________________
સૂ-૬૪
૧૨૯
તેના પરિભોગથી પરાંશમુખ હોય. મણિ-કનક-મોતી આદિ હોવા છતાં, તેના મમવ અભિનિવેશ રહિત હોય છે. યુગલ ક્ષેત્રમાં સ્વાભાવિક જ શાલી આદિ ધાન્ય વગેરે ઉત્પન્ન થાય છે, પણ તે મનુષ્યોના પરિભોગમાં આવતુ નથી. દંશ-મશકાદિ કે ચંદ્રસૂર્ય ગ્રહણ થતાં નથી.
તે મનુષ્યો સ્વભાવથી ભદ્રક, બીજાને ન પડે તેમ મન-વચન-કાયાની ચેષ્ટાવાળા, સ્વભાવથી પરોપદેશ વિના વિનયવાળા અથતિ પ્રકૃતિથી વિનીત, પ્રકૃતિથી ઉપશાંત, પ્રકૃતિથી જ અતિમંદ સ્વરૂપ ક્રોધ, માન, માયા, લોભ જેના છે તે. તેથી જ મૃદુ-મનોજ્ઞ પરિણામ વડે સંપન્ન તે મૃદુ માર્દવ સંપન્ન પણ કપટ માર્દવ સંપન્ન નહીં.
ચોતરફથી બધી ક્રિયામાં લીન, ભદ્રક - સર્વ તે ક્ષેત્રોચિત કલ્યાણભાવી, વિનીત - બૃહત્ પુરુષ વિનય કરણશીલા, અભેચ્છા - મણિ કનકાદિ વિષય પ્રતિબંધ રહિત, તેથી જ જેને સંનિધિરૂપ સંચય વિધમાન નથી તેવા. અચંડતીવ્ર કોપરહિત, અસિ-મસિ-કૃષિ વાણિજ્ય રહિત. તેમાં અતિ ઉપલક્ષિત સેવક પુરુષ, મણિ ઉપલક્ષિત લેખનજીવી, કૃષિ કપજીવી, વાણિજ્ય-વણિક્ જન ઉચિત કળા વડે જીવતા. આ બધાં ન હોય. કેમકે તે બદાં અહમિન્દ્રપણાથી રહે છે.
કલ્પદ્રુમની શાખાના અંતરમાં પ્રાસાદાદિ આકૃતિમાં આકાલ આવાસવાળા. મનોવાંછિત શબ્દાદિની કામનાવાળા. ઘર સર્દેશ કલાવૃક્ષોમાં તિપાદિત આવાસવાળા. ગૃહાકાર કલા વૃક્ષોના સૂચનથી બીજા કલાવૃક્ષો પણ સૂચવેલા જાણવા. જેમકે પ્રવચન સારોદ્ધારમાં મતાંગ, મૃદાંગ આદિ દશ કલ્પવૃક્ષો કહેલા છે.
તેમાં (૧) મતાંગના ફળ વિશિષ્ટ બળવીર્ય કાંતિëતુ સ્વાભાવિક પરિણત સરસ સુગંધિ વિવિધ પરિપાકથી આવેલ મધ પરિપૂર્ણ - મધને છોડે છે.
(૨) મૃતાંશ- મણિ, કનક, રજન આદિમય વિચિત્ર ભાજનો છે, તે સ્વાભાવિક સ્વાલક આદિ ભાજન માફક ફળો વડે શોભતા દેખાય છે.
(3) ગુટિતાંગ • સંગત સમ્યક ચોક્ત રીતે સંબદ્ધ વાધો ઘણાં પ્રકારે તdવિતત-ધન-શુષિર-કાલકાદિ.
(૪) દીપાંગ - જેમ અહીં સ્નિગ્ધ પ્રજવલંત સુવર્ણમય દીપિકા ઉધોત કરતી દેખાય તેની જેમ સ્વાભાવિક પરિણત પ્રકૃષ્ટ ઉધોતથી બધે ઉધોત કરતાં રહે છે.
(૫) જ્યોતિર્ષિક • સૂર્યમંડલની જેમ સ્વતેજથી બધું દેદીપ્યમાન કરે છે. (૬) ચિત્રાંગ - અનેક પ્રકારની સમ્સ સુરભિ વિવિધ વર્ણ કુસુમદામ રૂપ માળા હોય છે.
(૩) ચિબરસ - ભોજનાર્થે હોય છે અર્થાત્ વિશિષ્ટ દલિક કલમ, શાલિ, શાલનક, પકવાન્ન વગેરેથી અતીવ અપરિમિત સ્વાદુd આદિ ગુણયુકત ઈન્દ્રિયબલપુષ્ટિ હેતુ ભોજ્ય પદાર્થ પરિપૂર્ણતાથી ફળ મધ્યે બિરાજમાન ચિદમ્સ રહે છે.
