________________
૧૩/--૪૦૫,૪૦૬
૯૨
છે પદ-૧૩-“પરિણામ” &
- X - X - X - છે એ પ્રમાણે બારમાં પદની વ્યાખ્યા કરી, હવે ૧૩-મું કહે છે. તેનો સંબંધ આ છે - પદ-૧૨માં ઔદારિકાદિ શરીર વિભાગ કહ્યો. તે શરીરને તથા પરિણામ થાય, અન્યથા નહીં, તે પરિણામ -
• સૂત્ર-૪૫,૪૦૬ -
૪િ૦૫] ભગવના પરિણામો કેટલા ભેદે છે ? ગૌતમ બે ભેદે કહ્યા છે - જીવ પરિણામ અને આજીવ પરિણામ.
[૪૬] ભગવના જીવ પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમ ! દશ ભેદે - ગતિ પરિણામ, ઈન્દ્રિય પરિણામ, કષાય પરિણામ, લેગ્યા પરિણામ, યોગ પરિણામ, ઉપયોગ પરિણામ, જ્ઞાન પરિણામ, દર્શન પરિણામ, ચાસ્ત્રિ પરિણામ અને વેદ પરિણામ.
• વિવેચન-૪૦૫,૪૦૬ :
પરિણામ એટલે દ્રવ્યોનું પરિણમન [અવસ્થાંતર] તે પરિણામ નયના ભેદોથી વિવિધ પ્રકારે હોય. નૈગમાદિ અનેક નયો છે. તે સર્વે નયોનો સંગ્રહ કરનાર બે નયો સિદ્ધાંતમાં કહ્યાં છે - દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. •x. તેમાં દ્રવ્યાપ્તિકનયના મતે કથંચિત્ સત્ છતાં ઉત્તર પર્યાયરૂપ ધર્માનારને પામે તે પરિણામ કહેવાય. તેમાં પૂર્વ પર્યાયિની સર્વથા સ્થિતિ હોતી નથી, તેમ તેનો એકાંતે નાશ પણ ન હોય. અન્ય સ્વરૂપે થવું તે પરિણામ. • x • તે પરિણામ તેના સ્વરૂપના જાણનારોએ માનેલો છે.
પયયાસ્તિક નયના મતે પૂર્વના વિધમાન પર્યાયનો વિનાશ અને બીજા અસતું પર્યાયિોની ઉત્પત્તિ તે પરિણામ કહેવાય. • x - ભગવંત પ્રશ્નના ઉત્તરમાં કહે છે – હે ગૌતમ પરિણામ બે ભેદે છે – જીવ પરિણામ અને અજીવ પરિણામ. તેમાં જીવનો પરિણામ પ્રાયોગિક છે અને જીવનો પરિણામ પૈસસિક છે. સૂત્રકાર છે પરિણામનો ભેદો આગળ કહેશે, તે પ્રમાણે જીવ પરિણામના ભેદો -
જીવપરિણામ દશ પ્રકારે છે - ગતિ પરિણામ આદિ. (૧) ગતિ પરિણામ • ગતિ નામકર્મના ઉદયથી જે પ્રાપ્ત થાય તે તારકવ આદિ રૂપ પયયનો પરિણામ. (૨) ઈન્દ્રિય પરિણામ - જ્ઞાનરૂપ પરમ ઐશ્વર્યના સંબંધથી ઈન્દ્ર-આત્મા કહેવાય. તેનું ચિહ તે ઈન્દ્રિય. તે ૩૫ પરિણામ તે ઈન્દ્રિય પરિણામ. (3) કષાય પરિણામ - જેમાં પ્રાણીઓ પરસ્પર હિંસા કરે તે મ્ - સંસાર, તેને પ્રાપ્ત કરાવે તે કપાય, તે રૂપ આત્મપરિણામ (૪) લેરયા પરિણામ - લેયાદિ શબ્દનો અર્થ આગળ કહેવાશે. લેશ્યા એ જ પરિણામ. (૫) યોગ પરિણામ - મન, વચન, કાયાના યોગરૂપ પરિણામ. (૬) ઉપયોગ, જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિ અને વેદ પરિણામ સંબંધે એ રીતે જ વિચારવું.
