________________
૧/-/૩૬
બેઈન્દ્રિયો કહ્યા.
૧૮૫
• વિવેચન-૩૬ :
બેઈન્દ્રિયો અનેક ભેદે કહ્યા છે. તે આ – પુલાકકૃમિક, કુચ્છિકૃમિક, ગંડોલક, ગોલોમ, નેઉર, સોમંગલક, વંસીમુખ, સૂચિમુખ, ગોજલોક, જલોક, જાલાયુષ, શંખા, શંખણગ, ધુલ્લા, ખુલ્લા, વરાડા, સોતિકા, મૌક્તિકા, કર્લીયાવાસ, એકતોવક્રા, દ્વિધાવકા, નંદિયાવર્ત, શંબુ, માઈવાહ, સિભિસંપુડ, ચંદન, સમુદ્રલિક્ષા.
વ્યાખ્યા-પુલાકૃમિક-મળદ્વારમાં ઉત્પન્ન કૃમિ, કુક્ષિકૃમિ-કુક્ષિપદેશોત્પન્ન. શંખસમુદ્રમાં થાય. શંખનક-શંખિકા, ખુલ્લા-લઘુ શંખ, વરાટા-કપર્દા, માતૃવાહા - કોદ્રવ આકારપણાથી કોદ્રવ. સિપ્ટિસંપુડ-સંપુટરૂપ શુકિત, ચંદનક-અક્ષ. જે બીજા આવા પ્રકારના મૃતક ક્લેવર સંભૂત કૃમિ આદિ, તે બધાં બેઈન્દ્રિયો જાણવા.
આ બેઈન્દ્રિયો સંક્ષેપથી બે ભેદે કહ્યા – અપર્યાપ્તા, પર્યાપ્તા. શરીર દ્વારમાં આ ત્રણ શરીરો – ઔદાકિ, વૈજસ, કાર્મણ, અવગાહના - જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી બાર યોજન. સંહનન-છેદવર્તિસંહનન. અસ્થિનિચયભાવથી સંહનન મુખ્ય જ જાણવું. સંસ્થાન દ્વારમાં - હુંડ સંસ્થાન. કાયદ્વાર - ચારે કષાય, સંજ્ઞાદ્વાર - ચારે સંજ્ઞા, લેફ્સાદ્વાર - પહેલી ત્રણ લેશ્યા. ઈન્દ્રિય દ્વાર - સ્પર્શન અને રસન બે. સમુદ્દાત દ્વાર - ત્રણ સમુદ્દાત – વેદના, કષાય, મારણાંતિક સમુદ્ઘાત. સંજ્ઞીદ્વાર - નો સંજ્ઞી નોઅસંજ્ઞી. વેદદ્વા-નપુંસક વેદ, કેમકે સંમૂર્ણિમ છે. પર્યાપ્તિદ્વારમાં પાંચ પર્યાપ્તિ, પાંચ અપર્યાપ્તિ.
દૃષ્ટિ દ્વારમાં - સમ્યગ્દષ્ટિ કે મિથ્યાર્દષ્ટિ સમ્યમિથ્યા દૃષ્ટિ નહીં. કઈ રીતે? કંઈક સાસ્વાદન સમ્યક્ત્વ શેષ કોઈ બેઈન્દ્રિયમાં ઉપજે છે. પછી અપર્યાપ્તાવસ્થામાં કેટલોક કાળ સાસ્વાદન સમ્યકત્વ સંભવથી સમ્યગ્દષ્ટિત્વ, બાકીનો કાળ મિથ્યાર્દષ્ટિતા, તેથી સમ્યમિથ્યા દૃષ્ટિત્વ તેમને ન સંભવે. તથા ભવસ્વભાવતા, તથારૂપ પરિણામ યોગથી. સમ્યમિયાર્દષ્ટિ થઈ ન કોઈ તેમાં ઉત્પન્ન થાય છે.
દર્શનદ્વાર પૂર્વવત્. જ્ઞાનદ્વારમાં જ્ઞાની અને અજ્ઞાની. તેમાં જ્ઞાનીત્વ સાસ્વાદન સમ્યકત્વ અપેક્ષાથી છે, તે જ્ઞાની નિયમથી બે જ્ઞાનયુક્ત છે – મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન. અજ્ઞાની પણ નિયમથી બે અજ્ઞાનવાળા છે. મતિઅજ્ઞાન, શ્રુતાજ્ઞાન. યોગદ્વારમાં માત્ર વચન અને કાયયોગવાળા. આહાર નિયમથી છ દિશાથી, કેમકે બેઈન્દ્રિયાદિઓ ત્રસનાડીમાં જ હોય છે. ઉપપાત - દેવ, નાક અને અસંખ્યાતવર્ષાયુ વર્જિત બાકીના તિર્યંચ, મનુષ્યોથી. સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી બાર વર્ષ. ચ્યવનદ્વારમાં દેવ, નાક અને સંખ્યાતવર્ષાયુ વર્જિત બાકીના તિર્યંચ, મનુષ્યોમાં, ઉદ્ઘર્દીને જાય છે. તેથી જ ગતિ-આગતિ દ્વારમાં દ્વિગતિક, દ્વિઆગતિક તિર્યંચ-મનુષ્ય ગતિ અપેક્ષાથી પરીત-પ્રત્યેકશરીરી, અસંખ્યેય ધનીકૃત લોકના જે ઉર્ધ્વ-અધો લાંબા, એક પ્રાદેશિક્ય શ્રેણી-અસંખ્યાત યોજન કોડાકોડી પ્રમાણ આકાશ સૂચિગત પ્રદેશ રાશિ પ્રમાણ, તેટલા પ્રમાણત્વથી કહેલ છે.
