________________
૩/જ્યો૰/૩૧૨,૩૧૩
૧૨૩
- સૂમ-૩૧૪ :
ભગવન્ ! ચંદ્રતિમાન કયા આકારે છે ? ગૌતમ ! અકિપીત્ય સંસ્થાને રહેલ છે. તે સર્વથા સ્ફટિકમય છે, તેની કાંતિ બધી દિશા-વિદિશામાં ફેલાય છે આદિ, જાણે કે તે ઉપહાસ કરી રહેલ છે ઈત્યાદિ વર્ણન કરવું. આ પ્રમાણે સૂર્યવિમાન, નક્ષત્રવિમાન, [ગ્રહવિમાન], તારાવિમાન પણ અધકલ્પિત્ય સંસ્થાન છે.
ભગવન્ ! ચંદ્રવિમાનની લંબાઈ-પહોળાઈ કેટલી છે? પરિધિ કેટલી છે ? જાડાઈ કેટલી છે ? ગૌતમ ! (ચંદ્રતિમાનની) લંબાઈ-પહોળાઈ એક યોજનના ૫૬/૧ ભાગ છે. તેનાથી ત્રણ ગુણાથી કંઈક અધિક તેની પરિધિ છે. એક યોજનના ૨૮/૬૧ ભાગ જાડાઈ છે. • - - સૂર્યવિમાનના વિષયમાં આ જ પ્રશ્ન સૂર્યવિમાન એક યોજનના ૩/૬૧ ભાગ લાંબુ પહોળું છે. તેનાથી ત્રણ ગણીથી અધિક તેની પરિધિ છે. એક યોજનના ૨૪/૬૧ ભાગ જાડાઈ છે.
ગ્રહવિમાન અર્ધ યોજન લાંબુ-પહોળું, તેનાથી ત્રણ ગુણી કરતાં અધિક પરિધિ અને એક કોશ જાડાઈ છે, નક્ષત્ર વિમાન એક કોશ લાંબુ-પહોળું, તેનાથી ત્રણ ગણાથી અધિક પરિધિ અને અર્ધ કોશ જાડાઈવાળું છે. તારાવિમાન અર્વકોશ લાંબુ, પહોળું ત્રણગણાથી અધિક પરિધિ, ૫૦૦ ધનુષ જાડાઈ વાળું છે. • વિવેચન-૩૧૪ :
ભદંત ! ચંદ્રવિમાન કેવા આકારે છે ? ગૌતમ ! અદ્ભુ કપિન્થ સંસ્થાને રહેલ છે. - X - (શંકા) જો ચંદ્ર વિમાનનો આકાર અર્હુ કપિત્ય જેવો હોય તો ઉદયકાળે, અસ્તકાળે અથવા પૂનમે જ્યારે તિછું પરિભ્રમણ કરે છે ત્યારે અદ્ઘ કપિત્થફળાકારે કેમ દેખાતો નથી ? [સમાધાન] અહીં રહેનારા પુરુષો દ્વારા અદ્ઘ કપિત્થાકારવાળા ચંદ્ર વિમાનની ફક્ત ગોળ પીઠ જ દેખાય છે. પણ સમતપણે દેખાતો નથી. તે પીઠની ઉપર ચંદ્રદેવ જ્યોતિષ્ઠ રાજનો પ્રાસાદ છે. તે પ્રાસાદ એ રીતે રહેલ છે, જેથી પીઠની સાથે મોટો વર્તુળાકાર થાય છે. તે દૂર હોવાથી એકાંતે સમવૃત્તપણે લોકોને દેખાય છે. આ અમે અમારી બુદ્ધિથી કહેતા નથી. આ વાત “વિશેષણવતી” ગ્રન્થમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે આક્ષેપ સહિત કહેલી જ છે – [જેની બે ગાયા આપેલી છે.
તથા બધું જ સ્ફટિક વિશેષ મણિમય છે. તથા અભિમુખ્યતાથી બધેથી નીકળેલ, પ્રબળપણે બધી દિશામાં પ્રસરેલ જે પ્રભા વડે સિત. યાવત્ શબ્દથી વિવિધ મણિરત્નથી ચિત્રિત વાયુ વડે ઉડતી વિજય-વૈજયંતી પતાકા, છત્રાતિછત્રયુક્ત. ઉંચી, આકાશતલને સ્પર્શતા શિખર, જાલંતર રત્ન - કનક સ્તુપિકા, વિકસિત શતપત્ર, પુંડરીક, તિલકરત્ન, અદ્ધ ચંદ્ન ચિત્ત અંદર અને બહાર શ્લક્ષ્ણ, તપનીય વાલુકા પ્રસ્તટ, સુખ સ્પર્શ, સશ્રીકરૂપ, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરૂપ છે.
ઉક્ત પાઠની વ્યાખ્યાનો કેટલાંક અંશો અહીં નોંધેલ છે. મળિ - ચંદ્રકાંતાદિ, રત્ર - તનાદિ, વાતોદ્ભૂત - વાયુથી કંપિત, વિનવવનયંત - અભ્યુદય સૂચક વૈજયંતી પતાકા, છત્રાતિચ્છત્ર-ઉપર ઉપર રહેલ આતપત્ર. તું। - ઉંચા, ૩ન્માનિત - પાંજરાથી બહિષ્કૃત્. પંબર - વાંસ આદિનું પ્રચ્છાદન વિશેષ. સ્યૂપિા - શિખર. તિન - લિંત આદિમાં પુંડ્ર, રત્નમય અર્ધચંદ્ર. સંતો દ = મળે - આ બધું અંજન
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩
પર્વત ઉપરના સિદ્ધાયતન દ્વારવત્ કહેવું. ચંદ્ર વિમાનવત્ સૂર્યાદિ ચારે વિમાન કહેવા. ચંદ્રવિમાનની લંબાઈ-પહોળાઈ, પરિધિ, બાહસ્ય કેટલા છે ? [સૂત્રાર્થમાં આ પ્રમાણ કહેલ છે. તે મુજબ] આ પ્રમાણે સૂર્ય-નક્ષત્ર-ગ્રહ-તારા વિમાનોના પ્રમાણ સંબંધી પ્રશ્નોત્તર સૂત્રાર્થ મુજબ જ હોવાથી અહીં પુનરુક્તિ કરી નથી.
