________________
૩વિમા૰-૨/૩૩૮ થી ૩૪૦
અનુત્તરોપપાતિક દેવો અનુત્તર શબ્દ યાવત્ અનુત્તર સ્પર્શને અનુભવે છે. [૩૪૦] બધાં વૈમાનિકોની સ્થિતિ કહેતી. દેવપણાથી ચ્યવીને અનંતર જે જ્યાં જાય છે, તે કહેવું.
• વિવેચન-૩૩૮ થી ૩૪૦૩
ભગવન્ ! સૌધર્મ-ઈશાન કલ્પના દેવોના શરીરની કેવી વિભૂષા કહેલી છે ? ગૌતમ ! શરીર બે ભેદે છે. તે આ રીતે - ભવધારણીય અને ઉત્તવૈક્રિય. તેમાં જે ભવધારણીય છે. તે આભરણ, વસ્ત્ર રહિત સ્વાભાવિક વિભૂષાવાળા કહ્યાં છે. તેમની વિભૂષા ઔપાધિકી નથી. તેઓમાં જે ઉત્તરવૈક્રિયરૂપ શરીરો છે, તે હાર આદિ આભૂષણયુક્ત છે.
આ પ્રમાણે દેવીઓમાં પણ છે. વિશેષ આ – તે દેવીઓ નૂપુરાદિ નિર્દોષથી યુક્ત, ઘુઘરીવાળા વસ્ત્રો આદિ પહેરેલી છે. ચંદ્રાનના યાવત્ અભિરૂપની વ્યાખ્યા પૂર્વવત્ જાણવું.
દેવોની શરીરવિભૂષા અચ્યુતકલ્પ સુધી કહેવી. દેવીઓ સનત્કુમારાદિમાં હોતી નથી. તેથી તેમના સૂત્રો ન કહેવા. ત્રૈવેયક અને અનુતરોપપાતિક દેવોને સ્વાભાવિક વિભૂષા જ હોય.
હવે કામભોગ પ્રતિપાદનાર્થે કહે છે – સૌધર્મ-ઈશાન કો દેવો કેવા કામભોગોને અનુભવતા, પ્રત્યેકને વેદતા રહે છે ? ગૌતમ ! ઈષ્ટ શબ્દાદિ પાંચેને અનુભવતા રહે છે. - ૪ -
હવે સ્થિતિ પ્રતિપાદનાર્થે કહે છે – સૌધર્મક દેવોની કેટલા કાળની સ્થિતિ કહી છે? જઘન્ય એક પલ્યોપમ, ઉત્કર્ષથી બે સાગરોપમ. ઈશાનમાં જઘન્યથી સાતિરેક એક પલ્યોપમ, ઉત્કૃષ્ટથી સાતિરેક બે સાગરોપમ છે. સનકુમારની જઘન્ય બે સાગરોપમ અને ઉત્કૃષ્ટ સાત સાગરોપમ છે.
માહેન્દ્રની જઘન્ય સાતિરેક બે સાગરોપમ અને ઉત્કૃષ્ટ સાતિરેક સાત સાગરોપમ, બ્રહ્મલોકમાં જઘન્ય સાત સાગરોપમ અને ઉત્કૃષ્ટ દશ સાગરોપમ. લાંતકમાં જઘન્ય દશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચૌદ સાગરોપમ. મહાશુક્રમાં જઘન્ય ચૌદ સાગરોપમ અને ઉત્કૃષ્ટ સત્તર સાગરોપમ.
૧૪૫
સહસ્રારમાં જઘન્ય સત્તર સાગરોપમ, ઉત્કૃષ્ટ અઢાર. આનતકો જઘન્ય અઢાર સાગરોપમ, ઉત્કૃષ્ટ ઓગણીસ. પ્રાણતકલ્પે જઘન્ય ઓગણીસ સાગરોપમ, ઉત્કૃષ્ટ વીશ. આરણ કલ્પે જઘન્ય વીશ સાગરોપમ, ઉત્કૃષ્ટ એકવીશ. અચ્યુત કલ્પે જઘન્ય એકવીશ સાગરોપમ, ઉત્કૃષ્ટ બાવીશ. એ રીતે નવે ત્રૈવેયકમાં એક-એક સાગરોપમ વધારતા ઉપરીતન-ઉપરીતન ત્રૈવેયકમાં જઘન્યથી ત્રીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટથી એકત્રીશ. વિજય-વૈજયંત-જયંત-અપરાજિત એ ચાર અનુત્તરમાં જઘન્યથી ૩૧-સાગરોપમ અને ઉત્કૃષ્ટ તેત્રીશ. સર્વાર્થસિદ્ધ મહાવિમાને અજઘન્યોત્કૃષ્ટ-33.
