________________
૧૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
૧/-/૪૪
૧૯૩ તે પરિસર્પ સ્થલયર સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યજયોતિકા - બે ભેદે છે. ઉક્ત પ્રકારે પ્રજ્ઞાપનાનુસાર ભેદો કહેવા. તે આ રીતે - ઉર પસિપસ્થલચર સંમૂર્હિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને ભુજ પરિસર્પ સ્થલચર સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને ભુજ પરિસર્પ સ્થલચર સંમૂર્છાિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક. સુગમ છે વિશેષ એ કે - છાતી વડે સફે તે ઉરસ્પરિસર્પ-સર્પાદિ. ભુજા વડે સકે છે, તે ભુજ પરિસર્પનકુલાદિ. તે ઉપરિસર્પ શું છે ? તે ચાર ભેદે કહે છે, તે આ - અહી, અજગર, આસાલિક, મહોગ.
તે અહી શું છે ? અહી બે ભેદે છે – દડૂકર, મુકલિક. તે દર્પીકર શું છે ? દર્વકરો અનેક ભેદે કહ્યા છે – આસીવિત, દષ્ટિવિષ, ઉગ્રવિષ, ભોગવિષ, વચાવિષ, લાલાવિષ, નિઃશ્વાસવિષ, કૃણસર્પ, શ્વેતસર્પ, કાકોદર, દર્ભપુષ, કોલાહ, શૈલેસિંદ્ર, એવા બીજા પણ.
તે અજગરો શું છે ? એક ભેદે કહ્યા છે... તે આસાલિક શું છે ? ભગવન ! આસાલિક ક્યાં સમૂચ્છે છે. ગૌતમ ! મનુષ્ય ક્ષેત્રમાં અઢી દ્વીપમાં, નિવ્યઘિાતથી પંદર કર્મભૂમિમાં, વ્યાઘાતને આશ્રીને પાંચ મહાવિદેહમાં ચક્રવર્તી રૂંધાવારમાં, બલદેવવાસુદેવ-માંડલિક-મહામાંડલિકના રૂંધાવારમાં, ગામ-નગર-ખેડ-કર્બડ-મડંબન્દ્રોણમુખપટ્ટણ-આક-આશ્રમ-રાજધાની નિવેસોમાં, જયારે તેનો વિનાશ થવાનો હોય ત્યારે અહીં આસાલિકા સમૂચ્છે છે. જઘન્યથી અંગુલના અસંખ્યાત ભાગ મધ્ય અવગાહના, ઉત્કૃષ્ટ બાર યોજન. તદાનુરૂપ લાંબી-પહોળી ભૂમિને ફાળીને સંપૂર્ણે છે. તેઓ સંજ્ઞી, મિથ્યાર્દષ્ટિ, અજ્ઞાની, અંતર્મુહૂર્ત આયુ ભોગવીને કાળ કરે છે.
તે આસાલિક કહ્યા.
તે મહોમ શું છે? મહોમ અનેક ભેદે છે. કોઈ અંકુલ માત્ર, કોઈ અંગુલ પૃથકવના, કોઈ વેંત પ્રમાણ, કોઈ વેંત પૃથક્વ, એ રીતે રનિ-રનિપૃથકવ, કુક્ષિકુક્ષિપૃથકવ, ધનુષ-પૃથકન, ગાઉ-ગાઉપૃથકતવ, યોજન-યોજનપંથકd, સો યોજન, સો યોજન પૃથકૃત્વના પણ હોય છે. તે સ્થળમાં જન્મી જળમાં પણ ચરે છે, સ્થળમાં પણ ચરે છે. તે અહીં નહીં, પણ બહારના હીપ-સમુદ્રમાં હોય છે.
વિષમપદ વ્યાખ્યા - ર્વી - ફેણ, તેને કરવાના સ્વભાવથી દર્પીકર, કુવાત - ફેણ વિરહ યોગ્ય, શરીર અવયવ વિશેષાકૃતિ તે મુકુલિન-ફેણ કરવાની શક્તિ વિકલ. ‘ત્ર’ શબ્દ સ્વગત અનેક ભેદ સૂચક. આસીવિસ - દાઢમાં વિષવાળા. દષ્ટિવિષ - જેની દષ્ટિમાં વિષ છે તે. ઉગ્રવિષ - ઉગ્ર વિષવાળા, ભોગવિષ - શરીર, તેમાં સર્વત્ર પિવાળા. વષિ - જેની વચામાં વિષ છે તે. લાલાવિષ - મુખથી શ્રવે તે વિષયુક્ત. નિશ્વાસવિષ - જેના નિઃશ્વાસમાં વિષ છે તે. શેષ લોકથી જાણવા.
