________________
સૂત્ર-૭૪ થી ૧૦૧
૧૫
૧૩૬
તંદુલવૈચારિકપકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ
ચાર માસ સોનાની એક ગોળ અને કઠોર સોય કે જેનું પરિમાણ ચાર અંગુલ હોય તેવું છિદ્ર હોવું જોઈએ. તે ઘડીમાં પાણીનું પરિમાણ ને આઢક હોતું જોઈએ. તે પાણીને કપડાં દ્વારા ગાળીને પ્રયોગ કરવો. મેઘનું સ્વચ્છ પાણી અને શરદકાલીન પર્વતીય નદીના જેવું પાણી લેવું.
૧ર-માસનું એક વર્ષ, એક વર્ષના ર૪-૫ક્ષ ૩૬૦ રાતદિવસ હોય છે, એક રાગ દિવસમાં ૧,૩,૯oo ઉચ્છવાસ હોય છે. એક મહિનામાં 35,૫૫,9oo ઉચ્છવાસ થાય છે. એક વર્ષમાં ૪,૦૭,૪૮,૪૦૦ ઉચ્છવાસ થાય છે. ૧૦૦ વર્ષના આયુમાં ૪,૦૭,૪૮,૪૦,ooo ઉચ્છવાસ થાય છે.
હવે સાત દિવસ ક્ષીણ થતાં આયુના ક્ષયને જુઓ.
રાતદિવસમાં 30 અને મહિનામાં 600 મુહૂર્ત પ્રમાદી માણસના નાશ પામે છે. પણ જ્ઞાની તે જાણતા નથી. હેમંત ઋતુમાં સૂર્ય પુરા 3૬૦૦ મુહૂર્વ આયુના નાશ કરે છે. એ જ રીતે ૨૦ વર્ષ બાળપણ અને વૃદ્ધાવસ્થામાં નાશ પામે છે. બાકીના ૧૫-વર્ષ ઠંડી ગરમી માગમન ભુખ તરસ ભય શોક અને વિવિધ પ્રકારના રોગ થાય છે. એ રીતે ૮૫ વર્ષ નાશ પામે છે. ૧૦૦ વર્ષ જીવનાર એ રીતે ૧૫-વર્ષ જીવે છે અને બધાં કંઈ ૧૦૦ વર્ષ જીવનાર હોતા નથી.
અા રીતે વ્યતીત થતાં નિત્સાર મનુષ્ય જીવનમાં સામે આવેલ ચાસ્ત્રિ ધર્મનું પાલન કરતાં નથી, તેને પાછળથી પશ્ચાત્તાપ કરવો પડશે.
- આ કર્મભૂમિમાં ઉત્પન્ન થઈને પણ કોઈ મનુષ્ય મોહવશ થઈ જિનેન્દ્રો દ્વારા પ્રતિપાદિત ધર્મતીર્થરૂપી શ્રેષ્ઠ માર્ગ અને આત્મસ્વરૂપને ગણતો નથી.
આ જીવન નદીના વેગ જેવું ચપળ, ચૌવન ફૂલો જેવું કરમાનારું અને સુખ પણ શાશ્વત છે. આ ત્રણે શીઘ ભોગ્ય છે. જેવી રીતે મૃગના સમૂહને જાળ વીંટાઈ જાય છે, એ રીતે મનુષ્યને જરા-મરણરૂપી જાળ વીંટાઈ જાય છે. તો પણ મોહ જાલથી મૂઢ બનેલા તમે આ બધું જોઈ શકતા નથી.
• વિવેચન-૭૪ થી ૧૦૧ -
વ્યવહાર ગણિત સ્થળથી સ્વીકારીને મુનિ વડે કહેવાયું. સૂક્ષ્મ ગણિત નિશ્ચયગત જાણવું જોઈએ. જો આ નિશ્ચયગત હોય, તો આ વ્યવહાગણિત નથી, તેથી વિષમગણના જાણવી.
ધે પૂર્વોક્ત સમયાદિ ગણિત કહે છે - વાત અત્યંત સૂક્ષ્મ છે, તેનો વિભાગ કરવો અશક્ય છે. #ત - સમય. ૨ શદથી અસંખ્યાત સમયની આવલિકા પણ જાણવી. એક નિઃશ્વાસ-ઉચ્છવાસમાં અસંખ્યાત સમયો જાણવા.
સમર્થ, રોગ રહિત, કલેશરહિત જીવનો એક નિઃશ્વાસ-ઉચ્છવાસને પ્રાણ કહે છે. સાત પ્રાણવી એક સ્તોકાદિ પૂર્વે કહ્યા એકૈક મુહૂર્તના કેટલાં ઉચ્છવાસ કહ્યા છે ? ગૌતમ ! 1993 મુહર્તા સર્વજ્ઞ અનંતજ્ઞાની વડે કહેલાં છે.
બે ઘટિકાનું એક મુહૂર્ત ઈત્યાદિ કાર્યવત્ જાણવું. તે નાલિકાનું અને તેના છિન્દ્રના સ્વરૂપ સુધી જાણવું. તેમાં વિશેષ એ કે ગાયની વાછડી ત્રણ વર્ષની ગણવી,
અને બાળ હાથણી બે વર્ષની ગણી. હવે ઘટિકાનું જળ પ્રમાણ કહે છે - તે બે આટક થાય. તે જળ વર૬ વડે ગળેલું ઈત્યાદિ જાણવું.
