________________
--પર
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/3
છે પદ-૨૨-“દિક્યા
— x — — — — — છે એ પ્રમાણે પદ-૨૧ની વ્યાખ્યા કરી, હવે ૨૨મું શરૂ કરે છે. તેનો સંબંધ આ છે - પદ-૨૧માં ગતિ પરિણામ વિશેષ શીર વગાસ્નાદિ વિયારી, અહીં નાકાદિ ગતિ પરિણામ પરિણd જીવોની પ્રાણાતિપાતાદિ ૫ કિયા વિશેષ વિચારે છે–
• સૂત્ર-પર૫ -
ભગવા કેટલી કિસાઓ છે ગૌતમ પય - કાયિકી, અધિકરણિકી, પાàષિકી, પારિતાપનિકી, પ્રાણાતિપાતિકી.
કાયિકી ક્રિયા કેટલા ભેટે છે બે ભેદ : અનુપરત કાયિકી, દુપયુક્ત કાયિકી. અધિકરણિકી ક્રિયા કેટલા ભેદ છે ? બે ભેદે • સંયોજનાધિકરણિકી, નિર્વતનાધિકરણિકી. પાàષિકી ક્રિયા કેટલા ભેટે છે ? ત્રણ ભેદ • જે રીતે પોતાની, ભીજાની કે બંનેની પરત્વે અશુભ મન કરે છે. પારિતાપનિકી ક્રિયા કેટલા ભેટે છે ત્રણ ભેદ – પોતાને, બીજાને, બંનેને આશાતા વેદના ઉદીરે. પ્રાણાતિપાત ક્રિયા કેટલા ભેદે છેત્રણ ભેદે - જે પ્રકારે પોતાને, બીજાને, બંનેને જીવિતથી જુદા કરે છે [પાંચ ક્રિયા કહી..
- વિવેચન-૫૨૫ :
કવું તે ક્રિયા, કમબંધના કારણભૂત જીવની પેટા. તે પાંચ ભેદે - કાયિકી આદિ. જે ઉપચય પામે તે કાર્ય - શરીર, કાય નિમિતે થયેલ કે તેના વડે કરાયેલા ક્રિયા તે કાયિકી. જેના વડે નકાદિ દુર્ગતિમાં આત્મા સ્થપાય તે અધિકરણ-ક્રિયા વિશેષ અથવા ચક્ર, ખાદિ બાહ્ય વસ્તુ નિમિતે થયેલ કે કરાયેલ ક્રિયા છે અધિકણિકી. પહે-માર, કર્મબંધહેતુ અકુશલ એવા જીવ પરિણામ, તે નિમિત્તે થયેલ કે કરાયેલ કિયા તે પ્રાપ્લેષિકી. પરિતાપ-પીડા • x • તે પારિતાપનિકી. પ્રાણઈન્દ્રિયાદિ, તેનો અતિપાત • નાશ, તે સંબંધે કિયા તે પ્રાણાતિપાત ક્રિયા.
તેમાં કાયિકી કિયા બે પ્રકારે - (૧) અનુપરત • દેશથી કે સર્વથી જે સાવધયોગથી નિવૃત થયો ન હોય, તેની કાયિકી ક્રિયા, આ ક્રિયા દક જીવને હોય, આ કિયા અવિરતિને જાણવી, દેશ કે સર્વ વિતિને નહીં. (૨) દુપયુક્ત - દુષ્ટ પ્રયુકત કાયાદિનો વ્યાપાર જેમને છે કે, આ કિયા પ્રમતસંયતને પણ હોય, કેમકે પ્રમતપણામાં અશુભ વ્યાપારનો સંભવ છે.
આધિકરણિકી કિયા બે ભેદે - (૧) સંયોજનાધિકરણિકીપૂર્વે બનાવેલાં હળ, ગર, કાર્યપ્રાદિના સાધનો મેળવવા તે જ સંસારનો હેતુ છે. આ ક્રિયા પૂર્વે બનાવેલા હળ આદિના અવયવો જોડીને તૈયાર કરનારૂં હોય.
(૨) નિર્વતનાધિકરણિકી • તલવાર, શક્તિ, ભાલા, આદિ શોને મૂળથી બનાવવા તે. અથવા પાંચ પ્રકારના ઔદાસ્કિાદિ શરીરોનું ઉત્પન્ન કર્યું છે. કેમકે દુwયુક્ત શરીર પણ સંસાર વૃદ્ધિનું કારણ છે.