તે આસાલિક કોણ છે ? * * * * * ભદંત-પરમકલ્યાણ યોગી ! આસાલિક સમૂચ્છે છે. તે ગર્ભજ નહીં પણ સંમૂર્ણિમ જ છે. તેથી ‘સંમૂછતિ' કહ્યું. ગૌતમ ! મનુષ્ય ક્ષેત્રમાં. મનુષ્ય ક્ષેત્ર બહાર તેમનો ઉત્પાદ થતો નથી. તે પણ મનુષ્યમાં સર્વત્ર નહીં. પણ અઢી દ્વીપમાં. લવણ કે કાલોદ સમુદ્રમાં નહીં. તિવ્યઘિાત-વ્યાઘાતનો [17/13]
અભાવ. * * * * * ત્યારે પંદર કર્મભૂમિમાં સંપૂર્ષે છે. વ્યાઘાતને આશ્રીને, શું કહે છે ? પાંચ ભરત, પાંચ ઐરવતમાં ચોક્તરૂપ વ્યાઘાત હોય છે. • x - બીશ કર્મભૂમિમાં ઉત્પન્ન થતા નથી, તેમ પ્રતિપાદિત કર્યું. પંદર કર્મભૂમિમાં, પાંચ મહાવિદેહમાં સબ ન સંપૂર્ણે. પણ ચકવર્તી - બળદેવ-વાસુદેવ-માંડલિક-મહામાંડલિકના અંધાવામાં ગ્રામ આદિના નિવેશોમાં, તેમાં ગ્રામ-બુદ્ધિ આદિ ગુણોને ગ્રસે છે. શાસ્ત્ર પ્રસિદ્ધ અઢાર કરો જેમાં છે તે ગ્રામ, નિગમ-પ્રભૂતતર વણિક વર્ગનો આવાસ. ખેડ-પાંસુ પ્રાકાર નિબદ્ધ, કર્બટ-ક્ષલ્લક પ્રાકાર વેખિત. મડંબ-અઢી ગાઉમાં ગામ ન હોય તે. પન-પાટણ જેમ કે ભૃગુકચ્છ. દ્રોણમુખ - પ્રાયઃ જળનિર્ગમ પ્રવેશ. આક-હિરણ્ય આદિની ખાણ, આશ્રમ-તાપસનો આશ્રય. સંબોધ-યાત્રાથી આવેલ પ્રભૂતજન નિવેશ.
આ ચકવતી સ્કંધાવાણદિનો વિનાશ ઉપસ્થિત થતાં તે સ્થાનોમાં આસાલિકો સંમૂ છે. તે જઘન્યથી અંગુલના અસંખ્યાત ભાગ માગ અવગાહનામાં રહે છે. આ ઉત્પાદના પ્રથમ સમયે જાણવું. ઉત્કૃષ્ટથી બાર યોજન પ્રમાણ અવગાહના છે, બાર યોજન પ્રમાણ દીર્ધતા અનુરૂપ વિકુંભ અને બાહ્ય ભૂમિને વિદારીને રહે છે. ચક્રવર્તી રૂંધાવાર આદિની નીચેની ભૂમિથી ઉત્પન્ન થાય છે. તે સમૃદ્ધિમત્વથી અમનસ્ક છે. મિથ્યાષ્ટિ - આસ્વાદન સમ્યકત્વનો પણ તેમને અસંભવ છે. તેથી જ અજ્ઞાની છે. અંતર્મુહૂર્ત અદ્ધાયુમાં જ કાળ કરે છે.
કેટલાંક મહોરમો જે અંગુલ પ્રમાણ શરીરવગાહનાથી હોય છે. અહીં ગુલ ઉંચાઈથી ગુલ જાણવું. શરીર પ્રમાણ ચિંતનથી બે થી નવ અંગુલ પ્રમાણ શરીર અવગાહના માનવાળા. આ પ્રમાણે બાકીના સૂત્રો પણ વિચારવા. વિશેષ એ • બાર આંગળ પ્રમાણની વૅત. બે વેંત પ્રમાણ નિ-હાય. બે હાથ પ્રમાણ - કુક્ષિ. ચાર હાથ પ્રમાણ • ધનુષ્ય ૨૦૦૦ ધનુષ પ્રમાણનો ગાઉ, ચાર ગાઉનો યોજન. આવા પ્રમાણવાળા
સ્થળચર વિશેષતત્વથી સ્થળમાં જન્મીને તથા સ્વાભાવથી જળમાં પણ સ્થળની જેમ વિચારે છે, સ્થળમાં પણ વિચારે છે. આ કહેલા સ્વરૂપવાળા મહોગો બાહ્ય દ્વીપસમુદ્રોમાં ઉત્પન્ન થાય છે. સમુદ્રમાં પણ પર્વત, દેવનગરી આદિમાં સ્થળોમાં ઉત્પન્ન થાય છે, જળમાં નહીં. તેથી અહીં મનુષ્ય ક્ષેત્રમાં દેખાતા નથી. • x -
એ અને આવા પ્રકારના ઉક્તરૂપ “અહી” આદિ, તે બધાં પણ ઉર પરિસર્પ સ્થલચર સંમૂર્ણિમ પંચેન્દ્રિય તિર્મયો જાણવા. તે સંપથી પર્યાપ્ત-અપર્યાપ્ત સૂત્ર, શરીરાદિ દ્વાર કદંબક જળચર સમાન કહેવા. વિશેષ એ – અવગાહના ઉત્કૃષ્ટથી યોજન પૃથકત્વ છે. સ્થિતિ દ્વારમાં - ઉત્કૃષ્ટથી પ૩,૦૦૦ વર્ષ છે. બાકી પૂર્વવતું.
ભુજ પરિસર્પ પ્રતિપાદનાર્થે કહે છે - ભુજ પરિસર્પ સંમૂર્ણિમ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકો અનેક ભેદો કહ્યા છે. તે આ રીતે – ગોધા, નકુલ, સરસ્ટ, શલ્ય, સરંડ, સાર, ખાર, ઘરોળી, વિધ્વંભરા, મુષક, મંગુસ, પોલાતિક, ક્ષીર વિરાલી. આ બધાં દેશ-વિશેષથી જાણવા. આ અને આવા પ્રકારના ગોધાદિ રૂપ બધાં ભુજપરિસર્પો જાણવા. તે સંડ્રોપથી બધું પૂર્વવત્ કહેવું. અવગાહના-ઉત્કૃષ્ટથી ધનુષપૃથકd, સ્થિતિ-ઉત્કૃષ્ટથી ૪૨,૦૦૦ વર્ષ