________________
–/૩૬૬
૧૭૩
ત્યારપછી નૈરયિકાદિના પ્રથમ-અપામ સમયોનું સમુદાયથી પરસ્પર અલ્પબહુત્વ કહેલ છે. જેમકે – સૌથી ચોડાં પ્રથમ સમય મનુષ્યો છે. કેમકે એક સમયે સંખ્યાતીતમાં પણ થોડાં જ ઉત્પન્ન થાય છે. તેનાથી અપ્રથમ સમય મનુષ્યો અસંખ્યાતગણાં છે. - x - તેનાથી પ્રથમ સમય નૈરયિક અસંખ્યાતગણાં છે. ઈત્યાદિ બધું સૂત્રાર્થવત્ અને પૂર્વ યુક્તિવત્ જાણવું. - X + X + X - ૪ - ૪ - આ સાતમી પ્રતિપત્તિ કહી.
મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રતિપત્તિ-૭-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
૧૭૪
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
પ્રતિપત્તિ-૮-૬નવવિધા”
— x — x — x — x —
• હવે ક્રમથી આવેલ નવવિધા પ્રતિપત્તિ કહે છે –
. સૂત્ર-૩૬૭ :
તેમાં જેઓ આ પ્રમાણે કહે છે કે સંસાર સમાપક જીવો નવ ભેટે છે,
તે આ પ્રમાણે કહે છે પૃથ્વીકાયિક, કાયિક, તેઉકાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય. બધાંની સ્થિતિ કહેવી જોઈએ.
-
પૃથ્વીકાયિકોની સંચિકણા પૃથ્વીકાળ છે યાવત્ આ રીતે વાયુકાયિકો સુધી કહેવું. વનસ્પતિકાસની સંચિકણા અનંત-વનસ્પતિકાળ કહેવી. બે-ત્રણચાર ઈન્દ્રિયવાળાની સંખ્યાતકાળ છે. પંચેન્દ્રિયોની સાતિરેક હજાર સાગરોપમ છે. બધાંનું અંતર અનંતકાળ છે, વનસ્પતિકાયિકનું અસંખ્યાતકાળ છે.
અલ્પબહુત્વ - સૌથી થોડાં પંચેન્દ્રિયો છે, ઉરિન્દ્રિય વિશેષાધિક છે. તેઈન્દ્રિય વિશેષાધિક, બેઈન્દ્રિય વિશેષાધિક, તેઉકાયિક અસંખ્યાતા, પૃથ્વીઅપ્-વાયુકાયિક વિશેષાધિક છે. તેથી વનસ્પતિકાયિક અનંતગણાં છે. આ નવવિધ જીવો કા.
• વિવેચન-૩૬૭ :
જેઓ નવ પ્રકારના સંસારી જીવો કહે છે, તેઓ પૃથ્વીથી વનસ્પતિકાયિક અને બે થી પાંચ ઈન્દ્રિયોવાળા એમ નવ કહે છે. હવે સ્થિતિ નિરૂપણ કરે છે – બધે જ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પૃથ્વીકાયિકની ૨૨,૦૦૦ વર્ષ, અકાયિકની ૭૦૦૦ વર્ષ, તેઉકાયિકની ત્રણ રાત્રિદિવસ, વાયુકાયિકની ૩૦૦૦ વર્ષ, વનસ્પતિકાયિકની ૧૦,૦૦૦ વર્ષ, બેઈન્દ્રિયની ૧૨-વર્ષ, તેઈન્દ્રિયની ૪૯-રાત્રિ દિવસ, ચઉરિન્દ્રિયની છ માસ, પંચેન્દ્રિયની ૩૩-સાગરોપમ.
હવે કાયસ્થિતિ પ્રતિપાદના - બધે જઘન્યથી અંતરમુહૂર્ત, ઉત્કૃષ્ટથી પૃથ્વીકાયની અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી કાળથી અને ક્ષેત્રથી અસંખ્યલોક, એ રીતે વાયુકાય સુધી જાણવું. વનસ્પતિકાયિકની અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળથી, ક્ષેત્ર થકી અનંતલોક ઈત્યાદિ પૂર્વવત્ - ૪ - ૪ -
હવે અંતર પ્રતિપાદના - પૃથ્વીકાયિકનું અંતર જઘન્યથી અંતર્મુહૂર્ત છે. અન્યત્ર અંતર્મુહૂર્ત રહીને ફરી પૃથ્વીકાયિકપણે ક્યાંક ઉત્પન્ન થાય છે. ઉત્કૃષ્ટથી અનંતકાળ છે. - ૪ - x - એ પ્રમાણે અ-તેઉ-વાયુકાય, બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિયોની પણ કહેવી. વનસ્પતિકાયિકની જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ-અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણી, ક્ષેત્રથી અસંખ્યાત લોક. બાકીના કાયમાં આટલો કાળ રહેવું અસંભવ છે.
હવે અલ્પબહુત્વ-સૌથી થોડાં પંચેન્દ્રિય - X - તેનાથી ચરિન્દ્રિયો વિશેષોધિક છે. - - ૪ - તેનાથી તેઈન્દ્રિયો વિશેષાધિક છે. - ૪ - તેનાથી બેઈન્દ્રિયો વિશેષાધિક