________________
૬/૨૪૬ થી ૨૪૯
[ભરતના-૩, ઔરવત-૩, મહાવિદેહની ૩ર વિજયના-૯૬]
૬૫
ભગવન્ ! જંબુદ્વીપદ્વીપમાં કેટલી વિધાધર શ્રેણી અને કેટલી આભિયોગિક
શ્રેણીઓ કહેલી છે ?
ગૌતમ ! જંબુદ્વીપીપમાં ૬૮-વિધાધર શ્રેણી, ૬૮-આભિયોગિક શ્રેણી કહેલી છે એમ બધી મળીને બુદ્વીપ દ્વીપમાં [૬૮+૬૮] ૧૩૬ શ્રેણીઓ હોય છે, એમ કહેવાયેલ છે.
ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપમાં કેટલી ચક્રવર્તી વિજય અને કેટલી રાજધાનીઓ કહેલી છે?, કેટલી તમિસા ગુફા અને કેટલી ખંડપપાતા ગુફાઓ કહી છે ? કેટલા કૃતમાલ દેવ અને કેટલાં વૃત્તમાલક દેવો કહેલા છે ? તેમજ કેટલાં ઋષભકૂટો કહેલા છે ?
ગૌતમ ! જંબુદ્વીપદ્વીપમાં ૩૪-ચક્રવર્તી વિજયો છે. ૩૪-રાજધાની છે. ૩૪-તિમિયાગુફાઓ છે. ૩૪-ડપ્રપાતગુફાઓ છે. ૩૪-કૃતમાલક દેવો છે. ૩૪નૃતમાલક દેવો છે. ૩૪-ઋષભકૂટ પર્વતો છે.
ભગવન્ ! જંબૂદ્વીપ દ્વીપમાં કેટલી મહાનદીઓ વર્ષધર પર્વતોથી નીકળે છે? કેટલી મહાનદી કુંડમાંથી નીકળે છે?
ગૌતમ ! જંબુદ્વીપદ્વીપમાંથી ૧૪-મહાનદીઓ વર્ષધર પર્વતથી નીકળે છે. ૭૬-મહાનદીઓ કુંડોમાંથી નીકળે છે. એ પ્રમાણે બધી મળીને જંબૂદ્વીપમાંથી ૯૦-મહાનદીઓ કહેલ છે.
જંબુદ્વીપ દ્વીપમાં ભરત અને ઐરવત ક્ષેત્રોમાં કેટલી મહાનદી કહેલી છે ? ગૌતમ ! ચાર મહાનદીઓ કહેલી છે. તે આ પ્રમાણે – ગંગા, સિંધુ, તા,
તવતી. તેમાં એકૈક મહાનદીમાં ચૌદ-ચૌદ હજાર નદીઓ મળે છે. તેનાથી
આપૂર્ણ થઈ પૂર્વીય અને પશ્ચિમી લવણસમુદ્રમાં મળે છે. એ પ્રમાણે બધી મળીને જંબુદ્વીપ દ્વીપમાં ભરત અને ઐરવત ક્ષેત્રમાં ૫૬,૦૦૦ નદીઓ કહેલી છે.
ભગવન્ ! જંબૂદ્વીપમાં હૈમવત અને હૈરણ્યવંત વર્ષોત્રોમાં કેટલી મહાનદીઓ કહેલી છે ? ગૌતમ ! ચાર મહાનદીઓ કહેલી છે, તે આ પ્રમાણે – રોહિતા, રોહિતાંશા, સુવર્ણકૂલા, રૂક્ષકૂલા. તે એકૈક મહાનદીમાં અઠ્ઠાવીશ - અકાવીશ હજાર નદીઓ મળે છે. તેનાથી પૂર્ણ થઈ પૂર્વ અને પશ્ચિમ લવણ સમુદ્રમાં મળે છે. એ પ્રમાણે બધી મળીને જંબૂદ્વીપ દ્વીપમાં હૈમવત અને હૈરણ્યવંત વર્ષ ક્ષેત્રમાં ૧,૧૨,૦૦૦ નદીઓ બધી મળીને હોય છે, તેમ કહેલ છે. ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપમાં હરિવર્ષ અને મ્યક્ વર્ષમાં કેટલી મહાનદીઓ કહેલી છે ? ગૌતમ ! ચાર મહાનદીઓ કહેલી છે. તે આ પ્રમાણે હરી, હરિકાંતા, નરકાંતા, નાકિાંતા. તે એકૈક મહાનદીમાં છપ્પન્ન-છપ્પન્ન હજાર નદીઓ મળે છે. તેનાથી પૂર્ણ થઈ પૂર્વ-પશ્ચિમ લવણ સમુદ્રમાં મળે છે. એ પ્રમાણે બધી મળીને જંબૂદ્વીપ દ્વીપમાં હરિવર્ષ-રમ્યક્ વર્ષમાં ૨,૨૪,૦૦૦ નદી
કહેલી છે. 27/5
-
જંબુદ્વીપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩
ભગવન્ ! જંબુદ્વીપ દ્વીપમાં મહાવિદેહ ક્ષેત્રમાં કેટલી મહાનદીઓ કેટલી
સીતા અને સીતોદા.
