________________
૧૩/-/૧૦૯
૧૨૩
જેમાં ચંદ્ર દક્ષિણના ભાગથી અત્યંતર પ્રવેશતા આક્રમીને ચાર ચરે છે, તે આ પ્રમાણે • બીજું અધૂમંડલ ઈત્યાદિ, સુગમ છે. વિશેષમાં અહીં આ ભાવના છે -
સર્વબાહ્ય પંદરમાં મંડલમાં પરિભ્રમણથી પૂરણને આશ્રીને પરિપૂર્ણ પાશ્ચાત્ય યુગ પરિસમાપ્તિ થાય છે. પછી બીજા યુગમાં પહેલાં અયન પ્રવૃત્તિમાં પહેલાં અહોરમાં એક ચંદ્ર દક્ષિણ ભાગથી અત્યંતર પ્રવેશતો બીજા મંડલને સંક્રમીને ચાર ચરે છે, તે પાશ્ચાત્ય યુગ પરિસમાપ્તિ દિવસમાં ઉત્તર દિશામાં ચાર ચરે છે, ચાર ચરિતવાનું જાણવો.
પછી તે બીજા મંડલથી ધીમે ધીમે અત્યંતર પ્રવેશતો બીજા અહોરાત્રમાં ઉત્તર દિશામાં સર્વબાહ્ય મંડલથી અત્યંતર બીજા અધમંડલને સંકમીને ચાર ચરે છે.
બીજા અહોરમમાં દક્ષિણ દિશામાં, ચોથા અર્ધમંડલને ચોથા અહોરાકમાં ઉત્તરદિશામાં, પાંચમું અર્ધમંડલ પાંચમાં અહોરમમાં દક્ષિણ દિશામાં, છઠું અર્ધમંડલ છઠા અહોરમમાં ઉત્તર દિશામાં, સાતમું અધમંડલ સાતમાં અહોરાકમાં દક્ષિણ દિશામાં, આઠમું અધમંડલ આઠમાં અહોરાકમાં ઉત્તર દિશામાં, નવમું અધમંડલ નવમાં હોરમમાં દક્ષિણ દિશામાં, દશમું અર્ધમંડલ દશમાં અહોરાકમાં ઉત્તર દિશામાં, અગિયારમું અધમંડલ અગિયારમાં અહોરાકમાં દક્ષિણ દિશામાં, બારમું અધમંડલ બારમાં અહોરમમાં ઉત્તર દિશામાં, તેરમું અર્ધમંડલ વેરમાં અહોરાત્રમાં દક્ષિણ દિશામાં, ચૌદમું અર્ધમંડલ ચૌદમાં અહોરાત્રમાં ઉત્તર દિશામાં, પંદરમું અમિંડલ ૧૩૮ ભાગોને સંક્રમીને ચાર ચરે છે.
આટલા કાળ વડે ચંદ્રનું અયન સમાપ્ત થાય છે.
ચંદ્રાયન જ નક્ષત્ર અર્ધમાસ પ્રમાણ છે, તે નક્ષત્ર સાર્ધમાસ વડે ચંદ્રચારમાં સામાન્યથી ૧૩-મંડલો અને ચૌદમાં મંડલના 3 ભાગો પ્રાપ્ત થાય છે. તે આ રીતે -
જો ૧૩૪-અયન વડે ૧૭૬૮ મંડલો પ્રાપ્ત થાય છે, તો એક અયન વડે કેટલાં પ્રાપ્ત થાય? ત્રણ સશિ સ્થાપના - ૧૩૪/૧૬૮/૧ અહીં અંત્ય સશિ વડે એક સંખ્યારૂપ મધ્યરાશિને ગુણતાં, આવે છે તે જ સશિ - ૧૭૬૮ x ૧ = ૧૭૬૮. તેથી તેની આધ શશિ ૧૩૪ વડે ભાગ દેવાતાં ૧૩-સંખ્યા આવે અને શેષ વધે છે - ૨૬. તેમાં છેધ-છેદક રાશિઓને બે વડે અપવર્તતા કરતાં પ્રાપ્ત 3 પ્રાપ્ત થશે, એ પ્રમાણે જાણવું.
કહ્યું છે કે - ૧૩ મંડલો અને ૧ ભાગ, ચંદ્ર નક્ષત્ર-અર્ધમાસથી શયન વડે ચાર ચરે છે.
આ પ્રમાણે સામાન્યથી કહ્યું, વિશેષ વિચારણામાં તો એક ચંદ્રના યુગના પહેલાં અયનમાં યથોક્ત પ્રકારથી દક્ષિણ ભાગ અત્યંતર પ્રવેશમાં દ્વિતીયાદિ એકાંતરિત ચૌદ પર્યાના સાત અર્ધમંડલ પ્રાપ્ત થાય છે.
