________________
૨૮/૧/-/૫૫૦ થી ૫૫૩
૧૦૯
પ્રાપ્ત થાય છે.
આહારીત પુદ્ગલો કેવા સ્વરૂપે પરિણમે છે ? ઈત્યાદિ. અહીં વિશિષ્ટ ગ્રહણ સમજવું. તેથી જેના શેષ ભાગનો ત્યાગ કર્યો છે એવા અને કેવળ આહાર પરિણામને યોગ્ય પુદ્ગલ દ્રવ્યો છે તે આહારરૂપે ગ્રહણ કરાયેલા પુદ્ગલ સંબંધે અહીં પ્રશ્ન જાણવો. - X - X - X - X - તે બધાં પગલો આહારરૂપે ગ્રહણ કરે છે કે કરતો નથી ? તે બઘાં પગલોનો આહાર કરે છે, કેમકે અહીં કેવળ આહારના પરિણામને યોગ્ય બધાં પુદ્ગલો ગ્રહણ કરેલાં છે.
નૈરયિકોએ ગૃહીત આહાર યુગલો તેને કેવા સ્વરૂપે વારંવાર પરિણામે છે ? શ્રોબેન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય રૂપે, ધ્રાણેન્દ્રિય રૂપે, જિલૅન્દ્રિયરૂપે, સ્પર્શનેન્દ્રિયરૂપે પરિણમે છે. ઈન્દ્રિયરૂપે પરિણામ પામતાં પુદ્ગલો એકાંત અશુભરૂપ છે. તેથી અનિષ્ટપણે ઈત્યાદિ કહ્યું છે. ઇ - મન વડે ઈચ્છેલા, તેનાથી વિપરત તે અનિષ્ટ. અહીં પરમાર્થથી શુભ છતાં કેટલાંકને અનિષ્ટ લાગે, તેથી કહે છે – એકાંતપણે, અત્યંત અશુભ વર્ણયુક્ત હોવાથી ન છવા યોગ્યપણે. તેથી જ અપ્રિયપણે - જોવા માત્રથી પણ પોતાને વિશે પ્રિય બુદ્ધિ ન ઉત્પન્ન કરનારા. અશુભ વણિિદ હોવાથી અશુભપણે વિપાક કાળે દુઃખદાયી હોવાથી મનને આનંદ ન આપનારા હોવાથી અમનોજ્ઞપણે, ભોજયપણે મનને પસંદ ન પડે તેવા અમનોહર. અનીણિતપણે - કેમકે ભોજ્યપણે ખાવાને ઈચ્છેલા નથી. જેને વિશે અભિલાષા થાય તે અભીષ્ટ, તેથી ભિન્ન છે અનભીપ્ટ. અર્થાત્ જે આહારપણે પુદ્ગલો ગ્રહણ કર્યા છે, તે તૃપ્તિનું કારણ થતાં નથી, તેથી ફરી અભિલાષાના વિષયપણે પરિણમતા નથી. તથા ભારેપણે, પણ લઘપરિણામરૂપે નહીં, ભારે પરિણામ હોવાથી દુઃખરૂપે, પણ લઘુ પરિણામ વડે ન પરિણમેલા હોવાથી સુખરૂપે નહીં, એ પ્રમાણે નૈરયિકોને તે પુદ્ગલ વારંવાર પરિણમે છે.
એ જ આહારાર્થી આદિ સાત દ્વારોને ભવનપતિમાં વિચારવાની ઈચ્છાથી સૂનકારશ્રીએ કહ્યું કે – નૈરયિકવતુ તેમને વારંવાર પરિણમે છે, ત્યાં સુધી કહેવું. તેમાં અસુરકુમારની વિશેષતા બતાવવા સૂત્રકારશ્રી કહે છે - આભોગ નિવર્તિત આહારાદિ • x - એમ કહી સૂત્ર બનાવેલ છે. અસુરકુમારો આહારાર્થી છે ? હા, છે. તેમનો આહાર બે પ્રકારે - આભોગ નિર્વર્તિત અને અનાભોગ નિવર્તિત. અનાભોગ નિર્વર્તિત આહાર નિરંતર છે. આભોગ નિર્વર્તિત જઘન્યથી ચતુર્થભક્ત, ઉત્કૃષ્ટ સાધિક હજાર વર્ષ. ચતુર્થભક્ત એ આગમમાં એક દિવસની સંજ્ઞા છે. તેથી જઘન્યથી એક દિવસ ગયા પછી આહારેચ્છા થાય છે. તે દશ હજાર વર્ષાયુવાળાને જાણવું, ઉત્કટ હજાર વર્ષે આહારેચ્છા થાય તે સાગરોપમ આયુવાળાને જાણવું.