છે ? ગૌતમ ! બે મહાનદીઓ કહેલ છે. તે આ પ્રમાણે તેમાં એકૈક મહાનદી ૫,૩૨,૦૦૦ - ૫,૩૨,૦૦૦ નદીઓ મળે છે. તેનાથી આપૂર્ણ થઈ પૂર્વ-પશ્ચિમ લવણસમુદ્રમાં મળે છે. એ પ્રમાણે બધી મળીને જંબૂદ્વીપદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં દશ લાખ અને ચોસઠ હજાર - [૧૦,૬૪,૦૦૦] નદી કહી છે.
ભગવન્ ! જંબુદ્વીપદ્વીપના મેરુ પર્વતની દક્ષિણમાં કેટલાં લાખ નદીઓ પૂર્વ-પશ્ચિમ અભિમુખ લવણ સમુદ્રમાં મળે છે ? ગૌતમ! ૧,૯૬,૦૦૦ નદીઓ પૂર્વાભિમુખ-પશ્ચિમાભિમુખ થઈને લવણ-સમુદ્રમાં જઈને મળે છે, તેમ કહ્યું છે. ભગવન્ ! જંબૂઢીપઢીપમાં મેરુ પર્વતની ઉત્તરમાં કેટલાં લાખ નદીઓ પૂર્વાભિમુખ - પશ્ચિમાભિમુખ થઈને લવણસમુદ્રમાં મળે છે? ગૌતમ ! તેમાં ૧,૯૬,૦૦૦ નદીઓ મળીને પૂર્વાભિમુખ પશ્ચિમ અભિમુખ થઈને યાવત્ મળે છે.
૬૬
ભગવન્ ! જંબુદ્વીપદ્વીપમાં કેટલા લાખ નદીઓ પૂર્વાભિમુખ થઈને લવણસમુદ્રમાં મળે છે ? ગૌતમ ! ૭,૨૮,૦૦૦ નદી પૂર્વ અભિમુખ થઈને યાવત્
મળે છે.
-
ભગવન્ ! જંબુદ્વીપદ્વીપમાં કેટલાં લાખ નદીઓ પશ્ચિમાભિમુખ થઈને લવણસમુદ્રમાં મળે છે ? ગૌતમ ! ૭,૨૮,૦૦૦ નદીઓ પશ્ચિમાભિમુખ થઈને યાવર્તી મળે છે.
એ પ્રમાણે પૂર્વાપર મળીને જંબૂદ્વીપદ્વીપમાં ૧૪,૫૬,૦૦૦ નદીઓ છે, એમ કહેવાયેલ છે.
• વિવેચન-૨૪૬ થી ૨૪૯ :
કુંડા નોશન ઈત્યાદિ વાક્યના સંક્ષિપ્તપણાથી દુર્બોધ છે, તેથી સૂત્રકાર જ
પ્રશ્નોત્તર રીતે વર્ણન કરે છે. તે સૂત્ર આ છે
-
-
જંબુદ્વીપ દ્વીપમાં ભરતનું પ્રમાણ ૫૨૬ યોજન અને ૬-કળા છે. તે જ માત્રા-પરિમાણ જેનું છે તે, તથા એ પ્રકારે ખંડ વડે, ખંડ ગણિતથી - ખંડ સંખ્યા વડે કેટલાં કહેલ છે ? ભગવંતે કહ્યું – ગૌતમ ! ૧૯૦ ખંડ, ખંડ ગણિતથી કહેલ છે. તેનો શો અર્થ છે ? ભરતના પ્રમાણથી ૧૯૦ ખંડથી સંખ્યાક મળવાથી જંબૂદ્વીપ સંપૂર્ણ લાખ પ્રમાણ થાય છે.
તેમાં દક્ષિણ-ઉત્તરથી ખંડમીલન પૂર્વે ભરતાધિકારની વૃત્તિમાં વિચારેલ છે, તેથી ફરી કહેતા નથી. જો કે પૂર્વ-પશ્ચિમથી ખંડ ગણિત વિચારણા સૂત્રમાં કરી નથી. - x - તો પણ ખંડ ગણિત વિચાર કરતાં ભરતનું પ્રમાણ તેટલાં ખંડ જ થાય છે. હવે “યોજન'' - દ્વારસૂત્ર કહે છે – ભગવન્ ! જંબૂદ્વીપ કેટલા યોજનગણિતથી - સમચતુરસ યોજન પ્રમાણ ખંડ સર્વ સંખ્યાથી કહે છે ? ભગવંતે કહ્યું – ગૌતમ ! ૭૦૦ કરોડ, મૈં આગળની સંખ્યા સમુચ્ચય માટે છે ૯૦ કરોડ અધિક ઈત્યાદિ સૂત્રાર્થ મુજબ અંક જાણવો. - ૪ - ૪ - ભગવતીની વૃત્તિ આદિમાં અહીં સાધિકત્વ વિવક્ષિત છે. તે આ પ્રમાણે - ૧ ગાઉ, ૧૫૧૫ ધનુપ્, ૬૦ અંગુલ - છે. તેનું કરણ આ રીતે