________________
૧૭/૧/-/૪૪૨ થી ૪૪૪
૧૪૧
અને અસંજ્ઞlભૂત. તેમાં જે સંજ્ઞીભૂત છે, તે મહાવેદનાવાળા છે, જે અસંtીભૂત છે, તે અાવેદનાવાળા છે. તે હેતુથી - નૈરયિકો બધાં સમાન વેદનાવાળા નથી.
• વિવેચન-૪૪૨ થી ૪૪૪ -
ગાથાનો 'મા' શબ્દ પ્રત્યેક સાથે જોડવો. તેથી અર્થ થાય છે - (૧) સમાના આહાવાળા ઈત્યાદિ એ પ્રથમ અધિકાર. (૨) સમાન કર્મવાળા, (3) સમાન વર્ણવાળા, (૪) સમાન વૈશ્યાવાળા, (૫) સમાન વેદનાવાળા, (૬) સમાનકિયાવાળા, (9) સમાનાયુવાળા.
અહીં લેસ્યા પરિણામના અધિકારમાં ઉક્ત અર્થો કેમ લીધાં ? પૂર્વે પ્રયોગપદમાં કહ્યું - કેટલા પ્રકારે ગતિપ્રપાત છે ? ગૌતમ ! પાંચ પ્રકારે પ્રયોગપતિ આદિ. તેમાં ઉપપાતગતિ ત્રણ પ્રકારે - ક્ષેત્ર, ભવ, નોભવથી. તેમાં ભવોપપાતગતિ ચાર ભેદે - નૈરયિક યાવત્ મનુષ્યભવોપાતગતિ. તેમાં નારકવ આદિ ભવરૂપે ઉત્પન્ન થયેલા જીવોને ઉત્પતિ સમયથી આહારાદિ અર્થનો અવશ્ય સંભવ છે, તેથી લેશ્યાધિકારમાં તેને લીધાં છે.
પહેલાં “સમાન આહારી” પ્રશ્ન સૂચિત અધિકાર છે. પ્રશ્ન સુગમ છે. - x • x • નૈરયિકો બે પ્રકારના. અાશરીર અને મહાશરીરી. અહીં તાપણું અને મહાપણું સાપેક્ષ છે, જઘન્ય અાપણું અંગુલનો અસંચાતભાગ પ્રમાણ, ઉત્કૃષ્ટ મહાપણું ૫૦૦-૫નુણપ્રમાણ છે. આ ભવધારણીય શરીરાશ્રીને સમજવું. ઉત્તવૈદિરની સાપેક્ષાએ જઘન્ય અાપણું અંગુલના સંખ્યાતમાં ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ મહાપણું હજાર ધનુ છે.
(પ્રન) અહીં પહેલા આહાર સંબંધી પ્રશ્ન છે, શરીર સંબંધી પ્રશ્ન બીજો છે, તો તેનો ઉત્તર પહેલાં કેમ આપ્યો ? શરીરની વિષમતા કહેવાથી આહાર અને ઉપવાસ વિષમતા સારી રીતે કહી શકાય છે, માટે બીજા સ્થાનના પ્રશ્નનો ઉત્તર પહેલાં કહ્યો.
( ધે આહાર અને ઉચ્છવાસનો ઉત્તર આપે છે – જે જેનાથી મહાશરીરવાળા છે, તે તેમની અપેક્ષાએ ઘણાં પગલો આહારે છે. લોકમાં પણ દેખાય છે કે હાથી વધુ ખાય છે, સસલો ઓછું ખાય છે. આ દટાંત બહુલતાની અપેક્ષાએ છે. અન્યથા મનુષ્યોમાં મોટા કે નાના શરીરવાળામાં આવું દેખાતું નથી.
- નારકો તો ઉપધાતાદિ નિમિતે સાતવેદનીયોદય સિવાય અસાતાવેદનીયોદયમાં વર્તે છે, તેથી જેમ મહાશરીરી, દુ:ખી અને તીવ્ર આહારેચ્છાવાળા હોય તેમ અવશ્ય ઘણાં પુદ્ગલોને આહારે અને પરિણમાવે છે, કેમકે આહારપુદ્ગલોને અનુસરીને પરિણામ હોય છે. પરિણામ સંબંધે પ્રશ્ન નથી કર્યો તો પણ આહારનું કાર્ય સમજી ઉત્તર આપેલ છે. આ પ્રમાણે જ ઉચ્છવાસ - નિઃશ્વાસ બાબતે સમજવું * * *
આહારનું કાળની અપેક્ષાએ વિષમપણું કહે છે - મfમ - વારંવાર આહાર કરે છે, જેઓ જેનાથી મહાશરીરી છે. તેઓ તેની અપેક્ષાએ શીઘ, અતિશીઘ આહાર
૧૪૨
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ગ્રહણ કરવાના સ્વભાવવાળા છે, વારંવાર ઉચ્છવાસ-નિઃશ્વાસ લે છે - મૂકે છે. અર્થાત્ મહાશરીરી હોવાથી અત્યંત દુઃખી હોવાથી નિરંતર ઉચ્છવાસાદિ ક્રિયા કરે છે. * * * અલાશરીરી અતિ અાપુદ્ગલ આહાર કરે છે. અર્થાત્ જે જેનાથી અલ્પશરીરી છે, તેઓ તેમને ગ્રહણ કરવા લાયક પદગલોની અપેક્ષાએ અથશરીરી હોવાથી અા પુદ્ગલોનો આહાર કરે છે. કદાચિતું કરે છે - કદાયિત્વ કરતાં નથી. કેમકે મહાશરીરીને આહાર ગ્રહણ કરવાનું અંતર છે, તેની અપેક્ષાએ તો બહુ કાળના અંતર વડે આહાર કરે છે. અથવા અપર્યાપ્તાવસ્થામાં અલાશરીરી હોવાથી લોમાહારની અપેક્ષાએ આહાર કરતા નથી. એ રીતે ઉછુવાસ લેતા નથી. અન્ય કાળે આહાર લે છે અને ઉચ્છશ્વાસ લે છે. માટે ‘કદાયિત’ પદ મૂક્યું.
