________________
૧૧/--139૬
૨
થર્, અથર્, વિમ્ શબ્દની વ્યવસ્થાના કારણભૂત પદાર્થના ધર્મો સ્ત્રીલિંગાદિ શબ્દ વાચ્ય છે, તે ગુરુના ઉપદેશથી અને પરંપરાથી જાણી શકાય છે - * • તેથી શાબ્દિક વ્યવહાર અપેક્ષાથી યથાવસ્થિત અર્થનું પ્રતિપાદન કરવાથી આ ભાષા પ્રજ્ઞાપની છે યાવતું મૃષા નથી.
ભગવન્! જે સ્ત્રી આજ્ઞાપની - સ્ત્રીને આજ્ઞા કરનારી, પુરુષને આજ્ઞા કરનારી, નપુંસકને આજ્ઞા કરનારી આ ભાષા પ્રજ્ઞાપની છે ? મૃષા નહીં ? અહીં સંશયનું કારણ આ છે - પ્રજ્ઞાપની સત્ય ભાષા છે, આ ભાષા આજ્ઞા સંપાદન ક્રિયામાં યુક્ત સ્ત્રી વગેરેને કહેનારી છે, તેઓ એમ કરે કે ન કરે, તેથી સંશય પ્રાપ્ત ગૌતમ નિશ્ચયાર્થે પૂછે છે. ભગવંત કહે છે. હા, ગૌતમ ! ઈત્યાદિ. ભાવાર્થ આ છે - આજ્ઞાપની ભાષા બે પ્રકારે છે, પરલોકને અબાધક અને પરલોકને બાઘક. તેમાં સ્વ-પર ઉપકારાર્થે કપટ સિવાય પારલૌકિક ફળના સાધન માટે સ્વીકારેલ ઐહિક આલંબનની પ્રયોજનવાળી, વિવક્ષિત કાર્યસિદ્ધિમાં સામર્થ્યયુક્ત વિનીત સ્ત્રી આદિ શિષ્યવનિ પ્રેરક આજ્ઞાપની ભાષા પરલોકને બાધક ન હોય, આ જ ભાષા સાધુને પ્રજ્ઞાપની છે. બીજી ભાષા વિપરીત છે, સ્વ-પરને સંલેશકારી હોવાથી અસત્ય ભાષા છે. કેમકે અવિનીતને આજ્ઞા કરનાર કલેશ પામે છે, તે મૃષા બોલે છે.
જે સ્ત્રી પ્રજ્ઞાપની, યોનિ-કોમળતા-અસ્થિરતાદિ સ્ત્રીનાં લક્ષણને જણાવનારી છે. જે પુરુષ પ્રજ્ઞાપની, પુરુષ ચિહ-કઠોરતા આદિ પુરુષના લક્ષણને જણાવનારી છે. નપુંસક પ્રજ્ઞાપની - નપુંસક લક્ષણને જણાવનારી છે. આ ભાષા પ્રજ્ઞાપની છે ? મૃષા નથી ? અથતિ સ્ત્રીલિંગ આદિ શબ્દો શાબ્દિક વ્યવહારના બળથી સ્ત્રીલક્ષણ રહિત અન્ય અર્થમાં બીજે પણ પ્રવૃત્તિ કરે છે. જેમકે - લતા, ઘટ, ભીંત આદિ. પણ તેમાં પૂર્વોક્ત શ્રી આદિ લક્ષણો નથી. • x • તેથી સંશય પ્રાપ્ત ગૌતમ પૂછે છે, ત્યારે ભગવંત જણાવે છે કે- શ્રી આદિ લક્ષણ બે ભેદે છે - શાબ્દિક વ્યવહારુ, શારગત. તેમાં જ્યારે શાબ્દિક વ્યવહારથી પ્રતિપાદન કરવું ઈષ્ટ હોય ત્યારે - x • x - શાબ્દિક વ્યવહાર આશ્રયી ભાષા પ્રજ્ઞાપની છે, જ્યારે શાસ્ત્રગત લક્ષણ પ્રતિપાદન કરવું હોય ત્યારે તે ભાષા પ્રજ્ઞાપની છે.
ભગવન્! જાતિમાં સ્ત્રીલિંગવાસી વચન, જેમકે- ‘સત્તા’ તે સ્ત્રીલિંગ વિશિષ્ટ છે. પુરષ વચન, જેમકે - ભાવ. નપુંસક વચન, જેમકે ‘સામાન્ય'. આ ત્રણે જાતિવાચી છે. એ ભાષા પ્રજ્ઞાપની છે ? મૃષા નથી ? અહીં અભિપાય એ છે કે – જાતિ એ સામાન્ય કહેવાય છે. સામાન્યની સાથે લિંગ અને સંખ્યાનો સંબંધ નથી. દ્રવ્યનો જ લિંગ અને સંખ્યા સાથે સંબંધ અન્ય તીર્થિકોએ સ્વીકાર્યો છે. ઈત્યાદિ • x • તેથી સંશય થાય છે કે જાતિમાં સ્ત્રી-પર-નપુંસક લિંગવાસી ભાષા પ્રજ્ઞાપની છે કે નહીં ? ભગવંત ઉત્તર આપે છે - x • જાતિ એટલે સામાન્ય. તે સામાન્ય બીજાએ કોલ એક, અવયવરહિત, નિષ્ક્રિય નહીં, કેમકે તે પ્રમાણ વડે બાધિત છે, - x - પરંત સમાન પરિણામરૂપ સામાન્ય છે, કેમકે વસ્તુનો જ જે સમાન પરિણા તે જ સામાન્ય
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર એવું શાસ્ત્રકથન છે - x - જાતિનો પણ ત્રણ લિંગ સાથે સંબંધ ઘટે છે, તેથી આ ભાષા પ્રજ્ઞાપની છે, મૃષા નથી.