હવે આ દશ પરિણામોને ક્રમથી કહેવાનું પ્રયોજન બતાવે છે - તે તે દયિકાદિ ભાવને આશ્રિત સર્વ ભાવો ગતિ પરિણામ વિના પ્રગટતા નથી, તેથી પહેલા ગતિ
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર પરિણામ કહ્યા. તેનાથી અવશ્ય ઈન્દ્રિય પરિણામ થાય. ઈન્દ્રિયપરિણામથી ઈટઅનિષ્ટ વિષય સંબંધે રાગદ્વેષના પરિણામ થવાથી પછી કષાય પરિણામનું કથન કરેલ છે. કપાય પરિણામ લેયા પરિણામ વિના ન થાય, તે આ પ્રમાણે - લેણ્યા પરિણામ અયોગી કેવલી સુધી હોય, કેમકે લેશ્યા સ્થિતિ નિરૂપણ અવસરે લેશ્યાધ્યયનમાં શુક્લલેશ્યા સ્થિતિના જઘન્ય અને ઉત્કૃષ્ટનું વિધાન છે. ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ કહી તે સયોગી કેવલીને વિશે જ ઘટી શકે, બીજે નહીં. કષાય પરિણામ સૂક્ષ્મ પરાય સુધી હોય. જ્યાં કષાય પરિણામ હોય ત્યાં અવશ્ય લેશ્યા પરિણામ હોય માટે કષાય પછી લેશ્યા પરિણામ કહ્યા.
લેશ્યા પરિણામ યોગના પરિણામરૂપ છે, તે લેશ્યા પદમાં સવિસ્તર કહેવાશે, માટે લેશ્યા પરિણામ પછી યોગ પરિણામ કહેલ છે. સંસારી જીવોને યોગના પરિણામ પછી ઉપયોગનો પરિણામ થાય છે, માટે પછી ઉપયોગના પરિણામનું કથન કર્યું. ઉપયોગ પરિણામ થવાથી જ્ઞાન પરિણામ થાય છે, તેથી પછી જ્ઞાન પરિણામ કહો. તે બે ભેદે છે - સમ્યક જ્ઞાન પરિણામ અને મિથ્યાજ્ઞાન પરિણામ. તે બંને જ્ઞાન પરિણામ સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શન સિવાય થતા નથી, માટે પછી દર્શન પરિણામનું કથન કર્યું છે. સમ્યગુદર્શન પરિણામ થવાથી જીવોને જિનવયન-શ્રવણદ્વારા નવીનવા સંવેગનો આવિર્ભાવ થવાથી ચાઆિવરણ કર્મના ક્ષયોપશમ વડે ચાસ્ત્રિ પરિણામ થાય છે, માટે દર્શન પછી ચાત્રિ પરિણામ કહ્યા. ચા»િ પરિણામથી મહાસતવી આત્માઓ વેદ પરિણામનો નાશ કરે છે, માટે છેલ્લે વેદ પરિણામનો નાશ કરે છે, માટે છેલ્લે વેદ પરિણામ કહ્યા છે.
એ પ્રમાણે જીવના ગતિ આદિ પરિણામ વિશેષ કહ્યા. હવે તેના જ યથાક્રમે ભેદોને દશવિ છે -
• સૂત્ર-૪૦૭ :
ભગવન ગતિ પરિણામ કેટલા ભેટે છે ? ગૌતમ ચાર ભેટે છે - નરકગતિ પરિણામ, તિર્યચ-મનુષ્ય-દેવ ગતિ પરિણામ.
ભગવન / ઈન્દ્રિય પરિણામ કેટલા ભેટે છે ગૌતમ પાંચ ભેદે - શ્રોએન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, જિલૅન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય એ પાંચે ઈન્દ્રિયના પરિણામ.
ભગવન! કયાય પરિણામ કેટલા ભેટે છે - ગૌતમચાર ભેદ : ક્રોધકષાય-માનકષાય-માયાકષાય-લોભકષાય પરિણામ.
ભગવાન ! વેશ્યા પરિણામ કેટલા ભેદે છે ? છ ભેદે છે : કૃષ્ણ-નીલકાપોત--પા-શુક્લ લેયા પરિણામ.
ભગવન / યોગ પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમાં ત્રણ ભેદે છે. મનોયોગ પરિણામ, વચનયોગ પરિણામ, કાયયોગ પરિણામ.
ભગવન / ઉપયોગ પરિણામ કેટa ભેદ છે ? ગૌમાં બે ભેટે છે -