________________
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स
૫.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
-ભાગ-૨૦
૧૭
૦ આ ભાગમાં અઢારમું આગમ કે જે ઉપાંગ સૂત્રોમાં સાતમું [છટ્ઠ ઉપાંગ છે, તેવા ‘“જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ’' સૂત્રનો સમાવેશ કરાયેલ છે. પ્રાકૃતમાં તે “ બંધૂધીવપજ્ઞતિ' નામે ઓળખાય છે. સંસ્કૃતમાં ખંવૃદ્દીપપ્રજ્ઞપ્તિ નામ છે. વ્યવહારમાં આ નામે જ ઓળખાય છે. તેની શ્રી શાંતિચંદ્રગણિકૃત્ ટીકા હાલ ઉપલબ્ધ છે, તેમાં આ ઉપાંગનો ક્રમ છઠ્ઠો જણાવેલ છે, સાથે ઉપાંગના ક્રમ વિશે મતભેદ છે, તેવો પણ ઉલ્લેખ આ ટીકામાં થયેલો જ છે.
આ ઉપાંગમાં ગણિતાનુયોગની મુખ્યતા ગણાવાય છે, પણ ભગવંત ઋષભદેવ અને ચક્રવર્તી ભરતના ચત્રિ દ્વારા કથાનુયોગ પણ કહેવાયેલો છે. યત્કિંચિત્ બાકીના બે અનુયોગનું વર્ણન પણ છે. છતાં આ આગમને “જૈન ભૂગોળ''રૂપે વિશેષથી ઓળખાવી શકાય, ચક્રવર્તી વિષયક સઘન વર્ણન માટેનો આધારભૂત સ્રોત પણ આ જ ઉપાંગમાં છે, તે નોંધનીય છે.
આ ઉપાંગની ચૂર્ણિ અને અન્યાન્ય વૃત્તિ રચાયાનો ઉલ્લેખ અવશ્ય મળે છે, પણ ઉપલબ્ધ ટીકા શ્રી શાંતિચંદ્ર ગણિની છે, જેમાં શ્રી હીરવિજયજીદ્ વૃત્તિના ઘણાં અંશો પણ છે, તે જ અમારા આ સટીક અનુવાદનો આધાર છે.
·
સાત વક્ષસ્કારો [અધ્યયન વાળા આ આગમને અમે ત્રણ ભાગમાં ગોઠવેલ છે. પહેલાં ભાગમાં બે વક્ષસ્કાર, બીજામાં બે વક્ષસ્કાર અને ત્રીજામાં ત્રણ વક્ષસ્કાર
ગોઠવેલ છે, જેમાં આ ત્રીજા ભાગમાં વક્ષસ્કાર પાંચ, છ અને સાતનો અનુવાદ
કર્યો છે.
પદાર્થોના સંબંધથી ક્યાંક કંઈક ઉમેર્યું પણ છે. ન્યાયવ્યાકરણ આદિ કેટલીક વસ્તુને છોડી પણ દીધેલ છે. માટે જ અમે અનુવાદને “ટીકાનુસારી વિવેચન” નામે ઓળખાવીએ છીએ.
27/2
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૩
૧૮ બહીપતિ-ગ-૩ અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
૧
- ભાગ-૨૫માં વક્ષસ્કાર-૧ અને ૨, ભાગ-૨૬માં વક્ષસ્કાર-૩ અને ૪નો સટીક અનુવાદ કર્યો. અહીં વક્ષસ્કાર-૫ થી ૭ લીધેલ છે.
છે વક્ષસ્કાર-૫
— * - * — * —
૦ હમણાં જે પાંડુકંબલશિલાદિમાં સિંહાસન વર્ણનાધિકારમાં - અહીં જિનેશ્વરો અભિષિક્ત થાય છે – તેમ કહ્યું, તેનું સ્મરણ કરીને જિન જન્મ અભિષેક ઉત્સવ વર્ણનાર્થે પ્રસ્તાવના સૂત્ર કહે છે –
-
• સૂત્ર-૨૧૨ થી ૨૧૪ :
[૧૨] જ્યારે એકૈક ચક્રવર્તી વિજયમાં ભગવંત તીર્થંકર ઉત્પન્ન થાય છે, તે કાળે - તે સમયે અધોલોક વાસ્તવ્યા આઠ દિશાકુમારિકા મહત્તરિકાઓ પોત-પોતાના ફૂટોથી, પોત-પોતાના ભવનોથી, પોત-પોતાના પ્રાસાદાવતંસકોથી, પ્રત્યેક પ્રત્યેક ૪૦૦૦ સામાનિકા, પરિવાર સહિત ચાર મહત્તકિા, સાત સૈન્યો, સાત સૈન્યાધિપતિઓ, ૧૬,૦૦૦ આત્મરક્ષકો દેવો, અન્ય ઘમાં ભવનપતિવ્યંતર દેવો અને દૈવીઓ સાથે સંપરિવૃત્ત મોટા નૃત્ય-ગીત-વાજિંત્ર સહ ચાવત્
ભોગોપભોગને ભોગવતી રહેલી છે. તે આ પ્રમાણે
[૨૧૩] ભોગંકરા, ભોગવતી, સુભોગા, ભોગમાલિની, તોયધારા, વિચિત્રા, પુષ્પમાલા, અનિંદિતા.
[૨૪] ત્યારે તે અધોલોક વાતવ્યા આઠ દિશાકુમારી મહત્તરા પ્રત્યેક પ્રત્યેકના આસનો ચલિત થયા. ત્યારે તે અધોલોક વાસ્તવ્યા આઠે દિશાકુમારી મહત્તરિકાઓ પ્રત્યેકે પ્રત્યેક આસનોને ચલિત થતાં જુએ છે, જોઈને અવધિજ્ઞાનને પ્રયોજે છે, પ્રયોજીને ભગવંત તીર્થંકરને અવધિજ્ઞાન વડે જુએ છે. જોઈને એકબીજાને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું –
ઓ ! નિશ્ચે જંબુદ્વીપ દ્વીપમાં ભગવન્ તીર્થંકર ઉત્પન્ન થયેલ છે. તો અતીત-વર્તમાન-ભાવિ અધોલોક વાત્સવ્યા આઠે દિશાકુમારી મહત્તરિકાનો એ પરંપરાગત આચાર છે કે ભગવંત તીર્થંકરનો જન્મ મહોત્સવ કરે, તો આપણે પણ જઈને ભગવંતનો જન્મ મહોત્સવ કરીએ, એમ કરીને એમ બોલે છે. એમ બોલીને પ્રત્યેક પ્રત્યેક આભિયોગિક દેવોને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું ઓ દેવાનુપિયો ! જલ્દીથી અનેક શત સ્તંભ સંનિવિષ્ટ,