________________
૧/૭,૮
એ
છે. તે વાત કરકો કાળા દોરાના ગવચ્છ-આચ્છાદન, તેનાથી યુક્ત છે. - ૪ - પ્રમાણે નીલસૂત્ર, ઈત્યાદિ પણ કહેવા. તે સંપૂર્ણ વૈર્યમય છે.
તે તોરણોની આગળ બબ્બે ચિત્ર ત્નકરંકો કહેલા છે, જેમ કોઈ ચાતુરંત ચક્રવર્તી રાજાના ચિત્ર રત્નકરંડક વૈસૂર્ય મણી, સ્ફાટિક પટલથી આચ્છાદિત સ્વ પ્રભા વડે તે પ્રદેશને ચોતરફથી અવભાસિત, ઉધોતીત, તાપિત, પ્રભાસિત કરે છે, એ પ્રમાણે તે ચિત્ર સ્નૂકરેંડક યાવત્ પ્રભાસે છે.
૬૯
વ્યાખ્યા – તે તોરણોની આગળ બબ્બે ચિત્રવર્ણ યુક્ત, આશ્ચર્યકારી રત્નકડક કહેલ છે. આજ વાત દૃષ્ટાંત વડે કહે છે – જેમ કોઈ ચાતુરંગ ચક્રવર્તી – દક્ષિણ, ઉત્તર, પૂર્વ, પશ્ચિમરૂપ ચારે પૃથ્વીના અંત સુધી ચક્ર વડે વર્તવાના શીલવાળો છે, તે ચાતુરંત ચક્રવર્તી, તેના આશ્ચર્યભૂત વિવિધ વર્ણી મણિમયત્વથી અથવા બાહુલ્યથી વૈસૂર્યમણિમય તથા સ્ફાટિક પટલમય આચ્છાદન સ્વકીયા પ્રભા વડે તેમાં પ્રવેશીને બધી દિશામાં સામસ્ત્યથી અવભાસે છે, આ જ વાત ત્રણ પર્યાય વડે કહે છે - ઉધોતીત, તાપિત, પ્રભાસિત કરે છે.
તે તોરણોની આગળ બબ્બે અશ્વકંઠ યાવત્ વૃષભકંઠ કહેલ છે. તે સર્વે રત્નમય યાવત્ પ્રતિરૂપ છે.
વ્યાખ્યા – • તે તોરણોની આગળ બબ્બે હયકંઠ પ્રમાણ રત્નવિશેષ કહેલાં છે. એ પ્રમાણે હાથી, મનુષ્ય, કિંનર, કિંપુરુષ, મહોગ, ગાંધર્વ, વૃષભકંઠ પણ કહેવા. બધાં રત્નવિશેષ રૂપ, સ્વચ્છ આદિ પૂર્વવત્ છે.
તે તોરણની આગળ બબ્બે પુષ્પ હંગેરીઓ કહી છે. એ પ્રમાણે માલ્યચૂર્ણ, ગંધ, વસ્ત્ર, આભરણ, સિદ્ધાર્થક, લોમહસ્તક, ચંગેરી કહેવા. તે સર્વ રત્નમય યાવત્ પ્રતિરૂપ છે. વૃત્તિકૃત્ વ્યાખ્યામાં માત્ર અનુવાદ છે. - X -
તે તોરણોની આગળ બબ્બે પુષ્પપટલક યાવત્ રોમહસ્તક પટલક છે, તે સર્વે રત્નમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. એ પ્રમાણે પુષ્પાદિ સંગેરીવત્ પુષ્પાદિ આઠેના પટલ બબ્બે સંખ્યામાં કહેવા.
તે તોરણોની આગળ બબ્બે સીંહાસનો કહેલાં છે. તે સીંહાસનનું વર્ણન આ પ્રમાણે છે – પૂર્વવત્ જાણવું. - x -
તે તોરણોની આગળ બબ્બે રૂય આચ્છાદન છત્ર કહેલા છે, તે છત્રો વૈડૂર્ય વિમલદંડવાળા, જાંબૂનદ કર્ણિકા, વજ્રસંધી, મુક્તાજાલ પરિંગત, ૮૦૦૦ શ્રેષ્ઠ સુવર્ણશલાકા, દર્દર મલય સુગંધી સર્વઋતુક સુરભી શીતલછાયા, મંગલ ભત્તિચિત્રયુક્ત
ચંદ્રાકાર ઉપમાવાળા છે.
વ્યાખ્યા – તે તોરણોની આગળ બબ્બે રજતમય આચ્છાદન છત્ર છે, તે છત્ર
ધૈર્યરત્નમય વિમલડયુક્ત, સુવર્ણથી યુક્ત જેની કણિકા છે, તે જાંબૂનદ કર્ણિકા, વજ્રરત્ન વડે પૂરિત દંડશલાકા સંધિવાળું, મુક્તાજાલ પરિંગત ૮૦૦૦ શ્રેષ્ઠ સુવર્ણમય શલાકા જેમાં છે તેવું, તથા દર્દ-વસ્ત્ર ઢાંકીને કુંડિકાદિ ભાજનમાં ગાળેલ, અથવા તેમાં પકાવેલ, મલય - મલય પર્વત થયેલ શ્રીખંડ-ચંદન, તેના સંબંધી જે સુગંધી
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
ગંધવાસ, તેની માફક બધી ઋતુમાં સુરભિ શીતલ છાયા જેની છે તે તથા મંન સ્વસ્તિકાદિ આઠના દોરેલા આલેખો જેમાં છે તે. ચંદ્રાકાર - જેની ચંદ્ર આકૃતિની ઉપમા છે તે. અર્થાત્ ચંદ્રમંડલ સમાન વૃત્ત.
