________________
૨/-|-|૧૯૨
શકાય છે, તે સ્વસ્થાન, સ્વસ્થાનનું ગ્રહણ ઉપપાત અને સમુદ્ઘાતનું જુદાપણું બતાવવાને છે. આઠે પૃથ્વીમાં બધે પર્યાપ્તા બાદર પૃથ્વીકાયના સ્થાનો છે. તે આઠે પૃથ્વીના નામો કહ્યા છે. અધોલોકમાં વડવામુખ આદિ પાતાળ કળશોમાં, ભવનપતિ નિકાયના આવાસરૂપ ભવનોમાં, ભવન ભૂમિરૂપ પ્રસ્તટોમાં છે. અહીં ભવનના ગ્રહણથી માત્ર ભવન લેવા. પ્રસ્તટ ગ્રહણથી વચ્ચેની ભૂમિઓ લેવી. નરક - છૂટા છૂટા નસ્કાવાસ. આવલિકાબદ્ધ નકાવાસ, નસ્કની ભૂમિમાં હોય છે. અહીં નરકના ગ્રહણથી કેવળ નકાવાસોનું અને નક પ્રસ્તટના ગ્રહણથી વચ્ચે રહેલ ભૂમિ લેવી. ઉર્ધ્વલોકમાં સૌધર્માદિ કલ્પો, છૂટા છૂટા ત્રૈવેયક સંબંધી વિમાનો, આવલિકાબદ્ધ વિમાનો, વિમાનોની ભૂમિકારૂપ પ્રસ્તટોમાં છે - ૪ - તીર્થાલોકમાં ટૂંકો, છિન્નટંકો, સિદ્ધાયતનાદિ કૂટો, શિખરરહિત પર્વતો, શિખરયુક્ત પર્વતો, કંઈક નીચા પર્વતો, કચ્છાદિ વિજયો ઈત્યાદિમાં કહેલ છે. વધારે શું કહેવું? બધાં દ્વીપ - સમુદ્રોમાં પર્યાપ્તા બાદર પૃથ્વીકાયના સ્થાનો છે.
૮૫
પપાત - ઉત્પત્તિ, પર્યાપ્તા બાદર પૃથ્વીકાયિકોના હમણાં જે સ્થાનો કહ્યા તે સ્થાનપ્રાપ્તિની અભિમુખ હોય. ઉપપાતને આશ્રીને બાદર પૃથ્વીકાયિક ચૌદ રાજલોક પ્રમાણ લોકના અસંખ્યાતમાં ભાગમાં રહે છે. અહીં કોઈ આચાર્ય સૂત્રની એવી વ્યાખ્યા કરે છે – સ્થૂળ ઋજુસૂત્રનયની દૃષ્ટિથી પર્યાપ્તા બાદર પૃથ્વીકાયનો વિચાર કરતા ઉત્પત્તિ સ્થાને આવી આહારાદિ પર્યાપ્તિઓ પૂર્ણ કરી વિશિષ્ટ વિપાકથી પર્યાપ્ત બાદર પૃથ્વીકાયનું આયુ અનુભવે છે તે જ ગ્રહણ કરવા. પણ અંતરાલ ગતિમાં વર્તતા હોય તે ન લેવા. - ૪ - તેથી તેમનું સ્વસ્થાન રત્નપ્રભા આદિ બધાં મળીને પણ લોકનો અસંખ્યાત ભાગ થાય છે. માટે ઉપપાતને આશ્રીને લોકનો અસંખ્યાતમો ભાગ જાણવો. બીજા આચાર્ય કહે છે – પર્યાપ્તા બાદર પૃથ્વીકાય બીજા બધાંથી થોડાં છે તેથી અંતરાલમાં વર્તતાને ગ્રહણ કરતાં પણ લોકનો અસંખ્યાત ભાગ થાય છે. સમુદ્ઘાતને આશ્રીને પણ તેમજ છે. એમ ન માનો તો સમુદ્દાત અવસ્થામાં સ્વસ્થાન સિવાય બીજા ક્ષેત્રમાં રહેવાનો સંભવ હોવાથી લોકનો અસંખ્યાત ભાગ ઘટી શકશે નહીં, તત્ત્વ કેવલી કે વિશિષ્ટ જ્ઞાની જાણે. - x -
અહીં એમ વિચારવું કે – સોક્રમ કે નિરૂપક્રમ આયુવાળા પર્યાપ્તા બાદર પૃથ્વીકાયિકો પોતાના આયુનો ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પરભવનું આયુ બાંધીને મારણાંતિક સમુદ્દાત કરે છે અને ઉત્પત્તિ સ્થાન પર્યન્ત આત્મપ્રદેશોનો દંડ વિસ્તારવા છતાં પણ થોડાં હોવાથી લોકના અસંખ્યાતમે ભાગે રહે છે. પર્યાપ્તા બાદર પૃવીકાયિકોનું આયુ હજુ સુધી સમુદ્શાતાવસ્થામાં ક્ષીણ થયું ન હોવાથી પર્યાપ્તા કહ્યા છે.