હવે સમાનકર્મપણાનો અધિકાર - બધાં નૈયિકો સમાન કર્મવાળા નથી, કેમકે નૈરયિકો બે ભેદે છે ઈત્યાદિ. તેમાં પુર્વે ઉત્પન્ન થયેલા એ નકાય, નરકગતિ, અસાતા વેદનીય આદિ ઘણાં કર્મોની નિર્જરા કરી છે અને થોડાં બાકી છે, તેથી તેઓ અલ્પકર્મવાળા હોય છે. બીજા તેનાથી વિપરીત હોવાથી મહાકર્મવાળા છે. આ કથન સમાન સ્થિતિક નાકોને આશ્રીને છે અન્યથા ઉત્કૃષ્ટ સ્થિતિક રનપ્રભાનારકને ઘણું આણુ ક્ષીણ થવા છતાં પલ્યોપમાયુ બાકી હોય, ૧૦,૦૦૦ વષયુિવાળો અન્ય કોઈ નારક નવો ઉત્પન્ન થાય તો પણ પૂર્વોત્પન્ન કરતાં તો અલા સ્થિતિક જ હોય. તેને મહાકર્મી કહેવો ?
વર્ણસૂત્રમાં - નાસ્કોને અપશસ્ત વર્ણ નામકર્મ, ભવની અપેક્ષાથી અશુભ અને તીવ્ર રસોય છે. • x - (પ્રશ્ન) માબ આકર્મ ભવવિપાકની પ્રકૃતિ છે, તો અપશસ્ત વર્ણ નામકમોંદય ભવ સાપેક્ષ કેમ કહો છો ? એ સત્ય છે, તો પણ આ આપશસ્ત નામ કર્મના તીવરસવાળો ધુવ ઉદય પૂર્વાચાર્યોએ કહેલ છે. તે પૂર્વોત્પન્ન નારકે ભોગવી ઘણો ક્ષય કર્યો છે, થોડો બાકી છે અને વર્ણનામ કર્મ પુદ્ગલ વિપાકી પ્રકૃતિ છે, તેથી પૂર્વોત્પન્ન નારક વિશુદ્ધતર વર્ણવાળા છે, પછીના અવિશુદ્ધ વર્ણવાળા છે, આ પણ સમાન સ્થિતિક તૈરયિકના વિષયમાં જાણવું. * * *
જેમ વર્ષમાં કહ્યું, તેમ લેગ્યામાં પણ કહેવું - x • પૂર્વોત્પન્ન વિશુદ્ધ લેચી છે, કેમકે તેમણે ઘણાં અપ્રશસ્ત લેયા દ્રવ્યો અનુભવીને ક્ષીણ કર્યા છે, પછીથી ઉત્પન્ન થયેલા તેનાથી વિપરીત અવિશુદ્ધલેશ્યાવાળા છે. શેષ પૂર્વવતું.
હવે સમાન વેદનાવાળા પદ વડે સૂચિત અધિકાર-નૈરયિકોમાં જેઓ સંજ્ઞીભૂત છે, અર્થાત પૂર્વે સંજ્ઞી પંચેન્દ્રિય છતાં નારકપણું પામ્યા છે, તેઓ મહાવેદનાવાળા છે, કેમકે તીવ્ર અશુભ અધ્યવસાયથી અશુભતર કર્મબંધ કરી મહાનકોમાં ઉત્પન્ન થયા છે, જે અસંજ્ઞીભૂત - અસંજ્ઞી પંચેન્દ્રિય છતાં નૈરયિક ભાવને પ્રાપ્ત છે, તેઓ અાવેદનાવાળા છે. - X - X - X-X... આ અસંજ્ઞીઓ નરકમાં ઉત્પન્ન થાય, તેમને અતિ તીવ અશુભ અધ્યવસાયના અભાવે રનપભામાં જ્યાં અતિ તીવ્ર વેદના નથી, એવા નરકાવાસમાં ઉત્પન્ન થાય છે. તેઓ અપસ્થિતિવાળા, અપવેદનાવાળા છે.