હવે ઉર્તના કહે છે – સૌધર્મક દેવો અનંતર ચ્યવીને ક્યાં જાય છે ? ક્યાં ઉત્પન્ન થાય છે ? શું નૈરયિકમાં જાય કે યાવત્ દેવોમાં જાય ? પ્રજ્ઞાપના સૂત્રના 19/10
૧૪૬
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3
વ્યુત્ક્રાંતિ પદમાં કહ્યા મુજબ કહેવું. તેનો સંક્ષેપાર્થ અહીં બતાવે છે કે – બાદર પર્યાપ્ત પૃથ્વી-અપ-વનસ્પતિમાં, પર્યાપ્ત ગર્ભ-વ્યુત્ક્રાંતિક તિર્યંચ્ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં કે જે સંખ્યાત વર્ષાયુષ્કવાળા હોય. આ પ્રમાણે ઈશાનદેવો પણ જાણવા. સનત્કુમારથી સહસ્રાર પર્યન્તના દેવો રચવીને સંખ્યાતવર્ષાયુ પર્યાપ્ત ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યોમાં ઉપજે, પણ એકેન્દ્રિયોમાં નહીં. આનતથી અનુત્તર સુધીના દેવો વીને યથોક્ત મનુષ્યોમાં જ ઉપજે પણ તિર્યંચ પંચેન્દ્રિયોમાં ઉપજતા નથી. - સૂત્ર-૩૪૧ :
ભગવન્ ! સૌધર્મ-ઈશાનકોમાં બધાં પ્રાણ, બધાં ભૂત, બધાં જીવ, બધાં સત્વ, પૃથ્વીકાયિક રૂપે, દેવરૂપે, દેવીરૂપે, આસન-શયન-ભંડોષકરણ રૂપે પૂર્વે ઉત્પન્ન થયા છે? હા, ગૌતમ ! અનેકવાર કે અનંતવાર ઉત્પન્ન થયા છે. બાકીના કલ્પોમાં આમ જ કહેવું. પણ દેવીપણે ઉત્પન્ન થવાનું ન કહેવું. પ્રૈવેયક વિમાનો સુધી આમ કહેવું. અનુત્તરોપપ્પાતિક વિમાનોમાં પૂર્વવત્ કહેવું પણ દેવ કે દૈવીરૂપે ઉત્પન્ન થયા તેમ ન કહેવું. . . - દેવોનું કથન પૂરું થયું.
* વિવેચન-૩૪૧ :
ભદંત ! સૌધર્મકલ્પમાં બીશ લાખ વિમાનોમાં પ્રત્યેક વિમાનમાં સર્વે પ્રાણ
આદિ પ્રાણ - વિકલેન્દ્રિય જીવો, મૂત - વનસ્પતિકાયિકો, નીવ - પંચેન્દ્રિયો સત્ત્વ - બાકીના. પૃથ્વીપણે, દેવપણે, દેવીપણે અહીં કેટલીક પ્રતોમાં “તેઉકાયિકપણે' એવો પાઠ પણ છે. તે સમ્યક્ જણાતો નથી, કેમકે તેમાં તેજસ્કાયનો અસંભવ છે. આસન - સિંહાસન, શયન પલંગ, સ્તંભ - પ્રાસાદાદિના ટેકા માટે. ભાનુમાત્રોપરળ - હાર, અદ્ભુહાર, કુંડલાદિ. આ બધાં રૂપે પૂર્વે ઉત્પન્ન થયેલ છે. હે ગૌતમ ! અનેકવાર અથવા અનંતવાર. સાંવ્યવહારિક રાશિ અંતર્ગત્ જીવ વડે
સર્વસ્થાને પ્રાયઃ અનંતવાર ઉપજ્યા.
-
બાકીના કલ્પો માટેની વૃત્તિ, સૂત્રાર્થ પ્રમાણે જ છે. અનુત્તરમાં દેવત્વનો પ્રતિષેધ કર્યો, કેમકે વિજયાદિ ચારમાં ઉત્કૃષ્ટથી પણ બે વખત અને સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં એક જ વખત ગમન સંભવે છે. પછી અવશ્ય મનુષ્યભવ પામીને મુક્તિ
પામે છે. દેવીપણે ઉત્પાદ ત્યાં અસંભવ છે.
હવે ચતુર્વિધ જીવોની ભવસ્થિતિ - કાયસ્થિતિ.
• સૂત્ર-૩૪૨,૩૪૩ -
[૩૪૨] ભગવન્ ! નૈરયિકોની કેટલી કાલ સ્થિતિ કહી છે? ગૌતમ ! જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ તેશ સાગરોપમ. એ રીતે બધાં માટે પ્રશ્ન કરવો. તિર્યંચ યોનિકોની જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. એ રીતે જ મનુષ્યોની છે. દેવોની સ્થિતિ નાકવત્ જાણવી.
દેવ અને નારકોની જે સ્થિતિ છે, તે જ તેઓની સંચિકણા-કારસ્થિતિ
છે. તિર્યંચયોનિકોની જઘન્યથી તમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળ, ભગવન્ ! મનુષ્ય મનુષ્ય રૂપે કેટલો કાળ રહે? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને