________________
૩/૧૨૫ો
છે. કરીને સંલેખના ઝોષણાથી ઝોપિત થઈ ભોજન-પાનનો પરિત્યાગ કરી, પાદોપગમ અનશન કરી, કાળની આકાંક્ષા ન કરતો વિચરે છે.
૧૧૫
ત્યારે તે ભરત કેવલી ૩૭ લાખ પૂર્વ કુમારવાસમાં રહીને, ૧૦૦૦ વર્ષ માંડલિક રાજાણે વસીને, છ લાખ પૂર્વમાં ૧૦૦૦ વર્ષ જૂન મહારાજા [ચક્રવર્તી પણે વસીને, ૮૩-લાખ પૂર્વ ગૃહવાસ મધ્યે રહીને, કંઈક ન્યૂન એક લાખ પૂર્વ કેવીપર્યાય પાળીને, તે જ બહુપતિપૂર્ણ શ્રામણ્ય પર્યાય પાળીને કુલ ૮૪-લાખ પૂર્વ સયુિ પાળીને નિર્જળ માસિક ભક્ત કરીને શ્રવણનક્ષત્રમાં ચંદ્રનો યોગ પ્રાપ્ત થતાં, વેદનીય-આયુ-નામ-ગોત્ર કર્મ ક્ષીણ થતાં કાલગત થયા મૃત્યુ પામ્યા]. તેમના જન્મ-જરા-મરણના બંધન છિન્ન થયાં, તેઓ સિદ્ધ-બુદ્ધ-મુક્તપરિનિવૃત્ત-તત્કૃત્ થઈ સર્વ દુઃખથી મુક્ત થયા.
• વિવેચન-૧૨૫ -
પછી-૧૦૦૦ વર્ષ ન્યૂન છ લાખ પૂર્વ પર્યન્ત સામ્રાજ્યને ભોગવ્યા પછી તે ભરતરાજા અન્યદા કોઈ દિને સ્નાનગૃહે આવે છે. આવીને યાવત્ ચંદ્ર જેવો પ્રિયદર્શન નરપતિ સ્નાનગૃહથી નીકળે છે. નીકળીને પોતાના વેષ-સૌંદર્ય દર્શન માટે આદર્શગૃહમાં સિંહાસન પાસે આવે છે. આવીને શ્રેષ્ઠ સિંહાસને પૂર્વાભિમુખ બેસે છે. બેસીને આદર્શગૃહમાં પોતાને જોતા-જોતા તેમાં પ્રતિબિંબિત સર્વાંગસ્વરૂપને જોતો-જોતો રહે છે. અહીં સંપ્રદાય [પરંપરા] જણાવે છે. તે આ છે –
ત્યાં પોતાના દેહને જોતા ભરતની એક આંગળીમાંથી વીંટી પડી ગઈ, તે આંગળીને ગલિત અંગુલિ જાણી, રાજા એકૈક આભરણને ઉતારે છે. અનુક્રમે તે ચક્રી પોતાના શરીરને જુએ છે, તો આંગળીનું તેજ ચાલ્યું ગયેલ જુએ છે. ત્યારે ભરત વિચારે છે કે – આમાં આંગળીની શોભા ક્યાં છે ? તે નરેશ્વર ભૂમિમાં પડેલ વીંટીને જુએ છે શું બીજા આભરણો વિના આ અંગની શોભા નથી ? તેણે બધાં
આભરણ ઉતાર્યા.
એ પ્રમાણે પ્રવૃત્ત તે ભરતને શું થયું? તે કહે છે – દેહ ઉપર રહેલા આભુષણોને ઉતાર્યા પછી, તે ભરતરાજાને શુભ પરિણામથી [વિચારે છે–] વિષ્ઠાદિ
મળ અને બહાર વહેતા સ્રોતોથી અંદરથી ક્લિન્ન આ શરીરની કંઈપણ શોભા નથી, આ શરીર કપૂર-કસ્તુરી આદિથી, ઉપર ભૂમિમાં નાંખેલ દૂધની જેમ દૂષિત થાય છે. સવારે સંસ્કારિત ધાન્ય મધ્યાહે નાશ પામે છે, તો આ રસનિષ્પન્ન કાચામાં શું સાર છે?
એ પ્રમાણે શરીરની અસારત્વ ભાવનારૂપ જીવ પરિણતીથી પ્રશસ્ત અધ્યવસાય - ઉક્ત સ્વરૂપ મન પરિણામથી, લેફ્સા-શુક્લાદિ દ્રવ્ય યુક્ત જીવ પરિણતિરૂપથી વિશુદ્ધય થતાં - ઉત્તરોત્તર વિશુદ્ધને પ્રાપ્ત કરતાં-કરતાં નિરાવરણ શરીરના વૈરૂપ્ય વિષયક ઈહા-અપોહાદિ કરતાં, કેવળ જ્ઞાનદર્શન નિબંધક ચાર ઘાતીકર્મોના ક્ષયથીસર્વથા જીવપ્રદેશથી આ પુદ્ગલ ખરી જતાં - x - કેવલજ્ઞાનદર્શન ઉત્પન્ન થયા.