બાર માસનો એક સંવત્સર થાય. તેમાં ૨૪ પક્ષો હોય, ઈત્યાદિ બધું સૂત્ર૮૭ થી ૯૨ના અર્થ મુજબ જાણવું. 100 વર્ષમાં આ સૂત્રોત ઉચ્છવાસ થાય. ઓ ભવ્યો ! તમે જ્ઞાન ચક્ષુ વડે જુઓ, આયુષ્યનો ક્ષય અહોરાત્ર થતાં સમય-સમયે આવીડી-મરણથી આયુ તુટી રહેલ છે.
એક માસના ૯૦૦ મુહૂર્તા થાય તેમાં મધાદિ પ્રમાદ યુક્ત સુભમ અને gaહાદત્તાદિની જેમ ઘટી જાય છે. તે મુખઓિ જાણતાં નથી. એ રીતે ત્રણે ઋતુમાં સૂબાઈ મુજબ જાણવું. હવે જીવોનું ઉત્કૃષ્ટ જીવિત ૧૦૦ વર્ષના પ્રવાહથી જાણવું. સો વર્ષમાં ૫૦ વર્ષ નિદ્રા વડે ચાલી જાય. બાકીના ૫૦ વર્ષમાં ૨0-વર્ષ પ્રમાદાદિથી જાય છે. રોગાદિમાં ૧૫-વર્ષ જાય. એ રીતે ૮૫ વર્ષ જતાં શેષ-૧૫ વર્ષ વધે. ઈત્યાદિ સૂત્રાર્થવત્.
એ રીતે ઉક્ત પ્રકારે અસાર માનુષત્વમાં - x • સમયે સમયે આયુ ફાયને પામે છે. તેમાં તમે ચારિત્રધર્મ - જ્ઞાન, દર્શનપૂર્વક દેશ-સર્વ ચામિ ન કર્યું, તે મહાખેદની વાત છે. આયુષ્યના ક્ષયની ચરમક્ષણમાં મન-વચન-કાયાથી મહાખેદ કરીશ અને નરકમાં જઈશ. અહીં ભવ્યો પ્રશ્ન કરે છે –
આપણે આત્મસ્વરૂપ કેમ ન જાણીએ. ત્યારે ગુરુએ કહ્યું - જિનોક્ત સ્વરૂપ ધર્મનું પવિત્ર કરણ સ્થાનક, તેનો જ્ઞાન દર્શન યાત્રિરૂપ માર્ગ. તેમાં રાગાદિ વિજેતા જિનવરે પોતે નિરૂપિત છે કે તમે આત્માને ન જાણો. શું હોવાથી ? તીવ્ર મિથ્યાત્વમિશ્ર-મોહનીય કર્મોદય હોય ત્યારે. •x -
નદીના વેગ સમાન ચપળ આયુ છે. ચૌવત પુષ્પ સમાન છે. ક્ષણમાં જ્ઞાનવને પામે છે. જે સૌખ્ય છે, તે અનિત્ય છે. આ ત્રણે શીઘ ભોગ્ય છે - ભંગ પામે છે. ઈત્યાદિ બધું સૂત્ર ૧૦૦,૧૦૧ના અર્થ મુજબ જાણવું.
આયુષ્યની અપેક્ષાથી અનિત્યત્વ કહ્યું. હવે શરીરથી કહે છે• સૂત્ર-૧૦૨ -
હે આયુષ્યમાન ! શરીર fટ, પિય, કાંત, મનોજ્ઞ, મનોહર, મનાભિરામ, ઢ, વિશ્વસનીય, સંમત, બહુમત, અનુમત, ભાંડ કડક સમાન, રનરેડકવતું સુસંગોપિત, વસ્ત્રની પેટી સમાન સુસંપરિવૃત્ત, તેલપત્રની જેમ સારી રીતે રાણીય, ઠંડી-ગરમી-ભૂખ-તરસ-ચોર-દંશ-માક-નાત-પિત્ત-કફ-સંનિપાત આદિ રોગોના સંપરણિી બચાવવા યોગ્ય માન્યું છે. પણ ખરેખર આ શરીર અધવ, અનિત્ય, અશાશ્વત, વૃદ્ધિ અને હાનિ પામનાર વિનાશશીલ છે.
હે આયુષ્યમાના આ શરીરમાં પૃષ્ઠ ભાગના હાડકામાં ક્રમશ ૧૮ સાંધા છે. તેમાં કરંડક કારે બાર પાંસી છે, છ હાડકાં માત્ર પડખને ઘેરે છે, જેને કડાહ કહેવાય છે. મનુષ્યની કુક્ષિ એક વિતતિ પ્રમાણ અને ગર્દન ચાર અંગુલ પ્રમાણ છે. જીભ ચાર પલ, આંખ બે પલ છે. હાડકાંના ચાર ખંડથી યુક્ત