________________
૨/-/૫૬
પૃથકત્વ અધિક ૧૦૦ પલ્યોપમ. એક અપેક્ષાએ પૂર્વકોડી પૃથકત્વ અધિક પલ્યોપમ પૃથવ.
ભગવન્ ! તિર્યંચ સ્ત્રી, તિર્યંચશ્રીરૂપે કાળથી કેટલો સમય રહે ? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોડી પૃથકત્વ-અધિક ત્રણ પલ્યોપમ. જલચરી તિગ્રસ્ત્રી જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોડી પૃથકત્વ. ચતુષ્પદ સ્થલચર તિર્યંચી ઔધિક મુજબ જાણવી. ઉરગ પરિસર્ચી-ભુજગપરિસર્ચી શ્રી જલચરી વત્ જાણવી. ખેચરી તિર્યંચી જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોડી પૃથકત્વ અધિક પોપમનો અસંખ્યાત ભાગ છે.
૨૩
માનુષી સ્ત્રી કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ ! ક્ષેત્ર આશ્રીને જઘન્ય આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોડી પૃથકત્વાધિક ત્રણ પલ્યોપમ. ચાસ્ત્રિધર્મ આશ્રીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી. એ રીતે કર્મભૂમિજા પણ, ભરતઔરવતની પણ સ્ત્રીઓ કહેવી. વિશેષ આ ક્ષેત્રને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોનપૂર્વકોડી અધિક ત્રણ પલ્યોપમ. રાત્રિધર્મ આશ્રીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોનપૂર્વકોડી.
પૂર્વ-પશ્ચિમ વિદેહની સ્ત્રી, ક્ષેત્ર આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોડી પૃથકત્વ. ચારિત્રધર્મ આશ્રીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી. અકમભૂિમિજ મનુષ્ય સ્ત્રી, અકર્મભૂમિજા કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! જન્મને આશ્રીને જઘન્ય દેશોન પલ્યોપમ, પલ્યોપમનો અસંખ્યાતભાગ ન્યૂન. ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. સંહરણ આશ્રીને જઘન્ય આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ અને દેશોન પૂર્વકોડી.
હિમવત-ૌરણ્યવત્ અકર્મભૂમગ મનુષ્યસ્ત્રી, હૈમવંત આદિમાં કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! જન્મ આશ્રીને જઘન્ય દેશોન પલ્યોપમમાં પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન, ઉત્કૃષ્ટ પલ્યોપમ, સંહરણ આશ્રીને જઘન્ય આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પલ્યોપમ અને દેશોન પૂર્વકોડી અધિક. - - - હરિવર્ષ, રમ્યક્ અકર્મભૂમગ માનુષી સ્ત્રી જન્મને આશ્રીને જઘન્ય દેશોન બે પલ્યોપમ, પલ્યોપમનો અસંખ્યાતભાગ ન્યૂન. ઉત્કૃષ્ટ બે પલ્યોપમ. સંહરણને આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ બે પલ્યોપમ, દેશોનપૂર્વકોડી અધિક.
ઉત્તરકુ-દેવકુટુ૰ જન્મને આશ્રીને જઘન્ય દેશોન ત્રણ પલ્યોપમ, પલ્યોપમનો અસંખ્યાતભાગ ન્યૂન. ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. સંહરણ આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ-દેશોન પૂર્વકોડી અધિક... તપ અકર્મભુમક મનુષ્ય સ્ત્રી ? જન્મને આશ્રીને જઘન્ય દેશોન પલ્યોપમનો અસંખ્યાત ભાગ પલ્યોપમનો અસંખ્યાત ભાગ ન્યૂન ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગ, સંહરણ આશ્રીને જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગ, દેશોન પૂર્વ કોડી અધિક. દેવી સ્ત્રી? ભવસ્થિતિ એ જ
