________________
૩નિટ-૨/૧૦૩
Эч
• સૂત્ર-૧૦૪ :
ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વી નૈરયિકોના શ્વાસોચ્છવાસરૂપે કેવા પુદ્ગલો પરિણમે છે? ગૌતમ! જે પુદ્ગલો અનિષ્ટ યાવત્ અમણામ છે, તે તેમને શ્વાસોચ્છ્વાસરૂપે પરિણમે છે. આ પ્રમાણે યાવત્ અધઃસપ્તમી કહેવું. સાતેમાં આહારકથન કરવું.
ભગવન્ ! આ રત્નપભાના નૈરયિકોને કેટલી વેશ્યા કહી છે ? ગૌતમ ! એક જ કાપોતલેશ્યા. એમ શકરપ્રભામાં પણ છે, વાલુકાપ્રભાની પૃચ્છા-બે àા છે - નીલ અને કાપોત લેશ્યા. તેમાં જે કાપોત લેશ્મી છે, તે ઘણાં છે, જે નીલલેશ્તી છે, તે થોડાં છે. પંકપ્રભાનો પ1 - એક નીલલેશ્મી છે. ધૂમપ્રભાનો
* * ગૌતમ! બે લેશ્મા છે - કૃષ્ણ અને નીલ લેશ્યા. નીલલેશ્તી ઘણાં જ છે અને કૃષ્ણલેશ્મી થોડાં છે. તમરપ્રભાનો પ્રશ્ન - ગૌતમ! એક કૃષ્ણલેશ્યા છે. અધઃસપ્તમીમાં એક જ પરમકૃષ્નલેશ્મી છે.
ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વી નૈરયિકો શું સમ્યક્ દૃષ્ટિ છે, મિથ્યા દૃષ્ટિ કે સમ્યક્ મિથ્યાદષ્ટિ ? ગૌતમ ! સમ્યક્ દૃષ્ટિ, મિથ્યા દૃષ્ટિ, સમ્યક્રમિથ્યા દૃષ્ટિ પણ છે. અધઃસપ્તમી સુધી કહેવું.
ભગવન્ ! આ નવભા પૃથ્વીના નૈરયિકો જ્ઞાની છે કે અજ્ઞાની ? ગૌતમ ! જ્ઞાની પણ, અજ્ઞાની પણ. જે જ્ઞાની છે, તે નિયમા ત્રણ જ્ઞાની છે - આભિનિબોધિક, શ્રુત, અવધિજ્ઞાની. જે અજ્ઞાની છે, તેમાં કેટલાંક બે અજ્ઞાનવાળા, કેટલાંક ત્રણ અજ્ઞાન વાળા છે. જે બે અજ્ઞાની છે તે નિયમા મતિ - શ્રુતજ્ઞાની છે. જે ત્રણ અજ્ઞાની છે, તે નિયમા મતિ અજ્ઞાની, શ્રુત અજ્ઞાની અને વિભંગાની છે. બાકી અધઃસપ્તમી સુધી ત્રણે જ્ઞાન-અજ્ઞાનવાળા છે.
ભગવન્ ! રત્નપ્રભા નૈરયિકો મનોયોગી છે, વાન યોગી છે કે કાયયોગી ? ત્રણે. આમ અધઃસપ્તમી સુધી કહેવું.
ભગવન્ ! આ રત્નપ્રભા પૃથ્વી નૈરયિકો સાકાર ઉપયુક્ત છે કે અનાકારોપયુક્ત ? ગૌતમ ! સાકારોપયુક્ત પણ છે, અનાકારોપયુક્ત પણ. આમ અધઃસપ્તમી સુધી કહેવું.
ભગવના આ પ્રભાના રયિકો અવધિ વડે કેટલા ક્ષેત્રને જાણે છે? - જુએ છે? ગૌતમ! જઘન્યથી સાડા ત્રણ ગાઉ, ઉત્કૃષ્ટથી ચાર ગાઉ. શર્કરા૫ભાના જઘન્ય ત્રણ ગાઉ, ઉત્કૃષ્ટ સાડા ત્રણ ગાઉ. એ રીતે અડધોઅડધો ગાઉ ઘટે છે યાવત્ અધઃસપ્તમીમાં જઘન્ય અર્ધ ગાઉ, ઉત્કૃષ્ટ એક ગાઉ.
ભગવન્ ! નભા પૃથ્વી નૈરયિકોને સમુદ્લાતો કેટલા છે ? ગૌતમ! વેદના, કષાય, મારણાંતિક, વૈક્રિય સમુદ્દાત. એ પ્રમાણે અધઃસપ્તમી સુધી કહેવું.
ચાર -
૩૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
• વિવેચન-૧૦૪ -
રત્નપ્રભા પૃથ્વી નૈરયિકોને ઉચ્છ્વાસપણે કેવા પુદ્ગલો પરિણમે છે? જે પુદ્ગલો અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ, અમનોજ્ઞ, અમનામ પુદ્ગલો રત્નપ્રભા વૈરયિકોને ઉચ્છ્વાસપણે પરિણમે છે. આ રીતે અધઃસપ્તમી પૃથ્વી સુધી કહેવું.
