________________
૨૩૩
૧૧૩
આ વાજિંત્રો કેવા પ્રકારના છે? તલ - હાથની તાળી, તાલ આદિથી સંપ્રયુક્ત-સુષ્ક અતિશયથી સમ્યગુચવોક્ત રીતે, પ્રયુકત-સંબદ્ધ, જો કે હસ્તપુટ એ કોઈ વાધ વિશેષ નથી, તો પણ તેનાથી થતો શબ્દ પડઘાતા શદને લક્ષીને છે.
આવા પ્રકારે આતોધવિધિ - સૂર્ય પ્રકારજે રીતે નિપુણ હોય, એ પ્રમાણે ગંધર્વ-નાટ્ય શાસ્ત્રમાં કુશળ, તેના વડે પંદિત. વળી શું વિશિષ્ટ તે કહે છે – આદિ, મધ્ય, અંત્ય સ્થાનોમાં કરણ વડે - કિયા વડે યથોક્ત વાદન ક્રિયા વડે શુદ્ધ - અવદાત, પણ અસ્થાન સ્પંદન વડે લેશ દોષથી પણ કલંકિત નહીં તે, ગુટિતાંગ વૃક્ષગણ પણ તેવા પ્રકારે જ છે, બીજા પ્રકારે નહીં.
તત-વીણાદિ, વિતત-પટહ આદિ, ધન-કાંસ્યતાલાદિ, શુષિર-વંશાદિ. આવા સ્વરૂપે સામાન્યથી ચાર પ્રકારની આતોધ વિધિથી યુક્ત છે. બાકી પૂર્વવતું.
હવે ચોથા કલાવૃક્ષનું સ્વરૂપ કહે છે - તે આરામાં તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણાં દીપ શીખા નામક વૃક્ષગણો કહેલા છે, જેમ કે સંધ્યા વિરાર સમયમાં નવનિધિ પતિ, હીપિકા ચક્રવાલ છંદ, પ્રભૂત વૃત્તિપલિત સ્નેહ, ઉજ્જવલિત, તિમિરમર્દક, કનક નિકકુસુમિત-પાલિઆતગવત પ્રકાશ, કંચન-મણિ-રન-વિમલ-મહાઈ-તપનીય-ઉજવલ વિચિત્ર દંડ વડે હીપિકાથી સહસા પ્રજવાલિત - x • x - ઈત્યાદિથી શોભતા, તે પ્રમાણે જ દીપશિખા વૃક્ષગણ પણ અનેક બહુવિધ વિસા પરિણત ઉધોતવિધિથી યુક્ત ફળોથી પૂર્ણવત્ કુસ-વિક્સ રહિત ચાવતુ રહે છે.
સૂગ વ્યાખ્યા - તે આરામાં દીપશિખા સમાન દીપશિખા તેના કાર્યકારીત્વથી છે, અન્યથા વ્યાઘાતકાળવથી, તેમાં અગ્નિના અભાવથી દીપશિખાનો પણ અસંભવ થાય. - ૪ -
જેમ તે સંધ્યારૂપ ઉપરમ સમય વર્તિત્વથી મંદ રાગ છે, તે અવસરે નવનિધિપતિ ચક્રવર્તી માફક હસ્વ દીપા દીપિકા, તેનો ચકવાલ - સર્વ તરફથી પરિમંડલરૂપ છંદ કેવું હોય તે કહે છે - ત - ચૂર, વર્તય-દશા જેની છે તે તથા, પયતિ-પરિપૂર્ણ સ્નેહ - તૈલાદિ રૂપ, ઘન-અત્યર્થ ઉજ્જવલિત, તેથી જ તિમિરમર્દક, વળી શું વિશિષ્ટ છે. તે કહે છે -
કનકનિકર- સવર્ણરાશિ, કુસુમિત એવું પારિજાતકવન-પુષિત સુરત વિશેષ વન. તેની જેમ પ્રકાશ-પ્રભા, આકાર જેનો છે તે તથા. આટલા સમુદાય વિશેષણ કહ્યા, હવે સમુદાય અને સમુદાયીના કંઈક ભેદ છે, તે જણાવવા સમુદાય વિશેષણની જ વિવક્ષાથી સમુદાયી વિશેષણો કહે છે -x - વવા ઈત્યાદિ. દીપિકા વડે શોભતો. કેવા પ્રકારની દીપિકા વડે ? તે કહે છે -
સુવર્ણ મણિરત્નમય, વિમલ-સ્વાભાવિક આગંતુક મલ રહિત, મહાઈમહોત્સવાઈ, તપનીય-સુવર્ણ વિશેષ, તેનાથી ઉજ્જવલ-દીપ્ત, વિચિત્ર-વિચિત્રવર્તી દંડ, જેનો છે, તે તથા તેના વડે સહસા-એક કાળ પ્રજવાલિત અને ઉત્સર્પિતા વર્તી ઉત્સર્ષણથી તથા સ્નિગ્ધ-મનોહર તેજ જેમાં છે તે. દીપ્યમાન-રાત્રિના દેખાતા, વિમલ2િ5/8].