અહીં પૂર્વે પૃથ્વી આદિમાં સ્વસ્થાન માત્ર કહ્યું. હવે સ્વસ્થાનમાં પણ લોકના કેટલા ભાગમાં રહે છે ? તે કહે છે – સ્વસ્થાનથી લોકના અસંખ્યાતમાં ભાગમાં વર્તે છે. સ્વસ્થાન રત્નપ્રભાદિ છે, તે બધાં મળવા છતાં પણ લોકનો અસંખ્યાતમો ભાગ થાય છે. - ૪ - પાતાળ કળશો પણ લાખ યોજન પ્રમાણ ઉંચા છે, નસ્કાવાસો પણ
૬
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૧
૩૦૦૦ યોજન ઉંચા છે વિમાનો પણ ૩૨૦૦ યોજન ઉંચા છે. તે બધાં પરિમિત હોવાથી
લોકના અસંખ્યાતમાં ભાગે વર્તે છે, તેમ કહ્યું.
બાદર અપર્યાપ્ત પૃથ્વીકાયિક સૂત્રમાં ઉપપાત અને સમુદ્ઘાતથી સર્વલોકમાં કહ્યા. અહીં અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકો અંતરાલ ગતિમાં અને સ્વસ્થાનમાં પણ અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકનું આયુ વિશિષ્ટ વિપાકથી વેદે છે. દેવ અને નારક સિવાય બધેથી આવીને ઉત્પન્ન થાય છે. મરીને પણ દેવ-નાસ્ક સિવાય બધાં સ્થાનોમાં જાય છે. તેથી અંતરાલ ગતિમાં વર્તતા પણ અહીં લેવા. વળી તે સ્વભાવથી પણ ઘણાં
છે, તેથી ઉપપ્પાત, સમુદ્ઘાતથી સર્વલોક વ્યાપી છે.
બીજા કહે છે – તેઓ સ્વભાવથી જ ઘણાં છે તેથી ઉપપ્પાત, સમુદ્દાત વડે સર્વલોકવ્યાપી છે. ઉપપાત કોઈકનો ઋજુગતિ, કોઈકનો વક્રગતિથી થાય છે. - x • એ વક્રગતિમાં પ્રવાહથી વક્રગતિમાં સંહરણ અને તેની પૂર્તિમાં નિરંતર લોક વ્યાપ્ત
થાય છે. સ્વસ્થાનથી લોકના અસંખ્યાતમાં ભાગે રહે છે.
સૂક્ષ્મ પૃથ્વીકાયિક પર્યાપ્તા-અપર્યાપ્તા સૂત્રમાં પર્યાપ્તા, અપર્યાપ્તા બધાં એક પ્રકારના છે. કેમકે પૂર્વે કરેલા સ્વસ્થાનાદિ વિચારને આશ્રીને તેમાં ભેદ નથી. તેથી તેઓમાં ઉપપાત, સમુદ્ઘાત, સ્વસ્થાનનો ભેદ નથી. વિશેષતારહિત એટલે પર્યાપ્તા જેવા જ અપર્યાપ્તા પણ જાણવા. ભિન્નતા રહિત છે એટલે કે દેશના ભેદથી તેઓના ભેદ નથી. અર્થાત્ જે આધારભૂત આકાશપ્રદેશમાં પર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિકો છે, ત્યાં જ અપર્યાપ્તા પણ છે. વળી ઉ૫પાત, સમુદ્ઘાત, સ્વસ્થાન વડે સર્વલોક વ્યાપી છે. આના વડે આગમનું કથંચિત્ નિત્યપણું જણાવ્યું. ‘આયુષ્યમાત્ શ્રમણ' એ ગૌતમને કરેલ સંબોધન છે.
એમ અકાયિકના બાદર અને સૂક્ષ્મ પણ જાણવા. વિશેષ એ કે – પર્યાપ્ત બાદર અાયિક સૂત્રમાં તેમનું સ્થાન સાત ઘનોદધિ વલયોમાં છે. તે ઘનોદધિ વલયો સ્વ સ્વ નક પૃથ્વીમાં પર્યન્ત ભાગને વીંટીને રહેલા છે, વલયાકાર છે. અધોલોકમાં વલયામુખાદિ પાતાળ કળશોમાં છે. કેમકે તેમાં પણ બીજા ત્રિભાગમાં દેશથી, ત્રીજા તૃતીયાંશમાં સર્વથા પાણીનો સદ્ભાવ છે. ભવન-કલ્પ-વિમાનોમાં વાવ આદિમાં પાણી હોય છે. જો કે વિમાનો કલ્પગત જાણવા, ત્રૈવેયકાદિમાં વાવોનો અસંભવ છે. કૂવા, તળાવ આદિ પ્રસિદ્ધ છે. નદી-ગંગાદિ, દ્રહ-પદ્મદ્રહાદિ, વાપીપુષ્કરિણી, દીધિકા-ઋજુ લઘુ નદી, ઇત્યાદિ બિલ-સ્વાભાવિક નિષ્પન્ન કૂપિકા, ઉલ્ઝઝરણા, પ્રવાહો નિર્ઝર-ઝરણાં, છિલ્લર-નહીં ખોદેલા અને થોડા પાણીવાળા જમીન કે પર્વતના પ્રદેશો, પલ્વલ-નહીં ખોદેલ સરોવર, વર્ષ-ક્યારા. બધાં જલ સ્થાનોમાં બાદર અકાયિક હોય છે.
હવે બાદર પર્યાપ્તા તેઉકાયિકોના સ્થાનોનો પ્રશ્ન - સુગમ છે. સ્વસ્થાનને આશ્રીને મનુષ્ય ક્ષેત્રમાં હોય છે. અહીં અઢી વિશેષણ દ્વીપનું છે, સમુદ્રને લાગું ન પડે. વ્યાઘાત અભાવે પાંચ-પાંચ ભરત, ઐરવત, મહાવિદેહમાં અને વ્યાઘાતને આશ્રીને