાસાદિ પ્રાણનો અંત આવે તો પણ સાધુ ન લે તે ગચ્છ છે.
હે ઈન્દ્રભૂતિ જે ગણમાં સર્વકાલ વાંછા કરાય છે. શું? ઉગ્રપદની અપેક્ષાએ અપવાદ પદ વડે પણ, જેમાંથી પ્રાણ-જીવ ચાલી ગયેલ છે, તે પ્રાસુક જળની આચારાંગનિશીયાદિ સિદ્ધાંતોક્ત પ્રકારની નિપુણ હોય છે પણ તે ગચ્છ છે.
• ગાથા-૭૯,૮૦ :
શૂળ, વિચિકા આદિમાંનો કોઈપણ વિચિત્ર રોગ ઉત્પન્ન થતાં જે ગચ્છમાં મુનિ અગ્નિ આદિ ન સળગાવે, તે ગછ છે. પરંતુ અપવાદ પદે સારૂપિક આદિ કે શ્રાવિકાદિ સે યતનાથી તેમ કરાવે તો તેને ગચ્છ જાણવો.
• વિવેચન-૭૯,૮૦ :
જે ગણમાં શૂળ અને વિચિકા કે બીજા વિચિત્ર આતંક-સધવાતિ રોગ ઉત્પન્ન થતાં અગ્નિ વડે ઉવાલન-પ્રજ્વલન મુનિઓ ન કરે, આ શબ્દથી બીજા પણ દોષ ન સેવે તે ગચ્છ. અપવાદ પદે સારૂપિકાદિ અને શ્રાવકાદિ કરે, કઈ રીતે ? નિશીસથાદિ ગ્રંથોક્ત યતના કરણથી, જેમકે - સાધુને શૂલાદિ પીડા હોય તો આ મહાપીડામાં જ્યાં અગ્નિ પોતાના કાર્ય માટે સળગાવાયો હોય, ત્યાં જઈને શૂલાદિને તપાવે, અથવા ગુહ્ય તપાવવાનું હોય ત્યારે ગૃહસ્થ આગળ તાપવું શક્ય ન હોય તો ન જાય ઈત્યાદિ યતના વિશેષજ્ઞથી જાણવી.
સારૂપિક • સફેદ વાધારી, મુંડિત મસ્તક, કચ્છ ન બાંધે, ભાયરહિત, ભિક્ષા ભ્રમણ કરતાં તે સારૂપિક, તેના અભાવે ભાર્યા સહિતના ક્ષેતવસ્ત્રધારી, મસ્તકમેડિd, ચોટલીવાળા, દંડકઅપાત્રવાળા તે સિદ્ધપુર, તેના અભાવે ચા િતજેલ, તેના અભાવે ભદ્રક અન્યતીથિંક પાસે અપ્તિ યતનાને કરાવે. તે ગ૭ જાણવો.
• ગાથા-૮૧,૮૨ -
પુષ, બીજ વચા આદિ વિવિધ જીવોનો સંઘઠ્ઠ, પરિતાપન, જ્યાં ન કરાય તે ગચ્છ છે. હાસ્ય, ક્રિડા, કંદર્પ, નાસ્તિકવાદ જ્યાં ન કરાય, અકાળે ધોવણ, ડેવણ, લંઘણ, મમતા, અવહેંચારણ (જ્યાં ન કરાય છે ગજી ગણવો.]
