________________
3-3૪
જ્યારે આ બે સુ સવચિંતર મંડલમાં સંક્રમીને ચાર ચરે છે, ત્યારે જંબુદ્વીપ દ્વીપના ત્રણ-પંચમાંશ ચક્રભાગમાં અવભાસિત ઉધોતિત, તાપિત, પ્રકાશિત કરે છે. એક સૂર્ય દ્વચઈ પંચ ચકભાગને અવભાસિતાદિ કરે છે. ત્યારે ઉત્તમકાષ્ઠાપાત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે, અને જઘન્યા બાર મુહૂર્તની રાત્રિ થાય છે.
તો જ્યારે આ બે સૂય સર્વ બાહ્યમંડલને સંકમીને ચાર ચરે છે, ત્યારે જંબુદ્વીપ દ્વીપના બે ચકવાલ ભાગને અવભાસિત, ઉધોતીત, તાપીત, પ્રકાશિત કરે છે, ત્યારે એક એક પાંચ ચક્રવાલ ભાગને અવભાસિતાદિ કરે છે અને બીજે એક, એક પંચચક્રવાલ ભાગને અવભાસિતાદિ કરે છે. ત્યારે ઉત્તમ કાષ્ઠાપાત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તની રાત્રિ અને જઘન્ય ભાર મુહૂર્તનો દિવસ થાય છે.
વિવેચન-૩૪ :
કેટલા ક્ષેત્રને ચંદ્ર-સૂર્યો, અહીં જંબુદ્વીપમાં બે ચંદ્ર અને બે સૂર્ય છે માટે બહુવચન મૂક્યું. અવભાસે છે. તેમાં અવભાસ જ્ઞાનનો પણ પ્રતિભાસ ગણાય છે. તેથી તેના વિચ્છેદને માટે કહે છે - ઉધોત કરે છે, તે ઉધોત છે કે લોકમાં ભેદથી પ્રસિદ્ધ છે, જેમકે – સૂર્યનો આતપ અને ચંદ્રનો પ્રકાશ છે. તો પણ આપ શબ્દ ચંદ્રની પ્રભામાં પણ વર્તે છે. જેથી કહ્યું છે - ચંદ્રિકા, કૌમુદી, જ્યોન્ઝા તથા ચંદ્રનો આપ જાણવો. પ્રકાશ શબ્દસૂર્યની પ્રભામાં પણ છે અને એ પ્રાયઃ ઘણાંને પ્રતીત છે. તેથી આ અર્થની પ્રતિપત્તિ અને ઉભય સાધારણ છે, કરી પણ એકાર્વિક બંનેને કહે છે - તાપિત કરે છે - પ્રકાશિત કરે છે. એ પ્રમાણે કહેલ છે. * * * * *
તેથી એ પ્રમાણે અર્થ યોજના જાણવી - કેટલાં ક્ષેત્રને ચંદ્ર-સૂર્ય અવભાસતા, ઉધોતીત કરતા, તાપીત કરતો, પ્રકાશિત કરતો ભગવંતે કહેલ છે, તેમ ભગવનું કહો છો ? એમ ગૌતમ વડે પૂછાતા ભગવંત આ વિષયમાં પરતીર્થિક પ્રતિપત્તિ-મિથ્યાભાવને દર્શાવવા માટે પહેલાં, તે કહે છે –
ચંદ્ર-સૂર્યના અવભાસન વિષયમાં નિશે આ બાર પ્રતિપત્તિઓ • પરતીર્થિકના મતરૂપ કહેલ છે, તે આ પ્રમાણે - તે બાર પરતીર્થિકોની મધ્ય-પહેલો અન્યતીર્થિક કહે છે - એક દ્વીપ, એક સમદ્રને ચંદ્ર-સૂર્ય અવભાસિત, ઉધોતીત, તાપિત અને પ્રકાશિત કરે છે. - x • અહીં દ્વિવચન તાત્વિક જાણવું. કેમકે પરતીર્થિકો એક ચંદ્ર અને એક સૂર્ય માને છે. હવે આનો જ ઉપસંહાર કહે છે – એક અન્યતીર્થિક કહે છે.
બીજો કોઈ એક એમ કહે છે – ત્રણ દ્વીપ, ત્રણ સમુદ્રને ચંદ્ર-સૂર્યો વિભાગે છે. અહીં અવભાસ શબ્દ પછી સાવચી અવભાસે છે, ઉધોતીત કરે છે આદિ ચારે જાણવા..
બીજા કોઈ એક એમ કહે છે - અર્ધચતુર્થ અથતુ ત્રણ પરિપૂર્ણ અને ચોથાનું અડધું. સાડા ત્રણ દ્વીપ અને સાડા ત્રણ સમુદ્રોને ચંદ્ર-સૂર્ય અવભાસિત કરતાં
૯૨
સૂર્યપજ્ઞપ્તિઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/૧ ઈત્યાદિ પૂર્વવત.
