________________
૯-I-/૩૫૬,૩૫૩
છે પદ-૯-“યોનિ” જી.
- X - X - X - એ પ્રમાણે આઠમું પદ કહ્યું, હવે નવમું કહે છે. તેનો સંબંધ આ છે - પદ૯માં જીવોના સંજ્ઞા પરિણામો કહ્યા. હવે તેમની જ યોનિમાં પ્રતિપાદિત કરે છે. તેનું આદિ સૂત્ર આ છે –
• સૂત્ર-૩૫૬,૩૫૩ - યોનિ કેટલા ભેટે છે? ત્રણ ભેટે - શીત, ઉષ્ણ, શીતોષ્ણ.
[૩૫] ભગવના નૈરસિકોને શું શીતયોનિ હોય, ઉશયોનિ હોય કે શીતોષ્ણુયોનિ ? ગૌતમ / શીત અને ઉષ્ણ યોનિ હોય, શીતોષ્ણ ન હોય... ભગવાન ! અસુકુમારોને કઈ યોનિ હોય ? શીતોષણ યોનિ હોય, શીત અને ઉણ ન હોય. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી ગણવું. પૃવીકાયિકને કઈ યોનિ હોય ? ત્રણે યોનિ હોય. એ પ્રમાણે અધુ, વાયુ, વનસ્પતિ, વિકસેન્દ્રિયો કહેવા. તેઉકાચિકને ઉણ યોનિ હોય, શીત કે શીતોષ્ણ ન હોય.
ભગવન! પંચેન્દ્રિય તિર્યંચયોનિકને કઈ યોનિ હોય? ગૌતમ! ત્રણે યોનિ હોય. સંમર્હિમ પંચે તિયરને પણ તેમજ છે. ગર્ભજ પંચેન્દ્રિય તિરાને ? શીત કે ઉણ ન હોય, શીતોષણ હોય.
ભગવાન ! મનુષ્યને શીત, ઉષ્ણ કે શીતોષ્ણ યોનિ હોય ? ગૌતમ ! ત્રણે હોય. સંમૂર્છાિમ મનુષ્યને પણ આ ત્રણે હોય. ગર્ભજ મનુષ્યને શીત, ઉણ કે શીતોષ્ણ યોનિ હોય? શીત કે ઉષ્ણ યોનિ ન હોય, હે ગૌતમ! તેમને શીતોષ્ણુયોનિ હોય.
ભગવાન ! વ્યંતર દેવોને ? શીત કે ઉષ્ણ યોનિ ન હોય, શીતોષ્ણ યોનિ હોય. જ્યોતિષ અને વૈમાનિકને પણ એમજ છે.
ભગવન ! આ શીત યોનિક, ઉષ્ણ યોનિક, શીતોષણ યોનિક, અયોનિકોમાં કોણ કોનાથી આ૫, બહુ, તુચ કે વિશેષ છે ? સૌથી થોડાં જીવો શીતોષણયોનિક, ઉણયોનિક અસંખ્યાતગણાં, તેથી અયોનિક અનંતગણા, તેથી શીતયોનિક અનંતગણાં છે.
• વિવેચન-૩૫૬,૩૫૩ -
યોનિ - જમાં તૈજસ કાર્પણ શરીરી જીવો ઔદાકિાદિ શરીર યોગ્ય પુદ્ગલ સ્કંધ સમુદાય સાથે મિશ્ર થાય તે યોનિ-ઉત્પત્તિસ્થાન, યોનિ ત્રણ પ્રકારે - (૧) તા - શીત સ્પર્શ પરિણામા, (૨) રૂT - ઉણ સ્પર્શ પરિણામા, (3) તો 'T - ઉભય પરિણામ. તેમાં નૈરચિકોને શીત અને ઉષ્ણ છે. તેમાં પહેલી ત્રણ નરકમાં રયિકોને ઉપજવાના ક્ષેત્રો, બધાં શીત સ્પર્શના પરિણામવાળા છે અને ક્ષેત્ર સિવાયનું બધું ઉણ સ્પર્શ પરિણામી છે. તેથી ત્યાંના શીતયોનિક નૈરયિકો ઉણ વેદના અનુભવે છે. ચોથી નરકમાં ઘણાં ક્ષેત્ર શીત પરિણામી, થોડાં ઉષ્ણ પરિણામી છે. જે પ્રdટાદિમાં ઉપપાત
૩૮
પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ ક્ષેત્ર શીત સ્પર્શ પરિણામી છે, ત્યાં બાકીનું ઉણ સ્પર્શ પરિણામી છે. જ્યાં ઉણ સ્પર્શ પરિણામી ઉપપાત ક્ષેત્ર છે, ત્યાં બાકીનું શીત છે.
