________________
૪/૧૪૩ થી ૧૪૫
વજ્રમય ગોલક-વૃત્ત સમુદ્ગકો કહેલાં છે. તેમાં ઘણાં જિન સક્થિ મૂકેલા હોય છે. તે યમકદેવો અને બીજા પણ ઘણાં વ્યંતર દેવો-દેવીને અર્ચનીય, વંદનીય, પૂજનીય, સત્કારણીય, સન્માનનીય, કલ્યાણ-મંગલ-દૈવત-ચૈત્યરૂપ તથા પર્યુંપાસનીય છે.
ઉક્ત સૂત્રની વ્યાખ્યા – પ્રાયઃ પ્રસ્તુત સૂત્રમાં સાક્ષાત્ દૃષ્ટત્વથી અનંતર જ વ્યાખ્યાત છે. મધ્યમાં અર્ધપંચમ યોજનમાં અર્થાત્ બાકી યોજનમાં જાણવા. અહીં ઘણાં સુવર્ણ-રૂષ્ણમય ફલકો કહેલા છે. તે ફલકોમાં ઘણાં વજ્રમય નાગદંતકો છે ઈત્યાદિ બધું ઉપર સૂત્રાર્થમાં કહ્યું છે, તેથી ફરી લખતા નથી. વિશેષ એટલું - ગૌલક અર્થાત્ વૃત્ત, સમુદ્ગક-ડાબલો, યમક-યમક રાજધાનીમાં રહેતા, ચંદનાદિ વડે અર્ચનીય, સ્તુત્યાદિથી વંદનીય, પુષ્પાદિથી પૂજનીય, વસ્ત્રાદિથી સત્કારણીય, બહુમાન
વડે સન્માનનીય.
૧૫૯
આ જિન સકિયની આશાતનાના ભયથી ત્યાં દેવ-દવીઓ સંભોગાદિ આદતા
નથી કે મિત્ર દેવાદિ સાથે હાસ્ય ક્રીડાદિ કરતા નથી. [શંકા] જિનગૃહોમાં જિનપ્રતિમાનું દેવોને અર્ચનીયપણું હોવાથી આશાતના ત્યાગ બરાબર છે, તેમના સદ્ભાવ સ્થાપનારૂપથી આરાધ્યતા - ૪ - છે, તેવું જિનદાઢાદિમાં નથી, તેથી ઉક્ત કથન કઈ રીતે યોગ્ય છે ? પૂજ્યના અંગો પણ પૂજ્ય છે ઇત્યાદિ કારણે યોગ્ય છે. આ અર્થમાં પૂજ્ય શ્રી રત્નશેખર સૂરીની શ્રાદ્ધ વિધિ વૃત્તિમાં પણ સંમતિ છે. [અહીં વૃત્તિકારશ્રીએ શ્રાદ્ધવિધિની વૃત્તિના ૧૫-શ્લોક શોધેલ છે, જે ક્યાંશ અમે અહીં લીધેલો નથી.
હવે પ્રસ્તુત સૂત્ર કહે છે – માણવક ચૈત્ય સ્તંભની પૂર્વ દિશામાં સુધર્માંસભામાં સપરિવાર બે સિંહાસન છે. બંને યમક દેવના પ્રત્યેકનું એકૈક છે. તેનાથી પશ્ચિમ દિશામાં શયનીયનું વર્ણન છે. તે અહીં શ્રીદેવીના વર્ણન અધિકારમાં કહેલ છે. શયનીયની ઉત્તરપૂર્વ દિશામાં બે લઘુમહેન્દ્રધ્વજ છે. તેનું પ્રમાણ મહેન્દ્ર ધ્વજવત્ છે. ૬॥ યોજન ઉંચો અને અર્ધક્રોસ જાડાઈથી છે.
(શંકા) જો એ પૂર્વોક્ત મહેન્દ્રધ્વજતુલ્ય છે, તો આ લઘુ વિશેષણ કેમ ? મણિપીઠિકારહિત હોવાથી લઘુ, કેમકે બે યોજન પ્રમાણ મણિપીઠિકાની ઉપર રહેલ હોવાથી કહેલ છે.
તે બંને લઘુમહેન્દ્રધ્વજ એકૈક રાજધાની સંબંધી, તેની પશ્ચિમમાં ચોપાલ નામે પ્રહરણ કોશ છે. તેમાં ઘણાં પધિરત્ન આદિ પ્રહરણો રાખેલા છે. સુધર્મા સભા ઉપર આઠ-આઠ મંગલો ઈત્યાદિ યાવત્ ઘણાં સહસ પત્રો સર્વત્નમય છે.
