________________
૬/૧૦
૦ સૂત્ર-૧૦ -
અધ્યયન-૬-માણિભદ્ર” જી
— X — X — — X —
ઉત્સેપ હે જંબૂ ! તે કાળે રાજગૃહનગર, ગુણશીલ ચૈત્ય, શ્રેણિક રાજા, સ્વામી પધાર્યા. તે કાળે માણિભદ્ર દેવ સુધસભામાં માણિભદ્ર સીંહાસને ૪૦૦૦ સામાનિકો પૂર્ણભદ્રની જેમ આગમન નૃત્યવિધિ, પૂર્વભવ પૃચ્છા. મણિપતિ નગરી, માણિભદ્ર ગાથાપતિ. સ્થવિરો પાસે પ્રવજ્યા, ૧૧-અંગો ભણ્યા. ઘણાં વર્ષનો પર્યાય, માસિકી સંલેખના, ૬૦ ભક્તોનું છેદન. માણિભદ્ર વિમાને ઉપપાત. બે સાગરોપમ સ્થિતિ, મહાવિદેહે મોક્ષે જશે. નિક્ષેપ . દત્ત” આદિ
અધ્યયન-૭ થી ૧૦
-
— X — X — X — X — X — X —
૫૫
સૂત્ર-૧૧ :
એ પ્રમાણે દત્ત, શિવ, બલ, અનાદત એ ચારે પૂર્ણભદ્ર દેવની સમાન જાણવું. બધાંની બે સાગરોપમ સ્થિતિ. વિમાનોના નામો દેવ સદેશ છે. પૂર્વભવમાં દત્ત-ચંદનામાં, શિવ-મિથિલામાં, બલ-હસ્તિનાપુરમાં, અનાદંત-કાર્કદી નગરીમાં ઉત્પન્ન થયા. - X -
♦ વિવેચન-૧૧ :
આ ગ્રંથમાં પહેલો વર્ગ દશ અધ્યયનાત્મક નિરયાવલિકા નામે છે. બીજો દશ અધ્યયનાત્મક વર્ગ ‘કલ્પાવતંસિકા’ નામે છે. ત્રીજો વર્ગ દશ અધ્યયનાત્મક પુષ્પિકા નામે છે.
પુષ્પિકાના પહેલાં અધ્યયનમાં ચંદ્ર નામે જ્યોતિકેન્દ્રની કથા છે. પછી અનુક્રમે સૂર્ય, શુક્ર, બહુપુત્રિકા, પૂર્ણભદ્ર, માણિભદ્ર, દત્ત, શિવ, બલ અને અનાદંતની
વક્તવ્યતા છે.
પુષ્પિકા ઉપાંગ સૂત્રના અધ્યયન-૧ થી ૧૦નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકા સહિત અનુવાદ પૂર્ણ
આગમ સૂત્ર-૨૧, ઉપાંગસૂત્ર-૧૦ પૂર્ણ
— X — X — X — X — X — X —