કેવા? કર્મની રજને દૂર કરનાર, કેવા ભરતને ? અપૂર્વકરણ - અનાદિ
૧૧૬
જંબુદ્વીપપ્રજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨
સંસારમાં પૂર્વે અપ્રાપ્ત ધ્યાન-શુક્લ ધ્યાન પ્રાપ્ત થયું. અવગ્રહ પૂર્વક હાર્દિને કહે છે, તે આ રીતે – અરે ! આ નિરલંકાર શરીરની શોભા દેખાતી નથી તે અવગ્રહ. - ૪ - તે શોભા ઔપાધિકી છે કે નૈસર્ગિકી, એ અવગૃહિતાર્થ અભિમુખ મતિચેષ્ટા પર્યાલોચનરૂપ ઈહા - ૪ - ૪ - ઉત્કટ કોટિક સંશયરૂપત્વથી આ સંભાવનારૂપ નિશ્ચયકારણત્વના અવિરુદ્ધપણાથી, આ ઔપાધિકી જ છે, નૈસર્ગિકી નહીં. બાહ્ય વસ્તુના સંસર્ગજન્યપણાના પ્રત્યક્ષ સિદ્ધત્વથી કહ્યું, તે ઈહિત વિશેષ નિર્ણયરૂપ અપોહ છે. - ૪ - ૪ - આની - ૪ - અન્વય ધર્માલોચના તે માર્ગણા. - ૪ - આભરણને ધારણ કરવાની બુદ્ધિ ન થવી, તે ગવેષણા. - x -
હવે કેવળજ્ઞાનની ઉત્પત્તિ પછી શું કરે છે, તે કહે છે – કેવલ જ્ઞાન પછી તે ભરતને શક્ર વડે આસન કંપવાથી અવધિજ્ઞાન વડે કેવલી જાણીને દ્રવ્યલિંગ-વેશ સ્વીકારવા વિનંતી કરી, જેથી હું[શ] વંદન કરી શકું. નિષ્ક્રમણ ઉત્સવ જાણી સ્વયં જ આભરણ-અલંકાર, વસ્ત્ર-માળારૂપ ત્યજે છે. અહીં અલંકારાદિ પૂર્વે ત્યજેલ હોવાથી કેશાલંકારને ત્યજવાથી બાકીના વસ્ત્ર, માળા, અલંકાર લેવા. સ્વયં જ પંચમુષ્ટી લોચ કરે છે, કરીને નીકટવર્તી દેવતા વડે આપેલ સાધુવેશ ગ્રહણ કરે છે.
પછી શક્રએ વંદન કરતાં આદર્શગૃહથી નીકળે છે, નીકળીને અંતઃપુર મધ્યેથી નીકળી, ૧૦,૦૦૦ રાજા સાથે પરિવરીને વિનીતા રાજધાનીની મધ્યેથી નીકળે છે, નીકળીને કોશલદેશમાં સુખે-સુખે વિચરે છે.
પછી શું કર્યુ ? તે કહે છે - અષ્ટાપદ પર્વતે આવે છે, આવીને ધીમે-ધીમે સુવિહિતગતિથી અષ્ટાપદ પર્વત ઉપર ચડે છે, ચડીને ધનમેઘ સદેશ, દેવોના આગમનથી રમ્યત્વથી છે, પૃથ્વીશિલાપક-આસન વિશેષને પડિલેહે છે. કેવલી હોવા છતાં વ્યવહારના પ્રમાણીકરણાર્થે વિધિ કરે છે. પડિલેહીને અહીં આરોહે છે, તેમ જાણવું.
શરીર-કષાયાદિ જેના વડે કૃશ કરાય છે તે સંલેખના-તપ વિશેષ, તેની ઝોષણા-સેવના, તેથી સેવિત કે ઝૂષિત-ક્ષતિ જે છે તે. જેણે ભોજન-પાનના પ્રત્યાખ્યાન કરેલ છે તે. પાદોષગત-વૃક્ષના જમીનમાં રહેલ મૂલભાગ, તેના અપ્રકંપતાથી અવસ્થાન જેનું છે તે. કાળ-મરણને ન ઈચ્છતા, ઉપલક્ષણથી જીવિતને પણ ન ઈચ્છતા, રાગદ્વેષ રહિતપણે વિચરે છે. હવે ભરતના પર્યાયનું કાલમાન કહે છે –
તે ભરત કેવલી ૭૭-લાખ પૂર્વ કુમારભાવે વસીને, કેમકે ભરતના જન્મ પછી આટલો કાળ ઋષભસ્વામીએ રાજ્યને પાલન કરેલ હતું. ૧૦૦૦ વર્ષ માંડલિક રાજા - એક દેશાધિપતિપણે વસીને, હજાર વર્ષ ન્યૂન છ લાખ પૂર્વ ચક્રવર્તીપણે વસીને એમ કુલ ૮૩ લાખ પૂર્વ ગૃહવાસ મધ્યે રહીને, એક લાખ પૂર્વમાં અંતર્મુહૂર્ત ન્યૂન કેવલી પર્યાય પામીને - ભાવ ચાસ્ત્રિ સ્વીકારીને અંતર્મુહૂર્તમાં કેવલજ્ઞાન પામ્યા. તેથી લાખ પૂર્વ સંપૂર્ણ. અહીં ભાવ ચાસ્ત્રિની વિવક્ષા છે, દ્રવ્યચાસ્ત્રિની નહીં. - X -
૮૪ લાખ પૂર્વ સર્વસુ પાળીને એક માસ નિર્જળ ઉપવાસ કરીને - x * ભવોપગ્રાહી કર્મ ક્ષીણ થતાં કાળધર્મ પામ્યા. - ૪ - એ રીતે ભરતક્ષેત્રની નામોત્પત્તિ જણાવવા કહેલ ભરતચરિત્ર પૂર્ણ થયું. - X -