________________
૨૮/૧/-/૫૫૫
ન
તેમાં લોમાહારનો સમગ્રપણે આહાર કરે છે. કેમકે તે પુદ્ગલનો તેવો સ્વભાવ છે. પણ પ્રક્ષેપાહારનો અસંખ્યાતમો ભાગ આહાર કરે છે. ઘણાં દ્રવ્યો ન સ્પર્શાયલ, ન સ્વાદ લીધેલા નાશ પામે છે. તેમાં કેટલાંક અતિ સ્થૂળપણાથી, કેટલાંક અતિ સૂક્ષ્મપણાથી નાશ પામે છે. હવે અલ્પબહુત્વ કહે છે
અહીં આહારના એકૈક સ્પર્શયોગ્ય ભાગનો અનંતમો ભાગ આવાધ હોય છે. તેમાં કેટલાંક આસ્વાદને પ્રાપ્ત થાય, કેટલાંક આસ્વાદને પ્રાપ્ત ન થાય. તેથી આસ્વાદને ન પ્રાપ્ત થયેલા પુદ્ગલો થોડાં જ છે, કેમકે ન સ્પર્શાયલ પુદ્ગલોની અપેક્ષાએ તેઓ અનંતમાં ભાગના છે, ન સ્પર્શાયલા પુદ્ગલો અનંતગણાં છે - x - બેઈન્દ્રિયમાં કહ્યું તેમ ચઉરિન્દ્રિય સુધી કહેવું. કેમકે તેમની સમાન વક્તવ્યતા છે. પરંતુ જે પુદ્ગલોને પ્રક્ષેપાહારપણે ગ્રહણ કરે છે. તેના અસંખ્યાતમા ભાગનો આહાર કરે છે અને અનેક હજાર - અસંખ્યાતા ભાગો સુંઘ્યા સિવાય, સ્પર્ચ્યા કે આસ્વાધા સિવાય નાશ પામે છે. અહીં એકૈક સ્પર્શયોગ્ય ભાગનો અનંતમો ભાગ આસ્વાધ છે, તેનો અનંતમો ભાગ સુંઘવા યોગ્ય છે. માટે ઉક્ત અલ્પબહુત્વ થાય છે.
પંચેન્દ્રિય સૂત્રમાં અંતર્મુહૂર્ત જતાં આહારેચ્છા થાય છે. ઉત્કૃષ્ટથી બે દિવસ પછી આહારેચ્છા થાય છે. આ દેવકુટુ-ઉત્તરકુના તિર્યંચ પંચેન્દ્રિયની અપેક્ષાએ સમજવું. મનુષ્ય સૂત્રમાં ઉત્કૃષ્ટથી ત્રણ દિવસ ગયા પછી આહારેછા થાય છે. તે પણ કુરુક્ષેત્રાપેક્ષાએ છે.
-
૧૧૩
વ્યંતર સૂત્રમાં નાગકુમાર માફક કહેવું, જ્યોતિક સૂત્ર પણ તેમજ જાણવું. વિશેષ એ કે – જઘન્ય કે ઉત્કૃષ્ટ દિવસ પૃથકત્વ પછી આહારેચ્છા થાય છે. જ્યોતિકો જઘન્યથી પણ પલ્યોપમના આઠમા ભાગના આયુવાળા હોય. તેથી બે દિવસથી નવ દિવસ ગયા પછી પુનઃ આહારેચ્છા થાય છે. વૈમાનિકમાં વિશેષ એ છે - જઘન્ય દિવસ પૃથકત્વ આહાર કહ્યો તે પલ્યોપમાદિ આયુવાળા માટે જાણવો, ઉત્કૃષ્ટથી ૩૩,૦૦૦ વર્ષે કહ્યું તે અનુત્તર દેવાપેક્ષાએ જાણવું. - x - x - હવે એકેન્દ્રિય શરીરાદિ સંબંધે અધિકાર -
- સૂત્ર-૫૫૬ ઃ
ભગવન્ ! નૈરયિકો શું એકેન્દ્રિય શરીરનો આહાર કરે કે યાવત્ પંચેન્દ્રિય શરીરનો ? ગૌતમ ! પૂર્વભાવની પ્રજ્ઞાપનાને આશ્રીને તે પાંચે શરીરનો આહાર કરે. વર્તમાન ભાવ પ્રજ્ઞાપનાને આશ્રીને અવશ્ય પંચેન્દ્રિય શરીરોનો આહાર કરે, એમ સ્તનિતકુમાર સુધી છે.
પૃથ્વીકાયિકો વિશે પૃચ્છા - પૂર્વભાવ પ્રજ્ઞાપનાથી એમ જ સમજવું. વર્તમાન ભાવ પ્રજ્ઞાપનાથી અવશ્ય એકેન્દ્રિય શરીરોનો આહાર કરે. બેઈન્દ્રિયો પૂર્વભાવ પ્રજ્ઞાપનાથી તેમજ છે. વર્તમાન ભાવ પ્રજ્ઞાપનાથી અવશ્ય બેઈન્દ્રિય શરીરોનો આહાર કરે. એમ ચઉરિન્દ્રિય સુધી જાણતું. પરંતુ વર્તમાન ભાવ પ્રજ્ઞાપનામાં જેને જેટલી ઈન્દ્રિયો હોય તે તેટલી ઈન્દ્રિયવાળા શરીરનો આહાર કરે. બાકી 22/8
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
બધું નૈરયિકો વત્ વૈમાનિક સુધી જાણવું.