પ્રાપ્લેષિકી ક્રિયા ત્રણ ભેદે છે - જે પ્રકારે જીવો પોતાના, બીજાના કે બંનેના ઉપર અંકુશલ મન ધારણ કરે, ગણ વિષયો છે માટે ત્રણ ભેદ કહા, જેમકે કોઈ મનુષ્ય કોઈ કાર્ય પોતે કર્યું, પરિણામ ભયંકર થાય ત્યારે અવિવેકરી પોતાના ઉપર અશુભ મન ધારણ કરે, એમ કોઈ બીજા ઉપર, કોઈ સ્વ-પર બંને તર્ફ તેવું મન કરે,
પારિતાપનિકી પણ ત્રણ પ્રકારે છે - જે કારણે કોઈ મનુષ્ય કોઈ કારણથી અવિવેક વડે પોતાને જ દુ:ખરૂપ અસાતા વેદના ઉત્પન્ન કરે, કોઈ બીજાને કરે, કોઈ પોતાને-બીજાને બંનેને કરે. એમ ત્રણ ભેદ થયા. પ્રિ] જો એમ હોય તો લોચ કQો, તપ કરવો આદિ અનુષ્ઠાન ન કરવાનો પ્રસંગ આવશે. કેમકે તે સ્વ, પર, ઉભયને અશાતા વેદનાનું કારણ છે. [ઉત્તર] તે અયુકત છે, કેમકે પરિણામે હિતકર હોવાથી ચિકિત્સા માફક લોચ, તપાદિ અસાતા વેદનાનો હેતુ નથી. અશક્ય તપનો પ્રતિષેધ કરેલો છે, તેવો તપ કરવો કે જેથી મન અશુભ ચિંતવે નહીં, ઈન્દ્રિયોનો નાશ ન થાય, યોગ ક્ષીણ ન થાય. જેમ મન અને ઈન્દ્રિયો ઉન્માર્ગે ન જાય અને વશ રહે. તે પ્રમાણે જિનોનું આચરણ છે.
પ્રાણાતિપાત ક્રિયા ત્રણ પ્રકારે છે, જેમ કોઈ અવિવેકી મનુષ્ય મૈસ્વપપાતથી પોતાને જીવિતથી જુદો કરે, કોઈ દ્વેષાદિથી બીજાના જીવનનો નાશ કરે, કોઈ સ્વપરના જીવનનો નાશ કરે, એ ત્રણ ભેદ કહા, આ જ કારણે ભગવતે અકાળ મરણનો નિષેધ કર્યો છે. * * *
એમ ક્રિયાઓ કહી, હવે તે બધાં જીવોને હોય કે ન હોય ? • સૂત્ર-પર૬ :
ભગવન! જીવો કિયાવાળા છે કે કિચારહિતી ગૌતમ જીવો તે બંને છે. ભગવાન ! એમ કેમ કહો છો ? જુવો બે પ્રકારના - સંસારી અને સિદ્ધ. જે સંસારી છે તે જીવો ને ભેટે છે - શૌલેશપાપ્ત, તેથી પ્રાપ્ત. રીલેશી પ્રાપ્ત છે તે કિચારહિત છે. તેથી પ્રાપ્ત નથી તેઓ કિચાસહિત છે માટે એમ કહ્યું કે જીવો સક્રિય અક્રિય બને છે.
ભગવના શું જવો પ્રાણાતિપાત વડે ક્રિયા કરે છે હા, ગૌતમ કરે છે. જીવો કોના વિશે પ્રાણાતિપાત વડે ક્રિયા કરે છે જીવનિકાયને વિશે કરે. શું બૈરયિકો પ્રાણાતિપાત વડે ક્રિયા કરે? હા, કરે. એ પ્રમાણે નિરંતર વૈમાનિક સુધી જાણવું.
ભગવના શું જીવો મૃષાવાદથી ક્રિયા કરે હા, કરે. જીવો કોના વિશે મૃષાવાદથી ક્રિય કરે સર્વ દ્રવ્યોને વિશે કરે. એ પ્રમાણે નિરંતર નૈરયિકોને ચાવત વૈમાનિકોને જાણવું.
ભગવન! અવો અદત્તાદાનથી ક્રિયા કરે હા, કરે એવો કોના વિશે અદત્તાદાની ક્રિયા કરે! ગ્રહણ અને ધારણ કરવા યોગ્ય દ્રવ્યોને વિશે કરે, ઓમ ઐરયિક યાવત વૈમાનિકોને જાણવું.