________________
૨૦/-/૧૯૮ થી ૨૦૭
જે ગાથાઓ સૂત્રમાં કહેવાયેલી જ હકીકતોને પધ સ્વરૂપે કે વિશિષ્ટ રૂપે રજૂ કરતી હોય છે. એ પદ્ધતિનું આ આગમમાં અહીં પણ અનુસરણ કરાયું હોય. પરંતુ સૂત્રમાં બબ્બે વખત કહેવાયેલ આટલી સામાન્ય વાત કે જેમાં ફક્ત ગ્રહોના નામ જ છે, તેને વૃત્તિમાં એ જ ગાથા સ્વરૂપે વૃત્તિકારશ્રીએ શા માટે ફરી નોંધ કરી છે, તેનું કારણ અમને સમજાયેલ નથી.
– કદાચ અન્ય કોઈ સ્થાને પણ આવી ગાથાનો ઉલ્લેખ હોય તેની સાક્ષીરૂપે નોંધ વૃત્તિકારશ્રીએ લીધેલી હોય અથવા થાપ શબ્દ દ્વાર કંઈક જુદી ગાથા અભિપ્રેત હોય તો કદાચ વૃત્તિકારશ્રી દ્વારા કરાયેલ ગાથાનોંધ સહેતુક હોઈ શકે છે.
૨૦૩
- X - * - * * * * * *
૦ ગાથાની વૃત્તિકારે કરેલ વ્યાખ્યા – [અહીં પણ એ જ-૮૮ ગ્રહોના નામો છે તેથી અમે તેનો પુર્વાઅનુવાદ કર્યો નથી.]
મુનિ દીપરત્નસાગરે કરેલ
પ્રામૃત-૨૦-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
- X - X + X + X -
૦ હવે સર્વ શાસ્ત્રના ઉપસંહાર રૂપે સૂત્રકાર મહર્ષિ ૨૦ માં પ્રાભૂતને અંતે ગાથા રચના દ્વારા જણાવે છે કે –
• સૂત્ર-૨૦૮ થી ૨૧૪ :
[૨૦૮] આ પૂર્વકથિત પ્રકારથી પ્રકૃતાર્થ એવી તથા અભવ્યજનોના હૃદયમાં દુર્લભ એવી ભગવતી જ્યોતિપ્રાજ પ્રજ્ઞપ્તિનું [ચંદ્ર-સૂર્યપજ્ઞપ્તિનું] કિર્તન કરે છે. [૨૦૯] આને ગ્રહણ કરીને જડ, ગૌરવયુક્ત, માની, પ્રત્યનીક, અબહુશ્રુતને આ પ્રજ્ઞપ્તિનું જ્ઞાન ન દેવું જોઈએ. આનાથી વિપરીત જનોને, જેમકે સરળ યાવત્ શ્રુતવાનને દેવું જોઈએ.
[૧૦] શ્રદ્ધા, ધૃતિ, ધૈર્ય, ઉત્સાહ, ઉત્થાન, બળ, વીર્ય, પરાક્રમ વડે યુક્ત થઈને આની શિક્ષા પ્રાપ્ત કરનાર પણ જો યોગ્ય હોય તો તેને આ પ્રજ્ઞપ્તિનું પ્રરૂપણ કરવું ન જોઈએ. જેમકે.
[૨૧૧] જે પ્રવચન, કુળ, ગણ, સંઘથી બહાર કરાયેલા હોય. જ્ઞાન અને વિનયથી હીન હોય, અરિહંત-ગણધર અને સ્થવિરની મર્યાદાથી રહિત હોય, [તેમને આ પ્રજ્ઞપ્તિ ન દેવી.]
[૨૧૨] ધૈર્ય, ઉત્થાન, ઉત્સાહ, કર્મ, બળ, વીર્યથી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આને નિયમથી આત્મામાં ધારણ કરવી. વિનીતને આ જ્ઞાન ક્યારેય
સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨
ન આપવું.
[૨૧૩] જન્મ-મૃત્યુ અને કલેશ દોષતી રહિત ભગવંત મહાવીરના સુખ દેનારા ચરણ કમળમાં હું વિનયથી નમ્ર થઈ વંદન કરું છું.