ભગવતુ જાતિને આશ્રીને સ્ત્રીને આજ્ઞા કરનારી ભાષા જેમકે – અમુક બ્રાહ્મણી એમ કરે. એ રીતે જાતિને આશ્રીને પરપને કે નપુંસકને આજ્ઞા કરનારી આ ભાષા પ્રજ્ઞાપની છે ? મૃષા નથી ? સંશયનું કારણ છે - આજ્ઞાપની એટલે આજ્ઞા સંપાદન કરવાની ક્રિયામાં યુક્ત સ્ત્રી વગેરેને પ્રેરણા કરનારી, તે સ્ત્રી આદિ તેમ કરે કે નહીં ? એ સંશય છે તો આ ભાષા પ્રજ્ઞાપની છે કે અન્ય ? ભગવંત કહે છે - પરલોક અબાધક આજ્ઞાપની ભાષા તે છે, જે સ્વ-પરના ઉપકારની બુદ્ધિથી વિવક્ષિતકાર્યો કરવાના સામર્થ્યવાળી વિનીત સ્ત્રી આદિ શિષ્યગણને પ્રેરક હોય. - x • આવી ભાષા પ્રજ્ઞાપની છે, બીજી ભાષા પરપીડાકારી • પજ્ઞાપની છે.
ભગવતુ ! જે જાતિને આશ્રીને સ્ત્રીલક્ષણ પ્રતિપાદક છે, જેમકે - સ્ત્રી સ્વભાવથી તુચ૭, અભિમાની, ચપળ ઈન્દ્રિયવાળી આદિ હોય. જે જાતિને આશ્રીને પુરુષના લક્ષણની પ્રતિપાદક છે તે, જેમકે - પુરુષ સ્વભાવથી ગંભીર આશયવાળા, આપત્તિમાં પણ કાયર ન થાય ઈત્યાદિ. જાતિને આશ્રીને જે નપુંસકને જણાવનારી છે, જેમકે - નપુંસક, સ્વભાવથી કાયર છે, પ્રબળ મોહાગ્નિથી પ્રજવલિત છે ઈત્યાદિ. આ ભાષા પ્રજ્ઞાપની છે ?, મૃષા નથી ? સંશય કારણ એ છે - શ્રી આદિ જાતિના ગુણોમાં
ક્યાંક કદાચિત્ નિયમનો અભાવ પણ દેખાય છે. કેટલાંકમાં તે-તે ગુણો દેખાતા નથી - * * * * તેથી સંશય થાય કે આ ભાષા પ્રજ્ઞાપની છે કે નહીં? ભગવનું કહે છે - x • અહીં જાતિગુણની પ્રરૂપણા બહુલતા આશ્રીને છે, માટે જ જાતિ ગુણ પ્રરૂપક નિર્મળ બુદ્ધિવાળા પ્રાયઃ શબ્દનો ઉચ્ચાર કરે છે. તેથી કવચિત નિયમાભાવનો દોષ નથી. તેથી આ ભાષા પ્રજ્ઞાપની જાણવી, મૃષા નહીં.
અહીં ભાષા બે ભેદે છે – એક સમ્યક્ ઉપયુક્ત, બીજી તે સિવાયની. તેમાં જે પૂર્વાપર વિચારવામાં કુશળ આત્મા, શ્રુતજ્ઞાન વડે અર્થને વિચારીને બોલે છે તે સમ્યક્ ઉપયુક્ત છે. તે એમ જાણે છે – “હું આ બોલું છું”. જે કરણ અને ઈન્દ્રિય સામર્થ્યરહિત હોવાથી કે વાતાદિ દોષથી ઉપઘાત થયેલ ચૈતન્યવાળો હોવાથી, જેમતેમ મન વડે વિકતા કરી કરીને બોલે છે, તે સમ્યક ઉપયોગરહિત છે, તે એમ નથી જાણતો કે આ “હું બોલું છું” તેથી સંશય થાય છે - x • માટે પૂછે છે -
• સૂત્ર-3 :
ભગવન્! મંદકુમાર કે મંદકુમારસ્કિા બોલતી એમ જાણે કે “હું આ બોલું છું” ગૌતમ વિશિષ્ટ મનવાળા સિવાય એ અર્થ સમર્થ નથી. ભગવનું ! મંદકુમાર કે મંદકુમારિકા આહાર કરતાં જાણે કે – “હું આ આહાર કરું છું ? ગૌતમ ! સંજ્ઞી સિવાય બીજે આ અર્થ યથાર્થ નથી.
ભગવત્ / મંદકુમાર કે મંદકુમારિકા જાણે કે “આ મારા માતા-પિતા છે ? સંજ્ઞી સિવાય બીજે એ અર્થ સમર્થ નથી. આવો જ પ્રશ્નોત્તર સ્વામી કે સ્વામીઓના