૧૨૪
વૃત્તિકારશ્રી અહીં તત્ત્વાર્થભાષ્યની સાક્ષી આપે છે સૂર્યમંડલ વિલ્કેભ ૪૮/૬૧ યોજન છે. ચંદ્રમાનો પ૬/૬૧ યોજન છે. ગ્રહોનો અદ્ધ યોજન, નક્ષત્રોનો એક ગાઉ, તારાનો સૌથી ઉત્કૃષ્ટ અર્હ કોશ, જઘન્ય તારાનો ૫૦૦ ધનુપ્ વિખંભ થાય છે. વિખુંભ [પહોળાઈ]થી અદ્ધ આ બધાનું બાહહ્ય જાણવું.
-
- સૂત્ર-૩૧૫ :
ભગવન્! ચંદ્રવિમાનને કેટલા હજાર દેવ વહન કરે છે? ગૌતમ! ચંદ્ર વિમાનને [કુલ ૧૬,૦૦૦ દેવ વહન કરે છે.] તેમાં પૂર્વમાં ૪૦૦૦ દેવો સિંહરૂપ ધારણ કરી ઉઠાવે છે. તે સિંહ શ્વેત, સુભગ, સુપ્રભ, શંખતલ સમાન વિમલ, નિર્મલ, ઘન દહીં, ગાયનું દૂધ, ફીણ, ચાંદીના સમૂહ સમાન શ્વેત પ્રભાવાળો છે. તેની આંખ મધની ગોળી સમાન પીળી છે, મુખમાં સ્થિત સુંદર પ્રકોપ્ડોથી યુકત ગોળ, મોટી, પરસ્પર જોડાયેલી, સુવિશિષ્ટ, તીક્ષ્ણ દાઢાઓ છે, તાળવું અને જીભ લાલ કમળના પત્ર સમાન મૃદુ અને સુકોમળ છે, નખ પ્રશસ્ત અને શુભ વૈર્યમણિ માફક ચમકતા અને કર્કશ છે. ઉર્દુ વિશાળ અને મોટા છે, સ્કંધ પૂર્ણ અને વિપુલ છે, કેસરા સટી, મૃદુ, વિશદ, પ્રશસ્ત, સૂક્ષ્મ, લક્ષણયુક્ત અને વિસ્તીર્ણ છે, ગતિ લીલાયુકત અને ઉછળવાથી ગર્તીત, ધવલ છે. પૂંછ ઉંચી ઉઠેલી, સુનિર્મિત અને ફટકાર યુક્ત છે. નખ, દાંતને દાઢા વજ્રમય છે, જીભ, તાળવું, જોડેલ જોત ત્રણે સોનાના છે. તે કામગમ, પ્રીતિગમ, મનોગમ, મનોરમ, મનોહર, અમિતગતિ, અમિત બાળ-ત્ર્ય-પુરુષકાર પરાક્રમમુકત છે. તે જોર-જોરથી સિંહનાદ કરતા આકાશ અને દિશાઓને ગુંજાવતો અને શોભિત કરતો ચાલે છે.
તે ચંદ્રવિમાનને દક્ષિણ બાજુથી ૪૦૦૦ દેવો હાથીરૂપ ધારણ કરીને વહન કરે છે. તે હાથી શ્વેત, સુભગ, સુભ, શંખતલની જેમ વિમલ, નિર્મળ, ઘનદહીં ગાયનું દૂધ, ફીણ, રજત નીકર સમાન શ્વેત છે. વજ્રય કુંભયુગલની નીચે રહેલ સુંદર મોટી છૂંઢમાં જેણે ક્રીડાર્થે તપોના પ્રકાશને ગ્રહણ કરેલ છે. તેનું મુખ ઉંચે ઉઠેલ, તપનીય સ્વર્ણના વિશાળ, ચંચળ, પળ, હલતા એવા વિમલ કાનોથી સુશોભિત છે, મધ જેવા ચમકતા, સ્નિગ્ધ, પીળા અને પયુકત તથા મણિરત્ન માફક ત્રિવ-શ્વેત, કૃષ્ણ, પીત વર્ણવાળા તેના નેત્ર છે. તે નેત્ર ઉન્નત, મૃદુલ, મલિકાના કોક જેવા લાગે છે. દાંત સફેદ, એક સમાન, મજબૂત, પરિણત અવસ્થાવાળા, સુદૃઢ, સંપૂર્ણ અને સ્ફટિકમય હોવાથી સુજાત અને મૂટાલની ઉપમાથી શોભિત છે. દાંતોના અગ્રભાગે સ્વર્ણના વલય પહેરાવેલા છે. તેથી આ દાંત વિમલમણીઓની વચ્ચે ચાંદીના સમૂહ જેવા લાગે છે. તેમના મસ્તકે તાનીયવર્ણના વિશાળ તિલક આદિ આભૂષણ પહેરાવેલા છે. વિવિધ મણિથી નિર્મિત ઉર્ધ્વ ત્રૈવેયક આદિ કંઠના આભરણ ગળામાં પહેરાવેલ છે. જેના