________________
3/૩૬
૬o
કિરાતકૃત મેઘોપદવ નિવારણાદિ કાર્યમાં કિંચિત્ અધિક છે. [શંકા બાર યોજનની મર્યાદામાં રહેલ ચકી અંધાવાનો અવકાશ બાર યોજન પ્રમાણ જ છે, અહીં વધારે યોજેલ છે તો અધિક વિસ્તારવાથી શું ? [સમાધાન ચર્મ-છ બંનેના અંતરાલ પૂરણને માટે ઉપયોગમાં લીધો, માટે સાધિક વિસ્તાર કહ્યું.
અહીં ‘યહૂ' શબ્દથી ફરી દિવ્ય ચર્મરત્નનું ગ્રહણ કરેલ છે. તે આલાવો અંતર વ્યવધાનથી વિમરણશીલ શિષ્યના સ્મરણાર્થે છે.
ધે પ્રસ્તુત સૂત્ર - પછી તે દિવ્ય ચર્મરત્ન સુષેણ સેનાપતિ વડે પૃષ્ટ થતા વિલંબરહિતપણે મોટી નદી પાર કરવાની તાવતુલ્ય થઈ ગયું. - X • ચર્મરન નાવા થયા પછી સુષેણ સેનાપતિ સૈન્યની જે હતિ આદિ ચાતુરંગ શિબિકાદિરૂપ, તેની સાથે વર્તે છે જે તે સ્કંધાવાર બલવાહન નાવરૂપ ચર્મરત્ન ઉપર બેસે છે.
સિંધુમહાનદી, વિમળજળના અતિ ઉચ્ચ લ્લોલ જેમાં છે તે તથા તે નાવરૂપ ચર્મરનથી બલ-વાહન સાથે વર્તે છે, તે સબલવાહન. એ પ્રમાણે ભરતની આજ્ઞા સહિત સારી રીતે પાર ઉતર્યા. બીજી કથાની પ્રસ્તાવનામાં મહાનદી સિંધુ પાર કરવામાં અખંડિત આજ્ઞ સેનાપતિ. કેટલાંક ગામ, આકર, નગર, પર્વત, ખેડ ઈત્યાદિ અથતુ
ક્વચિત ખેડ-મડંબ, ક્વચિત પતન તથા સિંહલ અને બર્બર દેશોભવ, સર્વ ગલોક અને બલાવલોક, આ બંને પણ મ્લેચ્છ જાતિય જનાશ્રયભૂત સ્થાન, યવન દ્વીપ-નામે દ્વીપ વિશેષ, એમ આગળ પણ જાણવું. -
- આ ત્રણેમાં પણ સાધારણ-વિશેષ કહે છે - પ્રવર મણિ-રત્ન-કનકોના ભાંડાગાર, તેના વડે સમૃદ્ધ. આરબ અને રોમ દેશમાં જન્મેલ, લસંડ વિષયવાસી, પિકપુરાદિ મ્લેચ્છ વિશેષ, આ બધાંને સાધવા વડે બાકીના નિકુટ પણ સાધિત કહ્યા છે કે નહીં ?
ઉત્તર દિશાવત વૈતાદ્ય, આ દક્ષિણસિંધુ નિકુટાંતથી, અહીંથી વૈતાદ્ય ઉતર દિશામાં વર્તે છે, તેમાં ઉત્પન્ન અને રહેલ પ્લેયક પતિ ઘણાં પ્રકારે છે. નૈઋત ખૂણા સુધી સિંધુ નદી સંગત સાગર તે સિંધુસાગર, ત્યાં સુધી, સર્વ પ્રવર કચ્છદેશ સાધીને સ્વાધીન કરીને પાછો વળ્યો. તે કચ્છદેશના બહુસમસ્મણીય ભૂમિભાગમાં સુષેણ સુખેથી રહ્યો. પછી શું થયું ? તે કહે છે -
તે કાળે - X - X - દેશ, નગર અને પતનોના, તે નિકુટમાં સ્વામિકચકવર્તી, સુષેણ સેનાપતિ અપેક્ષાથી અભઋદ્ધિકપમાથી અજ્ઞાતસ્વામીમાં અજ્ઞાતાર્થે # પ્રત્યય છે. જે ઘણાં સુવણદિની ખાણના સ્વામી, દેશકાર્ય નિયુક્ત મંડલના સ્વામી, તેઓ પ્રાકૃત, અંગ પરિઘેયઆભરણ, ઉપાંગ પરિઘેય-ભૂષણ, રન, બહુ મૂલ્ય વસ્ત્રો, બીજી હાથી-સ્થાદિક પ્રધાન વસ્તુ, રાજા યોગ્ય ભેંટણા, જે અભિલણણીય હોય આ બધું પૂર્વોક્ત સેનાપતિ પાસે લાવે છે. મસ્તકે અંજલિ કરે છે.
