________________
૨/૪૪
૧૭૩
હવે ભગવંતના શ્રમણોનું વર્ણસૂત્ર કહે છે – અરહંત ઋષભના ઘણાં અંતેવાસી - શિષ્યો હતા, તે ગૃહસ્થ પણ હોઈ શકે, તેથી અણગાર ભગવંત પૂજ્ય કહ્યા છે. તેમાં કેટલાંક એક માસ પર્યાય - ચાસ્ત્રિપાલન જેમને છે તેવા કહ્યા. જેમ ઉવવાઈ ઉપાંગ સૂત્રમાં સર્વે અણગારનું વર્ણન છે, તે પ્રમાણે અહીં પણ કહેવું.
તે ક્યાં સુધી કહેવું ? તે કહે છે – જેમના ઉર્ધ્વજાનુ છે, તે ઉર્ધ્વજાનુવાળા. શુદ્ધ પૃથ્વીના આસનને વર્જીને ઔપગ્રહિક નિષધાના અભાવે ઉત્કટુક આસનવાળા જાણવા. અધોશિર - અધોમુખ, ઉર્ધ્વ કે તીર્દી વિક્ષિપ્તદૃષ્ટિવાળા નહીં.
વળી ધ્યાનરૂપ કોષ્ઠ-કોઠી, તેને પામેલા. તેમાં પ્રવેશેલા. જેમ કોઠીમાં નાંખેલ ધાન્ય વિખેરાઈ જતું નથી, તેમ અણગારો વિષયોમાં ન ફેલાયેલી ઈન્દ્રિયોવાળા હોય છે.
સંયમ વડે - સંવર વડે, તપથી - અનશનાદિથી. અહીં સંયમ અને તપનું ગ્રહણ મોક્ષના પ્રધાન અંગપણાથી છે. તેમાં સંયમનું મુખ્યપણું નવા કર્મોનું ઉપાદાન ન કરવાના હેતુથી છે અને તપનું ઉપાદાન જૂના કર્મોની નિર્જરાના હેતુપણાથી છે. કેમકે નવા કર્મોનું અનુપાદાન અને જૂના કર્મોના ક્ષયથી સર્વ કર્મક્ષય લક્ષણ
મોક્ષ છે.
આત્માને ભાવિત કરતાં - તેમાં વાસ કરતા રહે છે.
અહીં યાવત્ પદથી સંગ્રાહ્ય - “કેટલાંક બે માસ પર્યાય વાળા હતા'' ઈત્યાદિ ઉવવાઈ ગ્રંથમાં છે. તે વિસ્તાર ભયથી અત્રે લખતા નથી, ત્યાંથી જાણી લેવું.
હવે ઋષભ સ્વામીને કેવલજ્ઞાનની ઉત્પત્તિ પછી કેટલા કાળના અંતરે ભવ્યોનું સિદ્ધિગમન ચાલુ થયું અને કેટલા કાળ સુધી તે અનુવર્ત્ય તે કહે છે –
ભગવંત ઋષભને બે પ્રકારે ભવનો અંત કરનારા એટલે કે અંતકરો -
મુક્તિમાં જનારા થયા, તેમની ભૂમિ અર્થાત્ કાળ, કાળના આધારપણાના કારણત્વથી ભૂમિપણે ઓળખાવાય છે. તે આ રીતે – યુગ એટલે પાંચ વર્ષ પ્રમાણ કાળવિશેષ અથવા લોકપ્રસિદ્ધ કૃયુગાદિ, તે ક્રમવર્તી, તેના સાધર્મ્સથી ક્રમવર્તી ગુરુ શિષ્યપ્રશિષ્યાદિ રૂપ પુરુષો, તે પણ સાધ્યવાનલક્ષણની અભેદ પ્રતિપત્તિથી યુગ અર્થાત્ પપદ્ધતિ પુરુષો અર્થ જાણવો. તેમના વડે પ્રમિત અંતકર ભૂમિ તે યુગાંતકર ભૂમિ
કહેવાય.
પર્યાય - તીર્થંકરના કેવલિપણાનો કાળ, તેની અપેક્ષાથી અંતકર ભૂમિ. શો અર્થ છે ? ઋષભજિનના આટલો કેવલપયિકાળ વીત્યા પછી મુક્તિગમન પ્રવૃત્ત થયું. તેમાં યુગાંતકરભૂમિ અસંખ્યાત પુરુષ - પાટે આવેલા, તે યુગાનિ-પૂર્વોક્ત યુક્તિથી પુરુષો, પુરુષયુગ. - ૪ - ભગવંત ઋષભથી લઈને ભગવંત અજિતના તીર્થ સુધીમાં ભગવંત ઋષભની પટ્ટ પરંપરામાં આરૂઢ અસંખ્યાતા સિદ્ધ થયા અર્થાત્ તેટલો કાળ મુક્તિગમનમાં વિરહ ન થયો, એમ જાણવું.