[૨૪] આ સંગ્રહણી ગાથાઓ કહી.
• વિવેચન-૨૦૮ થી ૨૧૪ :
ઉક્ત પ્રકારે અનંતર ઉદ્દિષ્ટ સ્વરૂપા, જિનવચન તત્ત્વવેદીન ઉત્તાન અર્થવાળી, અભવ્યજનોના હૃદયથી દુર્લભ, કેમકે અભવ્યત્વથી જ તેમને સમ્યક્ જિનવચન પરિણિતનો અભાવ છે.
૨૦૪
મળવતી - જ્ઞાન ઐશ્વર્ય દેવતા, જ્યોતિષાજ-સૂર્યની પ્રજ્ઞપ્તિ. હવે સ્વયં ગ્રહણ કર્યા પછી આ કોને ન આપવી, તે કહે છે –
આ સૂર્ય પ્રજ્ઞપ્તિ સ્વયં સમ્યકરણથી ગ્રહણ કરવા છતાં સ્તબ્ધ, સ્વભાવથી જ માનપ્રકૃતિ વડે વિનયભ્રંશ કરીને, ઋદ્ધયાદિ ગૌરવવાળાને - x - ઋદ્ધયાદિ દોષો દૂર કરીને જ અચિંત્ય ચિંતામણી કલ્પ આ સૂર્યપ્રાપ્તિને - ૪ - અવજ્ઞાથી જુએ છે, તે અવજ્ઞા દુરંત નકાદિ પ્રપાત હેતુ છે, તેથી તેમના ઉપકારને માટે જ તેમને દાનનો પ્રતિષેધ કરેલ છે. - X +
તથા માનિ - જાત્યાદિ મદ સહિત, પ્રત્યનીક-દૂરભવ્યતા વડે અભવ્ય, તેના વડે સિદ્ધાંત વચન નિકુટ્ટ પરને, તથા અલ્પદ્યુતને, તે જ જિનવચનમાં અસમ્યક્ ભાવિતત્વથી. શબ્દાર્થ પર્યાલોચનામાં અક્ષુણ્ણત્વથી, જેમ તેમ બોલનારને પણ સમ્યગ્ ચતું નથી માટે તેઓને ન દેવું. પરંતુ ઉક્ત દુર્ગુણોથી વિપરીતિને આપવું.
- ૪ - x - વિપરીત [સદ્ગુણી]ને આપવું જ, ન દેવાથી શાસ્ત્ર વ્યવચ્છેદ, તીર્થ વિચ્છેદ પ્રસંગ આવે. - ૪ - શ્રવણીની ઈચ્છા, વિવક્ષિત જિનવચન સત્ય જ છે તેવું માનનાર, સાંભળવાને ગુરુ પ્રત્યે સન્મુખ જનાર, શ્રવણ માટેનો ઉત્સાહ - ૪ - ૪ - વંદનાદિ કર્મ, વાચનાદિ વિષયમાં પ્રાણ, અનુપેક્ષામાં સૂક્ષ્માર્ટ વિચારણા શક્તિ, વીર્ય આદિ વડે યુક્ત થઈને - ૪ - ગ્રહણ કરવા છતાં - ૪ - અયોગ્યને ન આપવી.
જો તે પ્રવચનાદિ બાહ્ય હોય, જ્ઞાનાચાર હીન હોય, અર્હત્ ભગવંતે કરેલ મર્યાદાને ઉલ્લંઘતો હોય તે અતિક્રમથી દીર્ધસંસારીતા થતી હોવાથી તેને ન આપવી. - ૪ - ૪ - ૪ - આવાને આપવાથી પોતે અને બીજા દીર્ધસંસારીત્વ પામે છે. એમ પ્રદાન વિધિ કહી.
આ સૂર્ય પ્રજ્ઞપ્તિ અર્થથી મિથિલામાં મહાવીર ભગવંતે શાક્ષાત્ કહેલી છે વર્તમાન - ૪ - ૪ - તીર્થાધિપતિને મંગલાયેં શાસ્ત્રને અંતે તેમને નમસ્કાર કર્યા છે—
વીવર, તે નામાદિ ભેદથી ચાર પ્રકારે છે – નામવીર, સ્થાપનાવીર, દ્વવ્યવીર,