૧૧૪
જંબૂદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ધૂળ આદિના અભાવે, ગ્રહસમૂહ જેવી પ્રભા જેવી છે તે. વિતિમિરકર-નિરંધકાકાસ કિરણ, તેવો આ સૂર, તેની જેમ જે પ્રસરેલ ઉધોત-પ્રભા સમૂહ, તેના વડે દીપ્યમાન, જાલાવત્ ઉજ્જવલ, પ્રહસિત-હાસ્ય, તેના વડે અભિરામ-રમણીય, તેથી જ શોભાયમાન.
તેની જેમજ દીપશિખા વૃક્ષગણ પણ અનેક-બહુવિધ વિસસા પરિણત ઉધોત વિધિ વડે યક્ત, જેમ દીપશિખા રાશિમાં ઘરની અંદર ઉધોત કરે છે, દીવસે પણ ઘર આદિમાં તેની જેમ આ વૃક્ષો છે, તેવું કહેવાનો આશય છે. એ પ્રમાણે હવે કહેવાનાર જયોતિપિકા નામે વૃક્ષથી વિશેષ છે. બાકી પૂર્વવતું.
હવે પાંચમાં કલ્પવૃક્ષનું સ્વરૂપ કહે છે - તે આરામાં ત્યાં-ત્યાં ઘણાં જ્યોતિપિકા નામે વૃક્ષગણ કહેલા છે. જેમ તે તુરંતનો ઉગેલો શરદ સૂર્યમંડલ, પડતી ઉલ્કા, હજારો દીપતી વિધુતુ, ઉજ્જવલ હુતાવહ, નિધૂમ જલિત-નિદ્ધત-ઘૌત-id-cપનીય કિશુંક, જાસુવન કુસુમ, વિમુકુલિતપુંજ મણિ-રન કિરણ, જાત્ય હિંગલોકનો ઢગલો,
અતિરેક રૂ૫. તેની જેમ જ્યોતિપિકા વૃક્ષગણ અનેક બહુવિધ વિસસા પરિણત, ઉધોત વિધિથીયુક્ત, શુભલેશ્યા, મંગલેશ્યા, મંદાત લેશ્યા, કૂડા માફક સ્થાનસ્થિત, અન્યોન્ય સમવગાઢ લેશ્યા વડે સ્વ પ્રભાથી તે પ્રદેશને ચોતરફથી અવભાસિત, ઉધોતીત, પ્રભાસીત યાવત્ રહેલ છે.
સૂત્ર વ્યાખ્યા - તે આરામાં જ્યોતિષિકા નામે વૃક્ષગણો કહેલ છે. અન્વર્થ આ પ્રમાણે - જ્યોતિક દેવો, તે જ જ્યોતિષિક. - X - X • જીવાભિગમ વૃત્તિમાં
જ્યોતિપિકા કહેલ છે. તેથી અહીં જ્યોતિષિક શબ્દથી સૂર્ય ગ્રહણ થાય છે, તેની સમાન પ્રકાશકારીત્વથી વૃક્ષો પણ જ્યોતિર્ષિક કહ્યા છે. જ્યોતિ શબ્દ સૂર્ય કે વલિ વાચક છે. તે કેવા સ્વરૂપે છે, તે કહે છે –
જેમ તે તુરંતનું ઉગેલ શરતું સૂર્યમંડલ, અથવા પડતી એવી હજારો ઉલ્કા, દીપતી એવી વિધત, ઉદગત એવી જવાલા જેવી છે તે, ધૂમરહિત દીપ્ત દહન-અગ્નિ. આ સેવા સ્વરૂપે છે તે કહે છે - નિમતિ-હંમેશાં અગ્નિ સંયોગથી શોધિત મલ, ૌત-શોધિત તપ્ત અને તપનીય, જે કિંશુક-અશોક-જપાકુસુમ, વિમુકુલિત-વિકસિત પંજ, જે મણિ-રનકિરણો, જાત્ય હિંગલોકનો સમૂહ, તે સ્વરૂપથી અતિશય યથાયોગ વર્ષથી પ્રભા વડે સ્વરૂપ જેનું છે તે.
તેની જેમ જ્યોતિપિકા વૃક્ષગણ પણ અનેક બહુવિધ વિસસા પરિણતથી ઉધોતવિધિ વડે યુક્ત જ્યાં સુધી છે તે સંટક, (શંકા) જો સૂર્યમંડલાદિવ પ્રકાશક છે, તો દુર્નિરીક્ષ્યત્વ, તીવ્રત્વ, જંગમવાદિ ધર્મયુક્ત પણ હોય છે, તેથી કહે છે – સુખકારિણી લેશ્યાતેજ જેનું છે તે, તેથી જ મંગલેશ્યા, મંદાતપ લેશ્યા, જેની છે તે તથા સૂર્ય-અનલાદિ આતપનું તેજ, જેમ દુસ્સહ છે, તેમાં તેમ નથી.
તથા પર્વતાદિના શૃંગની માફક સ્થિર. સમયક્ષેત્રની બહાર વર્તતા જયોતિકોની માફક તે અવભાસે છે. તથા પરસ્પર સમવગાઢ લેચા સહિત અયત્િ જેમાં વિવક્ષિત જ્યોતિષિયા નામક તરલેશ્યા અવગાઢ છે, ત્યાં બીજાની વેશ્યા પણ અવગાઢ છે,