ચોથી કોઈ એક એમ કહે છે – સાત દ્વીપો અને સાત સમુદ્રોને ચંદ્ર-સૂર્ય અવભાસિતાદિ કરે છે. કોઈ પાંચમો એમ કહે છે કે – દશ દ્વીપ અને દશ સમુદ્રોને ચંદ્ર-સૂર્ય અવભાસે છે.
વળી કોઈ છઠો એવું જણાવે છે કે - બાર દ્વીપો અને બાર સમુદ્રોને ચંદ્રસૂર્ય અવભાસિત કરે છે. વળી કોઈ સાતમો એવું બોલે છે કે ૪૨-દ્વીપ અને ૪૨સમુદ્રોને ચંદ્ર-સૂર્ય અવભાસિત કરે છે, વળી કોઈ આઠમો એમ કહે છે કે – ૭૨ દ્વીપો અને ફ૨-સમુદ્રોને ચંદ્ર-સૂર્ય અવભાસિત કરે છે.
વળી કોઈ નવમો એમ કહે છે કે – ૧૪૨ દ્વીપો અને ૧૪૨-સમુદ્રોને ચંદ્રસૂર્યો અવભાસિતાદિ કરે છે. વળી દશમો કોઈ એ પ્રમાણે બોલે છે કે - ૧૭૨ દ્વીપ અને ૧૨-સમુદ્રોને ચંદ્ર-સૂર્ય અવભાસિત કરે છે. કોઈ અગિયારમો વળી એમ કહે છે કે - ૧૦૪ર દ્વીપ અને ૧૦૪ર સમુદ્રને ચંદ્ર-સૂર્યો અવભાસિત કરે છે.
કોઈ એક બારમાં વળી એમ કહે છે - ૧૦૨ દ્વીપ અને ૧૦૭૨ સમુદ્રોને ચંદ્ર-સૂર્ય અવભાસિત કરે છે.
આ બધી જ પ્રતિપતિઓ મિસ્યારૂપા છે. ભગવતુ આ મિશ્યામતોનો નિરાસ કરી, સ્વમતથી જુદું જ કહે છે - અમે વળી ઉત્પન્ન કેવલચક્ષુથી - કેવળચક્ષુ વડે યથાવસ્થિત જગતને પામીને વર્ચમાણ પ્રકારથી કહીએ છીએ. તે એ પ્રકારે કહે છે - અહીં જે રીતે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં - આ જંબૂદ્વીપથી આરંભીને ચાવત્ એ પ્રમાણે સપૂવપિરથી જંબૂવીપ દ્વીપમાં ૧૪,૫૬,૦૦૦ નદીઓ હોય છે, એમ કહેલ છે. * * x • ગ્રંથ મોટો થવાના ભયે લખતા નથી. માત્ર “જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ" શામ જોવું જોઈએ.
આ આવા સ્વરૂપનો જંબૂદ્વીપ પાંચ સંખ્યા યુક્ત ચક્રવાલ ભાગથી સંસ્થિત, મારા વડે કહેલ છે, એ પ્રમાણે સ્વ શિષ્યોની આગળ કહેવું. ભગવંતે એ પ્રમાણે કહ્યા પછી ગૌતમે સ્વ શિષ્યોના સ્પષ્ટ બોધને માટે ફરી પૂછે છે – ભગવત્ ! કઈ રીતે આપે જંબદ્વીપ બીપ પંય ચકભાણ સંસ્થિત કહેલો છે ?
આ પ્રવચનવેદીમાં પ્રસિદ્ધ બે સૂર્યો સવ્યંતર મંડલને સંક્રમીને ચાર ચરે છે, ત્યારે તે સમુદિત બંને પણ સૂર્યો જંબૂદ્વીપદ્વીપના ત્રણ પંચમાંશ ચકવાલ ભાગોને વિભાસે છે, ઉધોતીત કરે છે, તાપીત કરે છે, પ્રકાશિત કરે છે. કઈ રીતે પ્રકાશિત કરે છે, એ પ્રમાણે પuખાવકાશની આશંકાથી આ જ વિભાગથી કહે છે
એક પણ સૂર્ય, જંબૂદ્વીપ દ્વીપના એક પંચમાંશ ચક્રવાલ ભાગને અને બીજો અર્ધા જેને છે તે હુયધ, પૂરણાર્થે વૃતનો અંતભૂત છે, જેમ ત્રીજો ભાગ, તે મિભાગ થાય. આનો ભાવાર્થ આ પ્રમાણે- એક પંચમાંશ ચક્રવાલ ભાગને, બીજી પંચમાંશ ચક્રવાલ ભાગના અડધા સહિત પ્રકાશિત કરે છે. તથા બીજો એક-એક પંચમાંશ ચક્રવાલ ભાગ હુયઈને પ્રકાશિત કરે છે. એ રીતે તે બંને પ્રકાશિત ભાગના મળવાથી