હવે આહાર પ્રતિપાદના - રત્નપ્રભા નૈરયિકોને કેવા પુદ્ગલો આહારપણે પરિણમે છે ? જે પુદ્ગલો અનિષ્ટ, અકાંત, અપ્રિય, અશુભ, અમનોજ્ઞ, અમનામ છે, તે આહારપણે પરિણમે છે. આ પ્રમાણે અધઃસપ્તમી સુધી કહેવું. અહીં પ્રતોમાં ઘણાં અન્યથા પાઠો કહ્યા છે. પણ બધાં વાચના ભેદો દર્શાવવા શક્ય નથી. - ૪ - ૪ -
હવે લેશ્યા પ્રતિપાદના - રત્નપ્રભા પૃથ્વી નૈરયિકોને કેટલી લેશ્યા કહી છે ? ગૌતમ ! કાપોતલેશ્યી. શર્કરપ્રભા નૈરયિકો પણ કાપોતલેશ્તી છે, પણ તેમને અતિ સંક્લિષ્ટ જાણવા. વાલુકાપ્રભા નૈયિકોને બે લેશ્મા છે - નીલ અને કાપોત. તેમાં
ઉપરના પ્રસ્તટવર્તી નારકો કાપોતલેશ્મી અને ઘણાં છે. નીલલેશ્તી થોડાં છે. પંપ્રભા
-
પૃથ્વી નૈરયિકો નીલલેશ્મી છે. તે ત્રીજી પૃથ્વીગત નીલલેશ્યાની અપેક્ષાએ અવિશુદ્ધતર છે. ધૂમપ્રભા પૃથ્વી નૈરયિકોને કૃષ્ણ અને નીલ બે લેશ્મા છે બાકી પૂર્વવત્. તમઃપ્રભા પૃથ્વી નૈરચિકોને કૃષ્ણ લેશ્યા છે, તે પાંચમી પૃથ્વીગત કૃષ્ણલેશ્યા અપેક્ષાએ વધુ અવિશુદ્ધ છે. અધઃસપ્તમી પૃથ્વી નૈરયિકોને એક પરમકૃષ્ણલેશ્યા છે. હવે સમ્યગ્દષ્ટિત્વાદિ પ્રતિપાદનાર્થે કહે છે ભગવન્ ! રત્નપ્રભા પૃથ્વી વૈરયિકો સમ્યક્ દૃષ્ટિ છે, મિથ્યા દૃષ્ટિ છે કે સમ્યમિથ્યા દૃષ્ટિ ? ગૌતમ ! ત્રણે છે. તમામા સુધી કહેવું.
હવે જ્ઞાની-અજ્ઞાની વિચારણા - રત્નપ્રભા પૃથ્વી નૈરયિક જ્ઞાની છે કે અજ્ઞાની ? બંને, કેમકે સમ્યક્ દૃષ્ટિથી જ્ઞાનીપણુ અને મિથ્યાદૃષ્ટિત્વથી અજ્ઞાનીપણું છે. તેમાં જ્ઞાની છે, તે નિયમા ત્રણ જ્ઞાની છે. અપર્યાપ્તાવસ્થામાં પણ તેમને અવધિજ્ઞાન સંભવે છે. કેમકે સંજ્ઞી પંચેન્દ્રિયોથી તેમનો ઉત્પાદ છે. - ૪ - જે અજ્ઞાની છે, તેમાં કેટલાંક બે અજ્ઞાનવાળા, કેટલાંક ત્રણ અજ્ઞાનવાળા છે. જે અસંજ્ઞી પંચેન્દ્રિયોથી ઉત્પન્ન થાય, તેઓને અપર્યાપ્તાવસ્થામાં વિભંગજ્ઞાન અસંભવ છે, માટે બે અજ્ઞાન છે, બાકીના કાળે તેમને ત્રણ અજ્ઞાન છે. સંજ્ઞી પંચેન્દ્રિય થકી ઉત્પન્ન થનારને તો સર્વકાળે ત્રણ અજ્ઞાનતા છે. કેમકે અપર્યાપ્ત અવસ્થામાં પણ તેમને વિભંગજ્ઞાન હોય છે. - * - * -
-
શર્કરપ્રભા પૃથ્વી નૈરયિકો જ્ઞાની છે કે અજ્ઞાની ? જ્ઞાની પણ છે, અજ્ઞાની પણ છે. સમ્યગ્ કે મિથ્યા દૃષ્ટિત્વથી. જ્ઞાની કે અજ્ઞાની બંને નિયમા ત્રણ ભેદ યુક્ત છે. કેમકે સંજ્ઞીપંચેન્દ્રિયથી તેમનો ઉત્પાદ છે. આ પ્રમાણે બાકીની પૃથ્વીમાં પણ કહેવું. તેમાં પણ સંજ્ઞી જ ઉપજે છે.
હવે યોગ પ્રતિપાદનાર્થે કહે છે – રત્નપ્રભાના નૈરયિકો મનોયોગી છે, વચનયોગી છે કે કાયયોગી? ગૌતમ ! ત્રણે. એ રીતે અધઃસપ્તમી સુધી કહેવું. -