________________
[૨૫૯
-
છે. હવે અહીં બીજા મંડલ વિશે પૂછતાં કહે છે પછીના બીજા મંડલમાં સંક્રમીને ચાર ચરે છે ત્યારે ભાગની ન્યૂન-અધિક કરણયુક્તિ પૂર્વવત્ જાણવી. હવે ત્રીજા મંડલનો પ્રશ્ન કરતાં કહે છે પ્રશ્નસૂત્ર પૂર્વવત્. ઉત્તરમાં, ગૌતમ ! ત્યારે અઢાર મુહૂર્તમાં બે પૂર્વમંડલના, બે પછીના મંડલના એમ Č/૬૧ ભાગ મુહૂર્ત ન્યૂન રાત્રિ થાય છે અને તેટલાં જ ભાગ મુહૂર્ત દિવસની વૃદ્ધિ થાય છે. ઉક્તથી અતિરિક્ત મંડલોમાં અતિદેશ કરતાં કહે છે એ પ્રમાણે ત્રણ મંડલમાં દર્શાવેલ રીતે, અનંતરોક્ત ઉપાયથી પ્રતિમંડલ દિવસ-રાત્રિના ૨/૬૧ ભાગ મુહૂર્તની હાનિ-વૃદ્ધિ રૂપે પ્રવેશતો જંબુદ્વીપમાં મંડલો કરતો સૂર્ય તેના અનંતર મંડલથી અનંતર મંડલમાં સંક્રમણ કરતો-કરતો ૨/૬૧ ભાગ એક મંડલમાં રાત્રિ ઙેત્રને ઘટાડતો અને દિવસક્ષેત્રને તેટલું વધારતો સચિંતર મંડલને સંક્રમીને ચાર
ચરે છે - ગતિ કરે છે.
ભગવન્ ! જ્યારે સૂર્ય સર્વબાહ્ય [ઈત્યાદિ બધું સૂત્રાર્થવત્ કહેવું.]
-
૯૩
-
અહીં પણ બધાં મંડલોમાં ભાગોની હાનિ-વૃદ્ધિને સંપૂર્ણ દર્શાવવા માટે કહે છે – [બધું સૂત્રાર્થ અને નિષ્ક્રમણ કરતાં સૂર્યની માફક વૃત્તિકારે નોંધેલ છે] હવે નવમું તાપક્ષેત્ર દ્વાર –
• સૂત્ર-૨૬૦ થી ૨૬૨ -
[૬૦] ભગવન્ ! જ્યારે સૂર્ય સાિંતર મંડલમાં સંક્રમીત થઈને ચાર ચરે છે, ત્યારે કેવા આકારે તાપક્ષેત્ર સંસ્થિતિ છે?
ગૌતમ ! ઉર્ધ્વમુખી કદંબ પુષ્પના આકારની તાપક્ષેત્રની સંસ્થિત કહેલી છે. અંદરથી સંકીણ અને બહારથી વિસ્તૃત. અંદર વૃત્ત અને બહાર થુલ, અંદર અંકમુખ સંસ્થિત અને બહાર શકટઉર્દીમુખ સંસ્થિત છે.
મેરુની બંને પાર્શ્વમાં તેની બે બાહાઓ અવસ્થિત છે. તે પ્રત્યેક બાહા પીસ્તાળીશ-પીસ્તાળીશ હજાર લાંબી છે અને તેની બે બાહાઓ અનવસ્થિત હોય છે. તે આ પ્રમાણે - સવાિંતકિા બાહા અને સબિાહિકા બાહા. તેમાં સયિંતરિકા બાહા મેરુ પર્વતને અંતે ૯૪૮૬ યોજન અને એક યોજનના ૯/૧૦ ભાગ પરિધિથી છે.
ભગવન્! આ પરિધિવિશેષ કયા આધારે કહી છે ?
ગૌતમ ! જે મેરુની પરિધિ છે, તે પરિધિને ત્રણ વડે ગુણીને ગુણનફળને ૧૦ વડે છેદીને, દશ ભાગ ઘટાડતા આ પરિધિ વિશેષ કહેલી છે, તેમ કહેવું જોઈએ.
તે સર્વ બાહિકિા બાહા લવણરામુદ્રને અંતે ૯૪,૮૬૮ યોજન અને એક યોજનના ૪/૧૦ ભાગ પરિધિથી છે.
ભગવન્ ! તે પરિધિ વિશેષ કઈ રીતે કહેલી છે ?
ગૌતમ ! જે મેરુ પર્વતની પરિધિ છે, તે પરિધિને બે વડે ગુણીને, દશ વડે છેદીને, દશ ભાગ લેતા, આ પરિધિ વિશેષ કહેલી છે તે પ્રમાણે કહેવું.
