________________
૫/૨૪૪
સ્વીકારે છે.
ત્યારપછી વૈિશ્રમણ દેવો] ભૂંભક દેવોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહે છે ઓ દેવાનુપિયો ! જલ્દીથી બત્રીશ કરોડ હિરણ્ય, યાવત્ તીર્થંકર ભગવંતના જન્મ ભવનમાં સંહરીને મારી આ આા પાછી સોંપો.
ત્યારપછી તે કૃભક દેવો, વૈશ્રમણ દેવોએ આ પ્રમાણે કહેતા હર્ષિતસંતુષ્ટ થયા યાવત્ જલ્દીથી બીશ કરોડ હિરણ્ય યાવત્ તીર્થંકર ભગવંતના જન્મભવનમાં સંહરે છે. સંહરીને જ્યાં વૈશ્રમણ દેવ છે, ત્યાં આવીને યાવત્ આજ્ઞા પાછી સોંપે છે.
=
ત્યારપછી તે વૈશ્રમણ દેવો જ્યાં દેવેન્દ્ર દેવરાજ શક છે, ત્યાં આવીને ચાવત્ આજ્ઞા પાછી સોંપે છે.
પાછા ગયા.
૬૧
ત્યારપછી તે દેવેન્દ્ર દેવરાજ શક્ર આભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું – ઓ દેવાનુપિયો ! જલ્દીથી તીર્થંકર ભગવંતના જન્મ નગરમાં શ્રૃંગાટક ચાવત્ મહાપથ અને માર્ગોમાં મોટા-મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરતાં-કરતાં આ પ્રમાણે કહો કે ઓ ઘમાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિક અને વૈમાનિક દેવ-દેવીઓ ! આપ સાંભળો. “તમારામાં જે કોઈ તીર્થંકર કે તેમની માતા પરત્વે પોતાના મનમાં અશુભ ભાવ લાવશે, તેના મસ્તકના આમિંજરીની માફક સો-સો ટુકડા થઈ જશે.”
ઉક્ત ઘોષણા કરાવો, કરાવીને મારી આજ્ઞા પાછી સોંપો. ત્યારે તે આભિયોગિક દેવો યાવત્ એ પ્રમાણે શક્રેન્દ્રની આજ્ઞા સ્વીકારે છે, સ્વીકારીને દેવેન્દ્ર દેવરાજ શકની પાસેથી નીકળે છે, નીકળીને જલ્દીથી તીર્થંકર ભગવંતના જન્મનગરમાં શ્રૃંગાટકે યાવત્ આ પ્રમાણે કહે છે ઓ ઘણાં ભવનપતિ આદિ સાંભળો - જે કોઈ તીર્થંકરનું અશુભ ચિંતવશે યાવત્ તેના મસ્તકના સૌ ટુકડા થઈ જશે. એ પ્રમાણે ઘોષણા કરીને આજ્ઞા પાછી સોંપે છે.
-
ત્યારપછી તે અનેક ભવનપતિ, અંતર, જ્યોતિષ્ક, વૈમાનિક દેવો તીર્થંકર ભગવંતનો જન્મમહોત્સવ કરે છે. કરીને જ્યાં નંદીશ્વર દ્વીપ છે, ત્યાં આવે છે, આવીને અષ્ટાલિકા મહામહોત્સવ કરે છે. કરીને જે દિશાથી આવેલા, તે દિશામાં
-
• વિવેચન-૨૪૪ :
હવે જન્મનગર જવાનું સૂત્ર - ત્યારપછી શક્ર પાંચરૂપો વિક્ર્વીને પછી ૮૪,૦૦૦ સામાનિકો આદિથી પરિવરીને, સર્વ ઋદ્ધિથી ચાવત્ નાદિત રવ સાથે, તેવી ઉત્કૃષ્ટ દિવ્ય દેવગતિથી જતો-જતો તીર્થંકર ભગવંતના જન્મનગરમાં, જન્મ ભવનમાં, તીર્થંકરની માતા છે, ત્યાં આવે છે. આવીને તીર્થંકર ભગવંતને માતાની બાજુમાં સુવડાવે છે. સુવડાવીને તીર્થંકરના પ્રતિબિંબનું પ્રતિસંહરણ કરે છે, કરીને અવસ્વાપિની નિદ્રાને
પાછી લે છે.