૧૮૬
• સૂત્ર૩૭ -
-
તે તેઈન્દ્રિયો શું છે? અનેક ભેદે કહ્યા છે ઔપયિક, રોહિણીક, હસ્તિડ. બીજા પણ આવા પ્રકારના તેઈન્દ્રિય જીવ. તે સંક્ષેપથી બે ભેદે કહ્યા - પચતા અને અપતા. બેઈન્દ્રિયવત્ કહેવા. માત્ર શરીર અવગાહના ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉં. ત્રણ ઈન્દ્રિયો, સ્થિતિ જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૪-હોરાત્રિ. બાકી પૂર્વવત્. બે ગતિ બે આગતિ, પરિત્ત, અસંખ્યાતા કહ્યા છે. તે તેઈન્દ્રિય કહ્યા.
• વિવેચન-૩૭ :
-
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
-
તેઈન્દ્રિયો અનેક ભેદે કહ્યા છે. પ્રજ્ઞાપના સૂત્રાનુસાર આ છે – ઔપચિકા, રોહિણીકા, કુંટુ, પિપિલિકા, ઉદ્દેશકા, ઉત્તેહિકા, ઉક્કલિયા, તણહાર, કાષ્ઠહાર, પત્રહાર, માલુકા, તૃણ-પત્ર-ફળવૃત્તિક, તેંબુરુ-પુસ-કાસિષ્ઠિ મિંજિકા, ઝિલ્લિકા, ઝંગિરા, ઝિગિડિા, વાહુકા, મુરગા, સૌવસ્તિકા, સુયભેંટા, ઈન્દ્રકાયિક, ઈન્દ્રગોપક, કોત્વલવાહકા, હાલાહલા, પિસુયા, તસવાઈયા, ગોમ્હી, હત્યિસોંડા, આમાં કેટલાંક
પ્રસિદ્ધ છે, કેટલાંક દેશવિશેષથી જાણવા. આવા પ્રકારના અન્ય બધાં તેઈન્દ્રિયો
જાણવા. સમસ્ત સૂત્ર બેઈન્દ્રિયવત્ કહેવું. વિશેષ એ કે અવગાહના, ઈન્દ્રિય, સ્થિતિમાં સૂત્રાર્થ મુજબ કહેવું. હવે ચઉરિન્દ્રિય કહે છે –
• સૂ-૩૮ :
તે ચતુરિન્દ્રિય શું છે ? તે અનેક ભેટે છે અધિકા, યુત્રિકા યાવત્
ગોમયકીડા. આ પ્રકારના અન્ય જીવ. તે સંક્ષેપથી બે ભેદે કહ્યા છે – પતા અને અયાપ્ત. ભગવન્ ! તે જીવોને કેટલા શરીરો કહ્યા છે? ગૌતમ ! ત્રણ શરીરો છે, બધું પૂર્વવત્. વિશેષ આ - શરીરવાહના ઉત્કૃષ્ટથી ચાર ગાઉં, ઈન્દ્રિયો ચાર, ચતુદર્શની-અચક્ષુર્દર્શની, સ્થિતિ ઉત્કૃષ્ટથી છ માસ, બાકી તેઈન્દ્રિયવત્ યાવત્ અસંખ્યાતા કહ્યા છે. તે આ ચઉરિન્દ્રિય કહ્યા.
• વિવેચન-૩૮ :
--
-
ચઉરિન્દ્રિયો અનેક ભેદે કહ્યા છે, તે આ – અંધિકા, પુત્રિકા, માખી, મચ્છર, કીટ, પતંગ, ઢિંકુણ, કુક્કુડ, કુક્કુહ, નંદાવર્ત, ભૃગિરિટ, કૃષ્ણપત્ર, નીલપત્ર, લોહિતપત્ર, હસ્તિપત્ર, શુક્લપત્ર, ચિત્રપક્ષ, વિચિત્રપક્ષ, ઓભંજલિક, જલચારિક, ગંભીર, નીનિક, તંતવ, અક્ષિરોટ, અક્ષિવેધ, સારંગ, નેવલ, દાલા, ભ્રમર, ભરિલી, જલા, વોટ્ટ, વિંછી, પત્રવિંછી, છાણવિંછી, જળવિંછી, પ્રિયંગાલ, કનક, ગોમયકીટ. આવા પ્રકારના બીજા પણ બધાં ચરિન્દ્રિયો લોકથી જાણવા. તે સંક્ષેપથી ઈત્યાદિ બધું પણ સૂત્ર બેઈન્દ્રિયવત્ જાણવું. માત્ર અવગાહના ચાર ગાઉ ઉત્કૃષ્ટથી કહેવી. ઈન્દ્રિય દ્વારમાં સ્પર્શન, રસન, ધ્રાણ, ચક્ષુરૂપ ચાર ઈન્દ્રિયો છે. સ્થિતિ-ઉત્કૃષ્ટથી છ માસ છે. બાકી પૂર્વવત્. હવે પંચેન્દ્રિયનું કથન –
• સૂત્ર-૩૯ :
તે પંચેન્દ્રિયો શું છે ? તે ચાર ભેદે છે, તે આ – નૈરયિક, તિર્યંચયોનિક,