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩
તેની સર્વબાહ્ય બાહા, લવણસમુદ્રના અંતે ૬૩,૨૪૫ યોજન અને એક યોજનના ૬/૧૦ ભાગ પરિધિથી છે.
ભગવન્ ! તે પરિધિ વિશેષ કઈ રીતે કહેલી છે ?
ગૌતમ ! ૭૮,૩૩૩ યોજન અને એક યોજનનો ત્રીજો ભાગ એટલે . 96333 - ૧/૩ લંબાઈથી કહેલ છે.
୧୪
ભગવન્ ! જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડલને ઉપરસંક્રમિત થઈ ચાર ચરે છે, ત્યારે કયા આકારે તાપક્ષેત્ર સંસ્થિતિ છે ?
-
ગૌતમ ! ઉર્ધ્વમુખ કબપુષ્પના આકારે સંસ્થિત કહેલી છે, તેમ પૂર્વવત્ બધું જાણવું. વિશેષ - અંતર એ છે કે જે અંધકાર સંસ્થિતિનું પૂર્વ વર્ણિત પ્રમાણ છે, તે તાપક્ષેત્ર સંસ્થિતિ જાણવી અને જે તાપક્ષેત્ર સંસ્થિતિનું પૂર્વ વર્જિત પ્રમાણ છે, તે અંધકાર સંસ્થિતિનું પ્રમઆમ છે, તેમ જાણવું.
• વિવેચન-૨૬૦ થી ૨૬૨ :
ભગવન્ ! જ્યારે સૂર્ય સચિંતર મંડલમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે ક્યાં સંસ્તાને તાપક્ષેત્ર - સૂર્યના આતપથી વ્યાપ્ત આકાશખંડની સંસ્થિતિ - વ્યવસ્થા કહી છે ? અર્થાત્ સૂર્યના આતપનું શું સંસ્થાન હોય છે ?
ભગવંતે કહ્યું – ગૌતમ ! ઉર્ધ્વમુખ, કેમકે તેને અધોમુખપણે કહે તો વક્ષ્યમાણ આકાર સંભવે નહીં. જે કદંબુક - નાલિકા પુષ્પ છે, તે સંસ્થાને સંસ્થિત છે, તેમ મેં અને બીજા તીર્થંકરોએ કહેલ છે. હવે આ જ સંસ્થાનને વિશેષથી કહે છે–
અંત - મેરુની દિશામાં સંકુચિત, વૃત્તિ - લવણની દિશામાં વિસ્તૃત, મેરુની દિશામાં વૃત્ત-અર્હુવલયાકાર, સર્વતઃ વૃત્ત મેરુમાં રહેલ ત્રણ, બે કે દશ ભાગ અભિવ્યાખીને વ્યવસ્થિતપણે છે. ઃિ લવણની દિશામાં પૃથુલ - મુલ ભાવથી વિસ્તારને પામેલ.
આ જ સંસ્થાન કથનથી સ્પષ્ટ કરે છે - મેરુ દિશામાં અંદર અં - પદ્માસને બેસેલ ઉલ્લંગરૂપ આસનબંધ, તેનું મુખ્ય - અગ્રભાગ અર્ધવલયાકાર છે, તેની જેમ સંસ્થિત-સંસ્થાન જેવું છે તે. તથા શિ - લવણ દિશામાં ગાડાની ઉદ્ધિનું મુખ - જ્યાંથી થઈને નિશ્રેણિકાના ફલકો બંધાય છે, તે અતિવિસ્તૃત થાય, તે સંસ્થાને. અર્થાત્ અંદર અને બહારના ભાગને આશ્રીને અનુક્રમે સંકુચિત અને વિસ્તૃત, એવો ભાવ છે.
બીજી પ્રતોમાં “બાહ્ય સ્વસ્તિક મુખ સંસ્થિત' પાઠ છે. તેમાં સ્વસ્તિક, તેનું મુખ - અગ્રભાગની જેમ અતિવિસ્તીર્ણપણે સંસ્થિત - સંસ્થાન જેનું છે તે. હવે તેની
લંબાઈ કહે છે –
મેરુ પર્વતના બંને પડખે, તેની તાપક્ષેત્ર સંસ્થિતિને સૂર્યના ભેદથી બે પ્રકારે વ્યવસ્થિતમાં પ્રત્યેકના એક એકના ભાવથી બે બાહા-બબ્બે પાર્શ્વમાં અવસ્થિત -
વૃદ્ધિહાનિ રહિતતા સ્વભાવમાં બધાં મંડલોમાં પણ નિયત પરિમાણ થાય છે.
ઉક્ત કથનનો આ અર્થ છે
-
એક ભરતમાં રહેલ સૂર્યે કરેલ દક્ષિણ પાર્શ્વ