સુધર્મસભા પછી શું છે? તે બંને સુધર્માંસભાની ઈશાને બે સિદ્ધાયતન કહેલા છે. કેમકે પ્રત્યેક સભામાં એકૈક છે. તે સુધર્માંસભામાં કહેલ જિનગૃહના પાઠ મુજબ જાણવા. તે સિદ્ધાયતન ૧૨ા યોજન લાંબા, ૬૬ યોજન પહોળા, ૯ યોજન ઉંચા આદિ છે. જેમ સુધર્મામાં ત્રણ-પૂર્વ, દક્ષિણ, ઉત્તરવર્તી દ્વારો છે, તેની આગળ મુખમંડપો, તેની આગળ પ્રેક્ષામંડપો, તેની આગળ સ્તૂપ, તેની આગળ ચૈત્યવૃક્ષ, તેની આગળ મહેન્દ્રધ્વજ, તેની આગળ નંદા પુષ્કરિણી, પછી ૬૦૦૦ મનોગુલિકા આદિ કહેવા. - ૪ -
હવે સુધર્માંસભામાં કહેલ સભા ચતુષ્કનો અતિદેશ કહે છે - ૪ - એ રીતે સુધર્મસભા મુજબ બાકીની ઉપપાત સભાદિનું વર્ણન જાણવું. ક્યાં સુધી ? ઉપપાતસભા
૧૬૦
જંબુદ્વીપપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ/૨
સુધી. જેમાં દેવો ઉત્પન્ન થાય તે ઉત્પાતસભા, શયનીય વર્ણન પૂર્વવત્. તથા દ્રહ વક્તવ્ય, નંદા પુષ્કરિણી પ્રમાણ, તે ઉત્પન્ન દેવના શુયિત્વ અને જલક્રીડા હેતુ છે. પછી અભિષેક સભા - નવા ઉત્પન્ન દેવના અભિષેક મહોત્સવ સ્થાનરૂપ. આભિષેક્સઅભિષેક યોગ્ય પાત્ર. તતા અલંકાર સભા - અભિષિકત દેવનું ભૂષણ પરિધાન સ્થાન. ત્યાં ઘણાં અલંકાર યોગ્ય પાત્ર રહે છે. વ્યવસાયસભા - અલંકૃત્ દેવને શુભ અધ્યવસાય અનુચિંતન સ્થાનરૂપ, પુસ્તકરત્ન ત્યાં હોય છે. - X - સર્વ વ્નમયાદિ છે. નંદા પુષ્કરિણીમાં, બલિક્ષેપ પછીના કાળે સુધસભામાં અભિનવ ઉત્પન્ન દેવના હાથ-પગ ધોવાના હેતુભૂત છે. અહીં સૂત્રમાં પહેલા કહ્યા છતાં નંદાપુષ્કરિણી પ્રયોજન ક્રમવશથી પછી વ્યાખ્યા ન કરે છે. જેમ સુધર્માસભાથી ઈશાન દિશામાં સિદ્ધાયતન છે, તેમ તેની ઇશાન દિશામાં ઉપપાતસભા છે. એ રીતે પૂર્વ-પૂર્વથી પછીપછી ઈશાનમાં કહેવું યાવત્ બલિપીઠથી ઈશાનમાં નંદાપુષ્કરિણી છે. - x - x +
યમિકા રાજધાની કહ્યા પછી, તેના અધિપતિ યમક દેવોની ઉત્પત્તિ આદિ સ્વરૂપ કહેવા સૂત્રકૃત્ સંગ્રહ ગાથા કહે છે – ઉપપાત-ામદેવની ઉત્પત્તિ કહેવી. પછી અભિષેક-ઈન્દ્રાભિષેક, પછી અલંકાર સભામાં અલંકાર પહેરવા, પછી વ્યવસાયપુસ્તક રત્ન ઉદ્ઘાટનરૂપ, પછી સિદ્ધાયતનાદિ અર્ચા, પછી સુધર્મામાં ગમન, પરિવાર કરણ-સ્વ સ્વ દિશામાં પરિવારની સ્થાપના, જેમકે-ચમક દેવના સિંહાસનના ડાબા ભાગે ૪૦૦૦ સામાનિકના ભદ્રાસનની સ્થાપના, ઋદ્ધિ-સંપદા, રૂપ નિષ્પત્તિ - x -
હવે યમદ્રહ જેટલા અંતરે પરસ્પર સ્થિત છે, તેના નિર્ણય માટે કહે છે – જેટલા અંતરે નીલવંત-યમક છે, તેટલા અંતરે-૮૩૪-૪/૭ યોજનરૂપ દ્રહો જાણળા. હવે દ્રહોના અંતરનું જે પ્રમાણ કહ્યું, તે દર્શાવે છે – - સૂત્ર-૧૪૬ થી ૧૫૦ :
[૧૪૬] ભગવના ઉત્તકુરુમાં નીલવંત દ્રહ નામે દ્રહ કહે છે? ગૌતમ! યમકના દક્ષિણી ચરમાંતથી ૮૩૪-૪/ યોજનના અંતરે, સીતા મહાનદીના બહુમધ્યદેશ ભાગમાં અહીં નીલવંત નામે દ્રહ કહેલ છે. તે દક્ષિણ-ઉત્તર લાંબો, પૂર્વ-પશ્ચિમ પહોળો છે જેમ પદ્મદ્રહનું વર્ણન કર્યું, તેમ વર્ણન જાણવું. ભેદ એટલો કે – બે પાવર વેદિકા અને બે વનખંડથી સંવૃિત્ત છે. નીલવંત નામે નાકુમાર દેવ છે, બાકી પૂર્વવત્ જાણવું. નીલવંત દ્રહની પૂર્વ-પશ્ચિમમાં દશ-દશ યોજનોના આંતરે અહીં ર૦ કંચન પર્વતો કહ્યા છે. તે ૧૦૦ યોજન ઉર્ધ્વ ઉંચા છે.
[૧૪] તે મૂળમાં ૧૦૦ યોજન, મધ્યમાં-૭૫ યોજન, ઉપર ૫૦ યોજનના
વિસ્તારવાળા છે.
[૧૪૮] તેની પરિધિ મૂળમાં ૩૧૬ યોજન, મધ્યમાં-૨૩૭ યોજન અને ઉપર-૧૫૮ યોજન છે.
[૧૪૯] પહેલો નીલવંત, બીજો ઉત્તકુરુ, ત્રીજો ચંદ્ર, ચોથો ઐરવત, પાંચમો માલ્યવંત છે.
[૧૫૦] એ પ્રમાણે પૂર્વવત્ અર્થ-પ્રમાણ કહેવા. દેવો (યાવત્) પલ્યોપમ સ્થિતિક છે.