________________
૧૫/૧/-/૪૨૫
૧૦૯
ભાણકાર પણ કહે છે કે- આ સૂત્રનો અભિપ્રાય પ્રકાશનીય વસ્તુની અપેક્ષાએ છે, પણ પ્રકાશક વસ્તુની અપેક્ષાઓ નથી. • x -
ધ્રાણેન્દ્રિય, જિલૅન્દ્રિય, સ્પર્શનેન્દ્રિયો ઉત્કૃષ્ટથી નવ યોજનથી આવેલ અછિન્ન બીજા દ્રવ્યોથી અપ્રતિહત શક્તિવાળા ગંધાદિ વિષયોને જાણે છે, પણ તેથી આગળથી આવેલ વિષયને જાણતી નથી. કેમકે તે ગંધાદિ વિષયો મંદપરિણામવાળા થઈ જાય છે અને તેવા પ્રકારની ઘાણેન્દ્રિયાદિ, મંદ પરિણામવાળા ગંધાદિ વિષયોને જાણવાને અસમર્થ છે. ભાષ્યકારે પણ કહેલ છે.
ઈન્દ્રિય વિષયાધિકારમાં પણ આ સૂત્ર છે – • સૂઝ-૪ર૬ :
ભગવના મારણાંતિક સમુદ્ઘતિને પ્રાપ્ત માવિત આત્મા અણગારની જે ચરમ નિર્જરા પુદગલો છે તે છે આયુષ્યમા! સૂક્ષ્મ કહ્યા છે? સર્વલોકમાં અવગાહીને રહે છે? ગૌતમાં તેમ જ છે. ભગવન! છાસ્થ મનુષ્ય તે નિર્જરા યુગલોનું અન્યત્વ, નીનાd, હીનત્વ, તુચ્છવ, ગુરુત્વ, લઘુત્વ જાણે છે, જુએ છે? - ગૌતમ ! તે આયુકત નથી. ભગવદ્ ! એમ કેમ કહો છો ? - ૪ - ગૌતમ ! કોઈ દેવ તે નિર્જરા યુગલોનું અન્યત્વ, ભિવ, હીનત્વ, તુચ્છત્ત, ગરd, લવ જાણતો કે દેખતો નથી. તે માટે કહેવાય છે કે છઠાસ્થ મનુષ્ય તે નિર્જરા પુગલોનું કંઈપણ અન્યત્વાદિ જાણતો નથી. એ પ્રમાણે હે આયુષ્યમાન ! તે યુગલો સૂક્ષ્મ કહા છે અને સર્વલોકને અવગાહીને રહે છે.
ભગવાન ! નૈરમિકો તે નિર્જરાપુદ્ગલોને જાણે છે, જુએ છે ? અને તેનો આહાર કરે છે ? અથવા જાણતો - જોતો નથી અને આહાર કરે છે ? ગૌતમ ! નૈરયિકો નિર્જરા યુગલોને જાણતા નથી, જોવા નથી અને તેનો આહાર કરે છે. એ પ્રમાણે ચાવતું પંચેન્દ્રિય તિર્યંચો સુધી જાણવું.
ભગવન્! મનુષ્યો તે નિર્જરપુદ્ગલોને શું જાણે છે, જુએ છે, તેનો આહાર કરે છે ? અથવા જાણતા નથી, જોતા નથી, આહાર કરે છે? ગૌતમ ! કેટલાંક જાણે છે, જુએ છે, આહાર કરે છે, કેટલાંક જાણતા નથી, જોતા નથી, આહાર કરે છે. ભગવાન ! આવું કેમ કહો છો ? ગૌતમ ! મનુષ્યો બે પ્રકારે - સંજ્ઞીભૂત અને અસંતીભૂત. તેમાં જે અસંજ્ઞીભૂત છે તે જાણતા નથી, જોતા નથી, આહાર કરે છે. જે સંજ્ઞીભૂત છે, તે બે પ્રકારના – ઉપયુક્ત અને અનુપયુકd. તેમાં જે અનુપયુક્ત છે તે જાણતા નથી, જોતા નથી, આહાર કરે. છે. જે ઉપયુકત છે તે જાણે છે, જુએ છે, આહાર કરે છે. તેથી કહ્યું કે કેટલાંક ન જાણે, ન જુએ, આહારે અને કેટલાંક જુએ, જાણે, આહાર કરે છે.
બંતર અને જ્યોતિકો તૈરયિકોની માફક જાણવા.