ત્યારપછી ત્યાં એક મોટા દુકૂલ યુગલ - વસ્ત્ર યુગલ અને બે કુંડલો તીર્થંકર
જંબુદ્વીપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩
ભગવંતના ઓશીકા પાસે મૂકે છે. મૂકીને એક મોટું શ્રીદામ-શોભાવાળુ અને વિચિત્ર ત્નમાળાનું ખંડ - વૃત્ત આકાપણાથી ગોળ કાંડ કે સમૂહ તે શ્રીદામ ગંડ કે શ્રીદામ
કાંડ ભવવંત તીર્થંકરના ઉલ્લોચ-છતમાં લટકાવે છે. તપનીય ઈત્યાદિ ત્રણ પદ
૬૨
પૂર્વવત્ જાણવા.
વિવિધ મણિ અને રત્નોના જે વિવિધ હાર-અદ્ધહાર, તેના વડે ઉપશોભિત સમુદાય-પરિકર જેમાં છે તે. અર્થ આ છે – શ્રીયુક્ત રત્નમાલા તથા ગ્રથિત કરીને ગોલાકારથી કરેલ જેમ ચંદ્રગોપકની મધ્યે મુંબનક પ્રાપ્ત થાય. - X +
ઉક્ત સ્વરૂપ ઝુંબનક વિધાનમાં પ્રયોજન કહે છે – પૂર્વવત્. તીર્થંકર ભગવંત અનિમેષ - નિર્નિમેષ દૃષ્ટિથી અતિ આદરથી જોતાં-જોતાં સુખે સુખે રતિ પામીને રહેલા છે.
હવે વૈશ્રમણ દ્વારા શકનું કૃત્ય કહે છે – પછી તે શકેન્દ્ર ઉત્તરના દિક્પાલ વૈશ્રમણ દેવને બોલાવે છે, બોલાવીને કહે છે કે – જલ્દીથી, તમે બગીશ હિરણ્યકોટી, બત્રીશ સુવર્ણકોટી, બત્રીશ વૃત્ત લોહાસન, બત્રીશ ભદ્રાસન, જે શોભન આકારાદિવાળા હોય, તેને તીર્થંકરના જન્મ ભવનમાં સંહરો, પછી વૈશ્રમણ દેવ, શકની આજ્ઞાથી હર્ષિત આદિ થયો, વિનયથી આજ્ઞા સ્વીકારી ઈત્યાદિ - ૪ -
પછી તેણે તીર્થાલોકમાં વૈતાઢ્યની બીજી શ્રેણીમાં રહેલ તીર્થાલોકમાં રહેલ નિધાનાદિના જાણકાર વૃંભક દેવોને બોલાવ્યા, બોલાવીને કહ્યું કે – બત્રીશકોટી હિરણ્યાદિ સુગમ છે.
હવે આપણામાં સ્વસ્થાને રહેલ સૌંદર્યાધિક ભગવંતમાં કોઈ દુષ્ટ દુષ્ટદૃષ્ટિ ન નાંખે, તેના ઉપાયાર્થે કહેલ છે – વૈશ્રમણની આજ્ઞા સોંપણી પછી તે શક્રેન્દ્ર આભિયોગિક દેવોને બોલાવીને કહ્યું – જલ્દી તીર્થંકરના જન્મનગરના શ્રૃંગાટકાદિએ જઈને મોટા-મોટા શબ્દોથી ઉદ્ઘોષણા કરતા કહો કે – [ઈત્યાદિ સૂત્રાર્થવત્ જાણવું] તીર્થંકર કે માતા વિશે દુષ્ટ સંકલ્પ કરશે, તેના આર્યક - વનસ્પતિ વિશેષ, જે લોકમાં ‘આજવો' નામે પ્રસિદ્ધ છે. તેની મંજસ્કિાની જેમ મસ્તક સો ટુકડામાં ફાટી જશે. આવી ઘોષણા કરો. તેઓએ પણ આજ્ઞાનુસાર ઘોષણા કરી.
ઘણાં ભવનપત્યાદિ દેવોએ તીર્થંકર ભગવનો જન્મ મહોત્સવ કર્યો. પછી સમીહિત કાર્ય સિદ્ધ થતાં અને મંગલાર્ગે નંદીશ્વરદ્વીપે આવે છે. ત્યાં આઠ દિવસનો ઉત્સવ વિશેષ કરે છે. અહીં બહુવચન સૌધર્મેન્દ્રાદિ પ્રત્યેક વડે કરાતા હોવાથી છે. તેઓ કોણ ક્યાં મહોત્સવ કરે છે, તે ઋષભદેવાધિકારમાં જોવું.
મુનિ દીપરત્નસાગરે કરેલ વક્ષસ્કાર-૫-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