તે તોરણોની આગળ બબ્બે ચામરો કહી છે, તે ચામરો ચંદ્રપ્રભ વજ્ર ધૈર્ય વિવિધિમણિરત્ન ખચિત વિચિત્ર દંડો છે. સૂક્ષ્મ રજત દીર્ઘ વાળ છે. શંખ-કુંદદક્રજ-અમૃત મશિત ફણના પુંજ સદેશ છે, તે સ્વચ્છ ચાવત્ પ્રતિરૂપ છે.
વ્યાખ્યા – તે તોરણોની આગળ બે-બે ચામરો છે. તે ચામરો છે. તે ચામરો ચંદ્રપ્રભાદિ ચંદ્રપ્રભ-ચંદ્રકાંત, - ૪ - સૂત્રાર્થ મુજબના વિવિધ આકારનો દંડ જે ચામરોનો છે, તે. - ૪ - ૪ - અં - રત્ન વિશેષ, કુંદ-કુંદપુષ્પ, દકરજ-જળનાકણીયા, ક્ષીરોદના જળનું મથન કરવાથી ઉત્પન્ન ફીણનો પુંજ, તેના જેવી પ્રભા જેની છે તે
- X -
90
તે તોરણોની આગળ બબ્બે તેલ સમુદ્ગક કહેલા છે. એ રીતે કોષ્ઠસમુદ્ગક, પત્ર સમુદ્ગક, ચોય સમુદ્ગક, તગર સમુદ્ગક, એલા સમુદ્ગક, હરિતાલ સમુદ્ગક, હિંગલોક સમુદ્ગક, મનઃશીલ સમુદ્ગક, જન સમુદ્ગક છે એ બધાં સર્વરત્નમય ચાવત્ પ્રતિરૂપ છે.
વ્યાખ્યા – તે તોરણોની આગળ બબ્બે તેલસમુદ્ગક સુગંધી તેલના આધાર વિશેષ છે. એ રીતે - ૪ - કોષ્ઠ-ગંધદ્રવ્યવિશેષ, પત્ર-તમાલપત્રાદિ. ચોય-ત્વમ્ નામક ગંધદ્રવ્ય, અંજન-સૌવીરાંજન. અહીં સંગ્રહણી ગાથા પણ આપી છે. - ૪ - આ બધાં સમુદ્ગક સર્વે રત્નમય છે, ઈત્યાદિ પૂર્વવત્.
વિજયદ્વારમાં ૧૦૮ ચક્રધ્વજ, ૧૦૮ મૃગધ્વજ, ૧૦૮ ગરુડ ધ્વજ, ૧૦૮-નૃગધ્વજ, ૧૦૮-છત્ર ધ્વજ, ૧૦૮-પિચ્છધ્વજ, ૧૦૮-શકુની ધ્વજ, ૧૦૮-સિંહધ્વજ, ૧૦૮વૃષભધ્વજ, ૧૦૮ શ્વેત ચતુર્વિશાણ શ્રેષ્ઠ હાથી ધ્વજ. એ પ્રમાણે બધાં મળીને વિજય દ્વારમાં - ૧૦૮૦ ધ્વજો હોય છે, એમ કહેલ છે.
વ્યાખ્યા – • તે વિજયદ્વારમાં ૧૦૮ ચંદ્રધ્વજ - ચક્રાલેખરૂપ ચિહયુક્ત ધ્વજ છે. એ પ્રમાણે મૃગ, ગરુડ, વૃક આદિ બધાં ૧૦૮-૧૦૮ કહેવા. એ પ્રમાણે પૂર્વાપર
બધાં મળીને ૧૦૮૦ ધ્વજો વિજયદ્વારે હોય છે, તેમ મેં તથા અન્ય તીર્થંકરોએ કહેલ છે.
વિજયદ્વારની આગળ નવ ભૌમ કહેલા છે. તે ભૌમ અંદર બહુસમરમણીય ભૂમિભાગ કહેલ છે, ચાવત્ મણીના સ્પર્શ, તે ભૌમની ઉપર ઉલ્લોક, પાલતા ચાવત્ શ્યામલતાના ચિત્રો ચીતરેલ છે, યાવત્ સર્વ તપનીયમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તે ભૌમની બહુમધ્યદેશ ભાગમાં જે તે પાંચમું ભૌમ, તે ભૌમના બહુમધ્યદેશભાગમાં એક મોટું સીંહાસન કહેલ છે, સીંહાસન વર્ણક. વિજયષ્ય યાવત્ અંકુશ ચાવત્ દામો રહેલાં છે.
સૂત્ર વ્યાખ્યા – વિજય દ્વારની આગળ નવ ભૌમ-વિશિષ્ટ સ્થાનો કહેલા છે. ચોથા અંગમાં – “વિજયદ્વારની એક એક બાહામાં નવ ભૌમ કહેલ છે.’’