________________
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર · સટીકઅનુવાદ/૧
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ
नमो नमो निम्मलदसणस्स પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
૧૫-પ્રજ્ઞાપના-ઉપાંગસૂત્ર-૪/૧
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન
- ભાઈ-૨૦)
૦ આ ભાગમાં “પ્રજ્ઞાપના" સૂત્ર જે પંદરમું આગમ છે અને ઉપાંગસૂત્રોમાં ચોથું ઉપાંગ છે તેનો આરંભ થાય છે. આ સૂત્રને પ્રાકૃતભાષામાં પથUT સૂર કહે છે. સંસ્કૃત નામ પ્રાપના છે. ગુજરાતીમાં પણ આ જ નામે પ્રસિદ્ધ છે. ચોથા માંગ સત્ર સમવાય નું આ ઉપાંગ છે. જેમ સ્થાન અને સનવાવ બંને અંગ સુત્રોની પદ્ધતિમાં ઘણું સામ્ય છે, તેમ તે અંગસૂત્રોના ઉપાંગરૂપ એવા જીવાભિગમ અને પ્રજ્ઞાપના પણ ઘણાં સંકડાયેલ છે. જીવાભિગમમાં વૃતિમાં ઘણાં સ્થાને પ્રજ્ઞાપનાની સાક્ષી જોવા મળેલ છે વળી ભગવતીજી સૂત્રમાં તો અનેક સ્થાને સાક્ષીપાઠ સ્વરૂપે ‘નાવ પન્નવUITM" એમ લખાયું છે.
આ પ્રજ્ઞાપના સૂત્રમાં 3 અિધ્યયનો પદો છે. જેમાં ચાર પદોમાં પેય ઉદ્દેશા તથા ચારપદોમાં પેટા દ્વારો છે, આ સૂત્રમાં દ્રવ્યાનુયોગ ઠાંસી ઠાંસીને ભય છે. જેમાં સ્થિતિ, વ્યુત્ક્રાંતિ, સંજ્ઞા, યોનિ, ભાષા, શરીર, કર્મ, કષાય જેવા અનેક તાત્વિક વિષયોની વિશદ્ છણાવટ છે. પ્રશ્નોત્તર શૈલી છે.
૦ વૃત્તિકારશ્રી કૃત મંગલનો અનુવાદ -
-(૧) નમસ્કાર કરતાં દેવોના મુગટના પ્રતિબિંબના છ વિહિત બહુરૂપ અને ભવપંકથી સર્વ જગતનો ઉદ્ધાર કરતા શ્રી મહાવીર મંગલરૂપ થાઓ. -(૨)- જિનવચનરૂપ અમૃતના સમુદ્રને હું વંદુ છું કે જેના બિંદુ-માગથી જીવો જન્મજરા-વ્યાધિ રહિત થાય છે. (3)- કામધેનું અને કલ્પલતાથી શ્રેષ્ઠ એવા ગુરના ચરણ-કમળને પ્રણમો કેમકે તેની ઉપાસનાથી પ્રાણી નિરૂપમ બ્રહ્મને પામે છે. -(૪)- જડબુદ્ધિવાળો પણ ગુરુચરણ ઉપાસનાથી વિપુલમતિ થઈને હું શાસ્ત્રોને અનુસરીને પ્રજ્ઞાપનાની વૃત્તિ ચું છું.
પ્રાપના એટલે? પ્રકથિી - સર્વે કુતીર્થિકોના તીર્થકરોને અસાધ્ય એવા યથાવસ્થિત સ્વરૂપ નિરૂપણ દ્વારા, જે વડે જીવાજીવાદિ પદાર્થો શિષ્યની બુદ્ધિમાં ઉતારાય તે પ્રજ્ઞાપના. આ પ્રજ્ઞાપના સમવાય નામક ચોથા અંગનું ઉપાંગ છે. કેમકે તેમાં કહેલા અર્થનું પ્રતિપાદન કરે છે. ઉક્ત પ્રતિપાદન અનર્થક છે તેમ ન કહેવું. કેમકે પ્રતિપાદિત અર્થ અહીં વિસ્તારથી કહેલ છે. તે મંદમતિ શિષ્યના અનુગ્રહાર્થે હોવાથી સાર્થક છે.
આ ઉપાંગ પણ સર્વજીવજીવાદિ પદાર્થનું શાસન કરતું હોવાથી શાસ્ત્ર છે. તેથી આરંભ પ્રયોજનાદિ મંગલ કહેવું જોઈએ. કહ્યું છે – શાકાભે પ્રયોજનાદિ, ઇટાર્થસિદ્ધિ માટે મંગલ છે.
o હવે પ્રયોજનાદિનો અર્થ -
પ્રયોજન બે ભેદે – અનંતર અને પરંપર. પ્રત્યેકના બે ભેદ છે - કગત અને શ્રોતૃગત. દ્રશાસ્તિકનયથી આગમ હોવાથી નિત્ય છે, કોઈ કdઈ નથી. તેથી કહ્યું છે – આ દ્વાદશાંગી હંમેશા હતી - છે - રહેશે, નિત્ય છે, શાશ્વતી છે. પર્યાયાસ્તિક નયથી અનિત્ય હોવાથી, તેનો કd અવશ્ય છે. તાવ વિચારણાથી આગમ, સત્ર અને અર્થ ઉભયરૂપ હોવાથી, અપેિક્ષાએ નિત્ય અને સુત્રાપેક્ષાએ અનિત્ય હોવાથી તેના કતપણાની કથંચિત સિદ્ધિ થાય છે. સૂત્રના કતનું અનંતર પ્રયોજન સવાનું ગ્રહ અને પરંપરાએ મોક્ષપ્રાપ્તિ છે.
આગમના અર્થનું પ્રતિપાદન કરનારા અહંતોને શું પ્રયોજન છે ? કંઈ જ નહીં, કેમકે તેઓ કૃત કૃત્ય છે. “પ્રયોજન વિના અર્થ પ્રતિપાદનનનો પ્રયોસ નિર્દેતુક છે" એવી શંકા ન કરવી. કેમકે અર્થ પ્રતિપાદન પ્રયત્ન તીર્થકર નામ કર્મના વિપાકોદયથી
આ આગમમાં પૂછ મલયગિરિજી ઉપરાંત પૂ. હભિદ્ર સૂરિજી કૃતુ વૃત્તિ પણ મળે છે. જેના આધારે અમે વિવેચન કર્યું છે.
અમે પ્રજ્ઞાપના સૂત્ર સટીક અનુવાદને ત્રણ ભાગમાં વિભાજીત કરેલ છે. ભાગ૨૦-માં પહેલા પાંચ પદો છે. ભાગ-૨૧-માં પદ-૬ થી પદ-૨ છે. ભાગ-૨૨માં પદ૨૧ થી ૩૬ લીધાં છે.
સામાન્યથી ઉપાંગ સૂત્રોના કર્તાના નામ પ્રાપ્ત થતા નથી, પણ આ ઉપાંગની કતરૂપે માર્ય શ્યામવા નું નામ મળે છે. સૂત્રાત્મક રૂપે તૈયાર થયેલ dવાર્થસૂત્રની માફક તાત્વિક વિષયોની વિશિષ્ટ સંક્લનારૂપ આ સફળ અભિનવ પુરુષાર્થ છે.
ક્યાંક કંઈક છોડ્યું - ક્યાંક કંઈક ઉમેર્યું' તે આ વિવેચન
[20/2]