________________
૫/૨૪૦
૫૧
કેટલાંક ચતુર્વિધ અભિનય કરે છે દાષ્ટન્તિક, પ્રાતિશ્રુતિક, સામંતોપનિપાતિક, લોકમધ્યાવસાનિક. કેટલાંક બીશ ભેદે દિવ્ય નૃત્યવિધિ દેખાડે છે, કેટલાંક ઉત્પાતનિપાત, નિષતોત્પાત, સંકુચિતપ્રસારણ યાવત્ ભાંતસંભાંત નામક દિવ્ય નાટ્યવિધિ દેખાડે છે. કેટલાંક તાંડવ કરે છે અને કેટલાંક લાસ-નૃત્ય કરે છે.
કેટલાંક પોતાને સ્થૂળ બનાવે છે, એ પ્રમાણે બૂત્કાર કરે છે, આસ્ફોટન કરે છે, વલ્ગન કરે છે, સીંહનાદ કરે છે અને કેટલાંક આ બૂત્કારાદિ બધું જ
T
કરે છે.
-
કેટલાંક ઘોડાની જેમ હણહણે છે, એ પ્રમાણે હાથીની જેમ ગુલગુલાયિત કરે છે, થની જેમ ધનધનાહટ કરે છે, કેટલાંક આ હણહણાટ આદિ ત્રણે સાથે કરે છે.
કેટલાંક ઉચ્છાલ કરે છે, કેટલાંક પ્રક્ષાલ કરે છે, કેટલાંક ત્રિપદી છેદે છે, પાદ દર્દક કરે છે, ભૂમિ ઉપર થપાટો મારે છે. કેટલાંક મોટા શબ્દોથી અવાજો કરે છે, એ પ્રમાણે સંયોગો કહેવા.
કેટલાંક હક્કાર કરે છે, એ પ્રમાણે મૂત્કારે છે, શક્કારે છે, વપતિત થાય છે, ઉત્પતિત થાય છે, પપિતિત થાય છે, બળે છે, તપછે છે, પ્રતપ્ત થાય છે, ગર્જે છે, વિદ્યુતની જેમ ચમકે છે, વર્ષાની જેમ વરસે છે. [તll...]
કેટલાંક દેવોત્કલિક કરે છે, એ પ્રમાણે દેવકહકહા કરે છે, કેટલાંક દુહુદુહુ કરે છે, કેટલાંક વૈક્રિય ભૂતરૂપો વિકુર્તીને નાચે છે, એ પ્રમાણે વિજયદેવવત્ કહેવું યાવત્ ચારે તરફ ધીમે ધીમે દોડે છે જોર જોરથી દોડે છે.
-
• વિવેચન-૨૪૦ :
પછી અભિષેક સામગ્રી ઉપસ્થિત થતાં તે અચ્યુત દેવેન્દ્ર દશ હજાર સામાનિકો, 33 ત્રાયશ્રિંશકો આદિ સૂત્રાર્થવત્ જાણવું. સુકુમાલ હથેળીમાં ગૃહીત અનેક હજાર સંખ્યાવાળા કળસો જાણવા. તેને જ વિભાગથી દર્શાવે છે – ૧૦૦૮ સોનાના કળશો, ચાવત્ પદથી રૂપાના, મણિના, સોનારૂપાના, સોનામણિના, રૂપામણિના, સોના રૂપામણિના, માટીના બધાંએ ૧૦૦૮ કળશો લેવા. તેથી સર્વસંખ્યાથી ૮૦૬૪ થશે, યાવત્ શબ્દથી ભંગારાદિ લેવા.
સર્વ જળ, સર્વ માટી, સર્વ તુવર યાવત્ શબ્દથી પુષ્પાદિ ગ્રહણ કરવા, સર્વોષધિ-સરસવથી, સર્વ ઋદ્ધિ વડે યાવત્ સ્વથી, યાવત્ શબ્દથી સર્વતિથી લઈને દુંદુભિ નિર્દોષનાદ સુધી લેવું. મોટા-મોટા તીર્થકરાભિષેક વડે - જે અભિષેકથી તીર્થંકરો અભિસિંચિત્ થાય છે, અહીં અભિષેક શબ્દથી ક્ષીરોદાદિ જળ જાણવું.