પાંચમી નરકમાં ઘણાં ઉપપાતક્ષેત્ર ઉણ સ્પર્શના પરિણામવાળા અને થોડાં થોત્ર શીતસ્પર્શ પરિણામી છે. તેમાં બધું ચોથી નકથી વિપરીત કહેવું - X - X - છઠ્ઠી અને સાતમી નરકમાં બધાં ઉપપાત ક્ષેત્રો ઉષ્ણ સ્પર્શ પરિણામી છે. બાકીનું બધું શીતસ્પર્શ પરિણામવાળું છે. તેથી ઉણયોનિક નાસ્કો શીતવેદના અનુભવે છે.
| ભવનવાસી, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ, ગર્ભજમનુષ્ય, વ્યંતર, જ્યોતિક, વૈમાનિકોના ઉપપાતક્ષેત્રો ઉભય સ્પર્શવાળા છે તેથી તેમની યોનિ ઉભય સ્વભાવવાળી છે. અકાયિક સિવાયના બધાં એકેન્દ્રિયો, વિકસેન્દ્રિયો, સંમૂર્ણિમ તિર્યંચ પંચેન્દ્રિયો, સંમૂર્ણિમ મનુષ્યોના ઉપપાત સ્થાનો શીત, ઉષ્ણ અને ઉભય સ્પર્શવાળા પણ હોય, તેઓની ત્રણે પ્રકારે યોનિ છે. તેઉકાયિક ઉણયોનિક છે અને (કાયિકો પ્રત્યક્ષ શીતયોનિવાળા જણાય છે.]
અલાબદુત્વ વિચારણામાં - સૌથી થોડાં શીતોષ્ણુયોનિક જીવો છે, કેમકે ભવનવાસી, ગર્ભજ તિર્યચપંચે ગર્ભજ મનુષ્ય, વ્યંતર, જયોતિક, વૈમાનિકોની આ યોનિ છે. તેથી સંખ્યાલગણાં ઉણયોનિક છે, કેમકે તેઉકાયિકો, ઘણાં નૈયિકો, કેટલાંક પ્રી-પાણી-વાય-પ્રત્યેક વનસ્પતિ ઉણયોતિક છે. યોનિરહિત તેથી અનંતગણા છે, કેમકે સિદ્ધો અનંત છે. તેનાથી શીતયોનિક અનંતગણા છે, કેમકે બધાં અનંતકાયિકો શીતયોનિક છે. • x -
હવે બીજા પ્રકારે યોનિનું પ્રતિપાદન કરે છે – • સૂત્ર-૩૫૮ :
ભગવન! યોનિ કેટલા ભેદે છે ? ગૌતમ! ત્રણ ભેદે – સચિત અચિત, મિશયોનિ ભગવના નૈરયિકોની યોનિ ચિત્ત, અચિત્ત કે મિશ્ર છે? ગૌતમ
અચિત યોનિ છે, સચિત કે મીશ્ર નથી. અસુરકુમારોની યોનિ સચિત, ચિત્ત, મિત્ર છે ? અચિત્ત યોનિ છે, સચિત કે મિશ્ર યોનિ નથી. એમ નિતકુમાર સુધી જાણતું.
ભગવન | પૃedીકાયિકની યોનિ સચિત્ત, અચિત્ત, મિત્ર છે ? ગૌતમ ! ત્રણે યોનિ છે. એ પ્રમાણે ચઉરિન્દ્રિય સુધી જાણવું. સંમૂર્છાિમ પંચે તિચિ અને સંમૂર્ણિમ મનુષ્યોની એમ જ છે. ગર્ભજ પાંચેતિચિ અને ગર્ભજ મનુષ્યોની સચિત્ત કે અચિત્ત નહીં પણ મિશ્રયોનિ છે. વ્યંતર, જ્યોતિષ્ઠ, વૈમાનિકોની અસુરકુમારવત્ છે.
ભગવન! આ સચિતયોનિક, અચિતયોનિક, મિશ્વયોનિક અને અયોનિક જીવોમાં કોણ કોનાથી અત્યાદિ છે ? સૌથી થોડા જીવો નિશ્ચયોનિક છે, અચિત્તયોનિક અસંખ્યાતગા, અયોનિક અનંતણુણા તેનાથી સચિત્તયોનિક અનંતગણો છે.