જે આદિત્યયશ વગેરે ઋષભદેવના વંશજ રાજાઓ ચૌદ લાખ પ્રમાણનું
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
ક્રમથી પહેલાથી સિદ્ધિગમન, પછી એક સર્વાર્થસિદ્ધે ગયાં, ઈત્યાદિ અનેક રીતિથી અજિતજિનના પિતા સુધી મર્યાદા કરીને નંદીસૂત્રની ચૂર્ણિ, વૃત્તિ, સિદ્ધદંડિકાદિમાં સર્વાર્થસિદ્ધ સુધી ગમન છે તેમ જણાવેલું છે, તે સિદ્ધિ ગમ કહ્યો. તે કોશલાપટ્ટપતિને આશ્રીને જાણવો. પણ આ પુંડરીકગણધરાદિને આશ્રીને વિશેષ છે.
તથા પર્યાયાંતકર ભૂમિ, તેમને અંતર્મુહૂર્તનો કેવળજ્ઞાન પર્યાય જેનો છે,
તે છે.
આ પ્રમાણે ઋષભદેવમાં અંત - ભવનો અંત કરાયો, પરંતુ તે પૂર્વે નહીં. જે ભગવંતની માતા મરુદેવા પહેલાં સિદ્ધ થયા, તે ભગવંત ઋષભના કેવલ ઉત્પત્તિના અનંતર મુહૂર્ત પછી જ સિદ્ધ થયા.
હવે જન્મ કલ્યાણકાદિ નક્ષત્રો કહે છે –
૧૭૪
• સૂત્ર-૪૫ :
રહંત ઋષભને પાંચ વસ્તુ ઉત્તરાષાઢા નક્ષમાં અને છઠ્ઠી આભિજિત્ નક્ષત્રમાં થઈ. તે આ પ્રમાણે -
-
ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચવ્યા, ચવીને ગર્ભમાં ઉત્પન્ન થયા. યાવત્ ઉત્તરાષાઢા નક્ષત્રમાં રાજ્યાભિષેક પામ્યા, ઉત્તરાષાઢાનક્ષત્રમાં મુંડ થઈને ગૃહવાસ છોડી અનગાર-પ્રવ્રજ્યા લીધી. ઉત્તરાષાઢા નક્ષત્રમાં અનંત યાવત્ સમુત્પન્ન થયા. અભિજિત્ નક્ષેત્રમાં ભગવંત નિર્વાણ પામ્યા.
• વિવેચન-૪૫ :
અરહંત ઋષભ પાંચ વસ્તુમાં - ચ્યવન, જન્મ, રાજ્યાભિષેક, દીક્ષા અને કેવળજ્ઞાન ઉત્તરાષાઢા નક્ષત્ર ચંદ્ર વડે ભોગવાય છે, તેમાં તથા છઠ્ઠા અભિજિત નક્ષત્રમાં - નિર્વાણરૂપ વસ્તુ બની. - X -
ઉક્ત અર્થને જ કહે છે – તે આ પ્રમાણે :- ઉત્તરાષાઢા વડે યુક્ત ચંદ્ર. - x - ચ્યુતઃ સર્વાર્થસિદ્ધ નામના મહાવિમાનથી નીકળી, ચવીને ગર્ભમાં આવ્યા - મરુદેવાની કુક્ષિમાં અવતર્યા.
જાત-ગર્ભાવાસથી નીકળ્યા, રાજ્યાભિષેકને પ્રાપ્ત થયા, મુંડ ધઈને - ઘર છોડીને અનગારિતા - સાધુતામાં દીક્ષા પામ્યા. અનંત એવું યાવત્ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ચાવત્ પદ સંગ્રહ પૂર્વવત્.
અભિજિત્ યુક્ત ચંદ્રમાં પરિનિવૃત્ત - સિદ્ધિમાં ગયા.
(શંકા) આ જ વિભાગ સૂત્રના બળથી આદિ દેવના છ કલ્યાણકો પ્રાપ્ત થાય છે. - - - ના, કલ્યાણક તે જ છે જેમાં આસન કંપવા યુક્ત અવધિથી સર્વે સુરાસુરેન્દ્રો આચાર સમજી વિધિ-મહોત્સવે એકસાથે સંભ્રમ સહિત હાજર થાય છે. તે અહીં છ કલ્યાણક વડે આપે નિરૂપણ કરેલા હોવાથી રાજ્યાભિષેક પણ તેની સમાન છે. તેને ભગવંત મહાવીરના ગર્ભાપહારવત્ જાણવું. પણ તે કલ્યાણક નથી. અનંતર કહેલ લક્ષણના યોગથી કહ્યું, તેથી નિરર્થક આ કલ્યાણક અધિકારમાં તેનું