ભગવના વૈમાનિકો, તે નિર્જરાપુગલોને જાણે છે, જુએ છે, આહાર કરે છે? ગૌતમાં મનુષ્યો માફક જાણવા. પરંતુ વૈમાનિકો બે ભેદે છે -
૧૧૦
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર માચીમિચ્છાદષ્ટિ ઉપપક, અમારી સમ્યગ્દષ્ટિ ઉપપક. તેમાં જે માયીમિથ્યાર્દષ્ટિ ઉપપExક છે, તે જાણતા નથી, જોતા નથી. પણ આહાર કરે છે. જે અમારી સમ્યગદૈષ્ટિ ઉપપક છે તે બે પ્રકારના છે – અનંતરોપva અને પરંપરોપw. અનંતરોપણ છે તે જાણત-જોતા નથી અને આહાર કરે છે. જે પરંપરોપva છે તે બે પ્રકારે છે . પ્રયતા અને અપર્યાપ્તા. તેમાં અપર્યાપ્તા છે તે જાણતા નથી, જતા નથી અને આહાર કરે છે. જે પયતા છે તે બે પ્રકારે છે - ઉપયુકત અને અનુપયુકત તેમાં જે અનુપયુક્ત છે, તે જાણતા નથી - જેતા નથી અને આહાર કરે છે, જે ઉપયુક્ત છે, તે જાણે છે, જુએ છે, આહાર કરે છે. તેથી કહ્યું કે કેટલાંક જાણે છે . જુએ છે - આહાર કરે છે. કેટલાંક જાણતા-જતા નથી, આહાર કરે છે.
• વિવેચન-૪ર૬ :
જેને દ્રવ્યથી અને ભાવથી અTIR - ઘર નથી તે અણગાર - સંયત, જ્ઞાનદર્શન-ચાઅિ-તપ વિશેષથી જેનો આત્મા ભાવિત - વાસિત થયેલો છે એવા મરણ સમુદ્ગાતથી સમવહત સાધુના જે ઘરમ - શૈલેશીકાળના અન્ય સમયના નિર્જાપુદ્ગલો • કમભાવ રહિત થયેલા પરમાણુઓ છે તે પુદ્ગલો નિશ્ચય અર્થમાં છે. અવશ્ય સક્ષમ-ચક્ષ આદિ ઈન્દ્રિયના વિષયરહિત કહ્યાં છે ? હે આયુષ્યમાન શ્રમણ એ ગૌતમે ભગવંતને કહ્યું સંબોધન છે. તથા એ નિશ્ચિત છે કે તે પુદ્ગલો સર્વલોકમાં અવગાહીને - સ્પર્શ કરીને રહે છે ? ગૌતમે પ્રશ્ન કરતાં ભગવંતે ઉત્તર આપ્યો, હે ગૌતમ! અવશ્ય એમ જ છે.
ભગવન્ ! છાસ્ય મનુષ્ય તે નિર્જરાપુદ્ગલોનું અન્યત્વ જાણે-જુએ આદિ પ્રશ્નને શો અવકાશ છે ? અહીં પૂર્વે કહેલ હતું કે પૃષ્ટ અને પ્રવિષ્ટ શબ્દ દ્રવ્યો સાંભળે છે, ઈત્યાદિ નિર્જરાપુદ્ગલો પણ સર્વલોકનો સ્પર્શ કરે છે, તો તેઓનો પણ શ્રોત્રાદિમાં સ્પર્શ અને પ્રવેશ શું નથી થતો ? તેથી પ્રશ્ન કરે છે - ભગવનું ! છાસ્થ મનુષ્ય, અહીં છાસ્થનું ગ્રહણ કેવલીનો નિષેધ કરવા માટે છે, કેમકે કેવળજ્ઞાની બધા આત્મપદેશો વડે સર્વ જાણે છે અને જુએ છે. * * * છાસ્ય અંગોપાંગનામકર્મ વિશેષ વડે સંકારને પ્રાપ્ત થયેલ ઈન્દ્રિયો દ્વારા જ જાણે છે - જુએ છે. તેથી છાસ્થનું ગ્રહણ છે. આ હેતુથી જ અહીં વિશિષ્ટ અવધિજ્ઞાન રહિત છવાસ્થનું ગ્રહણ કરવાનું છે, તે નિર્જરાપુદ્ગલોનું અન્યપણું એટલે બે સાધુઓના જે નિર્જરાપુદ્ગલો છે, તેઓનું પરસ્પર ભિન્નપણું, નાનાવ-બીજાની અપેક્ષા સિવાય એકના જ નિર્જરા પુલોનું વણદિનું વિચિપણું, અવમત્વ-હીનપણું, તુછવ-નિઃસાસ્પણું છે. ભગવંત કહે છે - તે અર્થ યુકત નથી, કેમકે છાસ્થ મનુષ્ય તે નિર્જરાપુદ્ગલોનું અજવાદિ જાણતો અને જોતો નથી. એ સંબંધે પ્રશ્ન કરે છે–
કોઈ કર્મપુદ્ગલ સંબંધી અવધિજ્ઞાનરહિત દેવ છે, જે તે નિર્જરાપુદ્ગલોનું કંઈપણ અન્યપણું વગેરે જાણતો નથી, જોતો નથી અર્થાત્ દેવોને મનુષ્યો કરતાં વધુ