(૮) મર્યંગ-શ્રેષ્ઠ ભૂષણો, સ્વાભાવિક પરિણત કટક, કેયુર, કુંડલાદિ આભરણો હોય. (૯) ગેહાકાર કલાવૃક્ષમાં સ્વાભાવિક પરિણામથી જ પ્રાંશુપાકારોપણૂઢ સુખે ચડાય તેવી સોપાન પંક્તિ, વિચિત્ર ચિત્ર શાલોચિતકાંત x • વિવિધ નિકેતનો 2િ8/9]
૧૩૦
તંદુલવૈચારિકપ્રકીર્ણકસૂત્ર-સટીક અનુવાદ હોય છે.
(૧૦) અનન કલ્પવૃક્ષો અત્યર્થ ઘણાં પ્રકારે વસ્ત્રો, સ્વાભાવિક જ સૂક્ષ્મ સુકુમાર દેવદૂધ્યાનકાર મનોહર નિર્મળ [વો] ઉત્પન્ન કરે છે.
પૃથ્વી પુષ્યફળ તે કલ્પવૃક્ષોનો આહાર જેમને છે તેવા. તે મનુષ્યગણ - યુગલ ધાર્મિક વૃંદ જગદીશ્વરે કહેલ છે. જેમ જીવાભિગમવૃત્તિમાં કહેલ છે કે- હે ભગવન ! પૃથ્વીનો કેવો આસ્વાદ છે ? હે ગૌતમ! જેમ ગાયનું દૂધ-ચતુઃસ્થાન પરિણામ પર્યા. • x x-x- એવા ગાયના દૂધને ખાંડ, ગોળ, મિશ્રી યુક્ત મંદાગ્નિવયિત છે, તેના કરતાં પણ પૃથ્વીનો આસ્વાદ ઈષ્ટતર છે. ઈત્યાદિ - ૪ -
• સૂત્ર-૬૫ થી ૩૦ :
હે આયુષ્યમાન શ્રમણ ! પૂર્વકાળના મનુષ્યોના છ પ્રકારના સંઘયણ હતા. તે આ પ્રમાણે - વજsષભનારાય, asષભનારાય, નારાય, અર્ધનારાય, કીલિકા સેવાd વર્તમાન કાળે મનુષ્યોમાં સેવાd સંઘયણ જ હોય છે.
હે આયુષ્યમાન શ્રમણ ! પૂર્વકાળમાં મનુષ્યોને છ પ્રકારના સંસ્થાન હતા. તે આ પ્રમાણે - સમચતુરસ્ત્ર, જોધપરિમંડલ, સાદિક, કુજ, વામન અને હુંડક, પણ હે આયુષ્યમાન ! વર્તમાનકાળે માત્ર હુંડક સંસ્થાન જ હોય છે.
મનુષ્યોના સંહનન, સંસ્થાન, ઉંચાઈ અને આયુષ્ય અવસર્પિણી કાળના દોષને કારણે સમયે-સમયે ક્ષીણ થતાં જાય છે. ક્રોધ-માન-માયા-લોભ તથા ખોટ તોલમાપની પ્રવૃત્તિ વગેરે બધાં અવગુણ વધે છે.
ત્રાજવા અને જનપદોમાં માપતોલ વિષમ હોય છે. રાજકુળ અને વર્ષ વિષમ હોય છે. વિષમ વર્ષોમાં ઔષધિની શક્તિ ઘટી જાય છે. આ સમયમાં
ઔષધિની દુર્બળતાને લીધે આયુ પણ ઘટે છે. આ રીતે કૃષ્ણ પક્ષના ચંદ્રમાની જેમ હૃાસમાન લોકમાં જે ધર્મમાં અનુરક્ત મનુષ્ય છે, તે સારી રીતે જીવન જીવે છે..
• વિવેચન-૬૫ થી ૩૦ :
હે શ્રમણ ! હે ગૌતમ ! હે આયુષ્યમાન ! પૂર્વે મનુષ્યોના છ પ્રકારના સંઘયણ અથતિ દેઢ, દેઢતર આદિ શરીર બંધ હતા. તે આ પ્રમાણે – વજAષભનારાય, ઋષભનારાય ઈત્યાદિ. તેનો અર્થ આ પ્રમાણે - ઋષભ - બે હાડકાંને વટલ પર, વજ જેવી ફીલિકા નારાય - બંને તરફ મર્કટબંધ, બંને હાડકાં બે બાજુથી મર્કટબંધ વડે બદ્ધ પટ્ટ આકૃતિ ત્રીજા હાડકાં વડે વીટેલ અને તેની ઉપર ત્રણે હાડકાંને ભેદતી કીલિકા આકારે વજ નામક અસ્થિ યંત્ર, તે વજર્ષભનારાય.
કીલિકા રહિત તે ઋષભનારાય, પટ્ટરહિત કેવળ મર્કટબંધ તે નારાય, જેના એક પડખે મર્કટબંધ અને બીજી પડખે કીલિકા છે - તે સાર્ધનારાય, જેમાં હાડકાં કાલિકા માત્ર બદ્ધ છે તે કીલિકા, જેમાં હાડકાં પરસ્પર પર્યન્ત સંસ્પર્શરૂપ સેવા માત્રથી વ્યાપ્ત છે અને નિત્ય સ્નેહ અવૃંગાદિ પરિશીલનની અપેક્ષા રાખે છે તે સેવાd.