હવે અભિષેકકારી ઈન્દ્ર પછી બીજા ઈન્દ્રાદિ જે કરે છે, તે કહે છે – પછી સ્વામી અતિશય મહાત્ અભિષેકમાં વર્તતા ઈન્દ્રાદિ દેવો, હાથમાં છત્ર, ચામરાદિ લઈને હર્ષિત, સંતુષ્ટ થઈ, હાથમાં વજ્ર, ત્રિશૂળાદિ શસ્ત્રો લઈને આગળ ઉભા અર્થાત્ કેટલાંક છત્રધારી, કેટલાંક ચામરધારી ઈત્યાદિ, સેવા ધર્મ જણાવવા કહ્યું છે, વૈરીના
પર
નિગ્રહ માટે નહીં. - X -
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩
હવે અતિદેશ કહે છે –
એ પ્રમાણે વિજયદેવના અભિષેક સૂત્રાનુસાર ઉક્ત સૂત્ર જાણવું. ચાવત્ પદથી
- x - ૪ - કેટલાંક દેવો પાંડવનમાં અતિ જળ કે અતિ માટી ન થાય, તે રીતે પ્રવિલ અને રજ-રેણુ નાશ કરનાર, દિવ્ય સુરભિગંધ જળની વર્ષા કરે છે. કેટલાંક પાંડવને નિહતરજ, નષ્ટરજ, ભ્રષ્ટ રજાદિ કરે છે. હવે સૂત્ર કહે છે –
-
કેટલાંક દેવો પાંડુકવને આસિક્તાદિ કરે છે, જળ વડે સીંચે છે, તેથી જ સૂચિ, કચરો દૂર કરવાથી સંસૃષ્ટ, રસ્તા વગેરે કરે છે. અર્થ આ છે તેમાં સ્થાને સ્થાનેથી લાવેલ ચંદનાદિ વસ્તુ માર્ગના અંતરમાં તે રીતે ઢગલો કરાયેલ છે, જેથી હાટની શ્રેણી જેવી લાગે છે. યાવત્ પદથી પાંડુવને મંચાતિમંચ યુક્ત કરે છે. કેટલાંક વિવિધ રંગી - ઉંચી - ધ્વજા પતાકાથી મંડિત કરે છે. કેટલાંક ગોશીર્ષ ચંદન દર્દરની થાપા મારે છે કેટલાંક ચંદન કળશયુક્ત કરે છે.
કેટલાંક પ્રતિદ્વારના દેશભાગને ચંદનઘટ યુક્ત તોરણવાળા કરે છે. કેટલાંક વિપુલ વૃત્ત લાંબી માતાથી યુક્ત કરે છે. કેટલાંક પંચવર્ણી સરસ સુગંધી છોડતાં પુંજો પચાર યુક્ત કરે છે, કેટલાંક કાલો અગરુ આદિની ધૂથી મધમધતી ગંધ વડે અભિરામ સુગંધ શ્રેષ્ઠ ગંધયુક્ત કરે છે. [ઉક્ત સૂત્રની વ્યાખ્યાનો સાર-શબ્દાર્થરૂપે
હિરણ્ય - રૂપું, વર્ષ-વૃષ્ટિ, રત્ન-કર્કેતનાદિ, વજ્ર-હીરા, આભરણ - હારાદિ, પત્ર-મનકાદિ, બીજ-સિદ્ધાદિ, માલ્ટ-ગુંથેલા પુષ્પો, ગંધ-વાસ, વર્ણ-હિંગલોકાદિ. ચૂર્મ-સુગંધદ્રવ્યક્ષોદ. હિરણ્યવિધિ-હિરણ્યરૂપ મંગલપ્રકાર બીજા દેવોને આપે છે. -
X + X -
હવે સંગીતવિધિરૂપ ઉત્સવ કહે છે – કેટલાંક ચતુર્વિધ વાધો વગાડે છે, તે આ રીતે – તત - વીણાદિ, વિતત - પટહાદિ, ધન - તાલ આદિ, શુધિર-વંશાદિ. કેટલાંક ચતુર્વિધ ગાયન ગાય છે, તે આ રીતે – ક્ષિપ્ત પહેલાથી સમારંભ્યમાણ, પાદાત-પાદવૃદ્ધ, વૃત્તાદિ ચતુર્ભાગરૂપ પાદબદ્ધ, મંદાય-મધ્ય ભાગમાં મૂર્છાનાદિ ગુણયુક્ત, રોચિતાવસાન-યથોચિત લક્ષણયુક્તતાથી ભાવિતાદિ - ૪ -
કેટલાંક ચાર ભેદે નાટ્ય કરે છે, તે આ પ્રમાણે – અંચિતાદિ ચાર, કેટલાંક ચતુર્વિધ અભિનય કરે છે, તે આ રીતે – દાન્તિક આદિ ચાર. આ નાટ્યવિધિ, અભિનયવિધિને ભરતાદિ સંગીત શાસ્ત્રજ્ઞ પાસેથી જાણવી. કેટલાંક બત્રીશ ભેદે અષ્ટમાંગલિક આદિ દિવ્ય નાટ્યવિધિ દેખાડે છે, તે બધું જ ક્રમે વર્લ્ડમાન સ્વામીની આગળ સૂર્યાભદેવે દેખાડેલ તે જ ક્રમ લેવો. - ૪ - સ્વસ્તિક, શ્રીવત્સ, નંધાવર્ત્તદિ આઠ મંગલથી ચિત્રિત. અહીં આઠે પદોની વ્યાખ્યા પૂર્વવત્. વિશેષ એ કે – તેના વડે આલેખન, તે-તે આકારની આવિર્ભાવના થાય તેમ દર્શાવે છે. અર્થાત્ તેને અભિનયવિષયીકૃત્ય કરે છે.
મિનય - આંગિક, વાચિક, સાત્ત્વિક, આહાર્ય એ ચાર ભેદથી સમુદિત કે અસમુદિતપણે અભિનેતવ્ય વસ્તુ ભાવને પ્રગટ કરવો. તેમાં આંગિક વડે નાટ્યકર્તા