ઉત્તર ભાગથી અત્યંતર પ્રવેશમાં તૃતીયાદિ એકાંતરિત તેર પર્યાના છે
૧૨૪
સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ પરિપૂર્ણ અર્ધમંડલ, સાતમાંના પંદરમંડલગતના અર્ધમંડલના ૧3 ભાગો છે. આટલામાં જે કહે છે - ઉત્તર ભાગથી અત્યંતર પ્રવેશ વિચારણામાં “તૃતીય અર્ધમંડલમાં” ઈત્યાદિ સૂત્ર, તે પણ ભાવિત જ છે.
હવે દક્ષિણ ભાગથી અત્યંતર પ્રવેશમાં જે સાત અધમંડલો કહેલાં છે, તેનો ઉપસંહાર કહે છે - તે સુગમ છે.
હવે તે જ ચંદ્ર તે જ પહેલાં અયનમાં ઉત્તર ભાગથી અત્યંતર પ્રવેશમાં જેટલાં અધમંડલો થાય છે, તેટલાની વિવક્ષા કરતાં કહે છે - X - X • પહેલાં અયનગતયુગની આદિમાં પહેલાં અયનમાં પ્રવેશેલ ચંદ્રમાં ઉત્તરભાગથી અત્યંતર પ્રવેશે છે, (ત્યારે) છ અધમંડલો થાય છે અને સાતમાં અર્ધમંડલના ૧૩ ભાગો, જેમાં ચંદ્ર ઉત્તર ભાગથી અત્યંતર પ્રવેશી સંક્રમીને ચાર ચરે ચે.
થT 7 ઈત્યાદિ પ્રશ્ન અને ઉત્તર સૂત્ર સુગમ છે. તે પહેલાં કહેવાઈ ગયેલ છે. • x -
નિગમન વાક્ય પણ સિદ્ધ જ છે. આટલા કાળ વડે પહેલું ચંદ્ર અયન સમાપ્ત થાય છે. તે પણ પૂર્વે કહ્યું છે.
તે રીતે પાશ્ચાત્ય યુગ પરિસમાપ્તિના છેલ્લા દિવસમાં અને ઉત્તર દિશામાં ચાર ચરતા, તેના અભિનવ યુગ પક્ષમાં પહેલાં અયનમાં જેટલાં દક્ષિણ ભાગથી અત્યંતર પ્રવેશમાં અધમંડલો જેટલાં ઉત્તર ભાગથી અત્યંતર પ્રવેશમાં અર્ધમંડલો છે, તેટલા સાક્ષાત્ કહ્યા. આ રીતે બીજા પણ ચંદ્રના તે જ પહેલાં ચંદ્ર અયનોમાં અધમંડલો કહેવા જોઈએ. તે આ રીતે –
તે પાશ્ચાત્ય યુગની પરિસમાપ્તિના છેલ્લા દિવસમાં દક્ષિણ દિશા ભાગમાં સર્વ બાહ્ય મંડલમાં ચાર ચરીને અભિનવ યુગના પહેલાં અયનમાં પહેલાં અહોરાકમાં ઉત્તર દિશામાં બીજા અર્ધ મંડલમાં પ્રવેશીને ચાર ચરે છે.
બીજા અહોરમમાં દક્ષિણ દિશામાં સર્વ બાહ્યથી ત્રીજા અર્ધમંડલમાં પ્રવેશીને ચાર ચરે છે.
ત્રીજા અહોરમમાં ઉત્તર દિશામાં ચોથું અર્ધમંડલ ઈત્યાદિ પૂર્વે કહા અનુસાર, બધું જ કહેવું જોઈએ.
એ પ્રમાણે આ ચંદ્રના પહેલાં અયનમાં ઉત્તર ભાગ થકી અત્યંતર પ્રવેશ વિચારણામાં દ્વિતીયાદિ એકાંતરિત ચૌદ સુધીના સાત અર્ધમંડલો થાય છે. દક્ષિણ ભાગથી અત્યંતર પ્રવેશ વિચારણામાં તૃતીયાદિ એકાંતરિત તેર સુધીના છ અર્પમંડલો થાય છે. પંદરમાં અધમંડલના ૧૩૮ ભાગ, એ પ્રમાણે હોવાથી જેટલાં ચંદ્રના અમાસ છે, તેટલા નક્ષત્રના અર્ધમાસ થતાં નથી, પરંતુ તે ન્યૂન છે, એ સામર્થ્યથી જાણવું. - X - X -
જો એ પ્રમાણે એક અયનમાં નક્ષત્ર અર્ધમાસરૂપે સામાન્યથી ચંદ્રમાં ૧૩મંડલો અને ચૌદમાં મંડલના ૧૩૮ ભાગ. તેથી નાક્ષત્ર અમાસ ચંદ્ર અર્ધમાસ