વિવેચન-૮૧,૮૨ :પુષ્પો ચાર ભેદે - જલજ, સ્થલજ. તેમાં જલજ - સહસત્રાદિ, સ્થલજ
કોરંટાદિ, તે પ્રત્યેક બે ભેદે - વૃત બદ્ધ અને તાલબદ્ધ. એ રીતે ચાર ભેદ. તેમાં જે નાલબદ્ધ, તે બધાં સંખ્યય જીવક છે, જે વૃતબદ્ધ છે, તે અસંખ્યાતજીવી છે. નૂહાદિ પુષ્પો અનંતજીવરૂપ છે વીસ - ચોખા, ઘઉં, જવ આદિ, તેના બીજ અને વચા. આ શબ્દથી - તૃણ, મૂલ, માંકુર, ફળાદિ લેવા. - x -
grી - સામાન્યથી હસવું કે વકોક્તિથી હસવું. કીડા-બાળકની જેમ દડા વડે આદિ રમવું અથવા અંતાક્ષરી કે પ્રહેલિકાદિ, કંદર્પભાવના, ઉપલક્ષણથી કિબિષિક, આભિયોગિક, આસુરિકા મોહભાવના. તેમાં માયા વડે પરવિપતારણ વચન કે અટ્ટહાસ્ય કરવું, ગુર આદિ સાથે નિષ્ફર વક્રોક્તિ આદિ રૂપ, કામકથા - કામોપદેશ પ્રશંસા કાય ચેટા - વચન ચેટા - બીજાને વિસ્મયકારી વિવિધોલ્લાપ તે કંદર્પભાવના. જે મંગયોગ અને ભૂતિકમદિકરણ તે આભિયોગિક ભાવના. જે શ્રુતજ્ઞાનાદિ, કેવલી, ધમચિાર્ય, સંઘ, સાધુની નિંદા કરવી, તે કિલ્બિષિક ભાવના. નિરંતર ક્રોધ પ્રસર ઈત્યાદિ આસુરી ભાવના આત્મ લાઘવાર્થે શસ્ત્રગ્રહણ, વિષભક્ષણ, ભસ્મીકરણ, જલપ્રવેશન, ભૃગુપાતાદિ કરણ તે મોહભાવના.
નાસ્તિકવાદ - જેમકે જીવ નથી, પરલોક નથી, પુન્ય નથી, પાપ નથી ઈત્યાદિ, માયા વડે બીજાને છેતરવા રૂપ વચન તથા ધાવન - વક્રગતિથી ગમન - X - વનવેગ વડે અશ્વની જેમ જવું. લંઘન-વાહા આદિને લાંઘવા અથવા પરસ્પર કલહથી ક્રોધાદિથી શ્રાવક ઉપર અન્ન-પાનાદિ ફેંકવા, વસ્ત્ર-પાક-ઉપાશ્રય-શ્રાવક આદિમાં મમતા કરવી, અરહંતાદિનો અવર્ણવાદ કરવો તે.
ગાથા-૮૩,૮૪ -
જે ગચ્છમાં કારણે વાદિના અંતરે પણ સ્ત્રીના હાથ આદિનો પણ, દષ્ટિવિષ સર્ષ અને બળતા અગ્નિ માફક તજી દેવાનો હોય તે ગરજી ગણવો. બાલિકા, વૃદ્ધા, મી, પૌમી, બહેન આદિના શરીરનો પણ થોડો પણ જે ગચ્છમાં ન કરાય, તે જ ગચ્છ છે.
• વિવેચન-૮૩,૮૪ :
જે ગણમાં સાધવીના હાથનું સંઘન, પગ આદિ સ્પર્શ, વસ્ત્રના અંતરે ૨UT • કંટક રોગોમતાદિ, ઉત્પન્ન થાય તો પણ દિપ્તાગ્નિવિષની માફક વર્જવામાં આવે તે ગચ્છ છે અથવા ગૃહસ્થ સ્ત્રીના હાથ-પગાદિનું સંઘટ્ટન પણ વર્જવામાં આવે.
વાત - અપ્રાપ્ત યૌવનવાળી, વૃદ્ધ-સ્યવિસ, મધ્યમાં, ભમીજી, દોહિત્રી, બહેન, માતા, પુત્રી, પત્ની આદિનો અંગ સ્પર્શ કરાતો નથી, તે ગચ્છ કહેવાય. અહીં સ્પર્શ નિષેધ કહ્યો, તે રીતે બીજા પણ શબ્દાદિત છોડવા.
પુરષ સ્પર્શથી પુરુષને મોહોદય ચાય કે નહીં, જો થાય. તો પણ મંદ થાય, સ્ત્રી સ્પર્શવત્ ઉકટ ન થાય, પણ સ્ત્રી સ્પર્શથી નિયમા ઉત્કટ મોહોદય થાય છે. એ રીતે સ્ત્રીને પરપના સ્પર્શથી નિયમા મોહોદય થાય. એ રીતે પરષને ઈષ્ટ સ્ત્રી શબ્દ સાંભળતા અવશ્ય મોહોદય થાય. એ રીતે સ્ત્રી માટે સમજી લેવું. એ જ રીતે ઈષ્ટ રૂપાદિમાં જાણવું. સ્પર્શમાં દષ્ટાંત -