ત્યારપછી તેઓ શું કરે છે ? - x • પ્રાભૃતાદિ લાવ્યા પછીના કાળે અંજલિ કર્યા પછીના અવસરે ફરી પણ મસ્તકે અંજલિ કરી, નમત્વ સ્વીકારી, “તમે અહીં અમારા સ્વામી છો” દેવતાની જેમ શરણાગત છો, “અમે તમારા દેશવાસી છીએ"
જંબૂદ્વીપપજ્ઞપ્તિઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/૨ આ વિજયસુચક વચન બોલતા સેનાપતિ વડે ઔચિત્યાનુસાર નગરાદિના અધિપતિ આદિ પૂર્વકાર્યમાં નિયોજિત, વસ્ત્રાદિ વડે પૂજિત અને સ્વસ્થાને જવાને અનુજ્ઞા અપાયેલ છે. તેઓ પાછા ફરીને પોત-પોતાના નગરાદિમાં પ્રવેશ્યા.
વિસર્જન પછી સેનાપતિએ જે કર્યું તે કહે છે - તે કાળે સેનાપતિ સવિનયી, સ્વામી ભક્તિને અંતરમાં ધારી પ્રાભૃતાદિ લઈને ફરી પણ તે સિંધુમહાનદી પાર કરીને અક્ષત-કવચિત્ અખંડિત શાસન-આજ્ઞા અને બળ જેવું છે કે, તે પ્રમાણે જ જેમજેમ પોતે સાધ્યા, તેમ-તેમ ભરત રાજાને નિવેદન કરે છે, કરીને પ્રાકૃતો અર્પણ કરે છે. • x• x• પછી સ્વામી વડે વસ્ત્રાદિથી સકારિત, બહુમાન વયનાદિથી સકારિત, પ્રભુના સકારત્વથી હર્ષ પ્રાપ્ત, તેને સ્વ સ્થાને જવાની અનુજ્ઞા પામી, પોતાના દિવ્યપટકૂતુ મંડપ કે પ્રાસાદમાં પ્રવેશ્યો. હવે પોતાના આવાસમાં પ્રવેશેલ સુપેણ કઈ રીતે વિકાસ કરે છે, તેને જણાવે છે –
ત્યારપછી તે સુષેણ સેનાપતિ ન્હાયો ઈત્યાદિ પૂર્વવતું. રાજ ભોજન વિધિથી જમ્યો. ભોજન પછીના કાળે ઉપવેશન સ્થાને આવ્યો. ચાવતુ પદથી શુદ્ધ પાણી વડે હાથ-મુખને ધોયા, લેપ-સિકથ આદિ દૂર કરવા વડે ચોખો થયો, એ રીતે પરમ શૂચિભૂત થયો. શિષ્ટજનનો ક્રમ આમજ હોવાથી કહે છે કે ઉકત ત્રણે પદની યોજના ક્રમ પ્રાધાન્યથી “ભોજન કર્યા પછી” એ પદ પૂર્વક યોજવી. અન્યથા ગુસાપાત્ર થાય.
કરી સેનાપતિને વિશેષથી કહે છે સરસ ગોશીષ ચંદનથી ગાત્ર - શરીરના અવયવો - વક્ષઃ વગેરેને સીંચ્યા - x - અહીં જે ચંદન વડે સીયન કહ્યું તે માર્ગના શ્રમને દૂર કરવાને માટે છે. સીંચેલા ચંદનથી જ તાપના વિરહિતવથી અતિ શીતલ સ્પર્શ થાય છે. ઉપરના શ્રેષ્ઠ પ્રાસાદે પહોંચ્યો. અતિ જલ્દી આસ્ફાલનના વશથી દ્વિદલની માફક મૃદંગોના મસ્તકની માફક ઉપરનો ભાગ, ઉભય પાર્થ ચામડા વડે બંધાયેલ હતો, તેના વડે ઉપનૃત્યમાન ઈત્યાદિ યોજવું. તથા બનીશ અભિનેતવ્ય પ્રકાર વડે સજાગ્નીય ઉપાંગ સૂત્રમાં કહેલ છે. - x • x • નૃત્ય વિષયી કરાતા તે અભિનય સહ નતનવી, તેના ગુણ ગાનથી ઉપગીયમાન, ઈણિત અર્થના સંપાદનથી ઉપલભ્યમાન. • x • ઈટ-ઈચ્છા વિષયી કૃત શબ્દાદિ પંચવિધ મનુષ્ય સંબંધી કામભોગ, શબ્દ-રૂપ તે કામ, સ્પર્શ-રસ-ગંધ તે ભોગ, તેને ભોગવતો વિચરે છે.
• સૂત્ર-૩૭ :
ત્યારે તે ભરત રાજા અન્યદા ક્યારેક સુષેણ સેનાપતિને બોલાવે છે, બોલાવીને આ પ્રમાણે કહ્યું - ઓ દેવાનુપિય! જલ્દી જ, તિમિસ ગુફાના દક્ષિણ દિશાના દ્વારના કમાડ ઉઘાડો. ઉઘાડીને મારી આદા પાછી સોંપો.
ત્યારે તે સુષેણ સેનાપતિ ભરત રાજાએ એવું કહેતા હર્ષિત-સંતુષ્ટ-નંદિત ચિત્ત થઈ ચાવતુ બે હાથ જોડી, મસ્તકે આdd કરી, મસ્તકે અંજલિ કરી ચાવતું પ્રતિશ્રવણ કરે છે. કરીને ભરત રાજાની પાસેથી નીકળ્યો.
પછી જ્યાં પોતાનો આવાસ છે, જ્યાં પૌષધશાળા છે ત્યાં આવે છે,