ભગવન્ ! નૈરયિકો લોમાહારી છે કે પ્રક્ષેપાહારી છે ? લોમાહારી છે, પ્રક્ષેપાહારી નથી, એમ એકેન્દ્રિયો અને સર્વે દેવો કહેવા. બેઈન્દ્રિયો યાવત્ મનુષ્યો લોમાહારી, પોપાહારી બંને પણ હોય. • વિવેચન-૫૫૬ ઃ
પ્રશ્નસૂત્ર સુગમ છે. ઉત્તર - પૂર્વભાવની પ્રરૂપણાને આશ્રીને એકે બે તે ચઉ તથા પંચેન્દ્રિયના શરીરોનો પણ આહાર કરે છે. જ્યારે આહારપણે ગ્રહણ કરાતા પુદ્ગલો અતીતકાળના ભાવનો વિચાર કરીએ ત્યારે કેટલાંક કોઈક કાળે એકેન્દ્રિય શરીરરૂપે યાવત્ પંચેન્દ્રિય શરીરરૂપે પરિણમેલા હતા. તેથી ભૂતકાળના પરિણામનો હાલ વર્તમાનમાં આરોપણ કરી વિવક્ષા કરીએ ત્યારે વૈરયિકો પાંચે શરીરોનો આહાર કરે છે. વર્તમાન ભાવ પ્રરૂપણાથી અવશ્ય પંચેન્દ્રિય શરીરોનો આહાર કરે છે. - ૪ - ૪ - x - એમ ભવનપતિ સુધી કહેવું.
પૃથ્વીકાયિક સૂત્રમાં વર્તમાન ભાવ પ્રરૂપણામાં અવશ્ય એકેન્દ્રિય શરીરોનો આહાર કરે છે. એમ કહેવું. કેમકે તેઓ એકેન્દ્રિયો હોવાથી તેમના શરીરો એકેનદ્રિયો છે. એમ બેઈન્દ્રિયથી ચઉરિન્દ્રિય સૂત્રમાં તેના-તેના શરીરોનો આહાર કરે છે. તિર્યંચ પંચેન્દ્રિયો, મનુષ્યો, વ્યંતર, જ્યોતિકો, વૈમાનિકોને નૈરયિકવત્ કહેવા.
હવે લોમાહારની વિચારણા - સૂત્ર સુગમ છે. પરંતુ વૈરયિકોને વૈક્રિય શરીરોનો
૧૧૪
તયાવિધ સ્વભાવ હોવાથી પ્રશ્નોપાહાર ન હોય. લોમાહાર પણ પર્યાપ્તાને હોય, અપર્યાપ્તાને નહીં, એમ નૈરસિકોને કહ્યા મુજબ એકેન્દ્રિયો તથા અસુકુમારથી વૈમાનિક સુધી બધાં દેવો કહેવા. તેમાં એકેન્દ્રિયોને મુખ ન હોવાથી પ્રક્ષેપાહાર ન હોય. અસુકુમારાદિને વૈક્રિય શરીરને લીધે તયાવિધ પ્રક્ષેપાહાર ન હોય. પરંતુ વિકલેન્દ્રિય, પંચે તિર્યંચ અને મનુષ્યો લોમાહારી અને પ્રક્ષેપાહારી બંને કહેવા.
કેમકે બંને પ્રકારે આહાર તેમને સંભવે છે.
હવે છેલ્લા અધિકારને કહેવા સૂત્રકાર જણાવે છે -
• સૂત્ર-૫૫૭ :
ભગવન્ ! નૈરયિકો ઓજાહારી અને મનોભક્ષી હોય છે ? ગૌતમ ! ઓજાહારી હોય, મનોભક્ષી નહીં. એમ બધાં ઔદાકિ શરીરી જાણવા. વૈમાનિક સુધીના બધાં દેવો ઓજાહારી અને મનોભક્ષી હોય. તેઓમાં મનોભક્ષી દેવોને “અમે મન વડે ભક્ષણ કરવા ઈચ્છીએ છીએ' એવું ઈચ્છપધાન મન થાય છે. તે દેવો એવો વિચાર કરે છે ત્યારે તુરંત જ ઈષ્ટ, કાંત યાવત્ મનોનુકૂળ પુદ્ગલો તેમને મનોભક્ષણરૂપે પરિણમે છે. જેમ શીત યુદ્ગલો શીતયોનિક જીવને આશ્રીને શીતરૂપે પરિણમીને રહે, ઉષ્ણ પુદ્ગલો ઉભ્રયોનિક જીવને આશ્રીને ઉષ્ણરૂપે થઈને રહે, એમ તે દેવો મનોભક્ષણ કરે ત્યારે તેમનું આહારનું
ઈચ્છાપધાન મન જલ્દીથી શાંત થાય છે.