૨૪
અવસ્થાનકાળ છે.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨
• વિવેચન-૫૬ :
એક અપેક્ષાએ જઘન્ય એક સમય યાવત્ અવસ્થાન, ઉત્કૃષ્ટ પૂર્વકોડી પૃથકત્વાધિક ૧૧૦ પલ્યોપમ. કોઈ યુવતી ઉપશમ શ્રેણીથી ત્રણ વેદના ઉપશમનથી અવેદકત્વ અનુભવી, પછી શ્રેણીથી પડીને સ્ત્રીવેદોદય એક સમય અનુભવે, બીજે સમયે કાળ કરી દેવોમાં પુરુષપણે ઉપજે, તો જઘન્ય સ્ત્રીત્વ સમય માત્ર થાય. હવે પૂર્વકોડી પૃથકત્વાધિક ૧૧૦ પલ્યોપમ આ રીતે – કોઈ પ્રાણી નારી કે તિર્યંચીમાં પૂર્વકોટી આયુ મધ્યે પાંચ ભવો પામીને ઈશાન કલ્પમાં ૫૫-પલ્યોપમ પ્રમાણ ઉત્કૃષ્ટ આયુષ્ક અસ્વપરિંગૃહીતાદેવીમાં દેવીપણે ઉપજીને પછી સ્વ આયુ ક્ષયે તે સ્થાનથી ફરી નારી કે તિર્યંચીમાં પૂર્વકોટી આયુમાં ઉત્પન્ન થઈ બીજી વખત ઈશાન દેવલોકમાં ૫૫-૫લ્યોપમ પ્રમાણ ઉત્કૃષ્ટાયુ - અસ્વપગૃિહીતા દેવી મધ્યે દેવી થઈ, પછી બીજા વેદને પામે. - ૪ -
(શંકા) જો કુરુ આદિમાં ત્રણ પલ્યોપમ સ્થિતિક સ્ત્રીમાં ઉપજે, તો અધિકપણ સ્ત્રીવેદની અવસ્થિતિ પામે, તો આટલી કેમ કહી ? આ પ્રશ્ન અભિપ્રાયના અપરિજ્ઞાનથી અયુક્ત છે. તેથી કહે છે – તે દેવીથી વ્યુત થઈ અસંખ્ય વર્ષાયુ સ્ત્રી મધ્યે સ્ત્રીપણે ન ઉપજે. દેવયોનિથી ચુતને અસંખ્યાત વર્ષાયુ મધ્યે ઉત્પાદનો નિષેધ છે. અસંખ્યાત વર્ષાયુષ્કા થઈ ઉત્કૃષ્ટાચુકા દેવીમાં ન ઉપજે. તેથી ઉક્ત સ્થિતિ જ થાય.
બીજી અપેક્ષાથી જઘન્યથી એકસમયાદિ સમય ભાવના સર્વત્ર પૂર્વવત્. પૂર્વકોડી પૃથકત્વાધિક ૧૮-પલ્યોપમ. નારી કે તિર્યંચીમાં પૂર્વકોટી પ્રમાણાયુદ્ધ મધ્યે કોઈ જીવ પાંચ ભવ અનુભવીને પૂર્વ પ્રકારથી ઈશાન દેવલોકમાં બે વખત ઉત્કૃષ્ટ સ્થિતિક દૈવી મધ્યે ઉત્પન્ન થતાં નિયમા પરીગૃહિતામાં ઉપજે, અપરિગૃહીતામાં નહીં. એ રીતે બીજી અપેક્ષાવાળા વાદીના મતથી સ્ત્રીવેદના ઉત્કૃષ્ટ અવસ્થાનને પામે.
ત્રીજી અપેક્ષાએ ઉત્કૃષ્ટ ચૌદ પલ્યોપમાદિ આ રીતે – પૂર્વ પ્રકારે સૌધર્મ દેવલોકમાં પરિંગૃહીતા દેવીમાં સાત પલ્યોપમ પ્રમાણ ઉત્કૃષ્ટાયુ મધ્યે બે વખત ઉપજીને ત્રીજા વાદીના મતનું પ્રમાણ આવે.
ચોથી અપેક્ષાએ ઉત્કૃષ્ટ સો પલ્યોપમ પૂર્વકોટી પૃથકત્વ અધિક આ રીતે – નારી કે તિર્યંચીમાં પૂર્વકોડી આયુમાં પાંચ ભવો પામી પૂર્વ પ્રકારે સૌધર્મ દેવલોકમાં ૫૦ પલ્યોપમ પ્રમાણ ઉત્કૃષ્ટાયુષ્કા અપરીગૃહીતા દેવી મધ્યે દેવીપણે ઉપજે છે. તેથી ચોથો વાદી મત સિદ્ધ થશે.
પાંચમી અપેક્ષાએ ઉત્કૃષ્ટ પલ્યોપમ પૃથ
પૂર્વકોટિ પૃથ અધિક. નારી કે તિર્યંચીમાં પૂર્વકોટી આયુષ્કા મધ્યે સાત ભવો પામીને આઠમે ભવે દેવકુરુ આદિમાં ત્રણ પલ્યોપમ સ્થિતિક સ્ત્રીમાં સ્ત્રીપણે ઉપજે. ત્યાંથી મરી સૌધર્મકભે જઘન્યસ્થિતિકા દેવી થાય. પછી અવશ્ય બીજા વેદને પામે. ત્યારે પાંચમાં વાદીનો મત સિદ્ધ થશે. આ પ્રમાણે વિવિધ ભવ પ્રમાણ દ્વારમાં - જો સ્ત્રીવેદનું ઉત્કૃષ્ટ અવસ્થાન