અસુરકુમાર શેનો આહાર કરે છે ? દ્રવ્યથી અનંતપદેશી, ક્ષેત્રથી અસંખ્યાતપદેશાવગાઢ, ઈત્યાદિ નૈરયિકવત્ જાણવું. સામાન્ય કારણથી પીત અને શુકલવર્ણ, ગંધથી સુગંધી, સચી ખાટાં અને મધુર, સ્પર્શથી મૃદુ, લઘુ, સ્નિગ્ધ, ઉણગુણવાળાં - X - તથા વણિિદ વિપરિણમાવી યાવત્ ઈચ્છિતપણે, અભિલાષાના
૧૧૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ વિષયપણે, લઘુપણે, સુખરૂપે ચાવતું વારંવાર પરિણમે છે.
અસુરકુમાસ્વતુ નાગકુમારી સ્વનિતકુમાર પર્યન્ત કહેવું. પણ આભોગ નિવર્તિત આહારના વિચારમાં ઉત્કૃષ્ટથી બે થી નવ દિવસે આહારેચ્છા થાય છે. આ કથન પલ્યોપમના અસંખ્યાતમા ભાગ કે તેથી વધુ આયુવાળા માટે સમજવું.
હવે પૃવીકાયિક સંબંધે આ સાત અધિકાર કહે છે - • સૂત્ર-પ૫૪ -
ભગવાન ! પૃedીકાયિકો હારાર્થી છે. હા, છે. ભગવન્! પૃવીકાયિકોને કેટલા કાળે આહારેચ્છા ઉપજે? તેને પ્રતિસમય નિરંતર આહારેા હોય. પૃeળી, શેનો આહાર કરે ? નૈરયિકતત કહેતું. યાવત કેટલી દિશાથી આવેલા પુદગલ દ્રવ્યોનો આહાર કરે છે? વ્યાઘાત સિવાય છ દિશાથી આવેલ અને
વ્યાઘાતને આગ્રીન કદાચ ગણ કે ચાર કે પાંચ દિશાણી આવેલા યુગલ દ્રવ્યોનો આહાર કરે. પરંતુ અહીં સામાન્ય કારણ કહેવાનું નથી.
વણથી કાળા, લીલા, પીળા, સફેદ વર્ણવાળાં, ગંધથી સુગંધી કે દુગનિધી, સથી તીખા, કડવા, તૂરા, ખાટા, મધુર સ્તવાળા, સ્પશથિી કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ, શીત, ઉસ, સ્નિગ્ધ, સૂક્ષ સાશવાળા પુદ્ગલો તેઓના પૂર્વના વણગુણોને વિપરિણમાવી ઈત્યાદિ બધું નૈરયિકવ4 કહેવું. વાવ4 કદાચ નિઃશ્વાસ છે.
પૃવીકાયિકો જે યુગલોને આહારપણે ગ્રહણ કરે તે યુગલનો કેટલામો ભાગ ભાવિ કાળે આહાર કરે છે. પરિણામને યોગ્ય કરે - આસ્વાદ લે છે ? અસંખ્યાતમો ભાગ આહારે, અનંતમો ભાગ આસ્વાદે છે. પૃથ્વી જે યુગલો આહારપણે ગ્રહે, શું તે બધાંનો આહાર કરે કે ન કરે ? નૈરયિકવ4 કહેવું, જે પગલો આહારપણે ગ્રહણ કરે, તેમને કેવા રૂપે વારંવાર પરિણમે ? સ્પર્શન ઈન્દ્રિયના વિવિધ પ્રકારે વારંવાર પરિણમે. વનસ્પતિ સુધી એમ છે.
• વિવેચન-૫૫૪ -
પૃથ્વીકાયિકોના સૂત્રોનો પૂર્વવત્ વિચાર કરવો. પણ નિઘિાતમાં અવશ્ય છે દિશામાંથી આવેલા પદગલો આહારે છે. ચાયત - અલોકાકાશ વડે ખલના થવી.
વ્યાઘાતથી લોકના નિકુટ આદિને વિશે કદાચ ત્રણ, ચાર કે પાંચ દિશાથી આવેલા પુદ્ગલ દ્રવ્યો આહારે છે. જ્યારે પૃથ્વી નીચેના પ્રતમાં અનિખૂણામાં હોય ત્યારે અલોકના વ્યાઘાતથી અધોદિશાના પુદ્ગલોનો અભાવ હોય અગ્નિખૂણાને કારણે પૂર્વ અને દક્ષિણ દિશાના પગલોનો અભાવ હોય. તેથી તે ત્રણ દિશા સિવાયની ઉદd, પશ્ચિમ, ઉત્તર દિશાથી આવેલ પુદ્ગલોનો આહાર કરે. પૃથ્વી પશ્ચિમ દિશામાં હોય ત્યારે પૂર્વ દિશા અધિક ખુલ્લી થતાં ચાર દિશામાંથી, જ્યારે ઉપરના બીજા આદિ પ્રતરમાં પશ્ચિમ દિશામાં રહે ત્યારે અધોદિશા પણ ખુલ્લી થતાં પાંચ દિશાથી પુદ્ગલોનો આહાર કરે છે. બાકી બધું પૂર્વવત છે.
વિશેષ એટલે કે - સામાન્ય કારણને આશ્રીને કહેવાનું નથી, ઈત્યાદિ સુગમ